অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હેરલોસની સમસ્યા

હેરલોસની સમસ્યા

સુંદર વાળ એ આશીર્વાદ છે અને તેને તંદુરસ્ત અને શાઇની રાખવા જેટલું લાગે તેટલું મુશ્કેલ નથી. જોકે હેર-કેર મેનેજમેન્ટ મોટે ભાગે વાળના-લાંબા, ટૂંકા, વાંકડિયા-કર્લી, શુષ્ક-ડ્રાય, રફ-ખરબચડા, સ્ટ્રેઇટ-સીધા, થીક-પાતળા વગેરે પ્રકાર પર આધારિત હશે. પણ કેટલાક સામાન્ય સિદ્ધાંતોને તો આપણે બધા જ તંદુરસ્ત અને શાઇની વાળ માટે અનુસરી શકીએ છીએ.

વિન્ટર એ સિઝન છે જ્યાં હવામાં ડ્રાયનેસ હોવાના કારણે આપણા પૈકી મોટાભાગનાને વાળમાં નુકશાન થાય છે. આથી, તંદુરસ્ત વાળ રાખવા માટે સૌથી મહત્વપૂર્ણ માપદંડ છે તમારો યોગ્ય ક્વોન્ટિટીમાં યોગ્ય ખોરાક ખાવો તે, ઊંઘ અને તાણમુક્ત જીવન. યાદ રાખો કે વાળ શરીરનો જ ભાગ છે અને એને સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર છે. જો કોઈ વ્યક્તિ વાળને મજબૂત અને તંદુરસ્ત રાખવા અને તેના શ્રેષ્ઠ દેખાવ માટે ઇચ્છે છે, તો તેણે યોગ્ય વિટામિન્સ અને ખનિજો ખાવાની જરૂર છે. પોષક તત્ત્વો મૂળ સુધી જાય છે. મૂળમાંથી યોગ્ય રીતે પોષણ મળેલું હોય તો વાળ લસ્ટર અને ગ્લોવાળા થાય છે. આમ, વાળને સારા રાખવા અને સારા દેખાય તે માટે, દરેકે દૈનિક રૂટિનમાં કસરત અને પૂરતા પાણી સાથે હેલ્ધી ડાયટનો સમાવેશ કરવો જોઈએ.

શરીરની કુદરતી પ્રક્રિયાના ભાગરૂપે દરરોજ વાળ ખરતા હોય છે. હેરલોસની સમસ્યા જીવનમાં કોઈ પણ સમયે અને કોઈ પણ કારણે થઇ શકે છે. તેથી જ્યારે વાળની ચિંતા થવા લાગે ત્યારે કોઈ પણ સારવાર લેતાં પહેલાં કારણોનું મૂલ્યાંકન કરો. જેમ કે.

ઉંમરઃ વૃદ્ધત્વ પ્રક્રિયા દરમ્યાન વ્યક્તિ વાળ ગુમાવે છે ખાસ કરીને સગર્ભાવસ્થા અને મેનોપોઝ પછી સ્ત્રીઓ વાળ ગુમાવે છે.

હોર્મોનલ અસંતુલનઃ થાઇરોઇડ ડિસફંક્શનથી હેરલોસ અને વાળની મજબૂતીનું નુકસાન થઈ શકે છે.

રોગોઃ જો કોઈ વ્યક્તિ રોગોથી પીડાતી હોય, તો પણ તેના વાળને નુકશાન થતું હોય છે.

અપૂરતો આહારઃ બિનઆરોગ્યપ્રદ અથવા અયોગ્ય ડાયેટ હંમેશાં અને વેઇટલોસ દરમિયાન ચોક્કસપણે હેરલોસ તરફ દોરી જાય છે.

તણાવઃ કોઈપણ રાહત વિનાનું તણાવથી ભરપૂર જીવન હંમેશા વાળની ગુણવત્તાને નુકસાન કરે છે.

વાળની તંદુરસ્તી માટે ખરેખર તેને પેમ્પર કરવાની, તેના માટે કાળજી રાખવાની અને તેના માટે યોગ્ય રીતે પોષણ આપવાની જરૂર છે. આ માટે તમારે તમારા રોજિંદા ખોરાકમાં નીચેની કેટલીક બાબતો ઉમેરવાની જરૂર છે.

  • પ્રોટીન્સ વાળને મજબૂત કરવામાં મદદ કરે છે અને તે માટે તેનો સ્રોત છે દૂધ અને દૂધનાં ઉત્પાદનો જેવા કે લૉ ફેટ પનીર, દહીં, થીક સોલ્ટેડ લસ્સી, રેડ બીન્સ, છોલે, સોયા બીન અને તોફુ, નટ્સ વગેરે.
  • લોહીના યોગ્ય રક્ત પરિભ્રમણ માટે આયર્ન મહત્વનું છે જેથી અન્ય ન્યુટ્રીઅન્ટ્સ વાળ સુધી પહોંચે અને તેને તંદુરસ્ત રાખે. એ આપણને લીલા પાંદડાવાળા શાકભાજી, ડ્રાયફ્રૂટ્સ, અંજીર, ખજૂર, રાગીનો લોટ, સફેદ અને કાળા તલ, ભૂંજેલા ચણા, દાળ વગેરેમાંથી મળે છે.
  • વિટામીન B-complex (બી-કોમ્પ્લેક્સ)નું જૂથ વાળને ગ્લો, રંગ અને ઘાટાપણું આપે છે, આ તમામ તત્ત્વો વાળના દેખાવ માટે આવશ્યક છે. B-complex (B-કોમ્પ્લેક્સ)-ઘઉંની વાનગીઓ, ઓટ, નટ્સ, મગફળી, દૂધ અને દૂધનાં ઉત્પાદનો, બ્રાઉન ચોખા, સોયાબીન વગેરેમાંથી મળી રહે છે.
  • આયર્નને અસરકારક રીતે શોષવામાં વિટામિન C મદદ કરે છે, એ પણ એન્ટીઑકિસડન્ટ છે જેનો શરીર સરળતાથી ઉપયોગ કરે છે અને હેર ફોલિકલ્સને લોહી પહોંચાડી કેપિલારીઝની તંદુરસ્તીની ખાતરી પણ આપે છે. વિટામિન C નો શ્રેષ્ઠ સ્ત્રોત છે આમળાં, સ્ટ્રોબેરી, બ્રોકોલી, જામફળ, પપૈયા, નારંગી, કિવિ, લાલ-પીળા-લીલા કેપ્સિકમ વગેરે.
  • વિટામિન ઇ વાળની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને એકંદર તંદુરસ્ત વાળ જાળવે છે. આપણે આલમન્ડ તેલ, સૂર્યમુખીના તેલ, ઘઉંના જ્વારા, કઠોળ-દાળ વગેરેમાંથી વિટામિન ઇ મેળવીએ છીએ.
  • ઝિંક નામનું ખનિજ હેરલોસ ઘટાડવા અને લોસ થતો રોકવા માટે પણ મદદ કરે છે. ઝિંકનો સારો સ્રોત નટ્સ અને સીડ્સ છે. તેથી જો તમને હેરલોસનાં લક્ષણો જણાય તો ડર્મમેટૉલોજિસ્ટના માર્ગદર્શન હેઠળ ઝિંક સપ્લીમેન્ટ શરૂ કરો.
  • ઑમેગા -3 ફેટી એસિડ્સ શરીર જાતે બનાવી શકતું નથી તેથી તે ભોજનમાંથી મેળવી શકાય છે. ઓમેગા 3 સ્કાલ્પને ઓઇલી અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
  • તંદુરસ્ત સ્કાલ્પ અને તંદુરસ્ત વાળ માટે 45 મિનિટની કસરત, પૂરતું પાણી, યોગ્ય ઊંઘ અને તાણમુક્ત જીવન સાથે એકંદરે બેલેન્સ્ડ ડાયેટ જરૂરી છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate