વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સિગારેટથી થતું નુકસાન

સિગારેટથી થતું નુકસાન

સિગારેટને કારણે ફેફસાંને નુકસાન અને કેન્સર થઈ શકે છે. સિગારેટ છોડવાનું વધુ એક કારણ આ રહ્યું. સિગારેટમાં ડુક્કરનું લોહી હોઈ શકે છે તેવું એક ઓસ્ટ્રેલિયન પ્રોફેસરે જણાવ્યું છે.

યુનિવર્સિટી ઓફ સિડનીમાં જાહેર આરોગ્યના પ્રોફેસર સિમોન ચેપમેન અનુસાર તાજેતરના ડચ સંશોધને ડુક્કરના અલગ-અલગ ૧૮૫ ઔધોગિક ઉપયોગો ઓળખી કાઢયા હતા, જેમાં સિગારેટ ફિલ્ટર્સમાં ડુક્કરના હિમોગ્લોબિનના ઉપયોગનો પણ સમાવેશ થાય છે.

પ્રોફેસર ચેપમેનનું કહેવું છે કે સિગારેટમાં ડુક્કરની પેદાશો હોય તે આઇડિયા સામે કેટલાક ધાર્મિક જૂથોને વાંધો હોઇ શકે છે. યહૂદી કોમ આ બાબતોને ખૂબ જ ગંભીરતાપૂર્વક લે છે. મુસ્લિમો ઉપરાંત ઘણા શાકાહારીઓ પણ આ બાબતને ગંભીરતાપૂર્વક લેશે. તમાકુ ઉધોગ માટે સિગારેટનાં ઘટક દ્રવ્યો જાહેર કરવા જરૂરી નથી.

ડચ સંશોધનમાં જણાયું હતું કે નુકસાનકારક રસાયણો ધૂમ્રપાન કરતી વ્યક્તિનાં ફેફસાંમાં જાય તે પહેલાં તેને અટકાવવા સિગારેટ ફિલ્ટર્સને વધુ અસરકારક બનાવવા ડુક્કરના હિમોગ્લોબિન-બ્લડ પ્રોટીનનો ઉપયોગ થયો હતો.

સ્ત્રોત: દિવ્યભાસ્કર

2.95348837209
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top