હોમ પેજ / આરોગ્ય / શ્રેષ્ઠ પ્રણાલીઓ / કેન્સર અર્વેનેસ માટે વિશ્વ પ્રવાસ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કેન્સર અર્વેનેસ માટે વિશ્વ પ્રવાસ

કેન્સર અર્વેનેસ માટે કોલક્તાના યુવાનનો સાયકલ પર વિશ્વ પ્રવાસ

વડોદરાની શાળાઓમા કેન્સર અંગે જાગૃતિ ફેલાવતુ પ્રેઝન્ટેશન આપ્યુ પાંચ વર્ષમાં ૧૦૦ દેશનો પ્રવાસ કરશે વિશ્વમાં જેટલા મૃત્યુ થાય છે તેના કારણમાં કેન્સર બીજા નંબર પર આવે છે. લોકોમા જાગૃતિનો અભાવ છે કે જો કેન્સરનો વહેલુ પકડી લેવામા આવે તો તેનો ઇલાજ થઇ શકે છે અને દર્દી મૃત્યુના મુખમા જતો બચી જાય છે. આ સંદેશો માત્ર ભારતમા જ નહી પણ વિશ્વભરમા ફેલાવા માટે કલકતાનો એક યુવાન સાયકલ લઇને નિકળ્યો છે અને તેનો ધ્યેય છે કે પાંચ વર્ષમા તે સાયકલ દ્વારા વિશ્વનો પ્રવાસ કરશે તથા વિવિધ શહેરોમા રોકાણ કરીને ત્યાની શાળા કોલેજમાં પ્રેઝન્ટેશન આપીને કેન્સર અંગે લોકોને જાગૃત કરશે. આજે તેમણે વડોદરાની કેટલીક શાળાઓમા પ્રેઝન્ટેશન આપ્યુ હતું.

અનિરબન આચાર્ય નામના ૨૯ વર્ષના આ યુવાને પોતાના અભિયાન અંગે વાત કરતા કહ્યુ હતુ કે તેના પિતા એરફોર્સમાથી રિટાર્યડ થયેલા છે અને પોતે એક કંપનીમા માર્કેટિંગ ફિલ્ડમા જોબ કરતો હતો. સાથે સાથે કોલક્તાની એક એનજીઓ સાથે પણ સંકળાયેલો હતો. એનજીઓની કામગીરી દરમિયાન મને કેન્સરની ભયંકરતાનો ખયાલ આવ્યો અને એક દિવસ વિચાર કર્યો કે વિશ્વમા આ અંગે જાગૃતિ ફેલાવા મારે કઇક કરવુ છે.
ગત ૬ જુને દિલ્હીથી મે અભિયાનનો પ્રારંભ કર્યો છે ત્યાથી રાજસ્થાન થઇને હું ગુજરાતમા આવ્યો છું. અમદાવાદથી કાલે વડોદરા આવ્યો છું અને  શુક્રવારે ભરૃચ જઇશ ત્યાથી  સુરત થઇને મહારાષ્ટ્રમા જઇશ. ત્યાથી દક્ષીણ અને પુર્વના રાજ્યોનો પ્રવાસ પુરો કરી.
બાંગ્લાદેશમા પહોંચીશ. જો મ્યાનમારમા પ્રવેશ મળશે તો બાંગ્લાદેશથી સાયકલ લઇને જ પહોંચીશ નહીતર પુનઃ કોલક્તા આવીને બાય એર મલેશીયા જઇશ અને ત્યાથી સાયકલ પ્રવાશ આગળ વધારીશ. મારો ધ્યેય વિશ્વના ૧૦૦ દેશો અને તમામ ખંડોમા સાયકલથી મુસાફરી કરી કેન્સર અર્વેનેસ ફેલાવાનો છે તે માટે પાંચ વર્ષનો સમય લાગશે.

સ્ત્રોત: ગુજરાત સમાચાર

2.83333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top