অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પીવાનું પાણી સલામત

પીવાનું પાણી સલામત

  1. ભૌતિક ઘટકો
  2. રાસાયણિક ઘટકોઃ
  3. પાણીની ગુણવત્તાઃ
  4. ભૂપૃષ્ઠ જળનું પ્રદૂષણઃ
  5. પાણીની શુદ્ધિકરણની પધ્ધતિઓઃ
  6. સમર સ્ટોરેજ ટેન્કસઃ
  7. શહેરી જળ યોજનાઓઃ
  8. અવસાદન ટાંકી (sedimentation):
  9. નીતાર (filteration)
  10. પાણીને ચેપરિહત બનાવવાની પ્રક્રિયા (Disinfection)
    1. બિનરાસાયણિક પધ્ધતિઓ
  11. બિનરાસાયણિક પધ્ધતિઓ
  12. રાસાયણિક પધ્ધતિઓ
  13. કલોરીન અને કલોરીન સંયોજનો:
  14. પાણીજન્ય રોગો:
    1. રોગવાહી સૂક્ષ્મ જીવોને લીધે થતા રોગ
    2. રાસાયણિક અશુદ્ધતા
  15. પાણી અને સ્વચ્છતા સંબંધી રોગોના નિવારણ માટેની કાર્યયોજનાઃ
    1. સલામત પાણીનો પુરવઠો:
    2. વ્યકિતગત સ્વાસ્થયઃ
    3. માનવમળનો નિકાલ
  16. પ્રોડકટનું વિગતવર્ણન:
  17. વિગતવર્ણન અને સ્વાસ્થયલક્ષી આવશ્યકતાઓ:
  18. ઉત્પાદન પ્રક્રિયા અને નિયંત્રણઃ
  19. પાણી ભરવાની અને પેક કરવાની પ્રક્રિયા
  20. પ્રમાણન માપદંડ

pot

વિવિધ પ્રકારની કામગીરી માટે પાણી એક અગત્યની જરૂરિયાત છે. પાણી પીવા માટે, ઘર વપરાશ માટે, ઔદ્યોગિક વપરાશ માટે, મત્સયોદ્યોગ માટે, કૃષિ માટે અને ખોરાક બનાવવા માટે જરૂરી છે. મનુષ્યના શરીરમાં તેના વજનના ૪૫ થી ૭૫ ટકા જેટલું પાણી હોય છે. યુવા પુરૂષમાં તેનું પ્રમાણ લગભગ 90 થી ૭૫ ટકા અને યુવા સ્ત્રીમાં તેનું પ્રમાણ ૫૦ થી ૫૫ ટકા જેટલું હોય છે. સરેરાશ શરીરમાં પાણીનું પ્રમાણ ૭૦ કિલો વજન ધરાવતા મનુષ્યમાં લગભગ ૪ર લિટર જેટલું હોય છે. માત્ર શુદ્ધ પાણી માનવશરીરમાં તાપમાન જાળવી રાખી શકે છે. કારણ કે તેમાં બધા જ જરૂરી ધાતુ અને અધાતુ યોગ્ય પ્રમાણમાં હોય છે અને તે રોગ પેદા કરતાં બેકટેરીયાથી મુકત હોય છે.

છે. તે પૈકીનું ૯૯.ર ટકા પાણી ઘર વપરાશ કે પીવા માટે ઉપયોગી નથી. કારણ કે ૯૭.ર ટકા ખારૂ અને ધ્રુવ પ્રદેશોમાં ર ટકા જેટલું બરફ સ્વરૂપમાં છે. બાકી વધેલું ૦.૮ ટકા (૧/૩ સપાટી પરનું પાણી, નદી, નાળા, તળાવ, સરોવર અને ઝરણાં જેવા તાજા પાણીના સ્ત્રોત સ્વરૂપે અને ર/3 ભૂગર્ભ જળ) પાણી પીવાના, ઘર વપરાશના, ઔદ્યોગિક અને ખેતીના ઉપયોગ માટે યોગ્ય છે. માટે આ ૦.૮ ટકા પાણી કિંમતી છે અને તેથી તેને સુરક્ષિત રાખીને યોગ્ય રીતે વાપરવું જોઇએ.

પાણીનું બંધારણઃ સપાટી પરના પાણી (નદી, તળાવ, પાણી સંગ્રહના હોજ, સમુદ્ર વિ.)નું બંધારણ હવામાન અને ભૂઆકૃતિક ઘટકો, ભૂસ્તરશાસત્ર, જળ સુધારક પગલાં ઉપર આધારિત છે. ભૂગર્ભ જળનું બંધારણ તેના ઘટકો પર નિર્ભર છે. વર્ષા, હિમ રૂપે એકત્ર થતો ભેજ કે જે ખીણમાં અથવા કૃત્રિમ જળ સંગ્રાહકોમાં એકત્રિત થાય છે તેનું બંધારણ ભેજ છૂટા પડવાના જથ્થા, વાતાવરણની શુદ્ધતા, પ્રદેશના ખડકોની ભૂસ્તરીય લાક્ષણિકતા અને જળ સંચયની પધ્ધતિઓ પર આધારિત છે.

ભૌતિક ઘટકો

  • સોલ્ટ- મુખ્યત્વે આયનના સ્વરૂપમાં, પરમાણુ અને પરમાણુના સંગઠિત સ્વરૂપમાં
  • બંધારણીય તત્વો- પરમાણુ અને એકબીજા સાથે જોડાયેલી સ્થિતિમાં.
  • વાયુઓ- પરમાણુ સ્વરૂપે અથવા જલીય સંયોજન રૂપે
  • છૂટો પાડી શકાય તેવો વચ્ચેના ભાગમાં તટનો અશુદ્ધ પદાર્થ – માટી, રેતી, જીપસમ, સીલીસીક એસિડ, લાઇમ પાર્ટીકલ, આર્યન હાઇડ્રોકસાઇડ, યુલવીક એસિડ, હેમટેસ વિ. ની સંગઠિત સ્થિતિ. હાઇડ્રોબાયોન્ટસ, પ્લાન્કટોન, બેન્થોસ, ન્યુસ્ટન અને પેગન બેકટેરીયા અને વાઇરસ, ઓગળી જાય તેવા તત્વો ખાસ કરીને ખનીજ તત્વો કે જે પાણીને આયન સ્તર બનાવે છે.

રાસાયણિક ઘટકોઃ

રાસાયણિક ઘટકોને પાંચ જૂથમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

  • મુખ્ય આયન કે જે નોંધપાત્ર દ્રાવણમાં હાજર હોય છે. સોડિયમ Na, પોટેશ્યમ K, કેલ્શિયમ Caટ, મેગનેશિયમ Mg2, સલ્ફેટ SO42, કાર્બોનેટસ Co32, કલોરાઇડ Cl, હાઇડ્રોકાર્બનસ HCO3
  • ઓગળેલા વાયુઓ નાઇટ્રોજન N2, ઓકસિજન O2, કાર્બનડાયોકસાઇડ CO2 હાઇડ્રોજન સલ્ફાઇડ H2S વિ.
  • જૈવિક દ્રવ્યો, ફોસ્ફરસના ઘટકો, નાઇટ્રોજન અને સિલિકોન.
  • સૂક્ષ્મતત્વો, બીજા બધા રાસાયણિક તત્વોના ઘટકો, મૂળભૂત તત્વો
  • પાણીમાંના વચ્ચેના વિવિધ કદના ઘટકો એકબીજા સાથે સંગઠિત અથવા ભૂકા સ્વરૂપે છૂટા પાડી શકાય તેવા હોઇ શકે છે. તેમાં સંગઠિત તત્વો સૂક્ષ્મ માટી, માટી, સૂક્ષ્મ કાદવ, કાદવ, સૂક્ષ્મ રેતી, મધ્યમ અને કરકરી રેતીનો સમાવેશ થાય છે. સપાટી પરના પાણીમાં વચ્ચેના દ્રાવ્ય તત્વો થોડા મિલિગ્રામ/લીટરથી હજારો મીલિગ્રામ/લીટરની શ્રેણીમાં હોઇ શકે છે. વર્ષાઋતુમાં ઘણો વધુ ફેરફાર જોવા મળે છે. તો સપાટી પરના પાણીની તુલનામાં ભૂગર્ભજળમાં ઓછા બંધારણીય ઘટકો અને વધુ ખનિજ ઘટકો અને કયારેક ઓગળેલા વાયુઓ હોય છે. તેથી તેની ગુણવત્તા ચોકકસ અશુદ્ધિઓના દ્રાવણથી નકકી થાય છે.

પાણીની ગુણવત્તાઃ

પાણીની ગુણવત્તા નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને નકકી થાય છે:

  • ભૌતિક લક્ષણો – તાપમાન, ભાંભરાપણ/તરતા પદાર્થો, રંગ, ગંધ ઇત્યાદિ + જૈવિક – હાઇડ્રોબાયોન્ટસ અને
  • જીવાણુ વિજ્ઞાન વિષયક – નિયત પ્લેટ કાઉન્ટ ૧૦૦ મીલિ. દીઠ કોલીફાર્મ બેકટેરીયા MPN વિ.
  • રસાયણ – કઠીનતા, ક્ષારતત્વ, પ્રતિક્રિયાશીલતા, ઉપચયન, ગ્રહણક્ષમતા, સૂકા અવશેષો ઇત્યાદી.
  • ભૂગર્ભજળ પ્રદૂષણ
  • ભૂગર્ભજળ યોગ્ય માત્રામાં ખનિજ તત્વ ધરાવતં અને પ્રદૂષણમુકત સૌથી યોગ્ય પેય જળ છે. ભૂગંભજળ મુખ્યત્વે નીચેની બાબતોથી પ્રદૂષિત થાય છે.
  • શૌષ ખાડાથી
  • ઔદ્યોગિક કચરાને યોગ્ય પ્રક્રિયા કર્યા વિના કે અપૂરતી પ્રક્રિયા કરીને આડેધડ નિકાલ કરવાથી
  • નાના શહેર અથવા ગ્રામિણ વિસ્તારમાં અગાઉ ખેતી માટે વપરાતી જમીન ઉપર નવું બાંધકામ થતું હોય ત્યાં પાતાળકૂવા ખોદવાથી
  • ઘરવપરાશનું ગંદુ પાણી કૂવાની આજુબાજુ સ્થગિત થવાથી તેમાં મુખ્ય દૂષણમાં રોગવાહી બેકટેરીયાનો સમાવેશ થાય છે. જેનાથી પાણીજન્ય સંક્રમક રોગચાળો ફેલાય છે. ક્ષારોથી નવજાત શિશુને રકતમાંના હિમોગ્લોબીનની ઉણપ (અલ્પરકતતા) અને પુખ્તોને કેન્સર જેવા રોગ થાય છે.
  • ભૂગર્ભજળને પ્રદૂષિત થતું રોકવા કરવાનો ઉપાયઃ
  • પાતાળકૂવાની આસપાસની જમીન ૩૦ ફૂટની ત્રિજયામાં (જો જમીન ખડકાળ કે પથરાળ હોય તો) અને ૬૦ ફૂટની ત્રિજયામાં (જો જમીન રેતાળ હોય તો) ઘર વપરાશના ગંદા પાણીની સ્થગિતતાથી મુકત રાખવી તેમજ જાજરૂ (શોષખાડા)અને સેપ્ટીક ટાંકીઓ આર.સી.સી. ની બનાવવી.
  • પાતાળકૂવાની આસપાસ યુનિસેફના નિયત ધોરણો મુજબનો ઓટલો યોગ્ય ગટરલાઇન સાથેનો બનાવવો કે જેથી ઘરવપરાશનું ગંદુ પાણી પાતાળકૂવાના મુખ પાસે એકત્રિત/સ્થગિત ના થાય. + પાતાળકૂવાના ખોદકામ બાદ તુર્તજ તેને કલોરીન નાખી શુદ્ધ કર્યાની તેમજ હાથ પંપ (ડંકી) કે પાણી ખેંચવાનો વિદ્યુતચલિત પંપ લગાડેલ હોવાની ખાતરી કરવી.
  • પાણીના નમૂનાનું (રાસાયણિક અને જીવાણુ વિષયક) સમયાંતરે પૃથકકરણ કરવું.
  • કચરો અને ગંદાપાણીના સંગ્રહ માટે વપરાતી ના હોય તેવી જગ્યાએ કૂવા ખોદવા, જયાં ખુલ્લા કૂવા હોય તેને જાળીથી ઢાંકવા અને સમયાંતરે કલોરીન નાખી શુદ્ધ કરવાં, પાણી કાઢવા માટે હાથથી ચાલતા કે વિદ્યુતથી ચાલતા પંપ લગાડવો.

ભૂપૃષ્ઠ જળનું પ્રદૂષણઃ

  1. ગટરનો છૂટો કચરો અથવા અપૂરતી પ્રક્રિયા કરીને પાણીમાં નાખવો.
  2. ઔદ્યોગિક કચરાને પ્રક્રિયા કર્યા વિના પાણી સંગ્રાહકોમાં છોડવો
  3. ખેતીની ગટરના પાણીને પાણી સંગ્રાહકોમાં છોડવું

ભૂપૃષ્ઠ જળની ગુણવત્તામાં વિવિધ પ્રદૂષકોની પાછળથી થતી અસરોઃ

  1. ગટરનો છૂટો કચરો અને ખેતીની ગટરનું પાણી સપાટી પરના જળમાં છોડવાથી નીચે જણાવેલ બાબતોનો બોજો વધે છે.
  • રોગવાહી બેકટેરીયા જેનાથી પાણીજન્ય રોગો થાય છે.
  • કાર્બનયુકત પદાર્થો જેમાં ઓકસીજનનું પ્રમાણ નહીંવત કે શૂન્ય હોય છે. તેનાથી છેવટે પાણીમાં રહેતા માછલી જેવા જીવો મરી જાય છે અને તે પાણી પીવા યોગ્ય રહેતું નથી.
  • નિર્જીંવ પદાર્થો – ફોસ્ફેટ, ક્ષારો ઇત્યાદી પાણીને અશુદ્ધિ તરફ દોરી થાય છે.
  • તેનાથી શેવાળ, લીલ વિ. પાણીમાં જામે છે. જે ગામના પીવાના પાણીના તનાવની સામાન્ય સમસ્યા છે. તેથી છૂટા ગટરના કચરાને સપાટી પરના પાણીમાં છોડતા પહેલાં તેના પર પ્રથમ, દ્વિતિય અને ત્રીજી પંકિતની પ્રક્રિયા કરવી જોઇએ.
  1. આંધ્રપ્રદેશમાં ઉદ્યોગગૃહોનું નકામું પાણી પ્રક્રિયા કર્યા સિવાય જળાશયોમાં છોડવાના કારણે નીચે જણાવેલ પૈકીની કેટલીક સમસ્યાઓ થયેલ છે:
  • અંકાપીલ્લની સહકારી ખાંડ મિલોનું ગંદુ પાણી શારદા નદીમાં છોડવાનો સન ૧૯૭૦નો બનાવ લોહ પ્રદૂષણનું જાણીતું (વિખ્યાત) ઉદાહરણ છે.
  • ચર્મ ઉદ્યોગ દ્વારા વિજયનગરમ જિલ્લાની વામસધારા નદીમાં સોમલખારનું પ્રદૂષણ કરવામાં આવેલ.
  • ગુંટુર અને પ્રકાશમ જિલ્લાના સોલવન્ટ તૈયાર કરવાના ઉદ્યોગોના નકામા પ્રવાહીથી જમીનનું ક્ષારતત્વ અને પાણીની ખારાશમાં વધારો થયો છે.
  • ક્રિષ્ણા જિલ્લાના વાપુરના ખાંડ ઉદ્યોગથી ભૂગર્ભજળમાં લોહનું પ્રદૂષણ થયેલ છે.
  • નાગાર્જુનસાગર કેનાલ વિસ્તારની કેનાલ અને તળાવોમાં છોડવામાં આવેલ જંતુનાશકોના કારણે માછલીઓના મરણ થયેલ છે. અને માણસો અને પાલતુ પશુઓને વિવિધ રોગ થયેલ છે.
  • ખેતીમાં ખાતરના વધુ પડતા ઉપયોગ અને સાબુના કારણે જળાશયો અશુદ્ધ બન્યા છે.

પાણીની શુદ્ધિકરણની પધ્ધતિઓઃ

  • પાણી શુદ્ધિકરણની જુદી જુદી પધ્ધતિઓ પીવાનું શુદ્ધ પાણી પુરૂ પાડવા, ઔદ્યોગિક હેતુઓ માટે મત્સયોદ્યોગ માટે, પીવાના સીલબંધ પાણી અને સ્નાનાગાર માટે વપરાય છે. પાણીની ટાંકી બનાવવાથી લોકોને પીવાનું શુદ્ધ પાણી યોગ્ય જથ્થામાં પૂરૂ પાડવાની સમસ્યા હલ થતી નથી. જળ શુદ્ધિકરણ પ્લાન્ટમાં વપરાતી ખામીયુકત પધ્ધતિઓના કારણે પાણીજન્ય રોગચાળો ફેલાતો હોવાનું ધ્યાનમાં આવેલ છે. તેથી પાણી શુદ્ધિકરણ કરનારનું કૌશલ્ય અને મહાવરો જાહેર આરોગ્ય માટે ઘણું જ મહત્વ ધરાવે છે.
  • જળ શુદ્ધિકરણની પ્રક્રિયા મૂળભૂત પાણીનો ભૌતિક, રાસાયણિક અને જૈવિક ફેરફાર કરીને પીવાલાયક બનાવે છે. જળ શુદ્ધિકરણની પ્રક્રિયા કોઇ ચોકકસ કિસ્સામાં મૂળભૂત પાણીની ગુણવત્તા ઉપર આધારિત હોય છે.
  • સાદાપાણીમાં હંમેશા પાણીની ઉપલી અને નીચેની સપાટી વચ્ચે ઘન પદાર્થો અને સૂક્ષ્મ જીવજંતુ તરતા હોય છે. જેમાં ફટકડી મેળવીને, નિસ્યદિત કરીને, નિતારીને, ગાળીને, બિનહાનિકારક બનાવવામાં આવે છે.
  • ભૂગર્ભજળના કિસ્સામાં જો ભૌતિક અને રાસાયણિક રીતે સંતોષકારક હોય તો માત્ર કલોરીન નાખીને શુદ્ધ કરવાથી બિનચેપી બને છે.
  • ગ્રામીણ વિસ્તારની પાણી પૂરવઠા યોજનાઓમાં જો સપાટી પરનું પાણી હોય તો રેતીમાંથી ધીમી ગતિએ નીતારવાનું અને બિનચેપી કરવાનું પુરતું થઇ રહે છે. જો કે પાણીની ડહોળાશ 3O NTUS કરતાં ઓછી હોવી જોઇએ.
  • શહેરી વિસ્તાર કે જયાં વસતી વધુ હોય છે ત્યાં સામાન્ય રીતે નદી, તળાવ અને વરસાદી પાણીને બંધીયાર જગ્યાએ સંગ્રહ કરીને વાપરવામાં આવે છે. તેના શુદ્ધિકરણની સામાન્ય પધ્ધતિ તેમાં ઉમેરી, નિસ્યદન કરી, નિતારણ કરી, ગાળીને બિનચેપી કરવાની છે.

સમર સ્ટોરેજ ટેન્કસઃ

સમર સ્ટોરેજ ટેન્ક નામનો શબ્દ સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં સુરક્ષિત પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે વપરાતી ટાંકીઓ માટે વપરાય છે. તે લગભગ ૫૦ થી ર૦૦ એકર્સની હોય છે. આ ટાંકીઓ ઊનાળા દરમિયાન સંબંધિત શહેરની પાણીની માંગ પૂરી કરવા પર્યાપ્ત માત્રામાં પાણીનો સંગ્રહ કરવા ! માટે થાય છે.

ભાંભરા (ડહોળા) પાણીઃ પાણીમાં તરતા પદાર્થો અને ચીકાશયુકત રજકણોને લીધે પાણી ભાંભરું (ડહોળું) બની જાય છે. જયારે પાણીનું ભાંભરાપણું ૩૦ NTUથી ઓછું હોય ત્યારે ચોખવું પાણી મેળવવા માટે સ્લો સેન્ડ ફિલ્ટરનો ઉપયોગ કરી શકાય. ૩૦ NTUથી વધુ ભાંભરાપણું હોય તો ચોખવું પાણી મેળવવા માટે ફટકડી મિશ્રિત કલોરેફલોકયુલેશન અને રેતીના ઝડપી નીતારનો ઉપયોગ કરી શકાય. ઘરગથથું કેન્ડલ ફિલ્ટરનો ઉપયોગ કરીને પાણીમાં તરતા પદાર્થોને દૂર કરી શકાય. ફિલ્ટરના કેન્ડલની સ્વચ્છતા તરતા પદાર્થોના જથ્થા પર આધાર રાખે છે. પાણીમાં તરતા પદાર્થો તળીયે જામી જાય તે હેતુથી ચીલા જીન્જા (chilla ginja)નો પાવડર પણ વપરાય છે.

શહેરી જળ યોજનાઓઃ

શહેરી જળ યોજનાઓમાં ઘણા બધા પગલા લેવામાં આવે છે. આવા પગલામાં, સંગ્રહ, ફટકડીનું દખાવણ તૈયાર કરવું, ફલેશ મિકસરનો ઉપયોગ કરીને અશુદ્ધ પાણીમાં ફટકડીના દ્રાવણનું મિશ્રણ, સાદી અવસાદન (sedimentation) ટાંકીઓ અથવા સંકુલ કલેરીસેકયુલેશન ટાંકીઓનો ઉપયોગ - કરીને અવસાધન (ઠારણ), શુદ્ધ પાણીની ટાંકીમાં રેતીનો so I - ઝડપી નીતાર કરીને પાણીનો સંગ્રહ અને એકવા કલોરિનેટર (પાણીને ચેપરહિત બનાવવાની પ્રક્રિયા)નો ઉપયોગ કરીને શુદ્ધ પાણીના ટાંકામાં કલોરીન પ્રક્રિયા બાદ ઓવરહેડ સર્વિસ રિઝર્વોઇર મારફત પાણીના વિતરણનો સમાવેશ થાય છે.

અવસાદન ટાંકી (sedimentation):

અવસાદન ટાંકી (sedimentation tank) & 121Cl આધુનિક શુદ્ધિકરણ ટાંકીમાં ફલોકયુલન્ટ્રસ (flocculants) ઉમેર્યા પછી રચાતા તરતા રુંવા/ગુચ્છાઓને પાણીના તળીયે બેસાડવા માટેની પ્રક્રિયા એટલે અવસાદન (sedimentation). આધુનિક કલેરીફલોકયુલેશનમાં ભાંભરા પાણીમાં ફટકડીનું દ્રાવણ મિશ્ર કરીને કલેરીફાયર બ્રીજમાંથી તેને પસાર કરવાનો સમાવેશ થાય છે.

નીતાર (filteration)

સ્લો સેન્ડ ફિલ્ટર, રેપીડ સેન્ડ ફિલ્ટર, પ્રેશર ફિલ્ટર અથવા ડોમેસ્ટિક ફિલ્ટરનો ઉપયોગ કરીને નીતાર પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયા પાણીમાં તરતા પદાર્થો અને લગભગ તમામ કણો જેવા કે ફિટોપ્લાન્કટોન (phytoplankton), ઝૂપ્લાન્કટોન (Zooplankten), એકકોષી અને અન્ય કણોને દૂર કરવા માટે મદદરૂપ થાય છે.

પાણીને ચેપરિહત બનાવવાની પ્રક્રિયા (Disinfection)

પાણીમાં રહેલા રોગકારક સૂક્ષ્મ જીવો નષ્ટ કરવા માટે અથવા તેને નિષ્ક્રિય બનાવવાની પ્રક્રિયને ડિસઇન્ફકશન કહેવાય છે. ડિસઇન્ફકશન બે જુદી જુદી પધ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે.

બિનરાસાયણિક પધ્ધતિઓ

બિનરાસાયણિક પધ્ધતિમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • પાણીને ઉકાળવું જે માત્ર ઘરગથથું ધોરણે જ અનુકૂળ છે.
  • પારજાંબલી (Ultra-violet) કિરણો: ઉદાહરણ તરીકે એકવાગાર્ડ, ભાંભરા પાણીમાં પારજાંબલી (uv) કિરણોની પ્રક્રિયા કામ નથી કરતી કારણ કે ભાંભરા પાણીને ભેદીને પ્રવેશી શકતા નથી.
  • ગામા કિરણોઃ ઉદાહરણ તરીકે ટેટ્રા-પેક કરેલી દૂધની કોથળી

બિનરાસાયણિક પધ્ધતિઓ

બિનરાસાયણિક પધ્ધતિમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • પાણીને ઉકાળવું જે માત્ર ઘરગથથું ધોરણે જ અનુકૂળ છે.
  • પારજાંબલી (Ultra-violet) કિરણો: ઉદાહરણ તરીકે એકવાગાર્ડ, ભાંભરા પાણીમાં પારજાંબલી (uv) કિરણોની પ્રક્રિયા કામ નથી કરતી કારણ કે ભાંભરા પાણીને ભેદીને પ્રવેશી શકતા નથી.
  • ગામા કિરણોઃ ઉદાહરણ તરીકે ટેટ્રા-પેક કરેલી દૂધની કોથળી

રાસાયણિક પધ્ધતિઓ

આ પ્રક્રિયા નીચેના જેવા વિવિધ રસાયણોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.

  • કલોરીન અને કલોરીન સંયોજનો
  • ઓઝોન – જેમાં સ્થિર વિદ્યુત પુરવઠા અને સૂકી હવાથી જરૂર પડે છે. મોટા ભાગના કિસ્સામાં ઓઝોન પ્રક્રિયા નિષ્ફળ નીવડે છે અને તે ખર્ચાળ પધ્ધતિ છે.
  • આયોડિન અને આયોડિન સંયોજનો ટીંકચાર આઠોડિન અને આઠોડોફર જેમાં આ રસાયણની વિશાળ માત્રામાં જરૂર પડે છે અને તેની ગંધ અસહય હોય છે.
  • બ્રોમીન - જે અત્યંત ઝેરી છે.
  • પોટેશિયમ પરમેન્ગોનેટ - માત્ર વિબ્રીયોઝ (vibrios) ઉપર જ અસર કરે છે.

કલોરીન અને કલોરીન સંયોજનો: પાણીને જીવાણુરહીત બનાવવા માટે કલોરિનને નીચેના સ્વરૂપમાં વાપરી શકાયઃ

  • પ્રવાહીકૃત કલોરીન વાયુ
  • બ્લીચીંગ પાઉડર
  • સોડિયમ હાઇપો કલોરાઇટ દ્વાવણ (પ્રવાહી કલોરીન) – ૪ થી 9% અને ૧૦ થી ૧ર9%
  • કલોરીન ડાયોકસાઇડ

કલોરીન અને કલોરીન સંયોજનો:

કલોરીનેશનઃ કલોરીન અને કલોરીન સંયોજનોનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા કરવામાં આવે છે. કલોરીનેશનથી બેકટેરીયાની વૃદ્ધિ માટે આવશ્યક પુકિણવ દ્રવયોને અવરોધીને બેકટેરીયાનો નાશ કરે છે અને લોહ, મેંગેનીઝ અને હાઇડ્રોજન સલ્ફાઇડને ઓકસીકારક બનાવે છે; ઘટકો પેદા કરતા રંગ અને સ્વાદનો નાશ કરે છે અને શેવાળ તેમ જ કાદવું નિયંત્રણ કરીને તેના જમાવવામાં મદદરૂપ થાય છે.

કલોરીનેશનની પ્રક્રિયાઓ:

  • બ્લીચીંગ પાઉડર: ૧૦૦૦ ગેલન એટલે કે ૪૫૦૦ લીટર પાણી માટે ર૦ ગ્રામ બ્લીચીંગ પાઉડર લેવાનો હોય છે. બલ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના પ્રમાણન મુજબ ગ્રેડ-૧ બ્લીચીંગ પાઉડરમાં ઓછામાં ઓછું ૩૪% કલોરીન, ગ્રેડ-ર બ્લીચીંગ પાઉડરમાં ઓછામાં ઓછું ૩૨% કલોરીન હોય છે. ઉત્તમ પરિણામ માટે બન્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં પ્રમાણન મુજબનો ગ્રેડ-’ અથવા ગ્રેડ-રનો કલોરીન પાઉડર લેવો.
  • સોડિયમ હાઇપોકલોરીટ દ્રાવણ: ૧૦૦૦ લીટર પાણી દીઠ ૧૫ થી ર૦ મીલીના પ્રમાણમાં બન્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના પ્રમાણન મુજબનું ગ્રેડ-૧ ગુણવત્તાનું દ્રાવણ લેવું. જેમાં ૪ થી 9% કલોરીન હોય છે.
  • પ્રવાહીકૃત કલોરીન વાયુ ઉત્પાદકના વિગતવર્ણન મુજબ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સર્વગ્રાહી યોજનાના કિસ્સામાં એકવા-કલોરીનેટર વપરાતું હોય તેમાં જ સલાહભર્યું છે.કલોરીન ડાયોકસાઇડ ઉત્પાદકના વિગતવર્ણન મુજબ સંપર્ક સમયઃ ૧૫થી ૩૦ મિનિટ. સામાન્ય દિવસો દરમિયાન ૦.૨ થી ૦.૫ મીલીગ્રામ/લીટર દીઠ પ્રમાણ રાખવું અને પાણીજન્ય રોગો જણાય તેવા સમયગાળામાં સુપરકલોરીનેશન કરવું. વિષાણુજન્ય રોગોમાં લાંબા સંપર્ક સમયની જરૂર પડે છે.

કલોરીનની જરૂરિયાતઃ

  • પાણીમાં રહેલા સેન્દ્રિય દ્રવ્યોની માત્તા અનુસાર અલગ અલગ હોય છે એટલે કે શુદ્ધિકરણની પ્રક્રિયા પર આધાર રાખતા પાણીની શુદ્ધતા પ્રમાણે કલોરીનની જરૂરિયાત જુદી જુદી હોય છે.
  • કલોરીનના ફાયદાઃ બજારમાં કલોરીન પોસાય તેવી કિંમતે છૂટથી મળતું હોય છે; કલોરીનની રહીસહી અસરથી માત્ર ચેપ ફેલાતો અટકે છે એટલું જ નહિ પરંતુ સંગ્રહ અને પીવાના પાણીમાં વપરાતા વાસણોમાં લાગતો ચેપ પણ અટકે છે.
  • બૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ/વિશ્વ આરોગ્ય સંસ્થા (wHO)ના મંતવ્ય મુજબ પીવાના પાણીમાં કલોરીનનો શેષ વધતો હિસ્સો લીટર દીઠ 0.ર મીલીગ્રામ છે અને ચેપી રોગ નોંધાયા હોય તે સમયગાળામાં તેનું ન્યૂનતમ પ્રમાણ લીટર દીઠ ૦.૫ મીલીગ્રામ હોવું જોઇએ. વ્યવહારુ રીતે જોઇએ તો, ખરેખર પ્રદૂષિત હોય તેવા પાણીમાં પણ વિષાણુને નિષ્ક્રિય કરવા માટે લીટર દીઠ ૦.૫ મીલીગ્રામનો રહયાસહયા જથ્થા માટે એક કલાકનો સંપર્ક સમય પૂરતો છે. વિષાણુ નિષ્ક્રિયતા અને રેડોકસ (redox) ક્ષમતાના પ્રમાણ વચ્ચે સૂચક સંબંધ પ્રવર્તે છે. ૩૫૦ mvની રેડોકસ (redox) ક્ષમતા વિષાણુઓનો ઉચ્ચ પ્રમાણના જમાવને પણ સદંતર નિષ્ક્રિય કરે છે. સંયોજિત કલોરીન એટલે કે એમોનિયા ઉમેરેલા કલોરીનેશનની ઉચ્ચ સાંદ્રતામાં પણ આ રીતે થઇ શકે છે.
  • સમપ્રમાણ (Break Point) કલોરીનેશનઃ એમોનીયા ધરાવતા પાણીમાં કલોરીન ભેળવવામાં આવે ત્યારે શરૂઆતમાં કલોરામીન રચાઇને તેના કોઇપણ રહયાસહયા ભાગ વગર સંપૂર્ણ રીતે (HOCL અથવા OCL) દ્રવી જશે. વધુ કલોરીન ઉમેરવાથી કલોરામીન રચાતું બંધ થશે અને કલોરામીનનો કોઇ ભાગ પાણીમાં શેષ ન રહેતો હોય તેવા કિસ્સામાં NH થી નાઇટ્રોજન અને HCLમાં પરિણમશે. જે તબકકે કલોરામીનનો ન્યૂનતમ જમાવ નોંધાય તેને સમપ્રમાણ (Break Point) કલોરીનેશન કહેવાય. સમપ્રમાણ કલોરીનેશન બાદ કલોરીન વધુ ઉમેરવાથી કલોરીનના શેષ ભાગ રહેવામાં પરીણમશે.

પાણીજન્ય રોગો:

પાણીજન્ય રોગો મોટે ભાગે,

રોગવાહી સૂક્ષ્મ જીવોને લીધે થતા રોગ

 

  • રોગવાહી સૂક્ષ્મ જીવો (સૂક્ષ્મ અશુદ્ધતાઓ) અને
  • રાસાયણિક અશુદ્ધતાઓને કારણે થાય છે.

રોગવાહી સૂક્ષ્મ જીવોને લીધે થતા રોગ પીવા માટે દૂષિત પાણીના વપરાશથી અથવા પ્રવાહી ખોરાકમાં અથવા વાસણો માંજવામાં દૂષિત પાણી વાપરવાથી અને ઠંડી ખાદ્ય ચીજોના સંગ્રહથી પાણીજન્ય રોગો થાય છે. રોગવાહી સૂક્ષ્મજીવો પાણીની નીક, માનવ અથવા પ્રાણીના મળમૂત્ર અથવા ઘરગથથુ કચરા થકી પાણીમાં પ્રવેશે છે. પીવાનું શુદ્ધ પાણી પૂરુ પાડીને રસોડાને સ્વચ્છ અને સુઘડ રાખીને તેમ જ સારું વ્યકિતગત સ્વાસ્થય જાળવીને પાણીજન્ય રોગોને આગળ વધતા અટકાવી શકાય છે. જીવાણુથી ઉદ્દભવતા પાણીજન્ય રોગોને વિસ્તતિ રીતે બે પ્રકારમાં વિભાજિત કરી શકાય.

  • ઝાડા (અતિસાર) સહિતના રોગો
  • ઝાડા (અતિસાર) વગરના રોગો

ઝાડા સાથેના રોગો: પાતળા પાણી જેવો મળત્યાગ વારંવાર થાય ત્યારે તેને ઝાડા કહેવાય. ઝાડા સાથે સંકળાયેલા રોગોમાં ટાઇફોઇડ, પેરાat63löS, 3lélet, j:u8&lau otSl (traveler's diarrhea) (giar diasis), ચૂંક સાથે થતા ઝાડા (amebic dysentery), Guélèuls Stëlleslot (cryptosporidiosis) via Q&all વિષાણુજન્ય રોગોનો સમાવેશ થાય છે.

ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડ:  ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડ તાવ માટે અનુક્રમો સાલ્મોનેલા ટાઇફી અને સાલ્મોનેલા પેરાટાઇફોઇડ જવાબદાર છે. નાનું આંતરડું અને પિતાશય ચેપનું સ્થાન છે.

લક્ષણો: શરીરનું ઉષ્ણતામાન અતિ ઊંચુ એટલે કે ૧૦૫° સે. રહે છે. બરોળ ફૂલે છે અને ઝાડા થાય છે.

કોલેરા:

  • કોલેરા જવાબદાર સૂક્ષ્મ જીવો વિબ્રિઓ કોલેરા (vibrio cholerae) છે અને તેનાથી પેદા થતું ઝેર કોલેરોજેન (cholerogen) છે કોલેરાથી આંતરડામાં પાણી અને વિદ્યુત અપઘટન ખોરવાય છે અને આંતરડામાં સોજો આવે છે.
  • લક્ષણો: ઉલટી થયા બાદ વારંવાર પાણી જેવા ઝાડા થાય. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય છે અને મૃત્યુ નીપજે.

મુસાફરીના ઝાડા (Travelers' diarrhoea): વિકસતા દેશોમાં આંત્રજન્ય જીવાણુથી બાળકોમાં ઝાડા થાય છે. મુસાફરીના ઝાડા માટે પણ આ જીવાણુ જવાબદાર છે. ગટરના ગંદા પાણીથી પીવાના પાણીને લાગતા આકસ્મિક ચેપથીઆ રોગો થાય છે. પર્વતના ઝરણામાંથી સીધું જ પાણી પીતા સૈનિકોમાં આ પ્રકારના ઝાડા થતા હોવાનું સામાન્ય રીતે જોવા મળે છે. આ રોગમાં જવાબદાર બેકટેરીયામાં,

  • જુદા જુદા પ્રકારના એસ્કેરીશીઆ કોલી (Escherichia Coli)
  • પસીનીઆ એન્ટેરો કોલીટીસ (yersinia entero colitis)
  • એરોમોનસ (aeromanas)

આંતરડાના રોગવાહી પ્રજીવકોથી થતા ઝાડાઃ

આ પ્રજીવકોની કોશિકાઓનું વિવિધ પ્રકારના પ્રાણીઓના મળ દ્વારા વિસર્જન થાય છે. આ કોશિકાઓ પ્રતિકારક્ષમ હોય છે અને પાણીમાં ઘણા લાંબા સમય સુધી જીવિત રહે છે.

  • જિઆરડાયાસીસ (Giardiasis) જિઆરડીઆ લાબ્લિઆ- તંતુપિચ્છ ધરાવતું પ્રજીવક છે જેનાથી થતા ઝાડા ખૂબ લાંબો સમય રહે છે. સમગ્ર વિશ્વમાં જોવા મળતા આ સામાન્ય પરોપજીવી પ્રજીવકો છે. તે નાના આંતરડામાં રહે છે; માઇક્રોવીલી (Microvilli) દ્વારા પાણીના પ્રમાણને ખોરવી નાખે છે અને તેનાથી ઝાડા થાય છે. આ જીવણના ચેપથી વીટામીન અને પ્રવાહીઓનું આંતરડામાં જતું શોષણ અવરોધાય છે અને ભયંકર દુર્ગધ મારતો મળ પેદા થાય છે.
  • એકકોષી જીવ અમીબાથી થતો મરડો મરડા માટે જવાબદાર સૂક્ષ્મ જીવ એન્ટેમીબા હિસ્ટોલીટીકા (Entamoeba Histolytica) છે. અમીબા મોટા આંતરડામાં સતત વૃદ્ધિ પામે છે અને આંતરડાની દિવાલ પર ચાંદા પડીને આખરે પાતળા પાણી જેવા લોહી ધરાવતા ઝાડા થાય છે (જે મરડો છે.) આ પ્રકારનો મરડો ઉષ્ણ કટિબંધ પ્રદેશોમાં કે જયાં ગરીબી, અત્યંત નબળું સ્વાસ્થય અને પાણીની નબળી ગુણવત્તા હોય ત્યાં વધુ જોવા મળે છે.

ક્રિપ્ટોસ્પોરડાયાસિસ (cryptosporadiasis): ક્રિપ્ટોસ્પોરિડિયમ પેર્વમ (cryptosporidium parvum)થી ઝાડા, ઉલટી અને અરૂચિ જેવા લક્ષણો ધરાવતો કોલેરા થાય છે. આ રોગ વિકસિત દેશોમાં સામાન્ય છે અને તે વ્યાપક ચેપી રોગચાળા માટે જવાબદાર છે.

વિષાણુથી થતા ઝાડાઃ પીવાના અને આનંદપ્રમોદ માટેના દૂષિત પાણીમાંથી વિષાણુઓના છ(૬) જૂથ અલગ તારવવામાં આવ્યા છે. ઝાડા-ઉલટી માટે જવાબદાર વિષાણુઓમાં,

  • રોટાવાયરસ
  • નોર્વોક લાક એજન્ટ
  • કોલીસી વાયરસ
  • એસ્ટ્રો વાયરસ
  • આંતરડાના એડીનો વાયરસ
  • અન્ય લઘુ ગોળ શરીરરચના ધરાવતા વાયરસ (SRSV)નો સમાવેશ થાય છે.

લક્ષણોઃ તીવ્ર ઉલટી અને હળવાથી અતિ પ્રમાણમાં ઝાડા

ઝાડા સિવાયના પાણીજન્ય રોગો:

તેમાં બેકટેરીયાજન્ય રોગોનો સમાવેશ થાય છે:• લેજિઓનેલોસીસ • લેપ્ટોસ્પાયરોસીસ; અને • વાયરલ હિપેટાઇટીસ

લેજિનેલોસીસ: ફેફસાઓમાં વૃદ્ધિ પામે છે અને તેનાથી શ્વાસનળીનો સોજો/ફેફસાનો સોજો થાય છે તેમજ માંસપેશીને નુકસાન થાય છે. આ વિષાણુઓ હીટ એકસચેન્જર, એસી/કૂલીંગ ટાવરના કન્ડેન્સર અને શાવરહેડ મારફત ફેલાય છે. આ જાતિ પોતાનો વસવાટ છોડીને ભેજયુકત હવા મારફત ફેફસામાં પ્રવેશીને ચેપ લગાડે છે અને મોનેન્યુમોનિયા (monahoneumonia)નું નિમિત બનીને માંસપેશોઓને નુકસાન કરે છે.

લેપ્ટોસ્પાયરોસીસ: જે લેપ્ટોસ્પાયરા જાતિના વિષાણુથી ફેલાય છે. તેમાં લિફટેરિઓ હેમરેજીઆ (Licterio haemorrhagiae) એવી એક જાતિ છે જેનાથી ઉંદરોમાં ચેપ ફેલાય છે. આ બેકટેરીયા જંગલી તેમજ પાલતુ પ્રાણીઓના મૂત્રપિંડમાં વસવાટ કરતા હોય છે. પ્રાણીઓના મૂત્ર મારફત આ બેકટેરીયા નદી, નાળા, નહેર, તળાવ વિ.ના પાણીમાં પ્રવેશીને લાંબા સમયગાળા સુધી જીવિત રહે છે. લિકટેરિઓ હેમરેજી આ સૌથી ભયાનક પૈકીનો એક રોગ છે. આ સૂક્ષ્મ જીવ માનવ શરીર પચારના ઘાવ, કાપા, ચીરા/ઉઝરડા અને લીંટ મારફત પણ શરીરમાં પ્રવેશે છે.

લક્ષણોઃ સામાન્ય રીતે દર્દી ઝડપથી સાજો થઇ જાય છે. ગંભીર કિસ્સામાં, મૂત્રપિંડ અને યકૃતને ચેપ લાગે છે જેના પરિણામે કમળો થાય છે, મૂત્રપિંડની કામગીરી ખોરવાઇ જાય છે અને પથી ૧૦% કિસ્સાઓમાં મૃત્યુ નીપજે છે.

સંક્રામક હિપેટાઇટીસઃ હિપેટાઇટીસ A અને E વાયરસ સંક્રામક હિપેટાઇટીસનું નિમિત બને છે. તેના યકૃતને તીવ્ર ચેપ લાગે છે અને આખરે કમળામાં પરિણમે છે.

ગુનીઆ કૃમિ ચેપ (ડ્રેકયુનકયુલિઓસીસ): સન ૧૯૯૦ના શરૂઆતના દાયકા દરમિયાન ભારતમાં અસુરક્ષિત છીછરા તળાવ અથવા વાવમાંથી પાણી પીતા લોકોમાં આ રોગ બહુ સામાન્ય હતો. આપણા દેશમાંથી ડ્રેકયુનલોસિસ નાબૂદ કરવામાં આવ્યો છે. માનવશરીરના નીચેના અંગોમાં તે વસવાટ કરીને ઉછરે છે. તેનાથી કાપા કે ચીરા પડે છે અને ચાલવું મુશ્કેલ બને છે. કોઇ વ્યકિત વાળાકૃમિ ધરાવતું પાણી પીએ ત્યારે તેને આ રોગ થાય છે.

સિસ્ટોસોમિઆસીસ (schistosomiasis) (bilharzias): આ રોગ સામાન્ય પ્રકારના લક્ષણો ધરાવતી જાતિ, પ્રજાતિ કે વર્ગ સંબંધી છે.

લક્ષણો: પેટમાં દુ:ખાવો, મૂત્ર અથવા મળમાં લોહી પડે છે.

રાસાયણિક અશુદ્ધતા

  • પશ્ચિમ બંગાળમાં ભૂગર્ભ જળ મારફત ફેલાતી આ એક સામાન્ય સમસ્યા છે. ચામડું કમાવવાના ઉદ્યોગો, કીટનાશકો અને દવારોઅને લગતા ઉદ્યોગોના ગંદા પાણીથી આ રોગ ફેલાય છે  આરોગ્ય જોખમો: યકૃત અને મૂત્રપિંડને નુકસાન, કેન્સર અને સ્નાયુ ક્ષીણતા
  • નાઇટ્રેટ નાઇટ્રોજન તરીકે તેની પરવાનગીપાત્ર મર્યાદા લીટર દીઠ ૧૦ મીલીગ્રામ છે. પીવાના પાણીમાં અતિશય NOના ના કારણે આવું પાણી શિશુ આહાર બનાવવામાં વપરાય ત્યારે મીથએમોગ્લોબએનીમિયા થાય છે
  • કીટનાશક રસાયણોઃ કલોરીનેટેડ હાઇડ્રોકાર્બન, ડી.ડી.ટી. (ડાઇ-કલોરો-ડિફિનાઇલ ટ્રાઇકલોરોઇથીલીન પીવાના પાણીમાં કલોરીનેટેડ હાઇડ્રોકાર્બનનો માત્ર થોડો અંશ અથવા આહાર શૃંખલામાં અન્ય કોઇ બગાડ સંચિત થાય ત્યારે કેન્સરજન્ય ગુણધર્મો ધરાવે છે.  આરોગ્ય જોખમો ચેતાતંત્રના ભાગ અને આસપાસના તમામ અવયવોને કેન્સરયુકત યકૃતને માઠી અસર કરે છે.

ફલૂરોસિસઃ

સ્થાનિક રોગ તરીકે ફલૂરોસિસ ધીમી ગતિએ આગળ વધતી શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં યુવાવર્ગ અને વૃદ્ધોને, અમીરો અને ગરીબોને પંગુ બનાવી દેતી બિમારી છે. પીવાના પાણી, ખોરાક, ટૂથપેસ્ટ/માઉથ રિન્સ જેવા કોસ્મેટિક અને હવા દ્વારા પણ ફલોરાઇડના અતિપ્રમાણથી ફલૂરોસિસ થાય છે આ રોગ માટે પ્રચલિત કોઇ સારવાર નથી અને પીવાનું શુદ્ધ પાણી એ જ આખરી ઉકેલ છે.

હેમીન્થ પેનેસાઇટ (Heminth Panasites): આસ્કારિસ લૂમબ્રીકોઇડસ અને ટ્રાઇફૂરિઆ વાયરસ પીવાના દૂષિત પાણીથી માનવશરીરમાં પ્રવેશે છે. આ ચેપથી સામાન્ય બિમારી ફેલાય છે અને તે કયારેક જીવલેણ નીવડે છે. બિમારીમાં પાંડુરોગ અને આંતરડાની બિમારી સામાન્ય છે.

પાણી અને સ્વચ્છતા સંબંધી રોગોના નિવારણ માટેની કાર્યયોજનાઃ

પાણી અને સ્વચ્છતા સંબંધી રોગોના નિવારણ માટે નીચેના ઉપાયો અપનાવવા જોઇએ.

સલામત પાણીનો પુરવઠો:

  • ભૂપૃષ્ઠ જળની PTથી યોગ્ય રીતે શુદ્ધિકરણ પ્રક્રિયા
  • બોરના પાણીને સુરક્ષિત બનાવવું
  • ખૂલ્લા કૂવાના પાણીને યોગ્ય રીતે જતુમુકત કરીને સુરક્ષિત બનાવ્યા પછી તેને યોગ્ય રીતે ઢાંકવું.
  • પાણીને ઢાંકણવાળા પાત્રોમાં સંગ્રહ કરવો
  • લોકો માટે નળવાળી સિન્ટેકસ ટાંકીઓ
  • ઘરગથથું ફિલ્ટર/ગળણીઓ વાસણોને બદલે ફૂંજાનો ઉપયોગ
  • નળ ધરાવતા સ્ટીલના પીપ

વ્યકિતગત સ્વાસ્થયઃ

  • દરરોજ બે વખત સ્નાન કરવું
  • સ્વચ્છ કપડા પહેરવા + સંડાસ કર્યા પછી હાથ સાબુથી ધોવા
  • ભોજન લેતા પહેલા અને પાણી પીતા પહેલા હાથ ધોવા.

માનવમળનો નિકાલ

ખુલ્લામાં હાજત જવાની આદત ટાળવી જોઇએ. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સાર્વજનિક શૌચાલયોના બાંધકામને ઉત્તેજન આપવું જોઇએ. સેપ્ટિક ટેન્કનું બાંધકામ યોગ્ય રીતે કરવું જોઇએ નહિતર ભૂગર્ભ જળ દૂષિત થશે. બ યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પેક કરેલા પીવાના પાણી માટે પેક કરેલા નેચરલ મીનરલ વોટર માટે IS 13428 અને પેક કરેલા પીવાના પાણી (નેચરલ મીનરલ વોટર સિવાયના પાણી) માટે Is 145.43 એમ બે ભારતીય ધોરણો જાહેર કર્યા છે. બન્ને પ્રોડકટો ફરજિયાત પ્રમાણન હેઠળની છે. આ ધોરણોની નિયમિત સમીક્ષા કરવામાં આવે છે અને ગ્રાહકોના હિતમાં તેમજ ટેકનોલોજીના વિકાસને ધ્યાનમાં લઇને તેમાં સુધારા/ફેરફાર કરવામાં આવે છે.

આ ધોરણથી કોઇપણ ઉત્પાદન પ્રક્રિયા અપનાવવા માટેની પૂરતી છૂટ પેઢીઓને મળે છે અને તેથી, આ હેતુ માટે જરૂરી ઉત્પાદન યંત્રસામગ્રી નિર્દિષ્ટ કરવામાં નથી આવી. નિયમસંગ્રહમાં જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓના ઉદાહરણ, ઉત્પાદન, પ્લાન્ટ અને યંત્રસામગ્રી માટેની ક્રમિક આકૃતિઓ, પાત્રો અને ઉત્પાદન પાઇપલાઇનની સફાઇ અને તેને જંતુમુકત બનાવવાને લગતી માહિતી આપવામાં આવી છે.

Is 14543 થી જુદા જુદા ધોરણોમાં આપેલ પરીક્ષણ પધ્ધતિ મુજબ પરીક્ષણ કરવાની અનેક જરૂરિયાતો ઠરાવવામાં આવી છે.

પ્રોડકટનું વિગતવર્ણન: પેક કરેલું પીવાનું પાણી એટલે પેકેજ માટે ઠરાવેલા - ધોરણોને પરિપૂર્ણ કરવા માટે નિસ્તારણ (decantation), નિતાર . (filteration), નિતારના સંયોજન, પાણીને વાયુમુકત કરવું આંતરિક નિતાર, ડેપ્યથ ફિલ્ટર, કાર્ટિજ ફિલ્ટર, સક્રિય કાર્બન નિતાર, પાણીમાંથી ખનીજતત્વો દૂર કરવાની પ્રક્રિયા, પાણીમાં ખનીજતત્વો ફરીથી ઉમેરવાની પ્રક્રિયા, રિવર્સ ઓસ્મોસીસ અથવા એવી બીજી કોઇપણ પધ્ધતિ જેવી પ્રક્રિયાને અધીન હોય તેવા પીવાલાયક પાણીના કોઇપણ સ્ત્રોતમાંથી લીધેલું પાણી. પાણીને એટલા પ્રમાણ સુધી જંતુમુકત કરી શકાય કે પીવાના પાણીમાં હાનિકારક ચેપ ન લાગે.

પેક કરેલા પીવાના પાણીના ઉત્પાદન માટે વપરાતું પીવાલાયક પાણી બોરવેલ જેવા ભૂપૃષ્ઠ જળ જેવા કોઇ સ્ત્રોતમાંથી મેળવેલું પાણી ઉપર જણાવ્ય મુજબ, પેક કરવામાં આવતા પીવાના પાણીના ઉત્પાદનમાં, પાણીમાં ફરીથી ખનીજ ઉમેરવાની પ્રક્રિયા પણ કરી શકાય. આ પ્રક્રિયામાં તત્વો/ઘટકો ઉમેરવાનો સમાવેશ થાય છે. ઉત્પાદક દ્વારા પાણીમાં ફરીથી ખનીજ ઉમેરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય ત્યારે તે હેતુ માટે વપરાતા તત્વો ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ, ૧૯૫૪ અને તે હેઠળ ઘડેલા નિયમોની આવશ્યકતા અનુસાર ખોરાકની ધોરણ ગુણવત્તા અનુસાર હોવા જોઇએ.

પ્રક્રિયા કરેલા પાણીમાં વપરાશ માટેની ખોરાક સલામતી અથવા યોગ્યતા સાથે કોઇ બાંધછોડ ન થાય તેટલા પ્રમાણ સુધી તેમાંના સૂક્ષ્મ જીવોના નિયંત્રણ માટે રાસાયણિક ઉદ્દીપકો અને/અથવા ભૌતિક પધ્ધતિઓના ઉપાયથી પ્રક્રિયા કરેલું પાણી શુદ્ધ કરી શકાશે. પાણીને જંતુમુકત કરવા માટે અપનાવવામાં આવતી વિવિધ પધ્ધતિઓમાં ઓઝોનીકરણ, પારજાંબલી (uv) પ્રક્રિયા, ચાંદી આયોનીકરણ વિ. અને/અથવા તેના સંયોજનોનો ઉપયોગ થાય છે.

પ્રક્રિયા કરેલું પાણી કોઇપણ વધુ પ્રક્રિયા કર્યા વગર સીધા વપરાશ માટે અનુકૂળ હોય તેવી, ISIપ્રમાણનચિહ્નન હેઠળ પરવાનગી આપેલા પ્લાસ્ટિક મટિરીઅલમાંથી બનતા વિવિધ આકાર/કદ ના સીલબંધ પાત્રોમાં ભરવું જોઇશે. પ્રક્રિયા કરેલા પાણી એવા પાત્રોમાં ભરવા, પેક કરવા અને તેને સીલ કરવા જોઇશે કે તેને ચેડા ન થઇ શકે અને અભેદ્ય હોય. ઠંડા પાણીના જગ, નળ જોડેલા હોય તેવા જગ, સીલ વગરની દોરી ધરાવતા ઢાંકણાવાળી બરણીઓ વિ. જેવા પાત્રો ચેડાથી સુરક્ષિત ન હોય તેમ જ લીકપૂફ ન હોય તેવા પાત્રોને છૂટ આપી શકાશે નહિ.

વિગતવર્ણન અને સ્વાસ્થયલક્ષી આવશ્યકતાઓ: પેક કરેલા પીવાના પાણી માટેના ભારતીય માનક IS 14543 : 2004થી પ્રક્રિયા કરેલા પાણી માટે નીચેની ચાર પ્રકારની આવશ્યકતાઓ ઠરાવવામાં આવી છે:

પ્રોડકટનું વિગતવર્ણન:

પેક કરેલું પીવાનું પાણી એટલે પેકેજ માટે ઠરાવેલા - ધોરણોને પરિપૂર્ણ કરવા માટે નિસ્તારણ (decantation), નિતાર . (filteration), નિતારના સંયોજન, પાણીને વાયુમુકત કરવું આંતરિક નિતાર, ડેપ્યથ ફિલ્ટર, કાર્ટિજ ફિલ્ટર, સક્રિય કાર્બન નિતાર, પાણીમાંથી ખનીજતત્વો દૂર કરવાની પ્રક્રિયા, પાણીમાં ખનીજતત્વો ફરીથી ઉમેરવાની પ્રક્રિયા, રિવર્સ ઓસ્મોસીસ અથવા એવી બીજી કોઇપણ પધ્ધતિ જેવી પ્રક્રિયાને અધીન હોય તેવા પીવાલાયક પાણીના કોઇપણ સ્ત્રોતમાંથી લીધેલું પાણી. પાણીને એટલા પ્રમાણ સુધી જંતુમુકત કરી શકાય કે પીવાના પાણીમાં હાનિકારક ચેપ ન લાગે.

પેક કરેલા પીવાના પાણીના ઉત્પાદન માટે વપરાતું પીવાલાયક પાણી બોરવેલ જેવા ભૂપૃષ્ઠ જળ જેવા કોઇ સ્ત્રોતમાંથી મેળવેલું પાણી ઉપર જણાવ્ય મુજબ, પેક કરવામાં આવતા પીવાના પાણીના ઉત્પાદનમાં, પાણીમાં ફરીથી ખનીજ ઉમેરવાની પ્રક્રિયા પણ કરી શકાય. આ પ્રક્રિયામાં તત્વો/ઘટકો ઉમેરવાનો સમાવેશ થાય છે. ઉત્પાદક દ્વારા પાણીમાં ફરીથી ખનીજ ઉમેરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય ત્યારે તે હેતુ માટે વપરાતા તત્વો ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ, ૧૯૫૪ અને તે હેઠળ ઘડેલા નિયમોની આવશ્યકતા અનુસાર ખોરાકની ધોરણ ગુણવત્તા અનુસાર હોવા જોઇએ.

પ્રક્રિયા કરેલા પાણીમાં વપરાશ માટેની ખોરાક સલામતી અથવા યોગ્યતા સાથે કોઇ બાંધછોડ ન થાય તેટલા પ્રમાણ સુધી તેમાંના સૂક્ષ્મ જીવોના નિયંત્રણ માટે રાસાયણિક ઉદ્દીપકો અને/અથવા ભૌતિક પધ્ધતિઓના ઉપાયથી પ્રક્રિયા કરેલું પાણી શુદ્ધ કરી શકાશે. પાણીને જંતુમુકત કરવા માટે અપનાવવામાં આવતી વિવિધ પધ્ધતિઓમાં ઓઝોનીકરણ, પારજાંબલી (uv) પ્રક્રિયા, ચાંદી આયોનીકરણ વિ. અને/અથવા તેના સંયોજનોનો ઉપયોગ થાય છે.

પ્રક્રિયા કરેલું પાણી કોઇપણ વધુ પ્રક્રિયા કર્યા વગર સીધા વપરાશ માટે અનુકૂળ હોય તેવી, ISા પ્રમાણનચિહ્નન હેઠળ પરવાનગી આપેલા પ્લાસ્ટિક મટિરીઅલમાંથી બનતા વિવિધ આકાર/કદ ના સીલબંધ પાત્રોમાં ભરવું જોઇશે. પ્રક્રિયા કરેલા પાણી એવા પાત્રોમાં ભરવા, પેક કરવા અને તેને સીલ કરવા જોઇશે કે તેને ચેડા ન થઇ શકે અને અભેદ્ય હોય. ઠંડા પાણીના જગ, નળ જોડેલા હોય તેવા જગ, સીલ વગરની દોરી ધરાવતા ઢાંકણાવાળી બરણીઓ વિ. જેવા પાત્રો ચેડાથી સુરક્ષિત ન હોય તેમ જ લીકપૂફ ન હોય તેવા પાત્રોને છૂટ આપી શકાશે નહિ.

વિગતવર્ણન અને સ્વાસ્થયલક્ષી આવશ્યકતાઓ:

પેક કરેલા પીવાના પાણી માટેના ભારતીય માનક IS 14543 : 2004થી પ્રક્રિયા કરેલા પાણી માટે નીચેની ચાર પ્રકારની આવશ્યકતાઓ ઠરાવવામાં આવી છે:

1        ભૌતિક જરૂરિયાતો

2        રાસાયણિક જરૂરિયાતો

  • સામાન્ય રાસાયણિક દ્રવ્યો
  • વિષજન્ય પદાર્થો
  • જતુનાશકોનું શેષ રહેતું પ્રમાણ

3        સૂક્ષ્મ જૈવિક આવશ્યકતાઓ

4        વિકિરણનું શેષ પ્રમાણ

ઉપર જણાવ્યા ઉપરાંત, પેકેજિંગ માટેની આવશ્યકતાઓ પણ ધોરણો દ્વારા ઠરાવવામાં આવી છે એટલે કે ઉત્પાદન માટે વપરાતા પાત્રો અને સામગ્રી IS 15410 અને IS 14543 ની કલમ 9ની આવશ્યકતા અનુસાર હોવા જોઇશે.

ભૌતિક, રાસાયણિક (કીટનાશક સિવાયના) અને સૂક્ષ્મ જૈવિક જરૂરિયાતો (ત્રણ રોગવાહી સિવાય) માટે જરૂરી પરીક્ષણ સાધનો, ઉપકરણો અને રસાયણોની વિસ્તુત યાદી Is 14543 : 2004 માં ઠરાવેલી છે.

આ ધોરણોથી રંગહીન અને પારદર્શક પાત્રોનો ઉપયોગ કરવાનું ઠરાવ્યું છે. તેમ છતાં, અભ્યાસના આધારે, ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ હેઠળ, પ(પાંચ) લીટર ઉપરના પાત્રોમાં પીવાનું પાણી અને કુદરતી મીનરલ વોટર પેક કરવા માટે પોલીકાર્બોનેટ/PETમાં ૩૩ % આછી વાદળી છાંટ ધરાવતા પાત્રોના ઉપયોગને પરવાનગી આપી છે. આ હેતુ માટે, પૂરા પાડેલા પાત્રોમાં 33 % વાદળી છાંટ ધરાવતા પાત્રોની જરૂરિયાતના સંબંધમાં કન્ટેનર ઉત્પાદકનું પ્રમાણપત્ર સ્વીકારી શકાય.

આ ધોરણોથી, પ્રક્રિયા કરેલા પાણીનો સંગ્રહ, પ્રક્રિયા, હેરફેર, પેકિંગ અને વેચાણ દરમિયાન અનુસરવી જરૂરી હોય તેવી સવાસ્થયપ્રદ સ્થિતિઓ પણ ઠરાવવામાં આવી છે. જેની વિગતો Is 145.43 : 2004ના પરિશિષ્ટ ”ખ”માં આપેલી છે.

આ ધોરણોથી, લેબલને લગતા પ્રતિબંધો પણ નકકી કર્યા છે. લેબલની ચકાસણી કરતી વખતે, લેબલીંગને લગતી તમામ કલમોનું પાલન થયું છે કે કેમ તે ચકાસવામાં આવે છે. વધુમાં, ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમથી આપેલી માર્ગદર્શિકાઓ મુજબ પેક કરેલા પીવાના પાણીના સંબંધમાં ઉત્પાદકને કોઇ જ દાવો છૂટ રહેશે નહિ.

આ ધોરણોથી એવું પણ ઠરાવ્યું છે કે પ્રોડકટની સંગ્રહ આવરદા (shelf life) ઉત્પાદકે ઉત્પાદનગ્રહમાં હાથ ધરેલા અભ્યાસોને આધારે પ્રોડકટ પર જ જાહેર કરીને છાપવાની રહેશે. પ્રોડકટ પર આવરદાની ટકાઉક્ષમતા અંગેનો નિર્ણય ઉત્પાદકે લેવાનો રહે છે. દરેક પ્રકારના/મટિરિયલ ધરાવતા/ક્ષમતા ધરાવતા પાત્રોમાં પેક કરવા માટેના પ્રક્રિયા કરેલા પાણી માટે દરેક ઉત્પાદકે અભ્યાસ હાથ ધરવાના રહેશે.

ઉત્પાદન પ્રક્રિયા અને નિયંત્રણઃ

Is 14543થી, પ્રક્રિયા કરેલા પાણી માટેના ઉત્પાદન માટે કોઇ ચોકકસ પ્રક્રિયા ઠરાવી નથી. તેમ છતાં, વાસ્વતિક વ્યવહારમાં સમાવિષ્ટ કરવાના પગલા સંબંધી માહિતી ધોરણો હેઠળની વ્યાખ્યાઓથી આપેલી છે. હકીકતમાં, પ્રક્રિયા કરેલા પાણીનું ઉત્પાદન Is 14543ની આવશ્યકતાઓ સુનિશ્ચિત કરવા માટે જુદી જુદી પ્રક્રિયાઓ મારફત અશુદ્ધ પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા છે.

વાણિજિયક ધોરણો ઉપલબ્ધ હોય તેવી ઘણીબધી  પ્રક્રિયાઓ છે અને જુદા જુદા ઉત્પાદકો દ્વારા તેઓ અમલ કરવામાં આવતો હોય છે.

પ્રક્રિયા કરેલા પાણીના ઉત્પાદનમાં નીચેની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે:

  • અશુદ્ધ પાણીનો સંગ્રહ
  • રેતી, કાર્બન, માઇક્રોન ફિલ્ટર વિ. જેવી નીતાર પધ્ધતિથી તરતી અને ચીકાશયુકત અશુદ્ધિઓ પાણીમાં દૂર કરવી.
  • પાણીમાં ઓગળેલા ઘન પદાર્થો જરૂર જણાય તો રિવર્સ ઓસ્મોસીસ (RO),આયન દૂર કરવા એકસચેન્જ વિ.ની મદદથી દૂર કરવા.
  • જરૂર જણાય તો પાણીમાં ફરીથી ખનીજ ઉમેરવા.
  • ઓઝોનીકરણ, અલ્ટ્રાવાયોલેટ, ચાંદીના આયોનીકરણ વિ. જેવા જુદા જુદા ઉપાયોથી પાણીને જતુમુકત બનાવવું.

પાણી ભરવાની અને પેક કરવાની પ્રક્રિયા

  • ઉદ્યોગો દ્વારા જુદા જુદા ક્રમમાં પ્રક્રિયાના જુદા જુદા સંયોજનો અપનાવવામાં આવે છે. પ્રોડકટ ચેપ પ્રત્યે અતિ સંવેદનશીલ હોવાથી અશુદ્ધ પાણી એકત્ર કરવાથી શરૂ કરીને પેક થયેલા પાણીને ભરીને તેની હેરફેર સુધીની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રિત સ્વાસ્થયપ્રદ સ્થિતિ હેઠળ હાથ ધરવાની જરૂર પડે છે. કોઇ દૂષણ અથવા ચેપના સ્ત્રોતમાં જુદી જુદી પ્રક્રિયાઓ માટે વપરાતી સાધનસમાગ્રી અને પાઇપલાઇન, પ્રોડકટના કન્ટેનર, સંગ્રહ ટાંકીઓ, પર્યાવરણલક્ષી સ્થિતિઓ, વાતાવરણ, વ્યકિતગત સ્વાસ્થય વિ.નો સમાવેશ થાય છે.
  • ઉત્પાદન શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા પછી, તમામ સાધનસામગ્રી, સૂકી પાઇપલાઇનોને તેમાં વપરાયેલા મટિરિઅલની નાજુકતા અને સુગ્રાહયતાને લીધે તેને લાગતા ચેપની ઘટનાઓ ઘટાડવાના હેતુથી સાફ કરીને જંતુમુકત કરવી જોઇએ. સાધનસામગ્રી અને પાઇપલાઇનોની સાફસૂફી સુનિશ્ચિત કરવાની એક પધ્ધતિ સ્થળ પર જ સાફસૂફીના ધોરણો (સામાન્ય રીતે clean-inplace norms તરીકે જાણીતા ધોરણો) અનુસરવાની છે.
  • ફેરવપરાશમાં લેવાની જાર સ્વચ્છ કરવા માટે ખાસ કાળજી લેવાની જરૂર પડે છે કારણ કે તેની હેરફેર અને ગ્રાહકોના હાથે થતા વપરાશ સહિત હેરફેરના જુદા જદા તબકકે તેને ચેપ લાગવાની શકયતાઓ વધી જાય છે.

પ્રમાણન માપદંડ

પેક કરેલા પીવાના પાણી (પેક કરેલા નેચરલ મિનરલ વોટર સિવાયના પાણી)ને ખોરાક ભેળસેળ નિવારણ અધિનિયમ હેઠળ તા.૨૯મી માર્ચ, ૨૦૦૧ના સરકારી જાહેરનામા ક્રમાંક.જીએસઆર નં.૭૬૦થી ફરજિયાત પ્રમાણીકરણ હેઠળ આવરી લીધેલા છે. ફરજિયાત પ્રમાણન Is 14543 : 1998 ની સામે અમલી બનેલ છે. આ ધોરણના સંબંધમાં સાત(૭) સુધારા બહાર પાડવામાં આવ્યા છે. તેને Is 14543 : 2004 તરીકે સુધારીને જુલાઇ, ૨૦૦૪માં સુધારા ક્રમાંક ૧ પણ બહાર પાડવામાં આવ્યો છે.

મુખ્યત્વે જીવાણુજન્ય ચેપ અથવા ઝેરી તત્વોના વપરાશને લીધે થતા હોય છે. પ્રમાણનાથી એવી ખાતરી મળે છે કે પ્રોડકટ આ બધી સમસ્યાઓથી મુકત છે. બાયૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એવું પણ સુનિશ્ચિત કરે છે કે ઉત્પાદક દ્વારા થતા કોઇ દુરુપયોગને ખૂબ ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઇને કાનૂની પગલા લઇને ભારતીય માનક સંસ્થા (BIS) અધિનિયમ હેઠળ શિક્ષા કરવામાં આવશે. બન્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણન ચિહ્નનનો પરવાનો માત્ર એવા ઉત્પાદકોને જ આપવામાં આવે છે કે જેઓ પ્રોડકટ માટે પરીક્ષણ અને નિરીક્ષણની યોજના દ્વારા ઠરાવેલી હોય તેવી પરીક્ષણ સવલતો પોતાની સંસ્થાની અંદર જ ધરાવતા હોય અને પ્રોડકટની પ્રક્રિયા તેમજ પરીક્ષણ માટે જરૂરી માનવબળ ધરાવતા હોય અને આવી પ્રોડકટ ભારતીય ધોરણોને પરિપૂર્ણ કરતી હોય. બાયૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પરવાનો અપાયા પછી સંબંધિત સ્થળની નિયમિત તકેદારી રાખીને આકસ્મિક મુલાકાત પણ લેવામાં આવે છે અને આખરી ગ્રાહકના વપરાશ માટે મૂકેલી પ્રોડકટ લઇને આવશ્યકતા અનુસાર તેની ચકાસણી કરવામાં આવે છે. પ્રોડકટમાં કોઇ ઉલ્લઘન માલૂમ પડે તો પરવાનો મોકૂફ કરવામાં આવે છે અથવા રદ કરવામાં આવે છે.

સ્ત્રોત: આઈએનડીજી ટિમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate