હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / વ્યસન સંબંધિત / બધી ઈલેક્ટ્રોનિક સિગારેટો આરોગ્ય માટે ગંભીર જોખમ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બધી ઈલેક્ટ્રોનિક સિગારેટો આરોગ્ય માટે ગંભીર જોખમ

સિગારેટો આરોગ્ય માટે જોખમ છે

સમગ્ર વિશ્વમાં દિવસે દિવસે લોકપ્રિય બની રહેલી ઈલેક્ટ્રોનિક સિગારેટ બિન-નુકસાનકારક હોવાનો કંપનીઓનો દાવાની સચ્ચાઈ તપાસવા માટે વિજ્ઞાનીઓએ તાજેતરમાં જ કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ સિગારેટો આરોગ્ય માટે જોખમી છે.

યુનિર્વિસટી ઓફ કેલિફોર્નિયાના નિષ્ણાતોએ બજારમાં મળતી ઈ-સિગારેટની પાંચ બ્રાન્ડ તપાસી જોઈ હતી. તેમાં તેમને ડિઝાઈનમાં ખામી જોવા મળી હતી. જરૂરી સૂચનાઓના લેબલોનો અભાવ જોવા મળ્યો હતો અને ગુણવત્તા તથા આરોગ્ય બાબતે ચોકસાઈનો અભાવ જોવા મળ્યો હતો. તેમને અભ્યાસના અંતે ઈ-સિગારેટને આરોગ્ય માટે જોખમી ગણાવીને સરકારને આગ્રહ કર્યો હતો કે તેને બજારમાંથી પાછી ખેંચવાનો આદેશ આપવો જોઈએ.

બજારમાં મળતી પાંચ બ્રાન્ડની વૈજ્ઞાનિક તપાસનો અહેવાલ
વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે સામાન્ય સિગારેટમાં તમાકુ બળે છે, તેમાં તમાકુમાં રહેલા નિકોટિન ઉપરાંત હજારો તત્ત્વો અને રસાયણોની પણ વરાળ બનતી રહે છે. તેને બદલે ઈ-સિગારેટો ગરમી વડે કાર્ટિજમાંના અન્ય તત્ત્વો સાથે નિકોટિનની વરાળ બનાવી આપે છે. એ વરાળ કશ ખેંચનાર બંધાણીના ફેફસાંમાં જઈ ત્યાંથી લોહીમાં ભળી જાય છે. તેમાં અન્ય હજારો રસાયણોની વરાળ ન હોવાથી લોકો તેને સલામત માને છે. પરંતુ અભ્યાસ કરનાર નિષ્ણાતોના આગેવાન પ્રુ ટાલ્બોટે જણાવ્યું હતું કે આ અન્ય તત્ત્વો કયા છે તેના વિષે ઈ-સિગારેટમાં કોઈ ખુલાસો કરવામાં આવતો નથી.

સ્ટોર્સમાં અને ઈન્ટરનેટ દ્વારા વેચાતી ઈલેક્ટ્રોનિક સિગારેટોમાં એક બેટરી, ચાર્જર, પાવર કોર્ડ, એટમાઈઝર નામનું હીટર અને નિકોટિન તથા પ્રોેપિલીન ગ્લાયકોલ નામનું રસાયણ ધરાવતી કાર્ટિજ હોય છે. અનેક સિગારેટની કાર્ટિજો લીક થતી જણાઈ હતી. નિકોટીનને સ્પર્શ કરવાથી તે ચામડીની આરપાર થઈ શરીરમાં જઈ શકે છે. નિકોટિનને બાળકોના હાથ અડતાં તેમના શરીરમાં જતું રહે છે. આ સિવાય ઈ-સિગારેટના અન્ય છૂટક ભાગોમાં પણ ગરબડ જણાઈ હતી. વપરાઈ ગયેલા ભાગોને શી રીતે નાશ કરવો તેની કોઈ સૂચના એકપણ બ્રાન્ડમાં જોવા મળી નહોતી.

ટાલ્બોટે વધુમાં જણાવ્યું હતું કે ઈ-સિગારેટોનું પહેલી જ વખત તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાં જાણવા મળ્યું છે કે તેમાં આરોગ્યને ગંભીર નુકસાન કરનાર અનેક તત્ત્વો છે. આ સિગારેટ સાવ નવી શોધ હોવાથી તેના માટે આરોગ્યલક્ષી કોઈ કાયદા કાનૂન નથી તેથી એ વધુ જોખમકારક બની શકે છે. અમેરિકન સરકારે આ અહેવાલને ગંભીરતાથી લઈ તેની ઉપર પ્રતિબંધ અથવા કડક નિયંત્રણો મૂકવાનું નક્કી કર્યું છે.

સ્ત્રોત: સંદેશ

2.86046511628
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top