હોમ પેજ / આરોગ્ય / જિલ્લાવાર માહિતી / અરવલ્લી / યોજનાઓ / વ્યક્તિલક્ષી સહાય કાર્યક્રમ યોજના તથા યોજનાઓની રૂપરેખા
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વ્યક્તિલક્ષી સહાય કાર્યક્રમ યોજના તથા યોજનાઓની રૂપરેખા

વ્યક્તિલક્ષી સહાય કાર્યક્રમ યોજના તથા યોજનાઓની રૂપરેખા વિશેની માહિતી આપવામાં આવી છે

અટલ સ્નેહ યોજના

યોજનાનું નામ: અટલ સ્નેહ યોજના

સહાયની વિગત:જન્મજાત હ્રદય સંબંધિત રોગો, જન્મજાત બહેરાશ, જન્મજાતમોતિયો,ક્લેફ્ટલીપ (કપાયેલો હોઠ) અને ક્લેફ્ટ પેલેટ (કપાયેલું તાળવુ), ક્લબફૂટ,રેટીનોપથી ઓફ પ્રિમેચ્યોરીટી, ડાઉન્સસિન્ડ્રોમ, થાપાનું કુગઠન, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ -આ તમામ  જન્મજાત ખામીઓની તમામ મેડિકલ કોલેજ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર ઉપલ્બધ છે.

કોને મળવા પાત્ર છે: જન્મજાત સંબંધિત રોગોવાળા નવજાત શિશુ

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૂત્વ અભિયાન

યોજનાનું નામ: પ્રધાનમંત્રી સુરક્ષિત માતૂત્વ અભિયાન

સહાયની વિગત: તબીબી અધિકારી ધ્વારા તપાસ/સ્ત્રી રોગ નિષ્ણાંત ધ્વારા તપાસ

 1. તબીબી સારવાર
 2. લેબોરેટરી તપાસ
 3. સોનોગ્રાફી
 4. આરોગ્ય શિક્ષણ

કોને મળવા પાત્ર છે: તમામ સગર્ભાબહેનો

કસ્તુરબા પોષણ સહાય યોજના

યોજનાનું નામ: કસ્તુરબા પોષણ સહાય યોજના

સહાયની વિગત:

 • સગર્ભાવસ્થા,પ્રથમ છ માસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રૂ.૨૦૦૦/- ની સહાય.
 • સરકારી દવાખાનામાંસુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂ.૨૦૦૦/- ની સહાય.
 • બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન-એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ. ૨૦૦૦/- ની સહાય આમ કુલ મળી રૂ.૬૦૦૦/-ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.

કોને મળવા પાત્ર છે: ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ તથા શહેરી વિભાગ ધ્વારા જાહેર કરાયેલ ગરીબી રેખા હેઠળના કુટુંબની સગર્ભા માતાઓ.

બાલ સેવા કેન્દ્ર (સી.એમ.ટી.સી.) તાલુકા કક્ષાએ

યોજનાનું નામ: બાલ સેવા કેન્દ્ર  (સી.એમ.ટી.સી.) તાલુકા કક્ષાએ

સહાયની વિગત:

ગામના અતિકુપોષિત બાળકોને આ કેન્દ્ર માં દાખલ કરી ૧૪ દિવસ સુધી તબીબી સારવાર તેમજ પોષણયુક્ત સંભાળ આપવામાં આવે છે.નવજાત શિશુ અને બાળ પોષણ પધ્ધતિઓ તથા ઓછા ખર્ચ બાળકો માટે પોષણયુક્ત આહાર કેવી રીતે બનાવવો તેના વિશે માતાને શિક્ષણ આપવામાં આવે છે.બાળકોનું CMTC માંથી રજા આપ્યા બાદ ૨૧મા ૨૮મા અને ૩૫માં દિવસે ફોલોઓપ માટે બોલાદર બે બે કલાકે ન્યુટ્રીશન વર્કર ધ્વારા પોષ્ટીક આહાર અપાશે.૧૪ દિવસ માટે સવારે ૯ થી ૬ વાગ્યા સુધી બાળકોને રખાશે.દર બે કલાકે દવાઓ ફ્રી માં અપાશે.

કોને મળવા પાત્ર છે: ૬ માસથી ૫ વર્ષ સુધીના તમામ બાળકો માટે

જરૂરી દસ્તાવેજ : આ યોજનાનો લાભ દરેક સી.એમ.ટી.સી માંથી મળશે.

રાષ્ટ્રિય પરિવાર નિયોજન

યોજનાનું નામ: રાષ્ટ્રિય પરિવાર નિયોજન

સહાયની વિગત:

વિગત

લાભાર્થીને રોકડ સહાય

મોટીવેટર

પુરૂષ નસબંધી ઓપરેશન (NSV)

ર૦૦૦

૩૦૦

સ્ત્રી નસબંધી ઓપરેશનલેપ્રોસ્કોપી/ટી,.એલ

૧૪૦૦

ર૦૦

કોને મળવા પાત્ર છે

મહિલા લાભાર્થી લગ્ન કરેલ હોય તેની ઉંમર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા તેને એક બાળક હોવું જોઇએ અને તેનીં ઉંમર  ૧ વર્ષથી વધારે હોવી જોઇએ.પતિનુ’ નસબંધી ઓપરેશન ના થયેલુ હોવું જોઇએ.)પુરુષ લાભાર્થી માટે લગ્ન કરેલ હોય,તેની ઉંમર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ તેને એક બાળક હોવુ જોઇએ. લાભાર્થીની પત્નિનું ઓપરેશન થયેલ હોવું જોઇએ.(બે માંથી એક આ પધ્ધતિ નક અપનાવેલ હોવી જોઇએ.)

જરૂરી દસ્તાવેજ :આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે ફોર્મ ભરવાનુ રહેશે.

મુખ્યમંત્રી અમૃતમ યોજના

યોજનાનું નામ : મુખ્યમંત્રી અમૃતમ યોજના

સહાયની વિગત

ગરીબી રેખા હેઠ્ળ ના તમામ  કુટુંબોને [એક કુટુંબના ૫ સભ્યો]  રૂ.૨,૦૦,૦૦૦/ની મર્યાદામાં ગંભીર બિમારી માટે સરકાર માન્ય દવાખાનામા દાખલ થયેલ મફત કેશલેશ સારવાર આપવામા આવે છે .

નીચેની બીમારીઓ માટે સહાય મળે છે .

 • દાઝેલા
 • હદય ના ગંભીર રોગો .
 • નવજાત શીશુઓના ગંભીર રોગો .
 • કેન્સર (કેન્સર સજૅરી ,કીમોથેરપી  તથા રેડીયોથેરાપી ) ગંભીર ઈજાઓ ,
 • મગજના ગંભીર રોગો .
 • ગંભીર ઈજાઓ (પોલી ટ્રોમા )
 • કિડનીના ગંભીર રોગો

કોને મળવા પાત્ર છે : તમામ બી.પી.એલ .કુટુંબો

જરૂરી દસ્તાવેજ :દરેક  બી.પી.એલ .કુટુંબોએ મુખ્ય મંત્રી અમ્રુતમ યોજનાનુ સ્માટૅ કાડૅ કઢાવવાનુ રહેશે.આ માટે નજીકના સરકારીદવાખાનામાં સપકૅ સાધવો

મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના

યોજનાનું નામ : મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના

સહાયની વિગત

રૂ.૧,૨૦,૦૦૦/-થી ઓછી આવક ધરાવતા તમામ  કુટુંબોને [એક કુટુંબના ૫ સભ્યો]  રૂ.૨,૦૦,૦૦૦/ની મર્યાદામાં ગંભીર બિમારી માટે સરકાર માન્ય દવાખાનામા દાખલ થયેલ મફત કેશલેશ સારવાર આપવામા આવે છે .

નીચેની બીમારીઓ માટે સહાય મળે છે .

 • દાઝેલા
 • હદય ના ગંભીર રોગો .
 • નવજાત શીશુઓના ગંભીર રોગો .
 • કેન્સર (કેન્સર સજૅરી ,કીમોથેરપી  તથા રેડીયોથેરાપી ) ગંભીર ઈજાઓ ,
 • મગજના ગંભીર રોગો
 • ગંભીર ઈજાઓ (પોલી ટ્રોમા )

રૂ.૧,૨૦,૦૦૦/-થી ઓછી આવક ધરાવતા તમામ  કુટુંબો

દરેક  બી.પી.એલ .કુટુંબોએ મુખ્ય મંત્રી અમ્રુતમ યોજનાનુ સ્માટૅ કાડૅ કઢાવવાનુ રહેશે.આ માટે નજીકના સરકારીદવાખાનામાં સપકૅ સાધવો .

રાષ્ટ્રીય સ્વાસ્થ વિમા યોજના (આર.એસ.બી.વાય)

યોજનાનું નામ: રાષ્ટ્રીય સ્વાસ્થય વિમા યોજના (આર.એસ.બી.વાય)

સહાયની વિગત :૩૦૦૦૦/- સુધીનો આરોગ્ય વીમો

કોને મળવા પાત્ર છે: ફ્ક્ત (બી.પી.એલ.) કુટુંબો,જેના નામ  સરકાર શ્રી ની યાદી મા છે .તે કુટુંબના ૫ સભ્યો, કુટુંબના વડા ,પત્ની  અને ત્રણ સભ્યોનો આ યોજનામાં સમાવેશ.

જરૂરી દસ્તાવેજ: આ યોજનાનો લાભ માટે જ્યારે આપનાં વિસ્તારમા આ યોજના અંતર્ગત    રજિસ્ટ્રેશન ચાલતુ હોય ત્યારે જે કુટુંબ પાસેબી.પી.એલ કાડૅ હૉય તેને રજિસ્ટ્રેશન કરી સ્માર્ટ કાડૅ આપવામાં આવશે.અને તે સ્માર્ટ કાડૅનો ઉપયોગ કરી શકશે .

દિકરી યોજના

યોજનાનું નામ: દિકરી યોજના

સહાયની વિગત: દિકરો ન હોય અને એક દિકરી હોય તેવા દંપતિને રુ.૬૦૦૦- દિકરો ન હોય અને ફકત બે દિકરીઓ હોય તેવા દંપતિને રુ. પ૦૦૦- નાં બચતપત્રો.

કોને મળવા પાત્ર છે: દિકરો ન હોય અને ફકત બે દિકરીઓ હોય તેવા દંપતિ પૈકી કોઇ એક  નસબંધી ઓપરેશન કરાવે તો તેઓને રાષ્ટૃીય બચતપત્રો આપવાની રાજય સરકારની ખાસ પુરસ્કાર યોજના છે.

જરૂરી દસ્તાવેજ: જે જગ્યાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ હોય તે કેન્દૃ ખાતે અરજી કરવાની.

શાળા આરોગ્ય કાર્યક્રમ

યોજનાનું નામ : શાળા આરોગ્ય કાર્યક્રમ

સહાયની વિગત

 • આરોગ્ય તપાસ
 • સ્થળ પર સારવાર
 • વિના મુલ્યે ચશ્મા વિતરણ સંદર્ભ સેવા
 • હદય,કીડની તેમજ કેન્સર જેવા ગંભીર રોગની કીડની પ્રત્યારોપણ સહિતની સારવાર

કોને મળવા પાત્ર છે: નવજાત શિશુથી ૧૮ વર્ષના તમામ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાએ ન જતા બાળકો.

રાષ્ટ્રીય વાહન જન્ય રોગ નિયંત્રણ કાર્યકમ

યોજનાનું નામ: રાષ્ટ્રીય વાહન જન્ય રોગ નિયંત્રણ કાર્યકમ

સહાયની વિગત: કુટુંબ દીઠ ૨.૫ વ્યકિત માટે મરછરદાની પુરી પાડવી.

કોને મળવા પાત્ર છે: મેલેરીયા માટે સંવેદનશીલ વિસ્તારોમાં સમાવેશ પામતા ગામના લાભાર્થી કુટુંબો

આર.એન.ટી.સી.પી. (ટી.બી)

યોજનાનું નામ: આર.એન.ટી.સી.પી. (ટી.બી)

સહાયની વિગત: નિદાન થયેલ ટીબીના તમામ દર્દી ને ૬-૮ માસ ડોટસ સારવાર વિના મુલ્યે મળે છે. સારવારના સમયગાળા દરમિયાન બીપીએલ દર્દીને દર માસે ૫૦૦ રૂ. આર્થિક સહાય મળે છે.

કોને મળવા પાત્ર છે: સરકારી કે પ્રાઇવેટ તમામ સંસ્થામાં નિદાન થયેલ ટીબીના તમામ  દર્દી

જનની સુરક્ષા યોજના

યોજનાનું નામ : જનની સુરક્ષા યોજના

સહાયની વિગત: આ યોજના હેઠળ લાભાર્થીને પોષણયુક્ત ખોરાક પ્રસુતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્ય કોઇ ખર્ચને પહોંચી વળવા માટે સગર્ભાવસ્થામાં બેરરા ચેક ધ્વારા ચુકવવામાં આવે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૭૦૦/- અને શહેરી વિસ્તારમાં રૂ.૬૦૦/- આપવામાં  આવે છે.

કોને મળવા પાત્ર છે: આ યોજનામાં ગરીબી રેખા હેઠળની (BPLકાર્ડ ધરાવતી ) કુટુંબોની પ્રસુતા બહેનો અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિ કુટુંબોની તમામ પ્રસુતા બહેનોને લાભા આપવામા6 આવે છે.જે લાભાર્થી પાસે કાર્ડ ઉપલબ્ધ ન હોય તેઓના વિસ્તારના તલાટી કમા મંત્રી સરપંચ મામલતદાર પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

જરૂરી દસ્તાવેજ: યોજનાનો લાભા લેવા માટે ફોર્મ ભરવાનું થાય છે. અને તેની સાથે જરૂરી દસ્તાવેજ જેવા કે BPLકાર્ડની નકલ અથવા આવકનો દાખલો મુકવાનો થાય છે.

ચિરંજીવી યોજના

યોજનાનું નામ: ચિરંજીવી યોજના

સહાયની વિગત: આ યોજના હેઠળ પ્રસુતા બહેનોને સરકાર ધ્વારા નક્કિ કરાયેલા ખાનગી દવાખાનામાં કોઇપણ રકમ ચુકવવાની હોતી નથી.એટલું જ નહિ પણ વિના મુલ્યે ઉપરાંત પ્રસુતાને દવાખાના આવવા –જવાના ભાડા પેટે રૂ.૨૦૦/- ડોક્ટરો ધ્વારા રોકડા આપવામાં આવશે.

કોને મળવા પાત્ર છે: આ યોજનામાં ગરીબી રેખા હેઠળની (BPLકાર્ડ ધરાવતી) કુટુંબોની પ્રસુતા બહેનો તથા ગરીબી રેખા હેઠળ ઉપરની (APL કાર્ડ ધરાવતી પરંતુ આવક વેરો ન ભરતી હોય તેવા અનુસુચિત જનજાતિ કુટુંબોની પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે. જે લાભાર્થી પાસે BPL કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તાર તલાટી કમ મંત્રી સરપંચ મામલતદાર પાસેથી આવકનું પ્રમાણા પત્ર મેળવવાનું રહેશે.

જરૂરી દસ્તાવેજ : યોજનાનો લાભા લેવા માટે ફોર્મ ભરવાનું થાય છે. અને તેની સાથે જરૂરી દસ્તાવેજ જેવા કે BPLકાર્ડની નકલ અથવા આવકનો દાખલો મુકવાનો થાય છે.

જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ

યોજનાનું નામ

સહાયની વિગત

 • મફત સંસ્થાકીય પ્રસુતિ
 • નિ:શુલ્ક સીઝેરીયન સેવાઓ
 • મફત દવા,સર્જીકલ અને અન્ય સમગ્રી
 • મફત લેબોરેટરી સેવાઓ ,લોહીની તપાસ પેશાબની તપાસ,સોનોગ્રાફી વગેરે.
 • હોસ્પિટલમાં રહે તે દરમ્યાન નિ:શુલ્ક ભોજન (સામાન્ય પ્રસુતિ) માટે ૩ દિવસ અને સીઝેરીયન બાદ ૭ દિવસ
 • જરૂર પડે  ત્યારે નિ:શુલ્ક રક્ત
 • મફત એમ્બુલન્સ સેવા-ઘેરથી હોસ્પિટલ હોસ્પિટલથી મોટી હોસ્પિટલ તથા પરત
 • હોસ્પિટલની કોઇપણ પ્રકારની ફી માંથી મુક્તિ

નવજાત શિશુને જન્મના ૧ વર્ષ સુધી મળવા પાત્ર સેવાઓ :-

 • ફ્રી અને નિ:શુલ્ક સારવાર
 • મફત દવા,સર્જીકલ અને અન્ય સેવાઓ
 • મફત લેબોરેટરી સેવાઓ
 • જરૂર પડે ત્યારે નિ:શુલ્ક રક્ત
 • મફત એમ્બ્યુલન્સ સેવા
 • હોસ્પિટલની કોઇપણ પ્રકારની ફી માંથી મુક્તિ

કોને મળવા પાત્ર છે: તમામ સગર્ભા સ્ત્રીઓ

જરૂરી દસ્તાવેજ: નજીકના આરોગ્ય કર્મચારીનો કે સરકારી દવાખાનાનો સંપર્ક સાધવાથી

બાલસખા યોજના

યોજનાનું નામ : બાલસખા યોજના

સહાયની વિગત: આ યોજના હેઠળ લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામં જોડાયેલ ખાનગી બાળ રોગ નિષ્ણાંતો દ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઇ પણ બિમારી માટે નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે. બાળરોગ નિષ્ણાંત નવજાત શિશુના સાગાને આવવા‌-જવા ભાડાં પેટે રૂ.૨૦૦/ લેખે વાઉચર ઉપર સહી લઈને તુરંત જ ચુકવી આપશે તથા સાથે આવનાર આશા કાર્યકર જેવા વગેરેને પ્રોત્સાહન રકમ પેટે રૂ.૫૦/- વાઉચર ઉપર સહી લઈને ચુકવી આપશો.

કોને મળવા પાત્ર છે: આ યોજનામાં ગરીબી રેખા હેઠળ (બી.પી.એલ.કાર્ડ) ધરાવતી) કુટુંબના ૩૦ દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવક વેરા ન ભરતા હોય તેવા અનુસુચિત જન જાતિના તમામ કુટુંબોના નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજ: તમામ નવજાત શિશુંઓને બિમરી માટે બાલસખા યોજનાનો લાભ મળવા પાત્ર છે

સ્ત્રોત:E - પંચાયત  કોઓર્ડીનેટર ,અરવલ્લી  ડિસ્ટ્રિક્ટ  ઓફિસ , મોડાસા

3.06976744186
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top