অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તાંબાના વાસણમાં પાણી પીવાના મેજિકલ ફાયદા

તાંબાના વાસણમાં પાણી પીવાના મેજિકલ ફાયદા

”tambu”

આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરાપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે. તાંબાના વાસણમાં સંગ્રહિત પાણીને તામ્ર જળના નામથી પણ ઓળખવામાં આવે છે. તાંબાના લોટા, જગ કે ગ્લાસમાં ઓછામાં ઓછુ આઠ કલાક રાખેલું પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી હોય છે. જેથી આજો જાણી લો તેના અઢળક લાભ.

બેક્ટેરીયાને ખતમ કરે છે

કોપરની પ્રકૃતિને ઓલિગોડાયનેમિકના (બેક્ટેરીયા પર ધાતુઓના સ્ટરલાઈઝનો પ્રભાવ) તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં રાખેલા પાણીના નિયમિત સેવનથી શરીરમાં રહેલાં બેક્ટેરીયાનો સરળતાથી નાશ કરી શકાય છે. તેમાં રાખેલા પાણી પીવાથી ડાયેરીયા અને કમળા જેવા રોગોના કીટાણુઓ મરી જાય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે વાસણમાં સ્વચ્છ પાણી ભરેલું હોવું જોઈએ.

થાયરોઈડ ગ્રંથિની કાર્યપ્રણાલિને નિયંત્રિત કરે છે

નિષ્ણાતોના મત પ્રમાણે કોપરની ધાતુના સ્પર્શવાળું પાણી શરીરની થાઈરોઈડ ગ્રંથિને નોર્મલ કરી દે છે અને તેની કાર્યપ્રણાલીને પણ નિયંત્રિત કરે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી રોગ કાબુમાં આવે છે, બસ શરત એટલી કે પાણી અને સંગ્રહ કરેલું તાંબાનું વાસણ સ્વચ્છ હોવું જોઈએ.

સાંધાના વા, દુઃખાવા અને સોજાને દૂર કરે છે

સાંધાના દુઃખાવા અને વાની તકલીફમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી ઘણો જ ફાયદો થાય છે. તાંબાના વાસણમાં એવા ગુણો છે જે બોડીમાં યુરીક એસિડને ઓછુ કરે છે અને સાંધાની સમસ્યાને દુર કરે છે.

ત્વચાને સ્વસ્થ બનાવે છે

તાંબાના વાસણમાં રાખેલું પાણી ત્વચાને ચમકદાર બનાવે છે. ત્વચાને શાઈની બનાવવા માટે સવારમાં ઉઠીને તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીઓ અને સ્વસ્થ રહો. આ સિવાય તમે આ પાણીથી આંખો પર છાલક પણ મારી શકો અને તેનાથી મોઢુ પણ ધોવું જોઈએ. ત્વચાની સમસ્યાઓ મટી જશે.

પાચનક્રિયાને ઠીક કરે છે

એસીડીટી અથવા ગેસ કે પેટની કોઈ અન્ય સાધારણ સમસ્યા થવા પર તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી રાહત મળે છે . આયુર્વેદ અનુસાર જો તમે તમારા શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢવા માંગતા હોય તો તાંબાના વાસણમાં ઓછામાં ઓછુ 8 કલાક રાખેલું પાણીને પીઓ. તેનાથી સમસ્યાઓ દુર થશે.

વધતી ઉંમરને રોકે છે

વધતી ઉંમર કોઈને ગમતી નથી, કારણ કે તેની સાથે અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે. સ્ત્રી હોય કે પુરૂષો બન્ને ઈચ્છે કે વધતી ઉંમરની નિશાનીઓ છુપાયેલી રહે. ત્યારે તમે પણ જો એવું ઈચ્છતા હોય તો તાંબામાં રાખેલા પાણીને નિયમિત પીઓ. આ પાણી પીવાથી કરચલીઓ, ત્વચાનું ઢીલાપણુ વગેરે દુર થાય છે. આ પ્રકારના પાણીથી મૃત ત્વચા પણ દુર કરે છે અને નવી ત્વચા આવે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

જો કોઈપણ વ્યક્તિ વજન ઘટાડવા ઈચ્છતી હોય તો તેણે તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવું જોઈએ. આ પાણી પીવાથી શરીરનો એકસ્ટ્રા ફેટ ઓછો થાય છે અને શરીરમાં કોઈ કમી કે કમજોરી આવતી નથી. શરીરમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીથી આરામ પણ મળે છે.

લોહીની ઉણપને દુર કરે છે

કોપર શરીરની મોટાભાગની પ્રક્રિયાઓમાં બેહદ જરૂરી છે. તે શરીર માટે આવશ્યક પોષક તત્વોને અવશોષિત કરવાનું કામ કરે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી લોહીની ઉણપ તેમજ વિકાર દુર થાય છે.

કેન્સર સામે લડવામાં સહાયક

કેન્સર થવા પર હંમેશા તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. કારણ કે તાંબાના વાસણમાં રાખેલુ પાણી વાત, પિત્ત અ કફની સમસ્યાને દુર કરે છે. આ પ્રકારના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે આ રોગ સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. અમેરીકન કેન્સર સોસાયટી અનુસાર, કોપર અનેક પ્રકારે કેન્સરના દર્દીઓની મદદ કરે છે. આ એક લાભકારી ધાતુ છે જેમાં રાખેલુ પાણી સૌથી વધુ લાભ પ્રદાન કરે છે. જે એન્ટી કેન્સર ઈફેક્ટનું કામ કરે છે.

લોહીની ઉણપને દૂર કરે છે

કોપર વિશે આ તથ્ય સૌથી વધારે આશ્ચર્ય પ્રદાન કરે છે. તાંબુ શરીરની મોટાભાગની પ્રક્રિયાઓમાં બહુ જ જરૂરી અને ફાયદાકારક હોય છે. આ શરીરમાં આવશ્યક પોષક તત્વોને શોષવાનું કામ કરે છે. તાંબાના વાસણમાં રાખેલા પાણીને પાવાથી લોહીની ઉણપ અને લોહીના વિકારની સમસ્યાઓ દૂર થાય છે.

હૃદયને સ્વસ્થ બનાવે છે અને હાઈપરટેન્શનને દૂર કરે છે

જો કોઈ વ્યક્તિ હૃદય રોગથી પીડિત છે અથવા તો તેને હાર્ટની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેણે તાંબાના જગમાં રાતે પાણી રાખવું અને સવારે ઉઠીને તે પાણી પી લેવું. આવું નિયમિત કરવું જરૂરી છે. આવું પાણી રોજ સવારે પીવાથી હૃદય મજબૂત અને સ્વસ્થ બને છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ ખૂબ જ સારી રીતે થાય છે. આ સિવાય હાઈપરટેન્શનની સમસ્યા પણ તેનાથી દૂર રહે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate