હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / તમારા વજનને યોગ્ય રીતે જાળવો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

તમારા વજનને યોગ્ય રીતે જાળવો

વજનની યોગ્ય જાળવણી વિશેની માહિતી

દર્દી ઘણીવાર ડોક્ટર પાસે જાય છે અને ફરિયાદ કરે છે કે તેનામાં જે સ્થૂળતા છે તેનું કારણ એ છે કે તેના પરિવારમાં જ સ્થૂળતા જોવા મળે છે. પરંતુ આ સમસ્યા ખરેખર આમ કહી દેવાથી દૂર થતી નથી. વાસ્તવમાં તો સ્થૂળતા પરિવારમાં કોઈને ન હોય તો પણ એ દર્દીને હોય એ શક્ય છે.
આપણને ઘણીવાર નવાઈ લાગતી હોય છે કે અન્ય ચીજો જેમ આપણને છોડી જાય છે તેમ ચરબી કેમ આપણને છોડી દેતી નથી. આનો જવાબ શોધવાને બદલે એ જોવાની જરૂર છે કે એ સંપૂર્ણપણે ગાયબ થાય એ માટે એવું શું કરવામાં આવે/ કારણ કે સ્થૂળતા એક એવો ડિસઓર્ડર છે કે જે અનેક રોગોને આમંત્રે છે
શબ્દોની રમત ઘણી હોઈ શકે પણ જો ગંભીરતાથી વિચારવામાં આવે તો તેમાં ઘણી સચ્ચાઈ પણ હોય છે. રિપોર્ટ્સ દર્શાવે છે કે ૪૪ ટકા ડાયાબિટિસના કેસો, ૨૩ ટકા ઈશેમિક હાર્ટ ડિસીઝના કેસો અને ૪૧ ટકા ચોક્કસ પ્રકારના કેન્સરના કેસો વધુ વજન કે સ્થૂળતાના કારણે થાય છે.
ઉપરોક્ત રોગોમાં, અનેક અન્ય રોગો પણ છે જે અનિયમિત રીતે વજન વધવાના કારણે સર્જાઈ શકે છે. આથી, આ વખતે એન્ટી-ઓબેસિટી ડે નિમિત્તે, આપણે એ શોધીએ કે સ્થૂળતાના કારણે કઈ બીમારીઓ થાય છે અને કઈ રીતે તેને દૂર કરી શકાય.

હાઈ બ્લડ પ્રેશર

હાઈ બીપી થવાનું સૌથી મોટું કારણ સ્થૂળતા છે અને જો આ પ્રેશર લાંબા સમય સુધી ઊંચું જ રહે તો તેના કારણે વિવિધ રીતે માનવ શરીરને નુકસાન થાય છે. તમે તમારૂં વજન ઘટાડીને તમારૂં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડી શકો છો અને તમે આ કામ પ્રોસેસ્ડ સ્ટાર્ચના સ્થાને હોલ વ્હીટની પસંદગી કરીને, ખોરાક ઓછો કરીને, ડાયેટ ડાયરી રાખીને અને ખાસ કસરત કરીને કરી શકો છો.

ટાઈપ ૨ ડાયાબિટીસ

ટાઈપ ૨ ડાયાબિટીસમાં, કોષો યોગ્ય રીતે ઈન્સ્યુલિનનો ઉપયોગ કરતા નથી અને તેથી મોટાભાગના લોકો કે જેઓ આ રોગ ધરાવે છે તેઓ વધુ વજન ધરાવતા હોય છે. આ ઉપરાંત, કેલરીથી ભરપૂર ખાદ્યસામગ્રીઓ જેમકે રોડ પર લારીઓમાં મળતા પકોડા, એગ ડિશીસ, એક્સ્ટ્રા સુગર અને ક્રિમ સાથે કોલ્ડ કોફી સર્વ કરતા લોકલ કાફે, એક્સ્ટ્રા ચીઝ સાથેના ભારતીય પિઝા વગેરે અગાઉના સમય કરતા હાલ ઓછી કિંમતે ઉપલબ્ધ હોય છે અને એટલે તેનો વપરાશ વધ્યો છે. સંશોધન દર્શાવે છે કે તમે વજન ઘટાડીને ટાઈપ ૨ ડાયાબિટીસ રોકી શકો છો કે તેનાથી દૂર રહી શકો છો અને તે ત્યારે શક્ય બની શકે છે જ્યારે તમે ઓછી કેલરી ધરાવતા ખોરાકના આયોજન પર ધ્યાન આપો અને સાથે વધુ સક્રિય પણ બનો. આમ, તમારી જીવનશૈલીને બદલીને આ મદદ મેળવી શકો છો અને તમે સમય નિશ્ચિત કરીને તથા તમારા રૂટિનમાં ફેરફારો માટે ડેડલાઈન તથા ખાવાની આદતો વગેરેને સુનિશ્ચિત કરીને આ કામ કરી શકો છો.

ગોલ બ્લેડરમાં સ્ટોન્સ

હાલના દિવસોમાં આ ઘણો જ સામાન્ય રોગ બની ગયો છે અને એ માટે સ્થૂળતા મોટું કારણ બને છે એમ સંશોધનમાં જણાવાયું છે. પ્રતિ સપ્તાહ એક કિલો જેટલું પણ વજન ઘટાડવામાં આવે તો પણ તમે ગોલસ્ટોન્સથી બચી શકો છો. આ ઉપરાંત, વજન ઘટવાથી અન્ય લાભો જેમકે સારો મૂડ, ઊર્જામાં વધારો અને હકારાત્મક સેલ્ફ ઈમેજ પણ મળે છે.

ઓસ્ટિયો આર્થરાઈટીસ

આ સમસ્યા એવા સમયે થાય છે જ્યારે સાંધાઓને રક્ષણ આપતા કોષો ફાટી જાય છે. આ સમસ્યા કેલ્શિયમની ખામી ધરાવતી મહિલાઓમાં અને ૩૦ વર્ષની વય પછીની ઓછી બોન ડેન્સિટી ધરાવતી મહિલાઓમાં સામાન્ય રીતે વધુ જોવા મળે છે પરંતુ તે સ્થૂળતાના કેસમાં પણ વિકસતી જોવા મળે છે. આથી, કસરતથી વજન ઉતારવા ઉપરાંત બ્રોકોલી, ફણગાવેલા કઠોળ અને કોબી નિયમિત રીતે ખાવાનું શરૂ કરીને ઓસ્ટિયોઆર્થરાઈટીસથી બચી શકો છો કેમકે આ ખાદ્યચીજો આર્થરાઈટીસની પીડાને હળવી કરવા માટેના ઉત્તમ ખાદ્ય વિકલ્પો છે.

પીઠનો દુ:ખાવો

વધુ વજન હોવાના કારણે લોઅર બેક પેઈન થઈ શકે છે. વજન તમારા સાંધાઓ અને સ્નાયુઓ પર વધુ બોજ આપે છે અને તેના કારણે અસહ્ય પીડા શરૂ થઈ શકે છે. આથી, પીઠના દુ:ખાવાને દૂર કરવાનો સૌથી ઉત્તમ ઉપાય આપતા ડોક્ટરો વજન ઘટાડવાની સલાહ આપે છે. જો કે તેઓનો એવો દાવો પણ છે કે આ સમસ્યા શારીરિક રીતે ઓછા સક્રિય એવા લોકોમાં વધુ સર્જાય છે અને પીડામાં વધારો થાય છે.

અલ્સર (ચાંદા)

આ ભાગ્યે જ ચર્ચાતો રોગ છે પણ તમને નવાઈ લાગશે કે સ્થૂળતા અલ્સર થવાના કારણોમાંનું સૌથી મોટું કારણ છે. વધુ પડતું વજન ધરાવે છે એવા પુરૂષોને મહિલાઓની તુલનામાં ગેસ્ટ્રીક અલ્સર્સ થવાનું સૌથી વધુ જોખમ રહેલું છે. આથી હવે તમે એ જાણો છો કે જો તમે સ્થૂળ છો તો કયા રોગો તમારા પર હુમલો કરી શકે છે. વાસ્તવમાં, ઉપર દર્શાવેલા રોગો એવા અનેક રોગોમાંના થોડા રોગો જ છે. બાળકો પણ શા માટે સ્થૂળ હોય છે? તેઓ સલાડના પ્રમાણમાં બર્ગર્સ જેવી ચીજો વધુ ખાય છે તે સ્થૂળતાના અનેક કારણોમાંનું મોટું કારણ છે અને તેને વહેલાસર અંકુશમાં લેવામાં ન આવે તો આ બાળકો જ્યારે મોટા થાય ત્યારે તેઓ પણ ઉપરોક્ત પ્રકારના રોગોનો શિકાર બની શકે છે. આમ, સ્થૂળતાનો હમણાં જ ઈલાજ કરો અને તેના કારણે મળનારા ભાવિ પરિણામોને ટાળો.

ડિસ્ક્લેમર: ટાઈમ્સ વેલનેસમાંની માહિતી સામાન્ય પ્રકારની હોય છે. તેનો હેતુ પ્રોફેશનલ હેલ્થ સલાહ આપવાના વિકલ્પ તરીકેનો નથી અને કોઈ વ્યક્તિ આપેલી માહિતીમાં સામેલ કોઈ સ્ટેટમેન્ટ પર આધારિત રહીને કાર્ય કરે એવો નથી તથા વ્યક્તિએ કોઈ મેડિકલ સહયોગ કે મદદની જરૂર પડે ત્યારે ચોક્કસ સલાહ હંમેશા પ્રોફેશનલ મેડિકલ પ્રેક્ટિશનર્સ પાસેથી લેવી જોઈએ.

વધુ માહિતી માટે સંપર્ક કરો

દેબજાની ઘોષ  Amit.Shanbaug@timesgroup.com

3.08695652174
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top