હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / પરીક્ષા દરમિયાન લેવો જોઈએ પોષણયુક્ત ખોરાક
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પરીક્ષા દરમિયાન લેવો જોઈએ પોષણયુક્ત ખોરાક

પરીક્ષા દરમિયાન લેવો જોઈએ પોષણયુક્ત ખોરાક વિશેની માહિતી

પરીક્ષાઓ નજીકમાં જ છે. આપણે જોઈએ છીએ કે પરીક્ષાના સમય દરમિયાન સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સ બંને સ્ટ્રેસ, અસ્વસ્થતા અને ડિપ્રેશનમાંથી પસાર થાય છે. માતાપિતાની વધુ પડતી અપેક્ષાઓ, પ્રત્યેક વિષયમાં ચડિયાતું થવું, અવિરત સરખામણી, અત્યંત દબાણ અને ગ્રેડ / ટકાવારીને ખૂબ જ વધુ મહત્વ આપનાર શિક્ષણ પ્રણાલી બાળકની એલર્ટનેસ ડાઈવર્ટ કરે છે, ડિપ્રેશન આપે છે અને અભ્યાસમાં કંટાળો લાવે છે. ઉપરના તમામ ફેક્ટર્સ ખોરાકના રૂટીનને અસાર કરે છે અને પરિણામે હાઈ કેલરી ખોરાક લેવાઈ જાય છે.
માતાપિતા તરીકે, આપણે હંમેશા આપણા બાળકને ઈમોશનલી અને માનસિક રીતે સમર્થન આપવા માગીએ છીએ જેથી તેઓ તેમનું પરફોર્મન્સ અને અભ્યાસ શ્રેષ્ઠ રીતે કરી શકે. આ સમયગાળા દરમિયાન મોટાભાગના માતા-પિતા ખોરાકને મુખ્ય વસ્તુ તરીકે ગણતા નથી. તેઓ પોષક લાભો વિશે વિચાર કર્યા વિના ખોરાક સંબંધિત તેમની તમામ માંગને પૂરી કરે છે. મોટાભાગની માતા બાળક જે ખાવા માંગે છે તે વાનગીઓને તૈયાર કરવા માટે તૈયાર છે ( તે પછી જંક કે તંદુરસ્ત છે કે નહી તે વિચાર્યા વિના). પિઝા, પેસ્ટ્રી, વડાપાવ જેવા તેલથી ભરપૂર ખોરાકનો બહારથી ઓર્ડર પણ આપે છે. વિદ્યાર્થીઓ પોતાને જાગતા રાખવા માટે મોડી રાત્રે સંખ્યાબંધ કોફી/ચા પીવે છે. તેનો મુખ્ય હેતુ આરોગ્યના ભોગે પણ મહત્તમ ગ્રેડ/ટકાને સ્કોર કરવાનો છે.

આયોજન

ખોરાકના પોષક લાભ ગુમાવ્યા વગર તેનું આયોજન કેવી રીતે કરવું તે જાણતા પહેલાં પોષક તત્વોનું મહત્વ સમજી લઈએ: - .

 1. મગજ માટે કાર્બોહાઇડ્રેટ એ મુખ્ય ફ્યુએલ (ઊર્જા) છે. મગજનો મુખ્ય સ્રોત ગ્લુકોઝ છે જે કાર્બોહાઈડ્રેટ ખોરાકમાંથી આવે છે, જેમ કે અનાજ અને તેની બનાવટો, બ્રાઉન રાઈસ, ફળો વગેરે. મગજ તેના શ્રેષ્ઠ રૂપે કાર્યરત રાખવા માટે તેને નિયમિત ગાળે ખોરાક પૂરો પાડવો જરૂરી છે.
 2. બીજું એક પોષક તત્ત્વ પ્રોટીન છે, જે ખાસ કરીને પરીક્ષા દરમિયાન તમામ પોષક તત્વોમાં મહત્વનું ગણવામાં આવે છે. ડોપામાઇન અને એસિટિલકોલાઇન નામના ન્યુરોટ્રાન્સમીટર મેમરીને સુધારવામાં મદદ કરે છે, એલર્ટનેસ અને કોન્સન્ટ્રેશનના લેવલમાં વધારો કરે છે. પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત નટ્સ, કઠોળ, ડેરી અને ડેરી ઉત્પાદનો, રાગીનો લોટ વગેરે છે. તેથી, પરીક્ષા દરમિયાન તમારા ખોરાકમાં પ્રોટીન ઉમેરવાથી ઘણી મદદ મળશે.
 3. મગજ મોટેભાગે ફેટથી બને છે અને સારી ફેટ્સ નર્વની આસપાસ માયેલીન શીથ (ન્યુરોનનો એક ભાગ) ઉત્પન્ન કરવામાં મદદ કરે છે,જે મગજને કાર્યક્ષમ રીતે કામ કરવા માટે મદદ કરે છે. સારું પરિણામ મળે તે માટે સારી અને યોગ્ય માત્રામાં ચરબી જેમ કે નટ્સ (બદામ, અખરોટ, પિસ્તા), ઓલિવ તેલ, દૂધ, ફ્લેક્સસીડ્સ, કોળાના બીજ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.
 4. વધુ સારા પરિણામ માટે વિટામિન અને ખનિજો પણ આવશ્યક છે. ફક્ત મોસમી ફળો અને શાકભાજી જ ઉમેરવાનો પ્રયાસ કરવો. .

પરીક્ષા પહેલાં અને પરીક્ષા દરમિયાન અનુસરવા માટે થોડી ટીપ્સ:

 • દિવસની શરૂઆત પાણીથી કરો. એનાથી પાચન તંત્રને સુધારવા અને શરીરને હાઇડ્રેટ રાખવા માટે મદદ મળે છે. એટલું જ નહી મગજના ફંક્શનને ઝડપી બનાવે છે.
 • સવારનો નાસ્તો દૂધ તેમ જ બાજરીનો રોટલો, મેથી અથવા પાલક પરાઠા, પૌઆ, સીરીયલ્સ વગેરે જેવા કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનના મિશ્રણથી હેલ્થી હોવું જોઈએ. તે શરીરમાં એનર્જીનો પુરવઠો સતત પૂરો પાડશે.
 • વધુ પડતા કૅફિનથી દૂર રહો. જયારે બાળક જાગતા રહેવા માટે ખૂબ વધારે કોફી/ચા પીવે છે એટલે જયારે ખરેખર ઊંઘવાનું હોય ત્યારે ઊંઘી શકતા નથી.
 • જે વિટામિન C, વિટામિન E ના સારા સ્રોત તરીકે હોય એવો ખોરાક પસંદ કરો, જે મેમરી લેવલ વધારવામાં મદદ કરે છે તેમ જ તણાવનું લેવલ ઘટાડતા વિટામિન B અને ઓમેગા -3 ફેટી એસિડને વધારવામાં મદદ કરે છે.
 • ભોજનમાં કાર્બોહાઇડ્રેટના વધુ વિકલ્પો ટાળવાનો પ્રયાસ કરો કારણ કે તે શરીરમાં ઝડપથી ડાયજેસ્ટ થાય છે. તેથી, ખોરાકમાં પ્રોટીનથી સમૃદ્ધ ખોરાક વધારે ઉમેરવો એ વધુ સારું છે જે ધીમે ધીમે પચે છે અને શરીરને સતત એનર્જી આપે છે.
 • બદામ, અખરોટ, પિસ્તા, અંજીર જેવા વિવિધ નટ્સનો આહારમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરો. એ શરીરને સતત એનર્જી પૂરી પાડશે.
 • વિવિધ વાનગીઓ બનાવવાનું રાખો. એનાથી બાળકને જંક ફૂડને ના પાડવામાં મદદ મળશે.
 • વિવિધ સ્મૂધીઝ બનાવો અને બે ભોજન વચ્ચે ખવડાવવાનું રાખો.
 • માતાપિતા માટે પરીક્ષા શરૂ થતાં પહેલાં સ્ટુડન્ટ ડાયટ પ્લાન તૈયાર કરવો એ શ્રેષ્ઠ વિકલ્પ હશે. ચાલો, આપણા બાળકને બેસ્ટ ન્યુટ્રીઅંટ ખોરાક ખવડાવવાનો પ્રયાસ કરીએ જેથી તેઓ તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે અને પરીક્ષામાં ગ્રેટ સ્પિરિટ અને એનર્જીથી પરીક્ષા આપે.

સોનલ શાહ, stay healthy

3.14285714286
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top