অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભેળસેળ અને તેની ઓળખ

વ્યાખ્યાઃ

ભેળસેળ એ એક એવી પ્રક્રિયા છે જેમાં ખોરાકની ગુણવત્તા ઘટાડવામાં આવે છે ને ખરાબ વસ્તુ ઉમેરીને અથવા જરૂરી તત્વો કાઢી લેવામાં આવે છે.

ઉદાહરણઃ

  • દૂધમાં પાણી ઉમેરવું. દૂધમાંથી ચરબી કાઢીલેવી.
  • લાલ મરચામાં પાવડર, ઇટનો ભૂકો ઉમેરવો.
  • ધાણા જીરના પાવડરમાં લાકડાનો વ્હેર ઉમેરવો.

ભેળસેળ કરતાં તત્વોનું વર્ગીકરણ

તે બે રીતે થાય છે.

  • અજાણતા થઇ જતી ભેળસેળ
  • ખોટા હેતુથી કરાતી ભેળસેળ.

ખોટા હેતુથી કરાતી ભેળસેળ.

ખોરાકનું નામ

ભેળસેળ કારાતુ તત્વ

શોધવાની સાદી પદ્ધતિ

અવલોકન

ઘી/માખણ

વનસ્પતિ

એક ચમચી ઘી/માખણ લો. તેને એક ટેસ્ટ ટયુબમાં લઇ ઓગાળી દો અને તેની અંદર જલદ એચ.સી.એસ. એસીડ નાખો. પછ તેમાં ચપટી ખાંડ નાખો. બરાબર હલાવો અને પાંચ મિનિટ સુધી રહેવા દો.

નીચેના ભાગમાં લાલ રંગ જોવા મળશે. તો તે ભેળસેળવાળુ છે.

 

 

 

છૂંદેલો બટાકો, શક્કરીયું તથા બીજા સ્ટાર્ચ પદાર્થો

 

એક ટેસ્ટટયુબમાં ઘી/ માખણને ઓગાળી લો અને તેમાં આયોડીનનું એક ટીપું નાખો અને હલાવો.

ભૂરો રંગ જોવા મળશે. તો તે ભેળસેળવાળુ છે.

 

દૂધ

પાણી

 

એક ટેસ્ટ ટયુબમાં દુધ લો તેમાં (લેકટોમીટર) લેકટોમીટરને ડુબાડે.

જો ૧.૦ર૬ કરતાં નીચો આંક હોય તો તે ભેળસેળ વાળુ છે.

 

 

- ભેળસેળ વાળાં દૂધને એક થાળીની સપાટી પરટીપાંના રૂપમાં મૂકો અને પછી થાળીને થોડી આડી કરો.

જો ટીપું જલ્દી થી સરી જાય અને સફેદ રંગના દેખાય તો તેમાં ભેળસેળ છે. નહિ તો તે શુદ્ધ દૂધ છે.

દૂધ/માવો

 

સ્ટાર્ચ

 

એક ટેસ્ટટયુબમાં દૂધ લઇ તેમાં આયોડિન નાખો. બરાબર હલાવો.

ભૂરો રંગ જોવા મળે તો ભેળસેળ છે.

ચ્હા

 

ચણાની દાળના છોતરાં, વાપરેલી ચ્હા

એક કાગળ લઇ તેને પલાળી ને તેના પર ચ્હાનો ભૂકો ભભરાવો.

થોડા સમય બાદ ચ્હાની આજુબાજુ કાગળ પર રંગ જોવા મળશે અને ફિણ જોવા મળશે.

હિંગ

સાબૂની ભૂકકી માટી,

એક ટેસ્ટટયુબમાં હીંગ લો અને તેમાં પાણી નાખો.

સાબુની ભુકી અને માટી નીચે બેસી જશે અને ફિણ જોવા મળશે.

સ્ટાર્ચ

એક ટેસ્ટટયુબમાં હીંગ લો અને તેમાં બે ટીપાં આયોડીનનાં નાખો.

ભૂરો રંગ જોવા મળશે તો તે ભેળસેળ છે.

ઘઉં, બાજરા તથા બીજા અનાજ

અરગોટ એક જાતની ફુગ જે ઝેરી તત્વો ધરાવે છે.

