હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / તંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

તંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો

તંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો

 ayurved


This audio Explains About health tips

૧. તંદુરસ્ત માણસે સૂર્યોદય પહેલા ૯૬ મીનીટે ઉઠવું.

(એટલે લગભગ સવારે ૪:૩૦ થી ૫:૦૦ ની વચ્ચે)

૨ ખુલ્લી હવામાં ૩૦ મિનિટ ચાલવા જવું.

૩. પેટ સાફ કાર્ય પછી કરંજ, ખેર, લીમડો, વડ, સાદડ, બાવળ, બોરસલી વગેરે ઝાડનું દાતણ કરવું.

૪. તંદુરસ્ત માણસે પરસેવો થાય ત્યાં સુધી કસરત કરવી જોઈએ.

૫. સ્નાન કર્યા બાદ નિયમિત એક માળા કરવી. આસન, ધ્યાન, પ્રાણાયામ કરવા. પૂજા કરવી.

૬. સવારે મોળું દૂધ- ચ્યવનપ્રાસ  લેવા. જરૂર હોય તો જ નાસ્તો કરવો.

૭. બપોરે ૧૨ થી ૨ માં અવશ્ય જમી લેવું. શાંતચિત્તે  ચાવી ચાવીને જમવું. જમ્યાબાદ ૧૦ મિનિટ ડાબે પડખે સુઈ જવું.

૮. સાંજે ૫:૦૦ વાગ્યે ફળ (રોજ જુદા જુદા સફરજન, ચીકુ, દાડમ વગેરે) ખાવા. ફળ કદી રેફ્રીજરેટરમાં   મુકવા નહિ, અને મુકવા જ પડે તેમ હોય તો ઉપયોગમાં લેતા પહેલા ઓછામાં ઓછા બે કલાક પહેલા કાઢી લેવા.)

૯. રાત્રે મોડામાં મોડા ૮:૦૦ વાગે જમી લેવું (૬:૩૦ થી ૮:૦૦) જમ્યા બાદ ૧૦ મિનિટ ચાલવા જવું.

૧૦. ભોજનની શરૂઆતમાં જ મીઠી લેવી (જો ખાવી હોય તો) ભોજનને અંતે કદી (પચવામાં ભારે   હોવાથી) મીઠી ના ખવાય.

૧૧. ભોજન અડધું જમ્યા બાદ ૪-૫ ઘૂંટડા પાણી પીવું ત્યાર બાદ બાકીનું અડધું ભોજન લેવું. બે ભાગ   ભોજન, ૧ ભાગ પાણી અને ૧ ભાગ જેટલું પેટ ખાલી રાખવું.

૧૨. ભોજન બાદ કદી પાણી ન પીવું.ભોજન બાદ પાતળી મોળી છાશ પીવી.

૧૩.> બળબળતા ઉનાળામાં પણ એકલા રેફ્રીજરેટરનું  પાણી ક્યારેય ન પીવું.

૧૪. રાત્રે ૧૦:૦૦ વાગે સુઈ જવું. ઉજાગરા કરવા નહિ.

૧૫. બહુ ગરમ પાણી માથે ન રેડવું તેનાથી વાળ અને આંખને નુકશાન થાય છે.

૧૬. વ્યાસન ન કરવું.

૧૭. કીડી, મચ્છર, માખી, પશુ, પક્ષીમનુષ્ય વગેરેને હંમેશા પોતાના સમાન ગણવા – ક્યારેય મારવા નહિ.

૧૮ . બજારુ ખોરાક શક્ય હોય ત્યાં સુધી ન ખાવો.

૧૯. ઠંડા પીણા – પેપ્સી, કોલા, કોક વગેરે ક્યારેય ન પીવા.

૨૦. “કોઈ ચિંતા નહિ” સૂત્ર જીવનમાં અપનાવવું.

3.01851851852
સુરેશ ચૌધરી.... Jul 04, 2018 01:36 PM

સરસ.... છે.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top