હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / વ્યસન સંબંધિત / ગુટખા-મસાલાના પ્લાસ્ટિક પેક સામે સુપ્રીમનો પ્રતિબંધ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુટખા-મસાલાના પ્લાસ્ટિક પેક સામે સુપ્રીમનો પ્રતિબંધ

ગુટખા-મસાલાના પ્લાસ્ટિક પેક સામે સુપ્રીમનો પ્રતિબંધ

ગુટખા અને પાનમસાલા જેવી વસ્તુઓની આરોગ્ય પર થતી માઠી અસરો માટે અભ્યાસ કરી બે મહિનામાં અહેવાલ આપવા સરકારને સૂચન કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુટખા અને પાનમસાલા પ્લાસ્ટિક પાઉચમાં વેચવા સામે પ્રતિબંધ લાદ્યો હતો. જસ્ટિસ જી. એસ. સીંઘવી અને એ. કે. ગાંગુલીની સુપ્રીમની બેન્ચે પાનમસાલા અને ગુટખા ઉત્પાદકોને આદેશ કર્યો છે કે આગામી માર્ચ મહિના સુધી પ્લાસ્ટિકને બદલે અન્ય પેકેજિંગ પદાર્થ નક્કી કરી લેવું. 'પ્લાસ્ટિક મેનેજમેન્ટ એન્ડ ડિસ્પોઝલ રૃલ-૨૦૦૯'ના નિયમોનો તાત્કાલિક અમલ કરવા સરકારને તાકીદ કરી હતી. આ આદેશથી ગુટખા-પાનમસાલાના હજારો નાના ઉત્પાદકો બંધ પડી જવાની કેટલાક ગુટખા ઉત્પાદકોએ કરેલી દલીલ સુપ્રીમે ફગાવી દીધી હતી.

કોઈપણ સંજોગોમાં આગામી માર્ચ સુધી ગુટખા-પાનમસાલા માટે નવું પેકીંગ પદાર્થ શોધી લેવા તાકીદ કરતાં સુપ્રીમે તેમાં કોઈ છૂટ આપવા ના પાડી દીધી હતી. સમગ્ર ગુટખા-પાનમસાલા ઉદ્યોગ બંધ પડી જશે તેવી એક ઉત્પાદકે દલીલ કરતાં કોર્ટે જણાવ્યું હતું કે બંધ પડી જવા દો.

આ પદાર્થોના સેવનથી અને તે પ્લાસ્ટિકમાં પેક કરવાથી થતી ખરાબ અસરોની તપાસ કરાવવા સુપ્રીમે સરકારને તાકીદ કરી હતી. તે માટે સરકારને નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થની સેવાઓ મેળવવા સૂચન કર્યું હતું. સાથે જ 'પ્લાસ્ટિક મેનેજમેન્ટ એન્ડ ડિસ્પોઝલ રૃલ-૨૦૦૯'ના નિયમો બે વર્ષથી તૈયાર હોવા છતાં સરકારે તેનો અમલ નથી કરાવ્યો તેની ટીકા કરતાં તાત્કાલિક તેનો અમલ કરવા જણાવ્યું હતું. સુપ્રીમે એક સિવિલ સોસાયટી દ્વારા દેશમાં ગુટખા અને પાનમસાલાનું બેફામ વેચાણ થતું હોવાની કરાયેલી ફરિયાદની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો હતો.

આગામી માર્ચ પછીથી પ્લાસ્ટિકનો વપરાશ સદંતર બંધ કરવો પડશે
સરકારને તમાકુના ઉત્પાદનો અને પ્લાસ્ટિક પેકીંગની આરોગ્ય પર અસરો તપાસવા તાકીદ

સ્ત્રોત: સંદેશ
2.92105263158
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top