অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભેળસેળયુકત અને નકલી ઔષધો

ભેળસેળયુકત અને નકલી ઔષધો

ભારતીય ઔષધનિર્માણ ઉદ્યોગ આજે ઔષધ ઉત્પાદન અને ઔષધ ટેકનોલોજીના જટિલ ક્ષેત્રમાં વિરાટ ક્ષમતાઓ સાથે ભારતના વિજ્ઞાન આધારિત ઉદ્યોગોમાં પ્રથમ સ્થાન ધરાવે છે. હાલમાં, ભારતીય ઔષધનિર્માણ ઉદ્યોગનું ઘરગથથું ટર્નઓવર રૂ.૩૫,૦૦૦ કરોડથી પણ વધુ અને નિકાસ રૂ.૧૦,૦૦૦ કરોડથી પણ વધુ છે. ગત દાયકા દરમિયાન, આ ઉદ્યોગનો વિકાસ દર ૧૨% રહયો છે. કદના સંદર્ભમાં જોઇએ તો આપણો દેશ આ ક્ષેત્રમાં સમગ્ર વિશ્વમાં ચોથું સ્થાન ધરાવે છે.

ભેળસેળયુકત અને નકલી ઔષધીય બનાવટો અને ઉતરતા ધોરણો ધરાવતા ઔષધોનો બહોળો પ્રસાર આ ઉદ્યોગને ખતરારૂપ ઝડપથી વૃદ્ધિ પામતા આર્થિક અપરાધો પૈકીનો એક અપરાધ છે. કોઇપણ પ્રખયાત બ્રાન્ડની નકલ થવાની સંભાવના રહેલી છે. નકલી ઔષધોની સમસ્યા છેલ્લા પાંચ વર્ષથી તીવ્ર બની છે. બજારમાં નકલી ઔષધોની સંખ્યા ફૂલીફાલીને ૧૦%થી વધીને ર૦% સુધી થઇ છે. બનાવટી ઔષધોના વ્યાપક વેચાણને લીધે કંપનીઓ દર વર્ષે ૪% થી પ% વચ્ચેના પ્રમાણમાં પોતાની આવક ગુમાવે છે.

વિશ્વમાં નકલી દવાના થતા ઉત્પાદનમાં ૩૫% જેટલું ઉત્પાદન ભારતમાં જ થતું હોવાને લીધે નકલી દવાના ઉત્પાદનક્ષેત્રે ભારત વિશ્વના તમામ દેશોમાં મોખરે છે. નકલી દવાના ઉત્પાદનમાં ર૩.૫%ના હિસ્સાથી નાઇજિરીયા બીજું સ્થાન ધરાવે છે અને પાકિસ્તાન પોતાના ૧૩.૩% ના હિસ્સાથી ત્રીજું સ્થાન ધરાવે છે. અન્ય એશિયન દેશો નકલી દવાના ઉત્પાદનમાં ૧૪.9%નો હિસ્સો ધરાવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મંતવ્યાનુસાર વૈશ્વિક બજારમાં તમામ ઔષધોમાં આશરે ૧૫% ઔષધો નકલી અથવા ઉતરતા ધરોણો ધરાવે છે. વિકસતા દેશોમાં આ પ્રમાણ ૨૦% નું છે. આ ઔષધો ચિકિત્સાને લગતા તમામ વર્ગમાં મળી આવે છે. જીવાણુનાશક ઔષધો (antibiotics) તમામ દેશોમાં સર્વસામાન્ય રીતે નકલી હોવાનું જણાઇ આવે છે. બીજો સમૂહ પીડાશામક ઔષધો, ઝાડાપ્રતિરોધક ઔષધો, મેલેરિયા-પ્રતિરોધક, અંતઃસ્ત્રાવી ગ્રંથિને લગતા ઔષધો અને સ્ટીરોઇડથી બને છે. સાંપ્રત સમયમાં પોષણલક્ષી, મધુપ્રમેહ પ્રતિરોધક, તનાવપ્રતિરોધક જેવા જીવનશૈલીને લગતા ઔષધો અને કેન્સરપ્રતિરોધક ઔષધો પણ નકલખોરીનો શિકાર બન્યા છે.

હાલ, નકલી ઔષધોનું માર્કેટ આશરે રૂ.૪,૦૦૦ કરોડનું હોવાનો અંદાજ છે. જેમાં

બજારમાં મળતા કુલ ઔષધો પૈકી આશરે ર૦% ઔષધોનો સમાવેશ થાય છે. ઓછા મૂડીરોકાણ સાથે પ્રવેશેલા નાના ક્ષેત્રોએ આમાં ઊચુ વળતર મેળવેલું. તેમણે તમામ જગાએ ઔષધનિર્માણ ઉદ્યોગોને સ્થાપના કરેલી. ઘણા સીમાંત ઉત્પાદકો અસલીને બદલે માત્ર નકલી ઔષધો જ બનાવતા હોય છે. તેનું ભયાનક પરિણામ એવું આવ્યું છે કે કોઇ વ્યકિતને જીવનરક્ષક ઔષધને બદલે જીવનભક્ષક ઔષધ મળતું હોય છે. પરિસ્થિતિની ગંભીરતામાં ઉમેરો કરતી એક હકીકત એ છે કે આ જીવલેણ ધંધો વર્તમાન કાયદાઓ હેઠળ ફોજદારી ગુનો નથી બનતો અને અપરાધી આવી રીતે આરામથી છટકી જાય છે.

ભારતમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, બિહાર જેવા ઉત્તરી રાજયો અને ગુજરાત નકલી ઔષધોના ઉત્પાદનમાં સૌથી વધુ સક્રિય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના આંકડા મુજબ નકલી ઔષધોથી થતી સમસ્યા ભારતમાં અત્યંત ગંભીર છે. ગત પ(પાંચ) વર્ષ દરમિયાન આ સમસ્ય એક સુસંગઠિત ષડયંત્રરૂપે ફૂલીફાલી છે. ટેકનોલોજીને કારણે લેબલીંગ સરળ બને છે. નકલી ઔષધો તેના લેબલીંગ અને પેકેજિંગને કારણે અસલી ઔષધોની કંપનીઓ પોતાના અસલી ઔષધોની નકલને પારખી શકતા નથી. તબીબી સાંઠગાંઠને લગતો સૌથી ગંભીર મુદ્દો નકલી ઔષધોનો છે.

ગ્રાહકને સુરક્ષિત અને અસલી ઔષધોની ઉપલભ્યતાના અભાવ વિશે ચિંતિત થવાનું સંગીન કારણ છે રાતોરાત પૈસાદાર બનવા માગતા લોભી માણસો જેમ જ ભળતી અને નકલી દવાઓ બજારમાં મૂકવા માટે બીજી ગ્રાહક પેદોશોની ચાલાકીપૂર્વક ભેળસેળ કરતા હોય છે. ઔષધો પરનું દેખરેખનિયમન અને નિયંત્રણ વધુ કડક બનાવવાની જરૂર છે.

આ બાબત લોકોના આરોગ્યને સ્પર્શતી હોઇ તેમજ નકલી ઔષધો થતું નુકસાન બીજા કોઇપણ વપરાશી માલની ભેળસેળથી થતા નુકસાન કરતા અનેકગણું ગંભીર હોય છે. રાજયસ્તરે ઔષધનિયમન તંત્ર અને કેન્દ્ર સ્તરે કેન્દ્રિય ઔષધ ધોરણ નિયંત્રણ સંસ્થા દેશમાં ઔષધ અને સૌંદર્યપ્રસાધનીય બનાવટોની આયાત, ઉત્પાદન અને વેચાણનું નિયમન કરવા માટે ઔષધ અને સૌંદર્ય પ્રસાધનીય બનાવટો બાબતના અધિનિયમ, ૧૯૪૦નું અમલીકરણ કરે છે.

વ્યાખ્યા

કાયદાના અમલબજવણી અધિકારીઓ અસરકારક નિયંત્રણ કરી શકે તે હેતુથી લોકોના આરોગ્યને હાનિ કરવાનો સંભવ હોય તેવા ત્રણ પ્રકારના ઔષધોની વ્યાખ્યા કરી છે. આ ત્રણ પ્રકારની વ્યાખ્યામાં ભેળસેળયુકત ઔષધો અને સૌંદર્યપ્રસાધનીય બનાવટો બાબતના અધિનિયમ હેઠળ નકલી ઔષધોની વ્યાખ્યા નથી કરી પરંતુ અધિનિયમમાં વ્યાખ્યાયિત કરેલા આ ત્રણ

શબ્દો કોઇ પણ સામાન્ય માણસ માટે ગૂંચવાડો ઊભો કરે છે.

જો કોઇપણ ઔષધ,(ક) કોઇપણ ગંદા અથવા સડેલા દ્રવ્યથી અંશતઃ અથવા પૂર્ણતઃ રીતે બનેલું હોય; અથવા (ખ) ગંદકીથી દૂષિત થયેલી હોય તેવી અસ્વચ્છ પરિસ્થિતિઓ હેઠળ અથવા આરોગ્યને હાનિકારક નીવડે એવી પરિસ્થિતિમાં તૈયાર થયેલું હોય, પેક કરેલું હોય અને સંગ્રહ કરેલો હોય; અથવા (ગ) ઔષધનું પાત્ર અંશતઃ અથવા પૂર્ણતઃ રીતે કોઇ એવા ઝેરી અથવા ઘાતક દ્રવ્યથી બનેલું હોય કે જેનાથી તેમાંના તત્વો આરોગ્યને હાનિકારક નીવડે; અથવા (ઘ) માત્ર રંગના હેતુ માટે ઠરાવેલા હોય તે સિવાયના કોઇ રંગ ધરાવતું હોય અથવા તેવા રંગ તેમાં હોય; અથવા (ચ) તેમાં એવા કોઇ નુકસાનકારક અથવા ઝેરી પદાર્થ હોય કે જેનાથી આરોગ્યને તે હાનિકારક નીવડે; અથવા (છ) તેમાંની ગુણવત્તા અથવા ક્ષમતા નબળી પડે તે રીતે તેમાં કોઇ દ્રવ્યનું મિશ્રણ કરેલું હોય તો, તે ભેળસેળયુકત હોવાનું ગણાશે.

સામાન્ય રીતે, ઔષધના પરવાનેદાર ઉત્પાદક અથવા બિનપરવાનેદાર ઉત્પાદકની બેદરકારી અને નિયમના અપાલનને કારણે ઔષધના ઉત્પાદન દરમિયાન ભેળસેળ થતી હોય છે. પરિણામે, ભેળસેળયુકત ઔષધો ગ;દા, વાસી અથવા કોહવાયેલા દ્રવ્યોથી બનતા હોય છે અથવા આરોગ્યને હાનિકારક નિવડે તેવી અસ્વચ્છ પરિસ્થિતિમાં બનતા હોય છે. અમુક વખત ઔષધના સંગ્રહ માટે વપરાતા, પાત્રો ઝેરી દ્રવ્યો, બિનપરવાનગીપાત્ર રંગો, જોખમી દ્રવ્યો અને ઔષધની ભેળસેળમાં પરિણમે તેવા પદાર્થોથી બનતો હોય છે. કોઇ ઔષધ,

 • એવા નામ હેઠળ આયાત કરવામાં આવે કે જે નામ બીજા ઔષધનું હોય; અથવા
 • પોતાની ખાસિયત પ્રગટ કરવાના હેતુથી સરળ અને સ્પષ્ટ રીતે જોઇ શકાય તેમ નિશાની કરેલી હોય અને એવા જ બીજા ઔષધથી તેની ઓળખ થતી ન હોય તે સિવાય બીજા કોઇપણ ઔષધની નકલ હોય અથવા તેની અવેજી હોય અથવા છેતરામણીનો સંભવ હોય તેવી રીતે તે બીજા કોઇ પણ ઔષધને મળતું આવતું હોય અથવા તેની પર અથવા તેના લેબલ પર અથવા પાત્ર પર બીજા કોઇપણ ઔષધનું નામ હોય; અથવા
 • તેના લેબલ અથવા પાત્ર પર, ઔષધનું ઉત્પાદન કરતી હોવાનું અભિપ્રેત હોય તેવી કોઇ વ્યકિત અથવા કંપનીનું નામ હોય કે જે કાલ્પનિક હોય અથવા તેનું અસ્તિત્વ જ ન હોય; અથવા
 • બીજા કોઇ ઔષધ અથવા પદાર્થની સંપૂર્ણ અથવા અંશતઃ રીતે અવેજી હોય; અથવા
 • એવા ઉત્પાદકની પ્રોડકટ હોવાનું અભિપ્રેત હોય કે જે ખરેખર પ્રોડકટ ન હોય. તો તે નકલી હોવાનું ગણાશે.

 

નકલી ઔષધનું ઉત્પાદન પરવાનેદાર હોય કે ન હોય તેવા અપરાધીઓ દ્વારા ખોટો લાભ મેળવવાના ઇરાદાથી થતું ઠગાઇયુકત અથવા ગુનાખોર માનસના કૃત્યનું પરિણામ છે. પરિણામે, આવી નકલને બીજા કોઇ ઔષધનું નામ મળે છે અથવા તેમાં બીજા કોઇ ઔષધની નકલ કરવામાં આવે છે અથવા કાલ્પનિક કંપનીનું લેબલ ધરાવતું હોય છે અથવા યોગ્યતા કે મૂલ્ય વગરની સામગ્રી તેમાં નાખીને સંપૂર્ણ અથવા અંશતઃ રીતે અવેજી તરીકે હોય છે અથવા ખોટા ઉત્પાદકનું નામ ધરાવતું હોય છે. કોઇ ઔષધ,

 • એવી રીતે બનાવવામાં આવે, તેની પર પટ ચઢાવવામાં આવે, પાઉડર ચઢાવવામાં આવે કે જેથી નુકસાન છૂપાય અથવા પોતે ખરેખર સારું હોય અથવા ચિકિત્સકીય મૂલ્ય ધરાવતું તેનાથી વધુ સારુ હોવાનું અથવા વધુ ચિકિત્સકીય મૂલ્ય ધરાવતું હોવાનું દર્શાવવા માટે બનાવવામાં આવે;
 • ઠરાવેલી રીતે લેબલીંગ ન ધરાવતું હોય (ગ) તેના લેબલ અથવા પાત્ર અથવા તેની સાથે જોડાયેલી કોઇ વસ્તુ એવું નિવેદન, ડિઝાઇન અથવા યુકિત ધરાવતું હોય કે જેનાથી ઔષધ માટે ખોટા દાવા કરવામાં આવતા હોય અથવા ગેરમાર્ગે દોરતો દાવો કરવામાં આવતો હોય
 • ખોટી બ્રાન્ડ ધરાવતા ઔષધ નકલી અથવા ભેળસેળયુકત ઔષધ જેટલા હાનિકારક નથી હોતા પરંતુ ગ્રાહક ખોટા દેખાવને લીધે ખોટી રીતે આકર્ષાય છે. અથવા છેતરાય છે. ખોટી બ્રાન્ડ ધરાવતું ઔષધ રંગનું પડ ચડાવીને અથવા ચળકાટ લાવીને ઔષધનું નુકસાન છૂપાવીને ઉત્પાદન કરેલું ઔષધ હોય છે. અને તેનું લેબલ ઠરાવેલા ધોરણો અનુસાર નથી હોતું.

નકલી ઔષધઃ

”નકલી ઔષધ” એ શબ્દની વ્યાખ્યા ઔષધ અને સૌંદર્ય પ્રસાધનીય બનાવટ બાબતના અધિનિયમ હેઠળ કરેલી નથી પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાના દસ્તાવેજમાં ”નકલી ઔષધ”ની વ્યાખ્યા ”બ્રાન્ડેડ અને વર્ગની (જાતિગત) પ્રોડકટો માટે ઓળખ નકકી કરવાના સંબંધમાં અને/અથવા સ્ત્રોતના સંબંધમાં ઇરાદાપૂર્વક અને ઠગાઈયુકત રીતથી ખોટું લેબલ લગાવેલ હોય ઔષધ”. તમામ વ્યવહારુ હેતુઓ માટે ”ભળતા ઔષધ” એ શબ્દને "નકલી ઔષધ”ને બદલે મૂકી શકાશે.

ભળતા ઔષધના કારણોઃ

લોકોની આરોગ્ય સંભાળમાં ઔષધો અનિવાર્ય ઘટક છે. ભળતા ઔષધોનો ફેલાવો દરેકને માટે મોટી ચિંતાનો વિષય છે. આગામી દસ વર્ષમાં, ભળતા ઔષધ જાહેર આરોગ્યમાં એક માત્ર સૌથી મોટી સમસ્યા બની જશે. ભળતા ઔષધ માટેના કારણો નકકી કરીને આ સમસ્યાનો ઉકેલ પાયાના સ્તર કરવો એ આજના સમયની માગ છે. બજારમાં ભળતા ઔષધોમાં ફાળો આપતા

અમુક પરિબળો નીચે મુજબ છે. આ દૂષણના મૂળ કારણ સમજીને આ સમસ્યાઓની તજવીજ કરવા માટેના આયોજન વ્યયુહ ગ્રાહકોને એટલે કે ઔષધોના આખરી વપરાશદારોને અવશ્યપણે મદદરૂપ થશે. ભળતા ઔષધોના ઉત્પાદન માટેના કારણોમાં નીચેની બાબતોનો સમાવેશ કરી શકાયઃ

 • ભળતા અથવા નકલી ઔષધોનો વેપાર ખૂબ મોટું વળતર આપે છે.
 • મુદ્રણમાં થયેલી ટેકનોલોજિકલ સુધારણાથી સંપૂર્ણ નકલ કરવી સરળ બન્યું છે
 • ઔષધના ચોકકસ વર્ગના ખ્યાતનામ ઉત્પાદકોના પ્રવેશને લીધે નાના પાયાના ઉદ્યોગોની માંદગી અને સંસ્થાકીય ધંધામાં તકની સતત ખામી
 • આરોપીઓ પર અદાલતી કાર્યવાહીમાં થતો અસાધારણ વિલંબ અને અપૂરતી સજા
 • શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારમાં છૂટક વિક્રેતાઓનો ચોકકસ સ્થળે એટલે કે સરકારી/ખાનગી હોસ્પિટલોની આસપાસ ખડકાતો ગેજ નીતિવિહીન ધંધામાં પરિણમે છે.
 • સંલગ્ન ઉદ્યોગો પર અને વ્યવસાયો પર, ખાસ કરીને તબીબી વ્યવસાયમાં ઊંટવૈદો પર અંકુશનો અભાવ.
 • ઔષધોની આંતરરાજય અવરજવર પર અપૂરતા નિયંત્રણો
 • આબકારી, વેચાણ વેરો વિ. જેવા વેરા ટાળવા માટે સમાંતર બજાર
 • કાયાદની અમલીકરણ એજન્સીઓ વચ્ચે સંકલનનો અભાવ.
 • ઔષધોની કેન્દ્રિકૃત માહિતી અને નોંધણીનો અભાવ. ઉત્પાદન દરમિયાન અયોગ્ય ટેકનિકો.
 • ઔષધોના સૂત્રીકરણ પહેલાની માહિતી અને ડ્રગ માસ્ટર ફાઇલનો અભાવ.
 • ઔષધ નિયંત્રણ પ્રયોગશાળાઓમાં પૂરતી સાધનસામગ્રી અને ટેકનિકલ સ્ટાફનો અભાવ.

ગ્રાહકો માટે રક્ષણઃ

ભળતા ઔષધોના ઉત્પાદનમાં થતી વૃદ્ધિ ગરીબ દર્દીઓને માઠી અસર કરે છે. ઉચ્ચ કક્ષાની ભારતીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓની પ્રતિષ્ઠિત બ્રાન્ડેડ પ્રોડકટો નકલી ઉત્પાદકોનો શિકાર બને છે. નકલી ઔષધોના વ્યાપક ફેલાવા પાછળનું મુખ્ય કારણ ઉત્પાદન કિંમત અને છૂટક કિંમત વચ્ચેનો મોટો ગાળો અને ઉત્પાદનપ્રક્રિયામાં સરળ પ્રવેશ તેમ જ પેકેજિંગ ટેકનોલોજીમાં થયેલો વિકાસ છે.

ભળતા ઔષધોનું ઉત્પાદન સંપૂર્ણ રીતે ગેરકાયદે પ્રવૃતિ હોવાથી સરકાર કે અન્ય બીજી કોઇપણ એજન્સીઓ પાસે આ પ્રોડકટોના ઉત્પાદન અને તેની ઉપલભ્યતાનો અંદાજ નથી મળતો. હકીકતમાં, આ ગેરકાયદે બજારનું વાસ્તવિક મૂલ્યાંકન હાથ ધરવા માટે હજુ સુધી કોઇ ગંભીર પ્રયાસ થયા નથી.

વિશ્વમાં કોઇપણ જગ્યાએ ભળતા ઔષધના વેચાણના મુખ્ય મદદકર્તા ઔષધના વેપારીઓ છે. દવાઓના છૂટક વેચાણનો ધંધો ચલાવતા લોકોની મદદ વગર કોઇ પણ ભળતું ઔષધ આખરી ગ્રાહક એટલે દર્દી સુધી પહોંચી શકે જ નહિ. છૂટક કેમિસ્ટોને પ્રતિષ્ઠિત બ્રાન્ડની નકલી પ્રોડકટોનો અંદાજ લે છે ત્યારે તેમને પોતાના બહોળા નફાનું આકર્ષણ થાય છે. આ તબકકે જ સમસ્યાનો ઉકેલ આવે તો આ સંકટનો ત્યાં જ અંત આવે.

વેપાર અને વેપારી સંસ્થાઓના તમામ સભ્યો નકલી પ્રોડકટોનું વેચાણ ન કરતા હોય પણ આવી નકલી પ્રોડકટોનું વેચાણ ન કરતા હોય. પણ આવી નકલી પ્રોડકટોનું વેચાણ કરતા હોય તેવા આ જમાતમાં રહેલા ઠગભગતોની બહોળી સંખ્યા છે. વેપાર સંસ્થાઓ અથવા વેપારના સભ્યોના માનસમાં ગંભીરતા લાવીને અથવા તેમના પર દબાણ લાવીને વેપારમાં આવા ખંધા સભ્યોનું પગેરું મેળવવામાં તેમની મદદ લેવી જોઇએ.

ભૂતકાળમાં નકલી વેપારીઓ દ્વારા માર ખાધેલી અમુક કંપનીઓએ ખાનગી ડિટેકટીવ અને સ્થાનિક પોલીસની મદદ લઇને નકલી ઔષધોના ઉત્પાદનમાં વપરાતી સવલતોનું પગેરું મેળવવાનો પ્રયાસ કર્યો છે. આવા પગલાઓમાં અમુક અંશે સફળતા મળતી હોવા છતાં અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ નીવડે છે અને આ ગેરકાયદે પ્રવૃત્તિને અસામાજિક તત્વોનો ટેકો હોવાને કારણે આવી સફળતા લાંબો સમય ટકતી નથી. ભારતીય ઔષધનિર્માણ કંપનીઓના સંશોધન આધારિત સંગઠન ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ (IAP) ઉત્તરી રાજયોમાં IPA સભ્યોને પોષણ પૂરું પાડતા નકલી ઉત્પાદકોનું પગેરું મેળવવામાં સક્રિય બનેલ છે. આવી વ્યકિતગત એકાદ કંપની અથવા એકાદ સંગઠન/સંસ્થાના આવા છૂટક અને સ્થાનિક પગલા આ સમસ્યામાં કોઇ યોગ્ય રાહત આપી શકે તેમ નથી.

રાજયોમાંના નિયંત્રક સત્તામંડળો ફાર્મસીની જગાનું નિરીક્ષણ કરવા માટે, ભળતી દવાઓનો જથ્થો કબજે કરવા માટે, તેનો પરવાનો રદ કરવા માટે અને અપરાધીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા માટેના તમામ અધિકારો ધરાવે છે. પરંતુ તેના માટે રાજય ઔષધ નિયમન સંસ્થા/સત્તામંડળોએ અત્યંત સતર્ક રહેવાનું હોય છે અને તેમની નિરીક્ષણ કાર્યવાહી નિયમિત હોવી જોઇએ. વેપારી સમુદાયના અમુક ઠગ સભ્યોની પૂછપરછ કરીને ભળતી દવાના ઉત્પાદકોને સરળતાથી શોધી શકાય છે. પરંતુ આવું બનતું નથી. ફંડનો અભાવ, અપૂરતા કર્મચારીગણ અને ઇચ્છાશકિતના સામાન્ય અભાવને કારણે ઔષધનિયમન તંત્રની કામગીરી સંતોષકારક નથી. ઔષધ નિરીક્ષકો (drug inspectors) છૂટક કેમિસ્ટો, જથ્થાબંધ વિક્રેતાઓ અને ઉત્પાદકોની જગાનું પ્રાસંગિક નિરીક્ષણ હાથ ધરીને સ્ટોક કબજે કરીને કેસો દફતરે કરે છે.

 

નકલી દવાના ઉત્પાદન અને વિતરણના કેસો હાથ ધરવામાં હાલનું ન્યાયતંત્ર અસરકારક નથી કારણ કે મોટાભાગની નીચલી અદાલતના ન્યાયાધીશો અદાલતમાં કેસોના ભરાવાના કારણે ચુકાદા આપવામાં ખૂબ લાંબો સમય લે છે. માત્ર અને માત્ર નકલી ઔષધોને લગતા કેસો જ હાથ ધરવા માટેની ખાસ ન્યાયિક સત્તા ધરાવતી ખાસ અદાલતો હોવી જોઇએ. આનાથી આવા કેસોના ઝડપી ન્યાયનિર્ણય આપવા માટે ન્યાયાધીશો સક્ષમ બનશે. એવી જ રીતે આકર્ષક પ્રોત્સાહિકી ધરાવતું બાતમીદારોનું નેટવર્ક, ભળતા ઔષધોના ઉત્પાદકો અને વેપારીઓને નાથવા માટે પોલીસને મદદ કરવામાં એક અસરકારક પધ્ધતિ બનવી જોઇએ.

ઔષધો અને સૌંદર્યપ્રસાધનને લગતી બનાવટો બાબતનો અધિનિયમ, ૧૯૪૦: ઔષધો અને સૌંદર્યપ્રસાધનને લગતી બનાવટોની આયાત, વિતરણ અને વેચાણનું નિયમન કરવા માટે આ અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો. ડ્રગઝ ઇન્કવાયરી કમિટિએ એવો એક કાયદો બનાવવાની ભલામણ કરી હતી અને તદ્દનુસાર, ઔષધોના નિયંત્રણનું નિયમન કરવા માટેનો અધિનિયમ પસાર કરવાના હેતુથી કેન્દ્રિય વિધાનમંડળને સત્તા આપતા પ્રાંતીય વિધાનમંડળોમાંથી જરૂરી ઠરાવો મેળવ્યા પછી સન ૧૯૩૭માં કેન્દ્રિય ધારાસભાને આ અધિનિયમ પસાર કરેલો. ઔષધોના ઉત્પાદન અને વિતરણના તેમજ તેની આયાત પર એકરૂપ નિયંત્રણ માટેની જોગવાઇ કરી શકાય તેવા સર્વગ્રાહી પગલા માટેનો પણ તેમાં ઉદ્દેશ હતો. આ અધિનિયમને ત્યારબાદ સૌંદર્ય પ્રસાધનની બનાવટો સુધી પણ વિસ્તારવામાં આવેલો. ત્યારબાદ, ચિકિત્સાની આયુર્વેદિક અથવા યુનાની પ્રથામાં ઔષધીય બનાવટોનું વ્યાપારીકરણ થયું હોવાનું અને તેમાં યોગ્ય ઘટકો વપરાતા નહી હોવાનું અથવા નકલખોરી થતી હોવાનું ધ્યાન પર આવતા આયુર્વેદિક અથવા યુનાની ચિકિત્સા પ્રથા અનુસાર ઉપયોગમાં લેવાતી અથવા તૈયાર કરવામાં આવતી દવાઓ અને દ્રવ્યોને પણ આ અધિનિયમ લાગુ પાડવામાં આવ્યો. અધિનિયમનું પ્રકરણ અધિનિયમનના અમલ અને અધિનિયમમાં વપરાયેલા શબ્દોની વ્યાખ્યાને લગતું છે. પ્રકરણ-ર કેન્દ્ર સરકાર અને રાજય સરકારોને ટેકનિકલ બાબતો પર સલાહ આપવા માટે બોર્ડ ઓફ ટેકનિકલ એકસપર્ટની સ્થાપનાને લગતું છે. કેન્દ્રિય ઔષધ પ્રયોગશાળા અને ઔષધ પરામર્શ સમિતિ (Drugs Consultation Committee)ની સ્થાપના કરવામાં આવી છે. પ્રકરણ-3થી ઔષધની આયાતના નિયંત્રણ માટેની કારોબારી સત્તા કેન્દ્ર સરકારને નિહિત કરવામાં આવી છે. પ્રકરણ-૪ ઔષધ અને સૌંદર્ય પ્રસાધનની બનાવટોના ઉત્પાદન, વેચાણ અને વિતરણના નિયમન અને નિયંત્રણને લગતું છે. પ્રકરણ-૪ આયુર્વેદિક, સિદ્ધ અથવા યુનાની ઔષધોને લગતી જોગવાઇઓ છે.

મહત્વની જોગવાઇઓ

વ્યાખ્યાઓ: આયુર્વેદિક, સિદ્ધ અને યુનાની ઔષધોમાં, માનવી કે પ્રાણીના રોગ અથવા દર્દના નિદાન, સારવાર, શમન અથવા નિવારણ માટે અથવા તેમાં આંતરિક કે બાહય ઉપયોગ કરવા ધારેલી અને આયુર્વેદિક, સિદ્ધ અને યુનાની ચિકિત્સા પ્રથાના પ્રાધિકૃત પાઠમાં ઠરાવેલી ફોર્મ્યુલા અનુસાર જ ઉત્પાદન કરેલી તમામ દવાઓનો સમાવેશ થાય છે.

 1. આયુર્વેદિક, સિદ્ધ અને યુનાની ચિકિત્સાના સંબંધમાં કલમ 33-ગ હેઠળ રચાયેલું આયુર્વેદિક, સિદ્ધ અને યુનાની ઔષધ ટેકનિકલ સલાહકાર મંડળ; અને
 2. અન્ય કોઇપણ ઔષધ અથવા સૌંદર્ય પ્રસાધનીય બનાવટોના સંબંધમાં કલમ પ હેઠળ રચાયેલું ઔષધ ટેકનિકલ સલાહકાર બોર્ડ “સૌંદર્યપ્રસાધન” એટલે સ્વચ્છ કરવાના હેતુથી, સુંદરતા આપવાના હેતુથી, આકર્ષતા વધારવાના હેતુથી અથવા દેખાવમાં ફેરફાર કરવાના હ.તુથી માનવ શરીર અથવા તેના કોઇ અંગ પર ઘસવામાં આવતી, રેડવામાં આવતી, છાંટવામાં આવતી અથવા તેમાં દાખલ કરવામાં આવતી અથવા અન્યથા લગાવવામાં આવતી કોઇપણ ચીજવસ્તુ અને તેમાં, પ્રસાધનના ઘટક તરીકે “ઔષધ” તરીકે ઉપયોગ કરવા ધારેલી કોઇ ચીજનો સમાવેશ થાય છે.
 3. માનવી કે પ્રાણીના આંતરિક કે બાહય ઉપયોગ માટેની તમામ દવાઓ અને મચ્છર જેવા જીવતંતુઓ ભગાવવાના હેતુ માટે માનવશરીર લગાવવામાં આવતી બનાવટો સહિત માનવી અથાવ પ્રાણીના કોઇ રોગ કે દર્દના નિદાન, સારવાર, શમન અથવા નિવારણ માટે અથવા તેમાં વાપરવા ધારેલા તમામ પદાર્થો.
 4. માનવ શરીરના કોઇપણ કાર્યની સંરચનાને અસર કરે તેવા અથવા માનવી કે પ્રાણીમાં રોગ પેદા કરે તેવા જીવજંતુઓના નાશ માટે ઉપયોગ કરવા ધારેલા, કેન્દ્ર સરકારે રાજપત્રમાં જાહેરનામા દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવે તેવા પદાર્થો (ખોરાક સિવાયના)
 5. જીલેટીનની ખાલી કેપ્સ યૂલ સહિત ઔષધના અંગભૂત ભાગ તરીકે ઉપયોગમાં લેવા ધારેલા તમામ પદાર્થો.
 6. માનવી અથવા પ્રાણીના કોઇ રોગ કે દર્દના નિદાન, સારવાર, શમન અથવા નિવારણમાં આંતરિક અથવા બાહય ઉપયોગ માટે બોર્ડ સાથે વિચારવિમર્શ કર્યા પછી રાજપત્રમાં જાહેરનામાથી કેન્દ્ર સરકાર વખતોવખત નિર્દિષ્ટ કરેલ તેવા સાધનો.
 7. આયુર્વેદિક (સિદ્ધ સહિત) અથવા યુનાની ઔષધના સંબંધમાં "સરકારી  પૃથકકાર” એટલે કલમ 33-છ હેઠળ કેન્દ્ર સરકારે નીમેલા સરકારી પૃથકકાર; અને
 8. કોઇ ઔષધ અથવા સૌંદર્ય પ્રસાધનના સંબંધમાં, કલમ-ર૦ હેઠળ કેન્દ્ર સરકારે નીમેલા સરકારી પૃથકકાર;
 9. આયુર્વેદિક અથવા સૌંદર્ય પ્રસાધનના સંબંધમાં, કલમ 33-જ હેઠળ સરકારે અથવા રાજય સરકારે નીમેલા સરકારી પૃથકકાર; અને
 10. અન્ય ઔષધ અથવા સૌદર્ય પ્રસાધનના સંબંધમાં, કેન્દ્ર સરકારે અથવા રાજય સરકારે કલમ-ર૧ હેઠળ નિમેલા નિરીક્ષક (ઇન્સપેકટર)

ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડઃ

આ અધિનિયમના અમલમાંથી ઉદ્દભવતી ટેકનિકલ બાબતો પર અને આ અધિનિયમથી પોતાને સોંપાયેલા અન્ય કાર્યો પાર પાડવા માટે કેન્દ્ર સરકારને અને રાજય સરકારોને સલાહ આપવાના હેતુથી કેન્દ્ર સરકારે બોર્ડની સ્થાપના કરેલી છે. આ બોર્ડ, અધ્યક્ષ તરીકે આરોગ્ય સેવા મહા-નિયામક ભારતીય ઔષધ નિયંત્રણ પરિષદ, કેન્દ્ર સરકારના નોમીનીઓ, ફાર્મસી અધ્યાપકો, ઔષધનિર્માણ ઉદ્યોગના પ્રતિનિધિઓ વિ. બનેલું હોય છે. બોર્ડ પોતાના નિયમન માટે પોતાની પેટા-સમિતિઓ મારફત કામગીરી સંચાલનના હેતુથી પેટા-કાયદાઓ ઘડી શકશે.

કેન્દ્રિય ઔષધ પ્રયોગશાળાઃ

અધિનિયમ હેઠળ ઠરાવેલા કાર્યો પાર પાડવા માટે કેન્દ્ર સરકારે નિયામકના નિયંત્રણ હેઠળ આ પ્રયોગશાળા સ્થાપી છે. પરીક્ષણ અથવા ચકાસણી માટે ઔષધ અથવા સૌંદર્ય પ્રસાધનનાનમૂના સ્વીકારવાની કાર્યપધ્ધતિ, અહેવાલના નમૂના, ચૂકવવાની ફી વિ. માટે નિયમોથી જોગવાઇ કરી છે.

ઔષધ પરામર્શ સમિતિઃ

આ અધિનિયમના અમલમાં એકરૂપતા સુનિશ્ચિત કરવા માટે અનિર્ણિત હોય તેવી કોઇપણ બાબત પર કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને બોર્ડને સલાહ આપવા માટે કેન્દ્ર સરકારે સલાહકાર  Drugs Consulative Committee all   કેન્દ્ર અને રાજય સરકારોના પ્રતિનિધિઓ હોય છે.

ઔષધો અને સૌદર્યપ્રસાધનોની આયાતઃ

તમામ ઔષધો આ અધિનિયમની બીજી અનુસૂચિમાં ઠરાવેલા ધોરણો પરિપૂર્ણ કરતા હોવા જોઇએ અને ત્યારબાદ ધોરણયુકત ગુણવત્તા તરીકે વર્ણવેલી ગુણવત્તા પરિપૂર્ણ કરતા હોવા જોઇએ. કેન્દ્ર સરકારને બીજી અનુસૂચિમાં ઉમેરો કરવાની અથવા સુધારો કરવાની સત્તા છે. એવી કોઇ સૌંદર્ય પ્રસાધનીય બનાવટ કે જે ઠરાવેલા રંગનું લેબલ ન ધરાવતી હોય અથવા ખોટું કે ગેરમાર્ગે દોરતું નિવેદન ધરાવતી હોય તો તે ખોટી બ્રાન્ડ ધરાવતું એટલે કે મિસબાન્ડેડ હોવાનું ગણાશે. કોઇ સૌદર્ય પ્રસાધનીય બનાવટ ઔષધોની નકલખોરી માટે જણાવેલા હોય તે જ કારણસર ભળતી કે નકલી હોઇ શકશે. ધોરણસરની ગુણવત્તા ન ધરાવતા હોય અથવા ખોટી બ્રાન્ડ ધરાવતા હોય, ભેળસેળયુકત અથવા નકલી હોય અથવા પરવાનાનું ઉલ્લઘન કરીને આયાત કરેલા હોય અથવા જેના તતવો જાહેર ન કર્યા હોય અથવા જેમાં હાનિકારક તત્વો હોય તેવા ઔષધો અથવા સૌંદર્યપ્રસાધનીય બનાવટની આયાત પર પ્રતિબંધ મૂકવાની કેન્દ્ર સરકારને સત્તા છે. કેન્દ્ર સરકાર આવી આયતની સામે જાહેર હિતમાં પ્રતિબંધ મૂકી શકશે અને તે મતલબના નિયમો બનાવી શકશે. ગ્રાહકો અને સત્તાધિકારીઓ આયાત પર પ્રતિબંધિત કોઇ પણ ઔષધ અને સૌદર્ય પ્રસાધનીય બનાવને અટકાયતમાં લઇને કબજે કરી શકશે. પ્રતિબંધિત હોય તેવા કોઇપણ ઔષધ અથવા સૌદર્ય પ્રસાધનીય બનાવટની આયાત કરતી વ્યકિતને ત્રણ વર્ષની મુદત સુધીની કેદની અને પ,૦૦૦(પાંચ હજાર) રૂપિયાના દંડની શિક્ષા થશે. આવા કિસ્સાઓમાં ઔષધ અને સૌદર્ય પ્રસાધનીય બનાવટોના કન્ટેનર પણ જપ્ત થવાને પાત્ર રહેશે.

ઔષધો અને સૌદર્ય પ્રસાધનીય બનાવટોના ઉત્પાદન, વેચાણ અને વિતરણ:

કોઇપણ વ્યકિત પોતે અથવા પોતાના એજન્ટ મારફત ધોરણસરની ગુણવત્તાના ન હોય અથવા ખોટી બ્રાન્ડ ધરાવતા હોય, ભેળસેળયુકત અથવા નકલી હોય અથવા આ અધિનિયમની જોગવાઇઓનું ઉલ્લઘન થયેલું હોય તેવા ઔષધ અથવા સૌદર્ય પ્રસાધનની બનાવટનું ઉત્પાદન, એમ બન્ને સરકારો અધિનિયમ હેઠળ નિરીક્ષકો નીમી શકશે. નિરીક્ષક (ઇન્સપેકટર) જગાની તપાસણી કરી શકશે, નમૂના લઇ શકશે. તપાસ હાથ ધરી શકશે, રેકર્ડ માગી શકશે અને આવું રેકર્ડ ચકાસી શકશે. જયારે તે પરીક્ષણ અથવા પૃથકકરણના હેતુથી ઔષધ અથવા સૌદર્ય પ્રસાધનીય બનાવટનો નમૂનો લેતો હોય ત્યારે તેણે ચાર હિસ્સામાં નમૂના લેવા જોઇશે. અને અસરકારક સીલ કરીને પોતાની નિશાની કરશે અને જેની આ તમામ નમૂના પર જેની પાસેથી તે નમૂના લીધેલા હોય તે વ્યકિતના સહિસિકકા કરાવવા જોઇશે. નિરીક્ષકે જેની પાસેથી આ નમૂના લીધેલા હોય તેને ચાર પૈકીઓ એક નમૂનો આપવાનો રહેશે; એક નમૂનો પરીક્ષણ અથવા વિશલેષણના હેતુથી સરકારી પૃથકકારને મોકલી આપવાનો રહેશે. એક નમૂનો અદાલતમાં રજૂ કરવાનો છે અને છેલ્લો ત્રીજો નમૂનો ઉત્પાદકને મોકલી આપવાનો છે. સરકારી પૃથકકારના અહેવાલની નકલ નિરીક્ષકને (ઇન્સપેકટરને) મળે ત્યારે તેની નકલો ઉપરની વ્યકિતઓને આપવાની છે.

ઉતરતા ધોરણો ધરાવતા ઔષધો અને સૌદર્ય પ્રસાધનીય બનાવટોના ઉત્પાદન અને વેચાણ બદલ ત્રણ (3) વર્ષની મુદતની આજીવન લંબાવી શકાય તેટલી કેદની સજા, રૂ.૧૦,૦૦૦ (દસ હજાર) સુધીના દંડની શિક્ષા થશે. આવા ઔષધ અથવા સૌદર્ય પ્રસાધનીય બનાવટની બાબતમાં એવો બચાવ કરી શકાશે નહિ કે આવા નકલી માલના ખરીદકર્તા અથવા વપરાશકર્તાને આવા વેચાણથી કોઇ પૂર્વગ્રહ કે નુકસાન નહોતું થયું:

આયુર્વેદિક, સિદ્ધ અને યુનાની ઔષધોઃ

આ ઔષધો માટે આ અધિનિયમમાં સમાન પ્રકારની પણ અલગ જ જોગવાઇઓ કરવામં આવેલી છે. આવશ્યક ધોરણો કે ગુણવત્તા ધરાવતા ન હોય તેવા, અથવા ભેળસેળયુકત, ખોટી બ્રાન્ડ ધરાવતા અથવા ભળતા આયુર્વેદિક , સિદ્ધ અને યુનાની ઔષધોના ઉત્પાદન અને વેચાણના સંબંધમાં પ્રતિબંધ તેમજ ઉલ્લઘન બદલ તત્સમાન શિક્ષાની જોગવાઇઓ અને તેના માટે અલગ ટેકનિકલ એડવાઈઝર બોર્ડ, પરામર્શ સમિતિ વિ.ની જોગવાઇ કરેલી છે.

સરકારી વિભાગો દ્વારા થતા ગુના આ અધિનિયમ હેઠળનો ગુનો સરકારના કોઇ વિભાગ દ્વારા કરવામાં આવે ત્યારે તે વિભાગનો હવાલો ધરાવતા સત્તાધિકારી અથવા વિભાગના વડાને ગુનેગાર ગણવામાં આવશે.

