હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / ફળ અને શાકભાજીના રસ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ફળ અને શાકભાજીના રસ

ફળ અને શાકભાજીના રસ

ફળ અને શાકભાજીના રસ લેતા પહેલાં શું ઘ્યાન રાખવું

 • ફળ હોય કે શાકભાજી તેનો ઉપયોગ કરતાં પહેલાં સાધારણ ગરમ પાણીમાં ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખવા જોઇએ, જેથી તેની ઉપર લાગેલો કચરો, માટી અને જંતુનાશક દ્રવ્યો દૂર થઇ જાય.
 • ફળ હોય કે શાકભાજી તાજાં વાપરવા જોઇએ. વધારે પાકી ગએલાં, ગંધ મારતાં અને કાળા પડી ગએલાં ફળો ના ખવાય. આ જ રીતે શાકભાજી પણ દેખાવમાં વાસી લાગે તે વપરાય નહીં.
 • રસ કાઢવાનું મશીન બરોબર ધોઇને વાપરવું જોઇએ. જ્યાં શક્ય હોય ત્યાં રસ ગાળ્યા વગર પીવો જોઇએ.
 • ફળોનો કે શાકભાજીનો રસ તાજો જ પીવો જોઇએ. ડીપ ફ્રીજમાં રાખેલો રસ અથવા કાઢ્‌યા પછી ખુલ્લા વાસણમાં ચાર પાંચ કલાક પડ્યો રહ્યો હોય તેવો રસ પીવો ના જોઇએ.
 • રસમાં પ્રીઝર્વેટીવ નાખ્યા હોય તેવો બજારમાં મળતો રસ અને સ્વીટનર કે બીજું નાખેલ હોય તે રસ પીવો જોઇએ નહી.

રસ કેવી રીતે પીવો જોઈએ

 • પાણી પીએ તેવી રીતે ગ્લાસમાંથી રસ ગટગટાવી ના જશો. એક એક ચમચો લઇ મોંમાં રાખી તેની અસરથી લાળ નીકળે માટે એક મિનિટ માટે રસ મોંમાં મમળાવો (ગોળ ગોળ ફેરવો). પછી ગળા નીચે ઉતારો. લાળમાં પાચક રસો હોય અને જંતુધ્ન ગુણ હોય. રસમાં રહેલી સાકર (કોમ્પલેક્ષ કાર્બોહાઇડ્રેટ્‌સ)નું પાચક રસોથી પાચન અને રસમાં જાણે-અજાણે રહેલા બેકટેરીઆ કે વાયરસ નાશ પામે.
 • જો તમે તમારો રોગ દૂર કરવા અથવા તંદુરસ્ત રહેવા માટે ફળનો કે શાકભાજીનો રસ પીતા હો તો તેમાં ખાંડ, મરી કે મીઠું તેને સ્વાદિષ્ટ બનાવવા કદાપિ નાખશો નહીં. કારણ એવું કરવાથી જાણે અજાણે તમારા શરીરમાં બિનજરૂરી ખાંડ અને મીઠું જશે એ બરોબર નથી. તમને શાકભાજીનો રસ સ્વાદમાં સારો ના લાગતો હોય તો લીંબુ નિચોવી સ્વાદિષ્ટ બનાવી પીશો.
 • તમે રસનો પ્રયોગ તંદુરસ્ત રહેવા કરવાના હો અને બીજું કશું ખોરાક તરીકે લેવાના હો નહીં તો રેજ સવારે બેથી ત્રણ લીટર જેટલો શાકભાજી અને ફળનો રસ લેવો જોઇએ.
 • જો તમે આદુ, ડુંગળી, લીલી હળદરનો રસ રોગ મટાડવા માટે પીવા માગતા હો તો તેનું પ્રમાણ ફક્ત ૨૦થી ૨૫ મી.લી. રાખશો. જો લસણનો રસ લેવાના હો તો એક ચમચાથી વધારે લેશો નહીં.
 • તમને ફક્ત રસ ઉપર રહેવાનું ફાવતું ન હોય તો વચ્ચે વચ્ચે કાચો કે રાંધેલો ખોરાક લઇ શકશો.

કયા રોગમાં, કયા ફળનું જ્યૂસ આપશે તમને ફાયદો

આયુર્વેદ અનુસાર જ્યૂસ પીને પણ ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. આ માટે આયુર્વેદિમાં જ્યૂસને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રાકૃત્તિક ચિકિત્સામાં પણ પસાહારને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. તેમાં અલગ-અલગ ફળો અને શાકભાજીનો રસ દેવામાં આવે છે.

કારેલા, જાબુ, દૂધીના જ્યૂસમાં સ્વાદ નથી હોતો પણ તેના જ્યૂસ પીવાથી વધારે ફાયદો થાય છે. આવો જાણીએ જ્યૂસ થેરાપીના કેટલાક સ્પેશિયલ રાજ જાણવાથી કરી શકો છો આપ આ બીમારીઓનો ઈલાજ…

સ્ત્રોત: લાઈફ કેર

3.12195121951
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top