બાજરામાં લાંબા સ્લેટ કલરના તત્વો જોવા મળે તો અરગોટ હશે.

અરગોટ ઉપર તરશે તો તે ભેળસેળ છે.

 

એક ગ્લાસમાં મીઠાનું પાણીલો અને તેમાં ઘઉ નાખો.

અરગોટ ઉપર તરશે તો તે ભેળસેળ છે.

ખાંડ

ચોક પઉડર

એક ગ્લાસમાં પાણી લઇ ખાંડને તેમાં ઓગાળો.

ચોકનો ભૂકો નીચે બેસી જશે, તો તે ભેળસેળ છે.

મરી

પપૈયાના સૂકાયેલા બીજ

મરી ના બીજ એકદમ ગોળ હોય છે જયારે પપૈયાંના બીજ થોડાં ચીમળાયેલા હોય છે.

તે જોવાથી જ ખબર પડી જાય છે કે તે ભેળસેળ છે.

 

એક ગ્લાસમાં પાણી લઇ તેમાં મરી નાખો.

મરી નીચે બીસી જશે. બીજ ઉપર રહેશે તો તે ભેળસેળ છે.

હળદર

પીળો કલર કરેલ લાંકડાનો વ્હેર

એક ચમચી હદળર ટેસ્ટ ટયુબમાં લો. તેમાં થોડાં ટીપા H.C.L. જલદ નાખો.

જાંબલી કલર દેખાશે તેમાં પાણી ઉમેરતાં તે કલર જતો રહેશે. તો તેમાં ભેળસેળ છે.

લાલ મરચાંનો ભૂકો

ઇંટનો ભૂકો

એક ટેસ્ટ ટયુબમાં પાણી લઇ તેમાં લાલ મરચાનો પાવડર નાખો અને હલાવો.

થોડી વાર પછી ઇંટનો ભૂકો નીચે બેસી જશે. તેમાં ભેળસેળ છે.

લાલ ડાઇ

એક ટેસ્ટટયુબમાં પાણી લો અને તેમાં મરચું નાખો.

ડાઇ હશે તો તે પાણીમાં પોતાનો કલર આપશે તો તેમાં ભેળસેળ છે.

તજ

ઝાડના થડનું પડ (કેસીયા)

તજ ઘણાં જ પાતળાં  હશે અને બીજા થડનું પડ જાડું હશે.

તે જોવા થી જ ખબર પડી જાય છે કે તેમાં ભેળસેળ છે.

કોફી

ચચુકાનો પાઉડર,

ખજૂરના ઠડીયાનો પાવડર

એક બ્લોટીંગ પેપર લો અને તેમાં કોફી ભભરાવો તેમાં ૧ ટકા NaOH નું દ્રાવણ નાખો.

ચચુકાનો અને ખજૂરનો પાવડર લાલ કલર આપશે.

ખાદ્ય તેલ

દિવેલ

ટેસ્ટ ટયુબમાં થોડા તેલને પેટ્રોલીયમ ઇથરમાં ઓગાળો ત્યારબાદ બરફ અને મીઠાનાં મિશ્રણમાં ઠંડુ કરો. પ મીનીટ સુધી રહેવા દો.

તેમાં જાડાપણું જોવા મળે તો તેમાં ભેળસેળ છે.

આર્જીમોન તેલ

તેલમાં સાંદ્ર નાઇટ્રિક એસિડ ઉમેરો અને હલાવો.

લાલ રંગ એસિડના પડમાં દેખાય તે તેમાં ભેળસેળ છે.

મીનરલ તેલ

સરખી માત્રામાં તેલ અને આલકોહોલીક પોટાશ લો અને તેને ૧૫ મિનિટ માટે ગરમ પાણીમાં ઉકાળો તેમાં ૧૦ મી.લી. પાણી ઉમેરો.

તેમાં જાડાપણું જોવા મળે તો તેમાં ભેળસેળ છે.

મટન, આઇસ્ક્રીમ, શબરત

મેટાનીલ યેલો

થોડા ટીપાંસાંદ્ર H.L.C. ઉમેરો.

રાણી કલર જોવા મળે તો તેમાં ભેળસેળ છે.

દાળ

કેસરી દાળ

દાળમાં પ૦ મિલિ મંદ એચ.સી.એલ. નાખો અને રપ મિનિટ માટે હૂંફાળા પાણી પાણીમાં રાખો.

ગુલાબી રંગ જોવા મળે તો તેમાં ભેળસેળ છે.

માટી પથ્થર, લેડ ક્રોમેટ

સામાન્ય જોવાથી ખબર પડે છે. પ ગ્રામ દાળમાં પ મિલિ પાણી નાખો અને થોડા ટિપા H.C.L. નાખો.

ગુલાબી રંગ જોવા મળે તો તેમાં ભેળસેળ છે.

ગોળ

ચોકનો ભૂકો

થોડા ગોળના ભૂકકામાં થોડા ટીપા એચ.સી.એલ. ના નાખો.

ગોળના ભુકકાને પાણીમાં ઓગાળો.

પરપોટા જોવા મળે તો તેમાં ભેળસેળ છે.

 

ચોકનો ભૂકકો તળીયે જમાં થાય તો તેમાં ભેળસેળ છે.

રવો

લોખંડની ભૂકકી

રવા ઉપર લોહચુંબક ફેરવો

લોખંડની ભૂકકી લોહચુંબક ને ચોટી જશે તો તેમાં ભેળસેળ છે.

ચોખા

માર્બલ, બીજા-પથ્થર

ચોખાને હાથમાં લો અને ચકાસો અને તેને ધીમે ધીમે પાણીમાં નાખો.

પથ્થર તળીયે બેસી જશે તો તેમાં ભેળસેળ છે.

મીઠું

સફેદ પથ્થરનો ભુકો અને ચોક પાવડર

એક પાણી ભરેલા  ગ્લાસમાં એક ચમચી મીઠું ઓગાળો.

ચોક પાવરડના લીધે પાણી સફેદ રંગનું થઇ જશે અને કચરો તળીયે જમા થઇ જશે.

આયોડિન ટેસ્ટ

થોડા મીઠાંમાં આયોડિનનાં બે-ત્રણ ટીપાં નાખો.

ભૂરો રંગ આયોડીનની હજરી બતાવે છે.

મધ

ખાંડ અને પાણીનું મિશ્રણ

રૂના પુમડાને લઇ મધમાં ડૂબાડો અને સળગાવો.

જો તેમાં પાણી હશે તો તે અવાજ સાથે સળગશે.

 




શરીર ઉપર ભેળસેળની આડઅસરો

ખોરાક

ભેળસેળ કરતાં તત્વો

નુકશાનકારક અસરો

ખાદ્ય તેલ

 

મનરલ તેલ અને દિવેલ રાયનું તેલ

 

યકૃતને નુકશાન કરે, કેન્સરની અસર, દષ્ટિ ઓછી થાય, હદય રોગ, ગાંઠ. જલન્ધર (ડ્રોપ્સી અને બેરી-બેરી)

બેસન (ચણાનો લોટ)

હળદર, કેસરી દાળનો લોટ, લેડ ક્રોમેટ

લકવો, એમીનીયા,ડ્રોપ્સી, અધાંપો

મીઠાઇઓ

પાણી, બિન ખાવાલાયક રંગ

યકૃતમાં નુકશાન, કેન્સર

લાલ મરચુ, મસાલા

લાકડાનો વ્હેર

પેટનો દુઃખાવો

અરગોટ (ઝેરી ફૂલ)

બાજરી અને રાઇ

અરગોટીસમ નામનો રોગ

કેન્સર

પ્રોસેસડ-ફુડ

(Ex. અથાણાં પાપડ)

ટેલ્કમ પાવડર

જંતુનાશક દવાઓ

યકૃત, કિડની નસોમાં નુકશાન

ડૉ. જી. આર. જાડેજા, શ્રી. ડી. કે. ગોજીયા, ડૉ. જે. એચ. પટેલ, શ્રી. જી. ડી. પટેલ, ડૉ. સી. કે. દેસાઇ અને શ્રી. બી. આર. પંચાસરા

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate