હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / હૃદય સંબંધી બીમારીને દુર કરો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હૃદય સંબંધી બીમારીને દુર કરો

હૃદય સંબંધી બીમારીને દુર કરો

ઓટ્સ :- ઓટ્સ અર્થાત્ દાળિયા, સૌથી સારું સ્નેક્સ હોય છે. તેને ખાવાથી પેટ ભરાઈ જાય છે. તમે તેને અનેક રીતે ખાઈ શકો છો જેમ કે મિલ્કવાળા દાળિયા અને શાકભાજીયુક્ત દાળિયા. તેને નિયમિત રીતે ખાવાથી કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા પેદા થતી નથી અને દિલ, સ્વસ્થ રહે છે. તમે ઈચ્છો તો તેને નાસ્તામાં પણ લઈ શકો છો. હેલ્દી હાર્ટ માટે ઓટ્સ જરૂર ખાઓ.

ઉચ્ચ ફાઇબર :- આખા અનાજમાં ફાઇબરનું પ્રમાણ મોટી માત્રામાં હોય છે જે ખાવાથી ચરબીમાં ઘટાડો થાય છે. તેમાં ખનીજ, વિટામિન જેવા પદાર્થો જોવા મળે છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. ભોજનમાં રોટલી, મસૂર, વટાણા, બ્રાઉન રાઇસ, જવ વગેરેનો સમાવેશ કરો.

બ્રાઉન બ્રેડઃ- સેન્ડવીચ સાધારણ બ્રેડ, મેદાથી બનેલી હોય છે જેને ખાધા પછી સુપાચ્ય ન થી હોતી. એવામાં બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરો. નાસ્તામાં બ્રાઉન બ્રેડ સેન્ડવીચનો ઉપયોગ કરો. સેન્ડવીચને બનાવવામાં તમે અનેક પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરી શકો છો, આ પ્રકારે ખાદ્ય પદાર્થમાં વિટામિન, મિનરલ અને પોષક તત્વ ભરપૂર માત્રામાં હોય છે.

બદામ :- બદામમાં મોનો, પોલીઅનસેચ્યુરેટેડ, પોલીન્યુટ્રેન્ટ્સ જેવા ફેટ હોય છે જે હૃદય માટે સ્વસ્થ ખાદ્ય પદાર્થ સાબિત થઇ શકે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને વિટામિન અને ફાઇબર પૂરું પાડીને હૃદયને સ્વસ્થ રાખે છે.

સૂપ :- સૂપ સૌથી સારો સ્નેક્સ હોય છે જે પેટની સારી રીતે ભરી દે છે અને સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. સૂપ, અનેક પ્રકારની શાકભાજી અને દાળથી બને છે. પાલક અને ટામેટાનો સૂપ સૌથી વધુ લાભદાયક હોય છે, તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો અને એન્ટી ઓક્સીડેન્ટ તત્વો હોય છે. શાકભાજીવાળો સૂપ સૌથી વધુ લાભદાયી હોય છે. તમે બ્રેકફાસ્ટ કે ડિનરમાં સૂપનું સેવન કરી શકો છો.

દહીં અને ફળ :- દહીં અને ફળોના મિશ્રણથી પેટ પણ ભરાય છે અને તે સ્વાસ્થ માટે પણ સારું હોય છે, તેનાથી દિલને ભરપૂર ઊર્જા મળે છે, તેમાં લો ફેટ હોય છે અને ભરપૂરમાત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ પણ હોય છે. દહીં અને ફળ, સારા ડેઝર્ટ સ્નેક્સ હોય છે. તેના સેવનથી હાર્ટ સ્વસ્થ રહે છે કારણ કે તેમાં વસા ખૂબ જ ઓછી માત્રામાં હોય છે.

લીલા શાકભાજી :- શાકભાજીમાં ફોલેટનું પ્રમાણ વધુ જોવા મળી છે જે હોમોસીસ્ટેનના જોખમને ઓછું કરે છે. શાકભાજી જેવા કે પાલક, સલાડ, ફ્લાવર વગેરેને તમારા રોજના ભોજનમાં સામેલ કરો. ટામેટામાં લાઇકોપીન રહેલું છે જે હૃદયરોગનો હુમલો થવાની સંભાવનાને પણ ઓછી કરી દે છે. માટે તેનું સેવન પણ તમને સ્વસ્થ રહેવામાં મદદરૂપ બનશે.

સ્પ્રાઉટ્સ ચાટ :- સ્પ્રાઉટ્સમાં ખૂબ જ વધુ પોષક તત્વો હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલને મેન્ટેન રાખે છે અને દિલને સ્વસ્થ બનાવી રાખે છે દરરોજ સવારેનાસ્તામાં અંકુરિત ચણા કે કોઈપણ અન્ય સ્પ્રાઉટ્સને ડુંગળી, ટામેટા, લીલા મરચા વગેરેની સાથે મેળવીને ખાવા જોઈએ. તમે ઈચ્છો તો તેમાં લીબું અને બ્લેક પિપર પણ મેળવી શકો છો. ઉપરથી ચાટ મસાલો એડ કરી લો, તેનાથી તે વધુ ટેસ્ટી લાગશે. આ ભોજન તમારા દિલને હંમેશા સ્વસ્થ બનાવી રાખશે.

3.12903225806
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top