હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / વ્યસન સંબંધિત / ધૂમ્રપાન છોડયા પછીનો ખતરો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ધૂમ્રપાન છોડયા પછીનો ખતરો

ધૂમ્રપાન છોડયા પછીનો ખતરો

ધૂમ્રપાનના કારણે ટાઇપ- ટુ ડાયાબિટીસની સમસ્યા રહે છે. પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ ધૂમ્રપાન છોડયા પછી બિમારી થવાનું જોખમ વધી જાય છે.અમેરિકન સંશોધકો દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં તેમના તારણમાં જણાયું હતું કે ધૂમ્રપાન છોડયા પછી છ વર્ષમાં જે લોકો ધૂમ્રપાન કરતાં નથી તેમના કરતાં ૭૦ ટકા કિસ્સામાં ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે.

ધૂમ્રપાન છોડયા બાદ વ્યક્તિનું વજન વધે છે પરિણામે તેને ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે. પરંતુ તેનો અર્થ તેવો નથી કે કોઇએ ધૂમ્રપાન ચાલુ કર્યા બાદ કદી છોડવું જ ન જોઇએ. ધૂમ્રપાનના કારણે તો કેન્સર, હાર્ટએટેક અને કિડની જેવા ગંભીર પ્રકારના રોગ તો થાય છે અને દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે.

અમેરિકાની જોન્સ હોપકિંસ યુનિર્વિસટી સ્કૂલ ઓફ મેડિસિનના હસિન ચી યે દ્વારા અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમણે ૧૧૦૦૦ જેટલી આધેડ ઉંમરની વ્યક્તિઓનો અભ્યાસ હાથ ધર્યો હતો. તેમણે ૧૯૮૭થી ૮૯ દરમિયાન જે લોકોને ડાયાબિટીસ ન હતું તેમનો અભ્યાસ હાથ ધર્યો હતો.

તેમની ટીમે સતત ૧૭ વર્ષ સુધી આ લોકોના તમામ પ્રકારનાં પરીક્ષણોના આંકડાઓ એકત્રિત કર્યા હતા. તેમણે નોંધ્યું હતું કે ધૂમ્રપાન છોડયા પછી પહેલા ત્રણ વર્ષ સુધી ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે પરંતુ દસ વર્ષ બાદ જોખમ એકદમ સામાન્ય બની જાય છે.

સ્ત્રોત: સંદેશ

2.85106382979
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top