સરકારની ભૂમિકા:

ઔષધોનું ગુણવત્તા નિયંત્રણ અને તેનો તાર્કિક ઉપયોગ ઔષધનિર્માણ ઉદ્યોગનું મહત્વનું પાસુ છે. વિવિધ સ્તરે વધારાની જગાઓ મંજૂર કરીને ઔષધ નિયંત્રણ સંસ્થાને સંગીન બનાવવા માટે અને હૈદરાબાદ, અમદાવાદ અને પટણા ખાતે સબ ઝોનલ કચેરીઓ સ્થાપીને પગલા લેવામાં આવ્યા છે. ચેનાઇ(મદ્રાસ) ખાતેની જૈવપ્રયોગશાળાની કક્ષા રાષ્ટ્રીય પ્રયોગશાળાના સ્તર સુબી ધરી દેવામાં આવી છે. સન ૧૯૯૨થી મુંબઇ ખાતે કામ કરતી કેન્દ્રિય ઔષધ પ્રયોગશાળાની કક્ષા ઊંચી લઇ જવાની કામગીરી ચાલુ છે જયારે ગૌહતી, અંદીગઢ અને હૈદરાબાદ ખાતે પ્રાદેશિક પ્રયોગશાળાઓ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે. હાલમાં કામ કરતી હોય તેવી રાજય ઔષધ નિયંત્રણ પ્રયોગશાળાઓ સ્થાપયેલી ન હોય ત્યાં નવી પ્રયોગશાળાઓ સ્થાપવા માટે ઔષધ નિરીક્ષકાલય કર્મચારીગણની સંખ્યા વધારવા માટે આ યોજના હેઠળ ફંડ પૂરું પાડવા ઉપરાંત કેન્દ્રિય પુરસ્કૃત યોજના હેઠળ ફંડ મંજૂર કરવામાં આવ્યા છે. એક અથવા બીજા રાજયમાં ઔષધ નિયંત્રણના અભાવે પ્રતિકૂળ અસર ઊભી થઇ હોય તેવા પ્રકારના ઔષધો માટે કેન્દ્ર સરકારે પરવાના આપવાની જવાબદારી પોતે જ લીધેલી છે. આ ઔષધોમાં :

 1. મોટા પ્રમાણમાં મૂળ ઔષધો,
 2. લસિકા (sera) અને રસી; અને
 3. માનવરુધિરને લગતી તમામ પ્રોડકટનો સમાવેશ થાય છે.

નિરર્થક અથવા હાનિકારક ઔષધોની ચકાસણીની પ્રક્રિયા ચાલુ છે અને અત્યાર સુધીમાં ૪૪ પ્રકારની ફોર્મ્યુલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નવા ઔષધોની વ્યાખ્યા વિસ્તુત કરીને ચિકિત્સકીય અજમાયશ પર માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. ઔષધોનું યોગ્ય વિતરણ અને અર્થપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવાના હેતુથી, પેકેજિંગના ધોરણો ઘડવામાં આવ્યા છે. પોંડીચેરી, ચંદીગઢ, નવી દિલ્હી, મુંબઇ અને લખનૌ ખાતેની એમ પાંચ અગ્રણી હોસ્પિટલોને પ્રતિકૂળ ઔષધ પ્રતિક્રિયા દેખરેખ નિયમન કેન્દ્ર (adverse drug reaction monitoring centres) તરીકે મુકરર કરવામાં આવી છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આ બાબતો પર અમુક પગલા લેતું હોય ત્યારે કમનસીબે સામાન્ય ખ્યાલમાં એવું આવ્યું છે કે આ ક્ષેત્રની હાલ અવગણના થઇ રહી છે. ગ્રાહકોના હિતમાં ઔષધોના ગુણવત્તા પાસા પર કોઇ જ સમાધાન ન થઇ શકે અને સંખ્યામાં આશરે ૮૦૦૦થી પણ વધુ હોવાનો અંદાજ ધરાવતા નાના પાયાના ઔષધ ઉત્પાદન એકમોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં લેતા આ સમસ્યાએ વિસ્તુત પરિમાણ ધારણ કર્યું છે.

નિયંત્રક સંસ્થાઓની ભૂમિકા:

નિયંત્રક સંસ્થાઓની સમસ્યા એ છે કે તેઓ ઉત્પાદકથી વિતરક અને વિતરકથી છૂટક વિક્રેતાઓ સુધીની સમગ્ર શૃંખલા તોડી શકે તેમ નથી. આમાંનું મોટા ભાગનું નેટવર્ક રાજયોની સરહદો ઓળંગી ચૂકયું છે. પહેલ કરવા માટે અથવા પગલા શરૂ કરવા માટે કાયદાના અમલીકરણ તંત્ર માટે મુશ્કેલ બન્યું છે.

દેશોને મદદરૂપ થવા માટે અને આયાતી પ્રોડકટોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આંતરરાષ્ટ્રીય બજારમાં ફરતી ઔષધીય બનાવટોની ગુણવત્તા પર વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણન યોજના તૈયાર કરેલી છે.

ભારતમાં, ઔષધ નિયમન તંત્ર પાસે આજે પૂરતી સંખ્યામાં નિરીક્ષણ માટેનો કર્મચારીગણ કે પરીક્ષણ પ્રયોગશાળાઓ નથી. ભારતમાં રક ઔષધ પરીક્ષણ પ્રયોગશાળાઓ છે. જે પૈકીની માત્ર ૭ (સાત) જ પ્રયોગશાળાઓ કાર્યરત છે. પ્રોડકટના પરીક્ષણ માટે લેવામાં આવતો સમય ઘણો લાંબો અને ભળતા ઔષધોને તક પૂરી પાડે તેવો છે. માશેલકર સમિતિ કે જેણે ભળતા ઔષધોમાંથી પેદા થતા ખતરાના વિવિધ પાસાઓનો અભ્યાસ હાથ ધરેલો, તેણે ગુનાઓને લગતો વચગાળાનો અહેવાલ સાદર કરેલો. આ અહેવાલ મુજબ, ભારતીય દંડ સહિતા (Indian Penal Code)માં નકલી/ભળતા ઔષધોને લગતા ગુનાઓના સંબંધમાં કોઇ જ ઉલ્લેખ નથી. તેમાં એવું પણ નોંધ્યયુ છે કે ભળતા ઔષધોને લગતા મોટાભાગના કેસો વર્ષો સુધી અનિર્ણિત રહે છે અને સમિતિએ આવા ગુનાઓની ઝડપી ઇન્સાફી કાર્યવાહી માટે અલગ જોગવાઇ કરવાનું સૂચન કર્યું છે. સમિતિએ એવી ભલામણ કરી છે કે ભળતા ઔષધોનાં ઉત્પાદન અથવા વેચાણ બદલ સંભવિત પ્રાથમિક પગલાને વિસ્તુત કરીને આજીવન કેદથી મૃત્યુદંડ સુધીની સજા કરવી જોઇએ.

ભળતા ઔષધોના ઉત્પાદન અથવા વેચાણ કરતા પકડાયેલી વ્યકિતઓને ભારતીય દંડ સહિતા (Indian Penal Code)ની કલમ ૪ર૦, ભારતીય ઔષધ નિયંત્રણ અધિનિયમ, કોપીરાઇટ અધિનિયમ અને બૌદ્ધિક સંપદા સુરક્ષા અધિનિયમની કલમો લગાવવામાં આવે છે. ભારતમાં ઔષધ નિયંત્રણ તંત્રને ઇચ્છિત પરિણામો માટે ઘણાબધા પાસામાં સંગીન બનાવવાની જરૂર છે. અપેક્ષિત હોય તેવી વાજબી કામગીરી તેમના તરફથી લેવા માટે, કર્મચારીગણનું સંખ્યાબળ અનેકગણું વધારવાનું રહેશે. ભારત સરકારે આપેલા આંકડા મુજબ વિભાગની કાર્યક્ષમ કામગીરી માટે દેશને ઓછામાં ઓછા ર,300 ઔષધનિરીક્ષકો (drug inspectors)ની જરૂર છે.

સરકારે પરીક્ષણ સવલતો, ઝડપી સંચાર સવલતો અને ગતિશીલતાના સંગીનીકરણ માટે પૂરતી અંદાજપત્રીય જોગવાઇ ફાળવવાની જરૂર છે. અમલબજવણી સત્તાધિકારીઓના અન્વેષણ કૌશલ્યો સુધારવા માટે સમયાંતરે તાલીમ કાર્યક્રમો ગોઠવવાના રહે છે. ઇન્સપેકટરો સમન્સ કાઢી શકે એવી સત્તા આપવાની જોગવાઇ ઔષધો અને સૌદર્યપ્રસાધનીય બનાવટો બાબતના અધિનિયમ અને નિયમોમાં દાખલ કરવાની જરૂર છે.

બિન-સરકારી સંગઠનો અને વ્યાવસાયિક સંસ્થાઓની ભૂમિકા: ભળતા ઔષધોના ખતરાને કાબૂમાં લેવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન જેવી વ્યાવસાયિક સંસ્થાઓ અને બિન-સરકારી સંગઠનોની સહાય અને સહકાર અત્યંત અનિવાર્ય છે. આવી સંસ્થાઓએ ઔષધોના વેપાર, હોસ્પિટલો અને ઔષધનિર્માણ ઉદ્યોગોમાં ભળતા ઔષધોની અવરજવર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાના માળખામાં વિશેષ શાખા બનાવવી જોઇએ. કોઇ શંકાસ્પદ પ્રવૃત્તિઓ હોય તેને વખતોવખત ઔષધ નિયમન તંત્રના ધ્યાન પર લાવવી જોઇએ.

ડોકટરો પોતાના વ્યવસાય દરમિયાન ઔષધનું મૂલ્યાંકન કરીને તેની અસલિયત નકકી કરી શકે છે. તેની ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પોતાના સભ્યોને અપીલ કરીને તેમના સંગઠનની નિયત કરેલી શાખા માફરત માહિતી મેળવી શકે છે.

આ વિષય પર ચર્ચાસત્રો અને કાર્યશાળાઓનું આયોજન ગ્રાહકોને ભળતા ઔષધોની સામે જાગૃતિ ધરાવવામાં મદદરૂપ નીવડી શકે. ભળતા ઔષધોના વિષય પર ભીંતપત્રો અને પુસ્તિકાઓ બહાર પાડવાથી ભળતા ઔષધો સામે પોતાને સુરક્ષિત રાખવા માટે લોકો પર ઘણી મોટી અસર પડે છે. આ સંગઠનો/સંસ્થાઓ ભળતા ઔષધોના વિવિધ પાસાઓ ઉપર વિગતો મેળવવા માટે વૈજ્ઞાનિક પધ્ધતિથી સમયાંતરે મોજણી હાથ ધરી શકે અને ઔષધોની ગુણવત્તાના મૂલ્યાંકન માટે યાર્દચ્છિક નમૂનાઓ પણ લઇ શકે. એવી રીતે મળેલી માહિતી જરૂરી કાર્યવાહીના હેતુસર અમલીકરણ એજન્સીઓને આપી શકાય.

ઉદ્યોગોની ભૂમિકા:

ઔષધનિર્માણ કંપનીઓએ લેવાના અમુક પગલામાં,+ કંપનીઓની પ્રોડકટના પ્રવાહ પર કાળજીપૂર્વક દેખરેખ નિયંત્રણ + નકલી ઔષધો વિશે ફાર્માસિસ્ટ (કેમિસ્ટો)ને સજાગ કરવા + તબીબી કર્મચારીગણ માટે શૈક્ષણિક અભિયાનો ગોઠવીને વિતરણ અંગેની માહિતી આપવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

ઔષધ ઉદ્યોગોએ ફાર્માસ્યુટિકલ સિકયોરિટી ઇન્સ્ટીટયુટ (PSI)ની સ્થાપના કરેલી છે જે નકલી ઔષધોની વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવવા માટે સહકાર આપતી ૧૪ ફાર્મા કંપનીઓથી બનેલી છે. આ કંપનીઓ જયાં નકલી દવાઓનું ચલણ વધુ પડતું હોય તેવા વિકસિત દેશોમાં તેમની પોતાની પ્રોડકટ પર દેખરેખનિયમન કરે છે. હાલમાં, વિકસતા દેશોમાં તેમ કરવા માટે ઉદ્યોગો પાસે પૂરતી ક્ષમતા નથી. એવી જ રીતે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ (IPA) ભળતા ઔષધોના ફેલાવાને રોકવા માટે એક અલગ ઝુંબેશ ચલાવી રહયું છે.

ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ પેકેજિંગ (IIP)એ હોલોગ્રાફીક બ્લીસ્ટર પેકની શરૂઆત પછી નોંધપાત્ર રીતે ઘટી રહેલા સ્પાઝમો-પ્રોકસીવાન કેપ્સ યૂલ પેકની નવતર પહેલ માટે પોતાના પ્રતિષ્ઠિત પારિતોષિક ”ઇન્ડિયા સ્ટાર એવોર્ડ” માટે વોકહાર્ડ લિ. (Wockhard Ltd.)ને પસંદ કરી છે. હોલોગ્રામ આ ઉદ્યોગમાં એક નવો વિચાર છે.

ફાર્માસિસ્ટ અને કેમીસ્ટની ભૂમિકા:

ફાર્માસિસ્ટ અને કેમીસ્ટે કેટલીક અગમચેતીઓ રાખવાની હોય છે. ખરીદી પહેલા અને પુરવઠાની સમગ્ર શૃંખલા દરમિયાન યોગ્ય સંગ્રહ પરિસ્થિતિમાં સંગ્રહ થયેલી પ્રોડકટો વિશ્વસનીય અને જાણીતા જથ્થાબંધ વિક્રેતાઓ/ઉત્પાદકો પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો ઔષધના ઉત્પાદનના મૂળ સ્થાનને લગતા પારદર્શક અને સંપૂર્ણ દસ્તાવેજો તેમજ પૃથકકરણના પ્રમાણપત્રો માગવાનો આગ્રહ રાખવો. પ્રોડકટના પેકેજિંગ, લેબલિંગની ગુણવત્તા તેમજ તેના બાહય દેખાવ વિશે માહિતગાર બનવું.

રાષ્ટ્રીય નિયંત્રક અને કાયદાના અમલબજવણી અધિકારીઓ અને રાષ્ટ્રીય ઔષધનિર્માણ સંસ્થાઓને અહેવાલ આપવો કે જેથી શંકાસ્પદ નકલી ઔષધો, અને ભળતા ઔષધોનો પુરવઠો અલગ તારવીને અટકાવી શકાય અને તેના સ્ત્રોત શોધી અલગ તારવીને અટકાવી શકાય અને તેના સ્ત્રોત શોધી શકાય.

ગ્રાહકની ભૂમિકા:

નોંધાયેલા તબીબી વ્યવસાયી (RMP)ની ભલામણ વગરની દવા કયારેય ન ખરીદવી. અમુક વખત કેમીસ્ટો એવુ કહીને દવા પધરાવતા હોય છે કે ફલાણી દવા જુદા નામ હેઠળ બીજી કંપનીની આ જ દવા છે. ખરીદી કરતી વખતે ધારણા ન બાંધો કે અનુમાન ન કરો. જેણે ભલામણ કરેલી હોય તે ડોકટરોનો તાત્કાલિક સંપર્ક કરો. પાકા બિલનો આગ્રહ રાખો અને તેમાં દવાનું નામ, બ્રાન્ડ, ક્ષમતા, બેચ નંબર, દર્દીનું નામ વિ. જેવી વિગતોની ચકાસણી કરો.

ગ્રાહક જાગૃતિનું નિર્માણઃ

લોકોમાં જાગૃતિનિર્માણ માટે સરકાર અને બિન-સરકારી સંસ્થાઓએ તમામ મેડિકલ સ્ટોરપર ”દરેક ગ્રાહકે ઔષધની ખરીદીમાં અને તેના ઉપયોગના સંબંધમાં અમુક સાવચેતી રાખવાનીહોય છે” એવું દર્શાવતા ભીંતપત્રો પ્રદર્શિત કરવા માટે પગલા લેવા જોઇએ.

 • ઔષધ ખરીદતી વખતે ગ્રાહકે બીલનો આગ્રહ રાખવાનો હોય છે ઔષધની અસલિયત વિશે કોઇ તકરાર ઊભી થાય તેવા કિસ્સામાં બિલથી વેપારીની જવાબદારી નકકી થાય છે.
 • ગ્રાહકે ઔષધના લેબલ પર છાપેલી વપરાશમુદત પૂરી થતી તારીખ (એકસ્પાયરી ડેઇટ) મહત્તમ છૂટક કિંમત પર (MRP) ચકાસવાની હોય છે. વપરાશમુદત પૂરી થતી તારીખ (એકસ્પાયરી ડેઇટ) અને મહત્તમ છૂટક કિંમત (MRP) નિયમ પ્રમાણે છાપવી ફરજિયાત છે.
 • પરવાનો ધરાવતા હોય તેવા મેડિકલ સ્ટોર પરથી જ ખરીદવાનો આગ્રહ રાખવો. પરવાનો ન ધરાવતા એવા વેપારીઓ હોય છે કે જેઓ નકલી/ભળતા ઔષધો વેચવા માટે છૂટક વિક્રેતાઓ અથવા લોકોને આકર્ષક પ્રોત્સાહનોની લાલચ આપે છે. કારણ કે તેઓ નિયમો/વિનિયમોનું પાલન નથી કરતા હોતા.
 • કોઇ ઔષધ વિશે શંકા પડે તો ડોકટરને તે ઔષધ ચકાસણી માટે બતાવી જૂઓ.
 • ઔષધનો ઉપયોગ કર્યા પછી તેના તમામ ખાલી પાત્રો/ખોખાનો તાત્કાલિક નાશ કરવો. આનાથી ગમાર વેપારીઓ દ્વારા ખાલી ખોખા/પાત્રોની બીજા ઔષધો માટે થતી પુનઃપ્રક્રિયા અટકશે. આવી પુનઃપ્રક્રિયા લોકોના આરોગ્યને ભયજનક હોય છે.
 • ઔષધ આપવા માટે ફાર્માસિસ્ટની ઔષધસંગ્રહ પધ્ધતિનું અવલોકન કરવું. ઔષધ પર છાપેલી સંગ્રહપધ્ધતિને લગતી સૂચનાઓની ફેરચકાસણી કરવી.
 • ઔષધોના ઉપયોગ કરતી વખતે તેનો સંગ્રહ યોગ્ય રીતે કરો. ઔષધોનો સંગ્રહ લેબલ પર લખેલી સૂચના મુજબ ઠંડી, સૂકી જગાએ કરવાનું રાખો. ઉદાહરણ તરીકે ઇન્સલ્યુલીન ઇન્જકશનોને રેફ્રિજરેટરમાં ર°સે. થી ૮°સે.ના ઉષ્ણાતામાન વચ્ચે રાખવાના હોય છે. ઔષધોને તેના મૂળ કન્ટેઇનર/પાત્રમાં જ રાખવાના હોય છે. અમુક ઔષધોને બાળકોની પહોંચથી દૂર રાખવાના હોય છે. ઔષધોને બાથરૂમ અથવા રસોડામાં મૂકવાનું ટાળવું
 • ઔષધ નિયમન તંત્રે દરેક જિલ્લામાં એવી એક ”જિલ્લા સલાહકાર સમિતિ” બનાવવી જોઇએ કે જેમાં સ્થાનિક ગ્રાહક સંગઠનના પ્રતિનિધિઓ, સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક વિસ્તારના પ્રખ્યાત વકીલો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્ય ડોકટરો, જિલ્લા તબીબી અને આરોગ્ય  અધિકારી અને સમિતિના સંયોજક તરીકે ઔષધ નિરીક્ષકો હોય.
 • ઔષધ નિરીક્ષક, પ્રાદેશિક મદદનીશ નિયામકની દરેક કચેરી અને ઔષધ નિયમન તંત્ર, હૈદરાબાદની કચેરી ખાતે "નાગરિક અધિકાર” પ્રદર્શિત કરેલ છે.
 • ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એસોસિએશન, ઓલ ઇન્ડિયા ડ્રગ્સ કન્ટ્રોલ ઓફિસર્સ ફેડરેશન, કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન વિગેરે જેવી વ્યાવસાયિક સંસ્થાઓના સહયોગથી ઔષધ નિયંત્રણ સત્તાધિકારીઓ ભળતા ઔષધોના ખતરા સામે અને ઔષધોના સલામત ઉપયોગ માટે ગ્રાહક જાગૃતિ ખીલવવા માટે ચર્ચાસત્રો, કાર્યશાળાઓ, રેલીઓ વિ.નું આયોજન કરે છે.
 • ઔષધ નિયમન તંત્રે ઉતરતા ધોરણો ધરાવતા ઔષધોની યાદી વખતોવખત અખબારમાં પ્રસિદ્ધ કરવી જોઇએ. કેમીસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશન અને ગ્રાહક સંગઠનોએ આવા ઔષધોનો વપરાશ ન થાય તે હેતુથી લોકોને ઉત્તેજન આપવું જોઇએ.
 • ગ્રાહક ફરિયાદ નિવારણઃ સ્વચ્છિક ગ્રાહક આંદોલનને ઉત્તેજન આપવાના હેતુથી ગ્રાહકો અને ગ્રાહક સંગઠનોને સત્તા આપવાનું જરૂરી જણાયુ હતું કે જેથી સરકારી પૃથકકારે આપેલા પરીક્ષણ અહેવાલના આધારે તેઓ કાનૂની કાર્યવાહી કરી શકે. ઔષધ અને સૌંદર્ય પ્રસાધનીય બનાવટો બાબતના અધિનિયમની કલમ ૩૨થી ગ્રાહક સંગઠનોને કાનૂની કાર્યવાહી કરવાની સત્તા આપી છે. આ કલમથી એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નારાજ થયેલી વ્યકિત ગ્રાહક સંગઠનની સભ્ય હોવી જરૂરી નથી. ગ્રાહક કોઇપણ માન્ય પ્રયોગશાળામાંથી કોઇપણ શંકાસ્પદ ઔષધ પર પરીક્ષણ અહેવાલ માગી શકે છે.
 • ઔષધોને લગતા વિજ્ઞાપનઃ અમુક કિસ્સામાં ઔષધોને લગતા વિજ્ઞાપન અને જાદુઇ ઉપચારો પર પ્રતિબંધ છે. અભણ અને અજ્ઞાની લોકો સ્વઉપચાર અથવા ઊંટવૈદાનો આશરો લે તેવા ઔષધોને લગતી અથવા જાહેર આરોગ્યને ગંભીર નુકસાન કરે તેવી સારવારને લગતી વાંધાજનક જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઇ રોગ અથવા વ્યાધિ વિ.ની સારવાર માટે ચમત્કારિક શકિત કામ કરતી હોવાનું કહેવાતા માદળીયા, મંત્રો, કવચ અને કોઇપણ પ્રકારના વશીકરણ જેવા જાદૂઇ ઉપચારો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઔષધો અને જાદૂઇ ઉપચારો (વાંધાજનક જાહેરાતો) બાબતના અધિનિયમ, ૧૯૫૪થી સારવાર માટે ઔષધોનો વિજ્ઞાપન પર પ્રતિબંધ મૂકયો છે.
 • ઔષધ નિયમન તંત્ર પોતાની કામગીરી વધુ સતર્કતાપૂર્વક અને સાર્થક રીતે કરી શકે તે હેતુથી તેની માળખાકીય સવલતો સુધારવાની જરૂર છે.
 • ભળતા ઔષધોના ગુનેગારો સાથે કામ પાર પાડવા માટે બાતમી-સહ-કાનૂની કાર્યવાહી શાખા ઊભી કરવાની જરૂર છે.
 • ઔષધોના બ્રાન્ડનેઇમ, તેના બંધારણ અને ડિઝાઇન તેમજ ફોર્મ્યુલેશન માટે કેન્દ્રિય નોંધણી Allull (Central registry) excuss & 8.
 • ઔષધોની ભેળસેળને લગતા કેસોની ઝડપી કાર્યવાહી માટે દરેક જિલ્લામાં મુકરર અદાલતો સ્થાપવાની જરૂર છે.
 • લેબલ ઉત્પાદકો, ખોખા ઉત્પાદકો અને ઔષધોના ટ્રાન્સપોર્ટેશન જેવા સંલગન ઉદ્યોગોના નિયંત્રણ માટે ઔષધ અને સૌંદર્ય પ્રસાધનીય બનાવટો બાબતના અધિનિયમમાં અમુક જોગવાઇઓ દાખલ કરવાની જરૂર છે.
 • બાતમીદારોના નિભાવ માટે અને ભળતા ઔષધો શોધી કાઢવા માટે સર્વોત્તમ કામગીરી બજાવી હોય તેવી વ્યકિતઓને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ફંડ (Secret fund) ઊભું કરવાની જરૂર છે.
 • પરવાના આપવામાં અને ઔષધની ફોર્મ્યુલાની મંજૂરી આપવામાં તમામ રાજયોમાં એકરૂપ કાર્યપધ્ધતિ અપનાવવાની રહે છે.
 • કાયદાના અમલબજવણી કર્મચારીગણ અને પ્રયોગશાળા કર્મચારીગણના અન્વેષણ કૌશલ્યો અને ટેકનિકો સુધારવા માટે સમયાંતરે તાલીમ કાર્યક્રમો યોજવાના રહે છે.
 • ભળતા અને નકલી ઔષધો પાછા ખેંચવા અને તેના અન્વેષણ સંબંધી સંપર્ક માટે દરેક રાજય અને ઝોનલ ઓફિસમાં મધ્યવર્તી અધિકારીઓ (nodal officers) નકકી કરીને જાહેર કરવા જોઇએ.

આ તમામ પ્રયાસોથી નકલી અને ભળતા ઔષધોના માત્ર બનાવો ઘટી શકે પરંતુ આપણું સ્વપ્ન ભારતને ભળતા/નકલી ઔષધોથી મુકત એવો દેશ બનાવવાનું છે. જે આ ક્ષેત્રના તમામ સંબંધિત સંગઠનના અસરકારક સંકલન અને પ્રતિબદ્ધતાથી જ સિદ્ધ કરી શકાશે.

ગ્રાહકો ભળતા ઔષધોને લગતી કોઇ ફરિયાદ અથવા પ્રશ્ન માટે પોતાના સંબંધિત ઝોનમાંના ઔષધ નિરીક્ષકો અથવા ઔષધ નિયમન તંત્ર, હૈદરાબાદનો સંપર્ક કરી શકે છે. જો આવા કોઇ ઔષધ આયુર્વેદિક, યુનાની અથવા સિદ્ધ ચિકિત્સાને લગતું હોય તો ગ્રાહકો ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન મેડિસીન, માર્કેટ સ્ટ્રીટ, શિવાજીનગર, સિંકદરાબાદ-૫૦૦૦૦૩, ફોન નં.૨૭૭૦૫૪૬૪, ૨૭૭૦9૮૭૦નો સંપર્ક કરી શકે છે.

જાહેરનામાની તારીખથી પ્રતિબંધિત જાહેર કરેલા ઔષધોઃ

 • અમીડોપાઇરીન
 • એન્ટી-ઇન્ફલેમેટરી એન્ડ ટ્રાન્કિવલાઇઝર્સ સહિત વીટામીનોનું નિયત માત્રામાં સંયોજન
 • પીડાહારી (Analgesics) અનુશમનકારી (Antipyretics)માં એન્ટ્રોપાઇનનું નિયત માત્રામાં સંયોજન
 • પુષ્ટિકર ઔષધ (tonics)માં સ્ટ્રીરનાઇન અને કેફેઇનનું નિયત માત્રામાં સંયોજન
 • ટેસ્ટોસ્ટેરોન અને વીટામીનો સહિત યોહીમબાઇન અને સ્ટ્રીરનાઇનનું નિયત માત્રામાંસંયોજન.
 • સ્ટ્રીચનાઇન, આર્સેનિક અને યોહિમબાઇન સાથે લોહ(Iron)નું નિયત માત્રામાં સંયોજન
 • અન્ય ઔષધો સાથે સોડિયમ બ્રોમાઇડ/કલોરાલ હાઇડ્રેટનું નિયત માત્રામાં સંયોજન
 • સલ્ફોનેમાઇડ (Sulphonamides) સાથે પેનિસીલીનનું નિયત માત્રામાં સંયોજન
 • પીડાહારી ઔષધ (Analgesics) સહિત વીટામીનોનું નિયત માત્રામાં સંયોજન
 • વીટામીન-સી સાથે કોઇપણ ટેટ્રાસાયકલિનનું નિયત માત્રામાં સંયોજન
 • બાહય ઉપયોગ (external use) માટે જ હોય તે બનાવટો સિવાયના કોઇપણ ઔષધ સાથે હાઇડ્રોકિસકિવનોલિન (Hydroxyduinoline)નું નિયત માત્રામાં સંયોજન
 • આંતરિક ઉપયોગ (Internal use) માટેના કોઇપણ ઔષધ સાથે કોર્ટિકોસ્ટિરોઇડસ (Corticosteroids)
 • આંતરિક ઉપયોગ (Internal use) માટેના કોઇપણ ઔષધ સાથે કલોરામફેનિકોલ (Chloramphenicol)
 • આધાશીશી, માથાના દુઃખાવાની સારવાર માટે ઓગોંટેમીન કેફીન (Caffeine), પીડાહારી (analgesics), એન્ટી-હિસ્ટામાઇન ધરાવતા હોય તે સિવાયની અશુદ્ધ એર્ગોટ (Ergot) બનાવટો.
 • પીરીડોક્સીન હિદ્રોક્લોરીડ(Pyridoxine Hydrochloride (Vitamin B6) RuBleu ઇસોનાઇઝડ (Isoniazid)ના સંયોજન સિવાયના એન્ટી-ટીબી (Anti TB) ઔષધ સાથેના વીટામીનોનું નિયત માત્રામાં સંયોજન
 • પેનિસીલિનનો ચામડી પર/આંખમાં લગાવવાનો મલમ. પીવા માટે ટેટ્રાસાયલિનની પ્રવાહી બનાવટો  (Nialamide)   (Practolol)
 • મેથાપીરીલેન અને તેના ક્ષાર
 • મેથાકવાલોન
 • ઓકિસટેટ્રાસાયકલિન લિકિવડ ઓરલ પ્રિપેરેશન
 • ડિમેકલોસિકલીન લિકિવડ ઓરલ પ્રિપેરેશન
 • અન્ય ઔષધો સાથે એનાબોલિક સ્ટિરોઇડનું સંયોજન
 • પ૦ માઇક્રોગ્રામથી વધારે એસ્ટ્રોજેન (એથીનીલ એસ્ટ્રાડિઓલ જેટલું) અને 3.મી.ગ્રા. (નોરેથીસ્ટરોન એસીટેટ જેટલું) પ્રોજેસ્ટીનનું પ્રમાણ ધરાવતી ટેબલેટ દીઠ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટીનનું નિયત માત્રામાં સંયોજન અને પ્રોજેસ્ટેરોન ધરાવતી ઇન્જકશનથી આપવા માટેની બનાવટો (જાહેરનામા ક્રમાંક ૭૪૩(ઈ) તા.૧૦/૦૮/૧૯૮૯)
 • પીડાહારી-દાહશામક સહિત શામક ઔષધો/નિદ્રાશામક ઔષધો/આવેગશામક ઔષધોનું નિયત સંયોજન નીચે જણાવ્યા મુજબ દૈનિક ધોરણે પુખ્ત માત્રામાં આપવામાં આવતા હોય તે સિવાયના રિફેનપિસીન, આઇસોનીઝિડ, પાયરાઝિનામાઇડનું નિયત માત્રામાં સંયોજન
 • ઔષધ નિયંત્રક, ભારત દ્વારા મંજૂર થયેલા હોય તે સિવાયના એન્ટેસિડ સહિતના હિસ્ટામાઇન H-2 રિસેપ્ટરનું નિયત માત્રામાં સંયોજન
 • ભારતીય માન્ય ઔષધ કોશ (Pharmacopoeia)માં આપેલી બનાવટો સિવાયની ર0% પૂફથી વધુ ટકાવારી ધરાવતા આલ્કોહોલયુકત અનિવાર્ય તેલના નિયત માત્રામાં સંયોજનની પેટન્ટ અને પ્રોપ્રાઇટરી દવાઓ ૦.૫% w/w અથવા v/v થી વધુ કલોરોફોર્મ ધરાવતી તમામ ઔષધીય બનાવટો.
 • નીચેના સિવાયના INHયુકત ઇથામ્બયૂટોલ (Ethambutol)નું નિયત માત્રામાં સંયોજન INH ઇથામ્બયૂટોલ ર૦૦ મી.ગ્રા., ૬૦૦ મી.ગ્રા., ૩૦૦ મી.ગ્રા., ૮૦૦ મી.ગ્રા. એકથી વધુ એન્ટી-હિસ્ટામાઇન ધરાવતા નિયત માત્રામાં સંયોજન
 • પિપરાઝિન સેન્ટોનિમ સિવાયના રેચક/વિરેચક ધરાવતા કોઇપણ કૃમિનાશક (anthelmintic)નું નિયત માત્રામાં સંયોજન
 • સેલૂટામોલ અથવા એન્ટી-ટયુસિવ અને/અથવા એન્ટી-હિસ્ટામાઇન સાથે બીજા કોઇપણ બ્રોન્કોડિલેટરનું નિયત માત્રામાં સંયોજન
 • એન્ઝાઇમની બનાવોટોમાં લેકસેટિવ અને/અથવા એન્ટી-સ્પાઝમોડિક ડ્રગનું નિયત માત્રામાં પ્રમાણ.
 • એસ્પીરીન/પેરેસીટામોલ સહિત મેટોકલોપ્રામીડના નિયત માત્રામાં સંયોજન સિવાયના પધ્ધતિસર સમાવિષ્ટ કરેલા મેટોકલોપ્રામીડનું નિયત માત્રામાં સંયોજન
 • એન્ટી હિસ્ટામાઇન સાથે એન્ટી-ટયુસિવનું નિયત માત્રામાં સંયોજન એન્ટી-ટયુસિવ અને /અથવા એન્ટીહિસ્ટામાઇન ધરાવતા અસ્થમાયુકત કરના પ્રતિકારનો દાવો કરતી બનાવટો.
 • ઝિલસરોફોસ્ફેટ અને/અથવા અન્ય ફોસ્ફેટ અને/અથવા મધ્યવર્તી ચેતાતંત્ર ઉત્તેજકો ધરાવતી હોય તેવી પ્રવાહી ટોનિક બનાવટો અને ૨૦% પૂફથી વધુ આલ્કોહોલ ધરાવતી હોય તેવી બનાવટો.
 • ઔષધોમાં પધ્ધતિસર સમાવિષ્ટ ન કરેલ હોય પેકિટન અને/અથવા કેવલિનના સંયોજનો સિવાયના Gl tract માંથી પધ્ધતિસર લીધેલા કોઇપણ ઔષધ સાથે પેકિટન અને/અથવા કેવલિન ધરાવતું નિયત માત્રામાં સંયોજન.
 • ઔષધ તરીકે કલોરલ હાઇડ્રેટ
 • ડોવર પાઉડર I.P.
 • ડોવર પાઉડર ટેબલેટ I.P.
 • કેવલિન અથવા પેકિટન અથવા એટ્ટાપલિંગટ અથવા સક્રિય ચારકોલ ધરાવતા ઝાડા વિરોધી સંયોજનો
 • થાલીલ સલ્ફાથિઆઝોલ અથવા સલ્ફાગિન્ડીન અથવા સકસીનીલ સલ્ફાથિઆઝોલ ધરાવતા ઝાડા વિરોધી સંયોજનો
 • નિઓમાઇસીન અથવા સ્ટ્રપ્ટોમાઇસીન અથવા ડિહાઇડ્રોસ્ટ્રેપ્ટોમાઇસીનના ક્ષાર અથવા એસ્ટેર (ester) સહિત તેના સંયોજન (ઝાડાપ્રતિકારક)
 • ડાઇફનોકસીલેટ લોરલોપેરામાઇડ અથવા એટ્રોપઇન અથવા બેલાડોનાના ક્ષાર અથવા તેના એસ્ટેર (ester) અથવા મેટાબોલાઇટ્રસ હિઓસીઆામીન અથવા તેના અર્ક અથવા તેના આલ્કોલોઇડ ધરાવતા
 • લિકિવડ ઓરલ એન્ટી-ડાયેરલ (પિડીઆટ્રિક યુઝ)
 • લિકિવડ ઓરલ એન્ટી-ડાયેરીઅલ અથવા હેલોજિનેટેડ હાઇડ્રોકિવનોલિન ધરાવતા કોઇપણ ડોઝ (પિડીઆટ્રીક યુઝ)
 • ઇલેકટ્રોલાઇટ યુકત એન્ટિ-ડાયેરીઅલનું નિયત માત્રામાં સંયોજન

નીચેની પારમિતિઓ પરિપૂર્ણ કરતા હોય તે સિવાયના પેટન્ટ અને પ્રોપ્રાઇટરી ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ:

 • એક લીટરના પુનઃબંધારણ પર પેટન્ટ/પ્રોપ્રાઇટરી ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ જેમાં સોડિયમ પ૦થી ૯૦ મીલીમોલના પ્રમાણમાં હોવું જોઇશે. કુલ ઓસ્મોલારિટી - ૨૪૦-૨૯૦ મીલીમોલની હોવી જોઇશે. ડેકસ્ટ્રોઝ સોડિયમ મોલારનું પ્રમાણ ૧:૧થી ઓછું નહિ અને ૩:૧થી વધુ નહિ.
 • પેટન્ટ એન્ડ પ્રોપ્રાઇટરી સિરિઅલ બેઈઝડ ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ ઓન રિકન્સ્ટીટયુશન જેના એક લીટરમાં – ૨૯૦૦ મીલિ. ઓસ્મોલથી વધુ ઓસ્મોલારિટી હોવી જોઇશે નહિ – પહેલેથી રાંધેલા ભાતનું પ્રમાણ ૫૦ ગ્રામથી ઓછું નહિ અને ડેકસ્ટ્રોઝના વિકલ્પ તરીકે ૮૦ ગ્રામથી વધુ નહિ.
 • પેટન્ટ એન્ડ પ્રોપ્રાઇટરી ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ (ORS)માં, ઉપર જણાવ્યા મુજબની પારમિતિઓ પરિપૂર્ણ કરતા હોય એવા અને "એડલ્ટ કોલરેટિક ડાયેરિયા”નું લેબલ ધરાવતા ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ ઉપરાંત એમીનો એસિડ હોઇ શકે.
 • પેટન્ટ એન્ડ પ્રોપ્રાઇટરી ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટમાં મીઠાશના ઉદ્દીપક તરીકે મોનો અથવા પોલીસેકરેડીઝ અથવા સેકરીન હોવું જોઇશે નહિ.
 • બીજા કોઇપણ ઔષધ સાથે ઓકિસફેનબ્લટ્યુટાઝોન અથવા ફેનીલબ્ધિયુટાઝોનનું નિયત માત્રામાં સંયોજન
 • એન્ટી-સ્પાઝમોડિક અને/અથવા સ્ટીરોઇડ ન ધરાવતા દાહ-પ્રતિરોધક ઔષધો (NSAIDS) સિવાયના બીજા કોઇપણ ઔષધ સાથે ડેકસ્ટ્રોપ્રોપોકિસફેનનું નિયત માત્રામાં સંયોજન
 • સદરહુ અધિનિયમની બીજી અનુસૂચિમાં જે આયુર્વેદિક, સિદ્ધ અથવા યુનાની ઔષધના ધોરણો ઠરાવેલા હોય તેનું નિયત માત્રામાં સંયોજન
 • સ્ત્રી વંધ્યીકરણ અથવા ગર્ભનિરોધ માટેના ઉપયોગ માટે કોઇપણ સ્વરૂપમાં મેપાક્રિન હાઇડ્રોકલોરાઇડ (કિવનાક્રિન અને તેના ક્ષાર) કોઇપણ ઔષધ સાથે એનાલ્જીનનું નિયત માત્રામાં સંયોજન
 • એન્ટી-સ્પાઝમોડિક અને/અથવા સ્ટિરોઇડ ન ધરાવતા દાહ-પ્રતિરોધક ઔષધો (NSAIDS) સિવાયના કોઇપણ ઔષધ સાથે ડેકસ્ટ્રોપ્રોપોકિસફેનનું નિયત માત્રામાં સંયોજન.
 • સદરહુ અધિનિયમની બીજી અનુસૂચિમાં જે આયુર્વેદિક, સિદ્ધ અથવા યુનાની ઔષધના ધોરણો ઠરાવેલા હોય તેનું નિયત માત્રામાં સંયોજન
 • સ્ત્રી વંધ્યીકરણ અથવા ગર્ભનિરોધ માટેના ઉપયોગ માટે કોઇપણ સ્વરૂપમાં મેપાક્રિન હાઇડ્રોકલોરાઇડ (કિવનાક્રિન અને તેના ક્ષાર)
 • ફેન્ડલરાસીન અને ડેકસફેન્કલરામીન
 • ડાઇઝેપિટસ અને ડાઇફેનહાઇડ્રામાઇન હાઇડ્રોકલોરાઇડનું નિયત માત્રામાં સંયોજન
 • તમાકુ ધરાવતી ટૂથપેસ્ટ/ટૂથ પાઉડર તરીકે પરવાનો આપેલા પ્રસાધન
 • પેનેસિલિન સાથે સ્ટ્રપ્ટોમાઇસીનનું નિયત માત્રામાં સંયોજન
 • માનવવપરાશ માટે વીટામીન બીજ, વીટામીન બીક અને વીટામીન બીવરનું નિયત માત્રામાં સંયોજન
 • કુદરતી અથવા સિન્થટિક કોઇપણ સ્વરૂપમાં હેમોગ્લોબીનનું નિયત માત્રામાં સંયોજન
 • કોઇપણ પ્રકારના પુકિણવો (enzyme) સાથે એમીલેઝ, પ્રોટિઝ અને લાઇપેઝ ધરાવતા પેન્ક્રિયાટિન અથવા પેન્ક્રિલિપેઝનું નિયત માત્રામાં સંયોજન
 • નાઇટ્રોફયુરેનટાઇન અને ટ્રાઇમેયોપ્રિમનું નિયત માત્રામાં સંયોજન
 • કોઇપણ અસ્થમા પ્રતિકારક ઔષધ સાથે ફેનોબાર્બિટોનનું નિયત માત્રામાં સંયોજન
 • ફેનોબાર્બિટોન અને/અથવા હિઓસ્યામાઇનનું નિયત માત્રામાં સંયોજન
 • એર્ગોટાર્મિન અને/અથવા બેલાડોના સાથે ફેનોબાર્બિટોનનું નિયત માત્રામાં સંયોજન
 • પ્રોપેન્થિલીન બ્રોમાઇડ સહિત કોઇપણ એન્ટી-કોલીનર્જિક એજન્ટ સાથે હેલોપેરીડોલનું નિયત માત્રામાં સંયોજન
 • મેટ્રોનીડેઝોલ સહિત કોઇપણ એન્ટી-એમીબિક સાથે નેલિડિકસીક એસિડનું નિયત માત્રામાં સંયોજન.
 • લોપેરામાઇડ હાઇડ્રોકલોરાઇડ સાથે ફયૂરાઝોલીડોનનું નિયત માત્રામાં સંયોજન
 • લાઇસન અથવા પેપ્ટોનનું સિપ્રોહેપ્ટાડીનનું નિયત માત્રામાં સંયોજન એસ્ટેમિઝોલ
 • ટર્ફિનાડીન
 • ફેન્કોર્મિન
 • માનવવપરાશ માટે રિફેકોકસીબ અને તેના સંયોજન.

માન્ય પ્રયોગશાળાઓની સૂચિ:

 • મેસર્સ સીપ્રા લેબસ લિમિટેડ, ૪થો માળ, આદિત્ય એન્ડલેવ, અમીરપેક, હૈદરાબાદ, ફોન નં. : ૨૩૭૩૭૪O૪
 • મેસર્સ વીમલા લેબસ; ૧૪૨/આઇડીએ, ફેઈઝ-ર, ચેલાપલ્લી, પO ૦૦૫૧ ફોન નં. : ૨૭૨૯૪૧૪૧
 • મેસર્સ કેમી લેબસ,ઘ ડી.નં. ૬-૩૩, સંગીતનગર, કુકટપલ્લી, હૈદરાબાદ, ફોન નં. : ૨૩૦૯૩૯૫૪
 • મેસર્સ સ્ટાર ટેક લેબન્સ, મદીના ગુડા, સીરીલિંગાપલ્લી, હૈદરાબાદ, ફોન નં. : ૨૩O૪૧૯૦૫
 • મેસર્સ પીઆરકે ફાર્માલિસ્ટસ પ્રાઇવેટ લિ., હિમાયતનગર, હૈદરાબાદ, ફોન નં. : ૨૩૨૨.૫૭૭૧
 • મેસર્સ ટીના લેબન્સ, ૧૦પ અને ૧૦૭, શ્રીરામ ટાવર્સ, કુકટપલ્લી, હૈદરાબાદ, ફોન નં. : ૨309૮૦૨૭
 • મેસર્સ શ્રી.કેમ લેબસ, પ્રશાંતનગર, ફોન નં. : પ9પ૩૦૪૪૮
સ્ત્રોત: ગ્રાહક સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/13/2019© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate