অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુણવત્તાયુકત બિયારણ ઓળખ પર જાગૃતિ

ગુણવત્તાયુકત બિયારણ ઓળખ પર જાગૃતિ

 1. બીજ પ્રમાણન:
  1. બીજ પ્રમાણનનો હેતુ :
  2. બિયારણના વર્ગ :
  3. પ્રમાણિત બિયારણ
  4. બ્રીડર, ફાઉન્ડેશન અને સર્ટિફાઇડ, બિયારણની ટેગ.
  5. પ્રમાણન માટેના ઇન્કાર બાબત.
  6. માન્યતાઃ
  7. બિયારણ અધિનિયમ, ૧૯૭૭
  8. બિયારણ નિયંત્રણ હુકમ, ૧૯૮૩
  9. બીજ નિયંત્રક:
  10. વેપારીઓને પરવાનો કાઢી આપવા બાબતઃ
 2. ગુણવત્તા નિયંત્રણઃ
  1. બિયારણ ગુણવત્તાના ગુણધર્મો
  2. ભૌતિક શુદ્ધતા પૃથક્કરણઃ
  3. અન્ય બિયારણઃ
  4. બીજની તંદુરસ્તી:
  5. બીજની આદ્રતા:
  6. બીજની અવનતિનો વિચાર:
  7. બિયારણની આવરદાને અસર કરતા પરિબળોઃ
  8. સાપેક્ષ આદ્રતા અને તાપમાન :
  9. બિયારણમાં રહેલો ભેજ
  10. બિયારણમાં ભેજ અને તાપમાન વચ્ચેનો સંબંધઃ
  11. આનુવંશિક પરિબળોઃ
  12. યાંત્રિક નુકસાનઃ
  13. બિયારણની પરિપકવતાઃ
  14. બિયારણની અવનતિના લક્ષણો:
  15. બીજ લક્ષણ
  16. બંધારણને લગતા મોટા ફેરફારોઃ
  17. પુકિણવ સક્રિયતાનો નાશઃ
  18. કાર્યક્ષમતા લક્ષણ:
  19. કાર્યલક્ષી રચનાની અવનતિ.
 3. બિયારણનો સંગ્રહ
 4. બિયારણ સંગ્રહના હેરિંગ્ટન નિયમો
 5. કાર્યક્ષમતા લક્ષણ:
 6. કાર્યલક્ષી રચનાની અવનતિ.
 7. બિયારણનો સંગ્રહ
 8. સંગ્રહ દરમિયાન જંતુઓ/કીટકોનું વ્યવસ્થાપન
 9. બિયારણ સંગ્રહ માટેના નિવારક ઉપાયો:
 10. અંકુરણ પરીક્ષણ કઇ રીતે કરશો ?

દેશમાં કૃષિ વિકાસ કાર્યક્રમોના આરંભથી જ ભારતીય ખેડૂતોને ગુણવત્તાયુકત બીજનું મહત્વ સમજાયું. રોયલ કમિશન ઓન એગ્રીકલ્ચરના રિપોર્ટથી સંશોધન અને નવી નવી જાતોના મૂલ્યાંકનમાં સુધારો મળ્યો પરંતુ બીજની બહુલતા ગુણવત્તાયુકત બીજ માગ સાથે તાલ ન મેળવી શકી. જો ખેડૂતોને શુદ્ધ ઉત્પતિ ધરાવતા બિયારણ ન મળે અને આવા બિયારણ ઉચ્ચ અંકુરણક્ષમતા, ભૌતિક શુદ્ધતા, જોમ, આરોગ્ય જેવી ઇચ્છનીય ગુણવત્તા તેનામાં ન હોય તો વનસ્પતિ સંવર્ધનમાં થતા મૂડીરોકાણ પર ખેડૂતોને તેનું બહું જ ઓછું મૂલ્ય મળે. ખાતરીયુકત ગુણવત્તા ધરાવતા બિયારણ ખાતરો અને અન્ય નિવેશ પ્રત્યે યોગ્ય પ્રતિભાવ આપે છે. પૂરેપૂરી નીપજ ક્ષમતા લાવવા માટે બિયારણ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉત્પતિ શુદ્ધતા અને અન્ય ગુણવત્તાઓ જાળવવા પ્રત્યે ધ્યાન આપવું જોઇએ.

ભારતીય કૃષિમાં છેલ્લા પ૦ વર્ષમાં પ૦ મિલિયન ટનનું ખાદ્યાન્ન ઉત્પાદન વધારીને ર૦૦ મિલિયન ટનથી પણ વધારવામાં વિરાટ પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં, દેશે અન્નની તંગીયુકત અને સતત આયાતની પરિસ્થિતિમાંથી બહાર નીકળીને નિકાસ કરવા સુધીની પ્રગતિ કરી છે. બિયારણ કૃષિ ઉત્પાદન ક્ષમતા નકકી કરવામાં સૌથી મહત્વનું તત્વ છે. જેની ઉપર અન્ય કૃષિ નિવેશોની કાર્યસાધકતા મોટે ભાગે આધાર રાખે છે. વિવિધ પ્રકારની કૃષિ આબોહવા અને સઘન પાક પ્રણાલીની માગને પહોંચી વળવા માટે યોગ્ય પ્રકારના ગુણધર્મો ધરાવતા બિયારણની જરૂર પડે છે. કૃષિ ઉત્પાદન અને કૃષિ ઉત્પાદકતામાં નિરંતર વૃદ્ધિ પાકની નવી અને સુધારેલી જાતો અને ખેડૂતોને ગુણવત્તાયુકત બિયારણનો પુરવઠો સમયસર પૂરો પાડવાની કાર્યક્ષમ પધ્ધતિ પર મોટા પ્રમાણમાં આધાર રાખે છે. બિયારણ ક્ષેત્રમાં છેલ્લા ત્રણ દાયકા દરમિયાન પ્રભાવશાળી પ્રગતિ થઇ છે. સન ૧૯૭૨-૭૩માં પ્રમાણિત બિયારણ હેઠળનો પ૦૦ હેકટરથી પણ ઓછો વિસ્તાર સન ૨૦૦૩-૨૦૦૪માં પ લાખ હેકટરથી પણ વધ્યો છે. ગુણવત્તાયુકત બિયારણનો જથ્થો ૧ર૦ લાખ કિવન્ટલ પાર કરી ગયો છે.

ગુણવત્તાયુકત બિયારણ સાંપ્રત સમયની તાતી જરૂરિયાત છે. કૃષિલક્ષી પાકમાં ગુણવત્તાયુકત બિયારણના ઉત્પાદનની ખાસ જરૂર છે. ગુણવત્તાયુકત બિયારણના ઉત્પાદનમા; બે ભાગ પડે છે:

બીજ પ્રમાણન:

બીજ પ્રમાણન બિયારણની સંખ્યાવૃદ્ધિ અને ઉત્પાદનના ગુણવત્તા નિયંત્રણ માટે કાનૂની રીતે માન્ય કરેલી વ્યવસ્થા છે જે નીચેના નિયંત્રણ ઉપાયોથી બનેલી છે:

 • બિયારણની ઉત્પતિ શુદ્ધતાની અસલિયત નકકી કરવાના હેતુ માટે પ્રજનિત કરવાની સામગ્રીના ઉદ્દભવ પર વહીવટી નિયંત્રણ
 • ક્ષેત્રીય નિરીક્ષણ – વિવિધ પ્રકારની શુદ્ધતાની ખરાઇ અંગે વિગતો મેળવવા માટે ઉગતા પાકનું મુલ્યાંકન, પ્રતિ પરાગનયન, બિયારણના પાકને અલગ રાખવો, યાંત્રિક મિશ્રણ અને રોગના પ્રસારને અટકાવવા માટે અને રોગો, અવરોધરૂપ ઘાસપાલા અને સંમિશ્રણના સંબંધમાં પાક પરિસ્થિતિઓ અટકાવવા માટે બિયારણના પાકને અલગ રાખવો.
 • બિયારણના ચોકકસ સમૂહ (lots)ની ઓળખ અને ગુણવત્તાનું જતન કરવાના હેતુથી લણણી, સંગ્રહ, હેરફેરને પ્રક્રિયાના કૃષિલક્ષી અને વાણિજયિક સંચાલનની દેખરેખ.
 • નમૂના નિરીક્ષણ – પ્રજનનની ટકાવારી, આદ્રતા પ્રમાણ, ઘાસપાલા – બિયારણનું પ્રમાણ, મિશ્રણ અને શુદ્ધતા નકકી કરવાના ધ્યેયથી પ્રમાણન એજન્સીએ લીધેલા પ્રતિનિધિરૂપ નમૂનાની પ્રયોગશાળા ચકાસણી દ્વારા વાવેતર ગુણવત્તાનું મૂલ્યાંકન.
 • જથ્થાબંધ બિયારણનું નિરીક્ષણ – નિરીક્ષણમાં લીધેલા નમૂનાની તુલનામાં જથ્થાબંધ બિયારણની સમરૂપતા ચકાસવાના હેતુથી એક ચોકકસ સમૂહ (lots)નું મૂલ્યાંકન.
 • નિયંત્રિત ભાગ ચકાસણી: સ્ત્રોત બિયારણ અને ઉગાડેલા આખરી બિયારણ – એમ બંન્નેમાંથી લીધેલા નમૂનાને ખેતરમાં પ્રસ્તુત જાતિના પ્રમાણભૂત નમૂનાની સાથોસાથ વાવી શકાય છે. તે બંન્ને વચ્ચે સરખામણી કરીને ઉગાડેલા બિયારણની અલગ અલગ શુદ્ધતા અને આરોગ્ય નિરીક્ષણને આધારે મળેલા પરિણામો જેટલા છે કે કેમ તે નકકી કરી શકાય છે.

બીજ પ્રમાણનનો હેતુ :

બીજ પ્રમાણનનો હેતુ પ્રમાણન દ્વારા બિયારણની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખીને એવી રીતે ઉગાડેલા વિવિધ પ્રકારના અને જાતિના જાહેર કરેલા બિયારણની પ્રજનન ઓળખ તેમ જ શુદ્ધતા સુનિશ્ચિત કરવાને લગતી પ્રસાર સામગ્રી વિતરિત કરીને લોકોને તે ઉપલભ્ય બનાવવાનો છે. નકકી કરેલા ધોરણો હાંસલ કરવા માટે પણ બીજ પ્રમાણન ઘડવામાં આવે છે.

બિયારણના વર્ગ :

 • સંવર્ધક બીજ (B/s) : સંવર્ધક બિયારણ નિપુણ વનસ્પતિ સંવર્ધક દ્વારા જેની અંગત દેખરેખ હેઠળ સંવર્ધક કાર્યક્રમ અથવા સંસ્થાના અસલ અથવા પુરસ્કર્તા વનસ્પતિ સંવર્ધકો દ્વારા સીધું નિયંત્રણ થતું હોય તેવા બિયારણ અને પાયાના/મૂળ બીજની પ્રારંભિક અને આવર્તક વૃદ્ધિ માટેના સ્ત્રોત પૂરો પાડતી હોય અથવા વાનસ્પતિક પ્રસાર સામગ્રી છે. સંવર્ધક બિયારણ પ્રજનિત દ્રષ્ટિએ એટલા શુદ્ધ હોવા જોઇશે કે તેની ત્યાર પછીની પેઢી એટલે કે પ્રમાણિત મૂળ બીજના વર્ગ જનીત શુદ્ધતાના ઠરાવેલા ધોરણો પરિપૂર્ણ કરે. સંવર્ધક બિયારણના અન્ય ગુણવત્તા પરિબળો એટલે કે તેની ભૌતિક શુદ્ધતા, નિષ્ઠીય દ્રવ્યો, અંકુરણ વિ. તેના લેબલ પર વાસ્તવિક ધોરણે દર્શાવવા જોઇશે જે રંગમાં ‘‘સોનેરી પીળા” અને મર્યાદિત પ્રમાણમાં મળતા હોવા જોઇશે.
 • મૂળ બીજ (FIS) : મૂળ બીજ સંવર્ધક બીજની પ્રજાતિ હોવી જોઇશે અથવા સંવર્ધક બીજમાં સ્પષ્ટ રીતે પરિવર્તિત શકાય તે રીતે મૂળ બીજમાંથી પેદા કરેલા હોવા જોઇશે. બિયારણના ઉત્પાદન પરની દેખરેખ અને તેની મંજૂરી પ્રમાણન એજન્સી દ્વારા કરવામાં આવશે અને તેની નિશ્ચિત જનન ઓળખ અને શુદ્ધતા જાળવી શકાય અને તેની નિશ્ચિત જનન ઓળખ જાળી શકાય તે રીતે તેનું સંચાલન કરવું જોઇશે, અને પ્રમાણિત થતા પાક માટે નિર્દિષ્ટ કરેલા પ્રમાણન ધોરણો અનુસાર તે હોવા જોઇશે. તે મર્યાદિત માત્રામાં મળતા હોય છે અને તેનું વાવેતર ફાઉન્ડેશન સીડ સ્ટેજ-ર અથવા પ્રમાણિત બિયારણના ઉત્પાદન માટે કરવામાં આવતું હોય છે. આવા ફાઉન્ડેશન સીડ પરની પ્રમાણિત ટેગ સફેદ રંગમાં હોવી જોઇશે.
 • પ્રમાણિત બિયારણ પ્રમાણિત બીજ મૂળ બીજ (foundation seed)ની જાતિ હોવી જોઇશે અને તેનું ઉત્પાદન પ્રમાણિત કરવામાં આવતા પાક માટે ઠરાવેલા ધોરણો અનુસાર તેની નિર્દિષ્ટ જનીન (genetic) ઓળખ અને શુદ્ધતા જળવાય તે રીતે કરવાનું રહેશે. પ્રમાણિત બીજ અનાજ ઉત્પાદન માટે ખેડૂતોને વિપુલ પ્રમાણમાં વેચાણથી ઉપલબ્ધ થાય છે. પ્રમાણિત બીજ ”ચમકતા વાદળી” રંગની ટેગ ધરાવતું હોવું જોઇશે.

પ્રમાણિત બિયારણ

પ્રમાણિત બિયારણની જ જાતિ હોઇ શકે પરંતુ આવું ફેર ઉત્પાદન પોતાના મૂળ બિયારણ (foundation seed stage-1) પછીની ત્રણથી વધુ પેઢીમાં થયેલું ન હોવું જોઇએ. અને બીજ પ્રમાણન એજન્સી દ્વારા એવું નકકી કરવામાં આવે છે કે બિયારણની જનીન ઓળખ અને શુદ્ધતામાં મહત્વનો ફેરફાર નહીં થાય અને બીજ ઉત્પાદક દ્વારા તમામ વાજબી પ્રયાસો કર્યા પછી પણ મૂળ બિયારણની તંગી હોવાની ખાતરી બીજ પ્રમાણન એજન્સીને થયેલી હોવી જોઇએ. આ રીતે ઉત્પાદન કરેલા પ્રમાણિત બિયારણ પ્રમાણન હેઠળ વધુ બિયારણ વૃદ્ધિ માટે લાયક ગણાશે નહિં. પ્રમાણન હેઠળની વધુ બીજ વૃદ્ધિ માટે યોગ્ય ન ગણાતા હોવા તેવા ઉત્પાદન માટેની પ્રમાણન not eligible for further seed increase under certification હેઠળ વધુ બીજ વૃદ્ધિ લાયક ગણાશે નહિ એવું લખાણ ઉપસાવેલું હોવું જોઇશે.

બ્રીડર, ફાઉન્ડેશન અને સર્ટિફાઇડ, બિયારણની ટેગ.

બિયારણના પૃથકકરણનો અહેવાલ અને વાવેતર કરેલુ હોય ત્યાં તેની વૃદ્ધિક્ષમતા પરીક્ષણ (grow out test) ના પરિણામો મળ્યો અને બિયારણનો વર્ગ (lot) ઠરાવેલા ધોરણોને પરિપૂર્ણ કરતો હોય તો પ્રમાણન એજન્સીએ તરત જ તેનું પેકિંગ, ટેગીંગ અને સીલિંગ તેમ જ પ્રમાણપત્ર કાઢી આપવાની કાર્યવાહી હાથ ધરવી જોઇશે. બિયારણ પ્રમાણન માટેના અધિકૃત અધિકારીએ પ્રમાણનની દરેક ટેગ ઉપર પોતાની સહીનો શેરો કરવો જોઇશે અને પોતાનું નામ અને હોદ્દો જણાવતો રબ્બર સ્ટેમ્પ પ્રમાણન ટેગ પર જરૂરી પેકિંગ સાઇઝમાં પેક કરેલા ઉત્પન્નની વિગતો પર યોગ્ય રીતે લગાવવો જોઇશે. ત્યારબાદ પાત્ર/કન્ટેનરને સીલ કરીને સમગ્ર વર્ગ માટે નમૂના નં.રમાં બજાર માટેનો વેચાણ હુકમ કાઢી આપવો જોઇશે. પ્રમાણન એજન્સી યોગ્ય સલામતી પગલા લઇને પોતાની વિવેકબુદ્ધિ મુજબ આગોતરા ટેગીંગની મંજૂરી આવી શકશે.

પ્રમાણન માટેના ઇન્કાર બાબત.

પ્રમાણન એજન્સી કોઇ ખેતર અથવા બિયારણ અથવા તે બંન્ને માટે કોઇ ચોકકસ પાક માટે ઠરાવેલા લઘુતમ ધોરણો પરિપૂર્ણ ન કરતા હોય તેવા કોઇ બિયારણ ઉત્પાદનના ખેતર અથવા કોઇ બિયારણના પ્રમાણનનો ઇન્કાર કરી શકશે. આવો ઇન્કાર થયાના ૩૦ (ત્રીસ) દિવસની અંદર અપીલ સત્તામંડળને અપીલ કરી શકાશે. બિયારણ અધિનિયમ, ૧૯૬૬ની કલમ ર(૧) હેઠળ બીજ પ્રમાણન એજન્સીના નિર્ણયો સામેની તમામ અપીલો બીજ અધિનિયમ, ૧૯૬૬ની કલમો ૯થી ૧૦ હેઠળ અપીલ સત્તામંડળના સંયોજકને કરવાની રહેશે.

માન્યતાઃ

માન્યતાનો વર્ગ (lot)ના પ્રારંભિક પ્રમાણન અથવા વર્ગ (lot)ની અગાઉની માન્યતા કાયદેસર હોય તેટલે સુધીની મુદત પૂરી થયે પ્રમાણિત બિયારણનો લોટ ધોરણોને અનુરૂપ છે કે કેમ તે ચકાસવા માટે ઘડેલી પ્રક્રિયા છે. માન્યતા મુદત પ્રારંભિક પ્રમાણનના સમયે પરીક્ષણની તારીખથી નવ મહિનાની હોવી જોઇશે. ભૌતિક શુદ્ધતા, અંકુરણક્ષમતા અને જીવજંતુથી થતા નુકસાનના સંબંધમાં બિયારણ ઠરાવેલા ધોરણોને અનુરૂપ છે તેવું ફેરપરીક્ષણ કરીને ૬(છ) મહિનાની મુદત માટે માન્યતા મુદત લંબાવી શકાશે. બિયારણનો વર્ગ ઠરાવેલા ધોરણોને અનુરૂપ હોય તેટલા સમય સુધી માન્યતા મુદત લંબાવવાને પાત્ર ગણાશે. પ્રમાણિત બિયારણની માન્યતા મુદત ફરીથી પ્રમાણિત કરાવવા માગતા બિયારણ ઉત્પાદકે જરૂરી વિગતો, દસ્તાવેજો અને માગ્યા મુજબની ફી સહીત સંબંધિત વરિષ્ઠ બીજ પ્રમાણન અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.

બિયારણ અધિનિયમ, ૧૯૭૭

બિયારણ અધિનિયમ અને નિયમોનું અમલીકરણ રાજય સરકારોમાં નિહિત થયેલું હોય છે. બિયારણના ઉત્પાદન, ખરીદ વેચાણ અને વિતરણના નિયમનમાં જે મુશ્કેલીઓ ઉદ્દભવે છે તેના માટે બિયારણ અધિનિયમમાં કોઇ જ જોગવાઇ નથી. નાગરિક પુરવઠા મંત્રાલયે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ બિયારણને એક આવશ્યક ચીજવસ્તુ તરીકે જાહેર કરેલી છે. બિયરણના અને ખરીદવેચાણ સંબંધી મુશ્કેલીઓ હલ કરવા માટે કૃષિ મંત્રાલયે બિયારણ (નિયંત્રણ) હુકમ, ૧૯૮૩ બહાર પાડવામાં આવેલો.

બિયારણ અધિનિયમની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.

બિયારણ અધિનિયમનો ઉદ્દેશ અને વ્યાપ જાહેર કરેલા અમુક સલામત બિયારણોની ગુણવત્તા અને તેના ખરીદવેચાણ અને તેની સાથે સંકળાયેલી બાબતોની જોગવાઇ કરવાનો છે. અધિનિયમ અને નિયમોના વ્યાપની અંદર સૈધ્ધાંતિક રીતે બિયારણો ”જાહેર થયેલા” છે. એટલે કે તેની ગુણવત્તાનું નિયમન કરવાનો નિર્ણય થયેલો છે. જાહેરનામાથી બિયારણને લગતા કાયદાની અમલબજવણી સરળ બની છે. તેથી, બિયારણ બજારમાં મૂકવાની પ્રક્રિયામાં કાનૂની રક્ષણ ન હોય તેમ છતાં બિયારણની વિવિધ પ્રકારની જાતિની જાહેરાત એવી વિવિધ જાતિ બજારમાં મૂકવા સાથે સંકળાયેલી હોય છે.

2        બિયારણ અધિનિયમનો હેતુ વેચાણ માટેના બિયારણની જાતિ/વિવિધતાઓની ગુણવત્તાનું નિયમન કરવાનો હોય છે. બિયારણ અધિનિયમનો ઉદ્દેશ બિયારણ સાથે સંકળાયેલી વ્યકિતઓ કાર્યક્ષમ રીતે સંચાલન કરી શકે તેવું વાતાવરણ ઊભુ કરવાનો અને કૃષિકારોને યોગ્ય ગુણવત્તાયુકત બિયારણ પૂરુ પાડવાનો છે.

3        અધિનિયમમાં વિચારણા કર્યા મુજબનું ગુણવત્તા નિયંત્રણ વેચાણની પહેલાના અને ત્યારબાદના નિયંત્રણ, સ્વચ્છિક પ્રમાણન અને જાહેર કરેલી જાતિઓ/વિવિધતાઓના બિયારણના ફરજિયાત લેબલિંગથી સિદ્ધ કરવાનું છે.

4        રાજય કૃષિ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓએ પેદા કરેલી બિયારણની વિવિધ જાતો બિયારણ અધિનિયમની કલમ-૩ અને ૩(પ) હેઠળ રચાયેલી મધ્યસ્થ બીજ સમિતિ અને તેની પેટાસમિતિઓનો પરામર્શ કરીને બિયારણ અધિનિયમની કલમ પ હેઠળ અનુક્રમે જાહેર કરવામાં આવે છે અને મુકત/જાહેર કરવામાં આવે છે. હાલની સ્થિતિ મુજબ ર૬૦૦ થી પણ વધુ વિવિધ જાતો આ કલમ હેઠળ જાહેર કરેલી છે.

5        પાક માટેની વિવિધ જાતો/સંકર જાતોના અંકુરણની લઘુત્તમ મર્યાદા, ભૌતિક શુદ્ધતા અને જનીન શુદ્ધતા ઠરાવેલી છે અને બિયારણ અધિનિયમની કલમ ક(ક) હેઠળ જાહેર કરેલી જાતો/પ્રકારના બિયારણ માટેના લેબલ જાહેર કરવામાં આવ્યા છે. લેબલના કદ, રંગ અને તેમાનું લખાણ પણ બિયારણ અધિનિયમની કલમ કના પેટા-ખંડ(ખ) હેઠળ જાહેર કરવામાં આવ્યું છે. લેબલનો રંગ દૂધીયો લીલો છે અને લેબલનું કદ ૧૦ સેમી. x ૧૫ સેમી. અથવા તેના પ્રમાણમાં છે. લેબલ પરની નિશાનીઓ, નિશાનીઓ કરવાની રીત, લેબલ પર ખોટા/ગેરમાર્ગે દોરે તેવા નિવેદન વિ.ની વ્યાખ્યા બિયારણ નિયમોના ભાગ-પની કલમો ૭,૮,૯,૧૦,૧૧ અને ૧૨ હેઠળ કરેલી છે.

6        અધિનિયમની કલમ ૭થી બિયારણના જાહેર કરેલા પ્રકાર અથવા જાતોના વેચાણનું નિયમન કરવામાં આવે છે. તદ્દનુસાર કોઇપણ વ્યકિત અધિનિયમની કલમ ૩ ખંડ(ક) હેઠળ ઠરાવી હોય તેનાથી ઓછી ન હોય તેટલી મુદતમાં ઉગવાની અપેક્ષા હોય તેવી જે કોઇ તારીખ લેબલમાં દર્શાવેલી હોય તેના બાદની તારીખો પછી કોઇપણ જાહેર કરેલી જાતના/પ્રકારના, બિયારણનો પુરવઠો વેચાણ માટે, વેચાણમાં મૂકવા માટે, તેના વિનિમય માટે અથવા અન્યથા રાખી શકશે નહિં.

7        રાજય સરકાર, બિયારણ અધિનિયમના ભાગ-૯ની કલમ રરમાં ઠરાવેલી લાયકાતો ધરાવતી વ્યકિતઓમાંથી પોતે યોગ્ય ગણે તેવી વ્યકિતને જાહેરનામા દ્વારા અધિનિયમની કલમ ૧૩ હેઠળ બીજ નિરીક્ષક તરીકે નિયુકત કરી શકશે અને બિયારણના કાયદાની અમલબજવણી માટે જેની અંદર તે પોતાની હકૂમત વાપરશે તે વિસ્તાર નકકી કરી શકશે

8         બિયારણ અધિનિયમની કલમ ૧૩ હેઠળ નીમેલા બીજ નિરીક્ષકો બિયારણનું વેચાણ થતું હોય તેવા સ્ત્રોતમાંથી જાહેર કેરલી જાતિ/પ્રકારનો નમૂનો લેવા માટે અથવા ખરીદી/વેચાણ વિ. માટે આવા બિયારણની હેરફેર, સોંપણી અથવા સોંપણીની તૈયારી દરમિયાન તેનો નમૂનો લેવા માટે બિયારણ અધિનિયમની કલમ ૧૪ હેઠળ પૂરતી સત્તા ધરાવે છે.

9        ઉલ્લેખ કરેલા બિયારણમાં અધિનિયમ અથવા નિયમોનું ઉલ્લઘન થયેલું જણાય તેવા કિસ્સામાં બીજ નિરીક્ષક બિયારણનો જથ્થો જપ્ત કરી શકશે. આવા સંજોગોમાં મેજિસ્ટ્રેટને કેસની હકીકતો જણાવીને જથ્થાને કસ્ટડીમાં લેવા માટેનો હુકમ કઢાવી શકશે.

10   આવા કોઇ બિયારણમાં અધિનિયમ અને નિયમોનું ઉલ્લઘન થયું હોય તેવા કિસ્સામાં બીજ નિરીક્ષક તેનું વેચાણ બંધ કરવાનો હુકમ કાઢી શકશે અને તેના માટે નમૂના ૩ (ફોર્મ નંબર-૩)નો ઉપયોગ કરી શકશે.

11   આ અધિનિયમ અથવા તેની હેઠળના નિયમોની કોઇપણ જોગવાઇનું ઉલ્લઘન કરે અથવા બીજ નિરીક્ષકને નિહિત થયેલી સત્તા વાપરવામાં તેને અટકાવે, તો તેને, અધિનિયમની કલમ ૧૯ હેઠળ પ્રથમ ગુના બદલ રૂ.૫૦૦(પાંચસો)ના દંડની શિક્ષા થશે. આ કલમ હેઠળ અગાઉ દોષિત કરેલી વ્યકિત ફરીવાર ગુનો કરે તો તેને છ(૬) મહિના સુધીની કેદની અથવા રૂ.એક હજાર (રૂ.૧૦૦૦) સુધીના દંડની અથવા તે બંન્ને શિક્ષા થશે.

બિયારણ નિયંત્રણ હુકમ, ૧૯૮૩

બિયારણ અધિનિયમ, ૧૯૬૬મામં બિયારણના વેપારીઓએ લેવાના ફરજિયાત પરવાના બિયારણના ભાવનિયંત્રણ અને તેના વેચાણ કે ખરીદીને લગતી માહિતી પૂરી પાડવા સંબંધી જોગવાઇઓ કરેલી છે. આ ઉદ્દેશો સિદ્ધ કરવા માટે બિયારણને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ એક આવશ્યક ચીજવસ્તુ તરીકે જાહેર કરેલી છે અને બિયારણ (નિયંત્રણ)હુકમ સન ૧૯૮૩માં બહાર પાડવામાં આવ્યો છે. બિયારણને આવશ્યક ચીજવસ્તુ તરીકે જાહેર કરવાની બંધારણીય માન્યતાને પડકારતી રીટ પીટીશનો દાખલ કરવામાં આવેલી અને એવી જ રીતે જુદા જુદા રાજયોની હાઇકોટોંમાં બિયારણ (નિયંત્રણ) હુકમ બહાર પાડવા સામે પણ રીટી પીટીશનો ખાનગી પક્ષકારોએ દાખલ કરેલી. ત્યારબાદ, આ તમામ કેસો સન ૧૯૮૬માં ભારતની નામ, સર્વોચ્ચ અદાલતમાં તબદીલ કરવામાં આવેલા. નામ. સર્વોચ્ચ અદાલતે પોતાના તારીખ ૨૮મી ઓકટોબર, ૧૯૯૩ના હુકમમાં સદરહુ હુકમની કાયદેસરતાને સમર્થન આપ્યું. સંબંધિત તમામ પાસાને વિચારણામાં લઇને એવો નિર્ણય આપવામાં આવેલો કે સદરહુ હુકમનો સમગ્રપણે અમલ રાજય સરકારોએ તા.૧લી જુલાઇ, ૧૯૯૪થી કરવો.

બિયારણ (નિયંત્રણ) હુકમનો સારાંશ

બીજ નિયંત્રક:

સંયુકત સચિવ(બીજ), ભારત સરકાર, કૃષિ મંત્રાલય, કૃષિ અને સહકાર વિભાગને બીજ નિયંત્રક તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.

વેપારીઓને પરવાનો કાઢી આપવા બાબતઃ

1        બિયારણના વેચાણ, આયાત અને નિકાસનો ધંધો કરવા માગતી તમામ વ્યકિતઓએ  તેમને મળેલા પરવાનાની બોલીઓ અને શરતો અનુસાર ધંધો કરવાનો રહેશે. જેના માટે વેપારીએ પરવાના માટે રૂ. ૫૦ની ફી સાથે નમૂના 'ક' મુજબ બે નકલમાં અરજી કરવાની રહેશે.

2        પરવાનો આપતા સત્તાધિકારી, પોતે યોગ્ય ગણે તેવી તપાસને આધારે નમૂના ‘ખ’ મુજબ પરવાનો આપી શકશે અથવા હુકમની જોગવાઇઓ હેઠળ પરવાનો આપવાનો ઇન્કાર કરી શકશે.

ગુણવત્તા નિયંત્રણઃ

બિયારણની ગુણવત્તાઃ બિયારણ ગુણવત્તા એ સાપેક્ષ શબ્દ છે અને સ્વીકાર્ય ધોરણની સાથે તેની સરખામણી કરતી વખતે તેનો અર્થ "ઉત્કૃષ્ટતાનું પ્રમાણ” એવો થાય છે. શુદ્ધતા, અંકુરણ અને અન્ય ગુણધર્મોના જરૂરી ધોરણો પરીપૂર્ણ કરતા બિયારણનો ઉલ્લેખ ગુણવત્તાયુકત બિયારણ તરીકે કરવામાં આવે છે.

બિયારણ ગુણવત્તાના ગુણધર્મો

 • સુધારેલી જાત બિયારણની વિવિધતા ચાલુ બિયારણ કરતા ખરેખર શ્રેષ્ઠ હોવી જોઇએ. ઉત્પાદનક્ષમતા અને ઇચ્છનીય અન્ય લાક્ષણિકતાઓના સંબંધમાં આવું બિયારણ અદ્યતન અને સંબંધિત વિસ્તારને ઉત્તમ રીતે માફક આવે તેવું હોવું જોઇએ.
 • જનીન શુદ્ધતાઃ બિયારણ સંવર્ધકે જે તે જાતિમાં મૂકેલી તમામ જનીન શુદ્ધતા બિયારણમાં હોય તો તેને જનિત શુદ્ધ બિયારણ કહેવાય.
 • ભૌતિક શુદ્ધતાઃ બિયારણના જૂથ (lot)ની ભૌતિક શુદ્ધતા બિયારણ, નિષ્ક્રિય પદાર્થ, ઘાસપાલા બિયારણ, અન્ય વિશિષ્ટ પ્રકારના બિયારણો વિ.થી બને છે.

ભૌતિક શુદ્ધતા પૃથક્કરણઃ

1        શુદ્ધ બીજ શુદ્ધ બીજ એટલે બિયારણ મોકલનારે જણાવેલી જાતિનું (અસલથી અડધા કદના ભાંગેલા સહિતનું) અથવા શુદ્ધતા પરીક્ષણમાં શ્રેષ્ઠ જણાતું બિયારણ.

2         નડતરરૂપ નીંદાણના બિયારણઃ જેનું બિયારણ મુખ્ય પાકને નડતરરૂપ હોય અથવા હાનિકારક હોય અથવા મુખ્ય પાકને અવરોધરૂપ અસર કરે તેવા ઘાસપાલો/નીંદામણ

3        અન્ય પાકના બિયારણ મુખ્ય પાક સિવાયની - એવી વનસ્પતિઓના બિયારણ કે જે પાક તરીકે ઊગતી હોય.

અન્ય બિયારણઃ

અન્ય બિયારણમાં બીજ અને કોઇપણ વનસ્પતિની જાતિના શુદ્ધ બીજ સિવાયની બીજ જેવી જ લાગતી રચના.

 • બીજાંકુરણ અને શકિત બીજાંકુરણ એક એવું પ્રયોગશાળા પરીક્ષણ છે. જે પરીક્ષણ કરવામાં આવતા બિયારણની જાતિ માટે આવશ્યક સંરચનાના બીજ ભૂણનો એવો ઉદ્દગમ અને વિકાસ છે, જે, માટીમાં અનુકૂળ પરિસ્થિતિઓ હેઠળ સામાન્ય વનસ્પતિમાં તેનો વિકાસ થવાની ક્ષમતા દર્શાવે છે. બીજાંકુરણ માટેના પરીક્ષણનો આદરી ઉદ્દેશ ખેતરમાં બિયારણના વાવેતરને લગતી માહિતી મેળવીને એવા પરિણામો આપવાનો છે કે જેને જુદા જુદા બિયારણના વર્ગ(lot)નું મૂલ્ય સરખાવવા માટે વાપરી શકાય.
 • સાધારણ રોપ: સારી ગુણવત્તાની જમીનમાં અને પાણીપુરવઠા, તાપમાન અને પ્રકાશની અનુકૂળ પરિસ્થિતિઓ હેઠળ ઉગાડવામાં આવે ત્યારે સામાન્ય છોડા તરીકે સતત વિકસવા માટેની ક્ષમતા દર્શાવતો રોપ.

અસાધરણ રોપ: સારી ગુણવત્તાની જમીનમાં અને પાણીપુરવઠા, તાપમાન અને પ્રકાશની અનુકૂળ પરિસ્થિતિઓ હેઠળ ઉગાડવામાં આવે ત્યારે સામાન્ય છોડ તરીકે સતત વિકસવા માટે ક્ષમતા ન દર્શાવતો રોપ.

કઠોર બિયારણ એવું બિયારણ કે જે પરીક્ષણના સમયગાળાને અંતે પાણી ન શોષાવાના કારણસર કઠોર રહે. બીજની શકિત એટલે ખેતરમાં અસરકારક ક્ષમતા આપે તેવા તમામ ગુણધર્મોનો કુલ સરવાળો. બીજાંકુરણની ઊંચી ટકાવારી અને તેની શકિતથી છોડની પૂરતી સંખ્યા અને એકરૂપ વૃદ્ધિ ધરાવતા ઉત્તમ પાકના ઉત્પાદનમાં પરિણમે છે.

બીજની તંદુરસ્તી:

બીજનું આરોગ્ય એટલે બિયારણ પર રોગી સજીવો/જીવજંતુ – કીટકોની હાજરી અથવા તેનો અભાવ બિયારણના વર્ગ (lot)ની ગુણવત્તા તેની તંદુરસ્તી પર આધારિત હોય છે.

બીજની આદ્રતા:

બીજની આદ્રતા બીજાંકુરણનાં નિભાવ અને સંગ્રહ દરમિયાન ઉછેરમાં સૌથી વધુ મહત્વનું પરિબળ છે. બીજ અવનતિ બિયારણની ગુણવત્તા, કામગીરી અને વનસ્પતિને જમીન પર ટકી રહેવાની ક્ષમતા ધરાવતું સૌથી મહત્વનું પરિબળ છે. બીજ અવનતિ તેની પરિપકવતાના મહત્તમ સ્તરે બીજની ગુણવત્તામાં કયારેય પાછો ન લાવી શકાય તેવો ફેરફાર છે.

બીજની અવનતિનો વિચાર:

 • બીજ અવનતિ એક કઠોર પ્રક્રિયા છે. તમામ જીવંત વસ્તુઓ સમયાંતરે અવનતિ પામેને મૃત્યુ પામે છે. મૃત્યુ એ જીવનનું અટલ અને અનિવાર્ય પરિણામ હોવા છતાં ઇષ્ટતમ સંગ્રહ પ્રક્રિયાથી અવનતિનો દર મંદ પાડી શકાય છે.
 • બીજ અવનતિમાં બીજની જાતિ પ્રમાણે ફેરફાર હોય છે: બીજની અમુક જાતિઓમાં અવનતિનું બીજી જાતિ કરતા ઓછું હોય છે. વિવિધ પ્રકારના બીજની અંદર પણ કોઇ ચોકકસ વર્ગ (lot)ની સંગ્રહક્ષમતામાં તફાવત હોય છે. અને બીયારણના એક જ વર્ગ (lot) ની અંદરના બીજ પણ જુદી જુદી સંગ્રહક્ષમતા ધરાવતા હોય છે.

બિયારણની આવરદાને અસર કરતા પરિબળોઃ

આંતરિક પરિબળો : બિયારણની ભૌતિક સ્થિતિ અને દેહરચનાવિષયક સ્થિતિ તેની આવરદાને મહદ્દ અંશે અસર કરે છે. ભૌતિક લક્ષણોનો અભાવ હોય તો પણ બિયારણમાં તેની રચનાવિષયક ખામી ઊભી થાય છે અને ઝડપી અવનતિ પામે છે.

સાપેક્ષ આદ્રતા અને તાપમાન :

બિયારણની આવરદાને મહદ્દ અંશે અસર કરતા બે મહત્વના પરિબળો – સાપેક્ષ આદ્રતા અને તાપમાન છે. મોટા ભાગના પાકના બિયારણ સાપેક્ષ આદ્રતા ૮૦% ટકા એ અને તાપમાન ૨૫-૩૦° સે. પર પહોંચતા જ પોતાની જીવનનિભાવક્ષમતા ગુમાવે છે. પરંતુ તેને પ૦% ની અથવા તેથી ઓછી પ૦° સે. અથવા તેથી ઓછા તાપમાને ૧૦ વર્ષ અથવા તેથી વધુ સમય સુધી રાખી શકાય છે.

બિયારણમાં રહેલો ભેજ

૧૪%થી ઉપરના ભેજમાં સંગ્રહ કરેલા બિયારણ શ્વસન, ઉષ્ણતા અને ફૂગના આક્રમણનો ભોગ બને છે જેનાથી તેની જીવનક્ષમતા વધુ ઝડપથી નાશ પામે છે.

બિયારણમાં ભેજ અને તાપમાન વચ્ચેનો સંબંધઃ

બિયારણની લાંબી આવરદા જાળવવામાં તેમાં રહેલું ભેજનું પ્રમાણ સૌથી મોટું નિર્ણાયક પરિબળ છે. બિયારણમાંનો ભેજ અને ઊંચુ તાપમાન બન્ને એક બીજા સાથે સંબંધ ધરાવતો હોવા છતાં ઊંચા તાપમાનને કારણે મૂલાધાર (નિમનથર) અને પુકિણવો (enzymes)ની ચયાપચય ક્રિયા વૃદ્ધિ પામીને ભેજનું ઊંચુ પ્રમાણ ધરાવતા બિયારણમાં અવનતિની પ્રક્રિયા ઝડપી બને છે. ઊંચા તાપમાનથી નીચી આદ્રતા ધરાવતા બિયારણ પર ઓછામાં ઓછી અવનતિકારક અસર થાય છે. આવી રીતે તાપમાન અને સાપેક્ષ આદ્રતા બિયારણની લાંબી આવરદા નકકી કરવામાં આંતરક્રિયા કરતા હોવા છતાં, બિયારણમાંના ભેજના પ્રમાણ પર સાપેક્ષ આદ્રતા અને તેની ત્યાર પછીની અસરોનું નિયંત્રણ ઇષ્ટતમ સંગ્રહ પરિસ્થિતિઓ સિદ્ધ કરવામાં સંગ્રહતાપમાનની કરતા પણ વધુ મહત્વનું અને નિર્ણાયક પરિબળ છે.

આનુવંશિક પરિબળોઃ

અમુક જાતિના બીજ સમાન પરિસ્થિતિઓ હેઠળ લાંબા સમયગાળા સુધીની સંગ્રહક્ષમતા માટે આનુવંશિક અને રાસાયણિક રીતે સજજ હોય છે. સામાન્ય રીતે, તેલનું ઊંચુ પ્રમાણ ધરાવતાબિયારણની જાતિઓની સંગ્રહક્ષમતા તેલનું નીચુ પ્રમાણ ધરાવતી જાતિઓ જેટલી નથી હોતી.

સૂક્ષમવનસ્પતિની હાજરી: બે પ્રકારની ફૂગ બિયારણ પર આક્રમણ કરતી હોય છે :

ખેતરમાં રહેલી ફૂગ અને સંગ્રહમાં રહેલી ફૂગ, આ પ્રકારની ફૂગ લાગવાથી બિયારણની અવનતિ થાય છે. એટલું જ નહિ પરંતુ તેમાંથી ચયાપચયની ઝેરી તત્વો પેદા થઇને કોષને સૂકવી નાખે છે અને તેની પર આવી ફૂગ નભે છે.

યાંત્રિક નુકસાનઃ

કાપણી/લણણી, સફાઇ અને હેરફેર જેવી બિયારણ ઉત્પાદન પ્રણાલીઓ બીજને યાંત્રિક નુકસાનમાં પરિણમે છે. જો કે બિયારણની ગુણવત્તા પર થતા આવા નુકસાનની તાત્કાલિક અસરો સામાન્ય રીતે ગંભીર નથી હોતી; તેમ છતાં, બિયારણની આવરદા પર યાંત્રિક નુકસાનની વિલંબિત અસરો ઘણી બધી મુશ્કેલીકારક હોય છે અને તેનું આર્થિક મહત્વ પણ વધુ હોય છે.

બિયારણની પરિપકવતાઃ

તાપમાન, ભેજ, બિયારણની વિવિધ જાતિ અને પોષણ સ્થિતિ જેવા પરિબળો

બીજની પરિપકવતા પર અસર કરતા હોય છે જે આખરે તેની સંગ્રહક્ષમતા અને આવરદા પર અસર કરે છે.

બિયારણની અવનતિના લક્ષણો:

બિયારણ અવનતિની પ્રક્રિયા અત્યંત જટિલ છે; તેથી, બિયારણ અવનતિ અભ્યાસોમાંથી મળતા તારણને આધારે બારિક મૂલ્યાંકન કરવું મુશ્કેલ બને છે. બિયારણ અવનતિના સૌથી વધુ દેખીતા લક્ષણોનું અવલોકન સૌપ્રથમ સમગ્ર બીજના રૂપપ્રક્રિયાત્મક સ્તરે અને ત્યારબાદ અંકુરણ અને રોપના વિકાસ દરમિયાન નોંધવામાં આવે છે.

આ લક્ષણો બે પ્રકારના હોય છે:

બીજ લક્ષણ

રૂપપ્રક્રિયાત્મક ફેરફારો બીજના આવરણનો રંગ અમુક વખત બીજની અવનતિ સૂચવે છે. ખાસ કરીને કઠોળમાં આવું બને છે. વટાણા અને સોયાબીનના બીજની અવનતિમાં બીજનું કાળા રંગનું આવરણ આનું ઉદાહરણ છે.

બંધારણને લગતા મોટા ફેરફારોઃ

અવનતિ પામેલા સૂકા બીજને ઇલેકટ્રોન માઇક્રોસ્કોપ વાપરીને બંધારણને લગતા મોટા ફેરફારોનું પરીક્ષણ કરવામાં આવે ત્યારે અવનતિ સાથે સંકળાયેલી જલીય રચનાઓ અને જીવરસનું સંચલન મંદ પડવાની બે સામાન્ય પધ્ધતિ હોય છે.

પુકિણવ સક્રિયતાનો નાશઃ

બિયારણનું સૌથી વધુ સંવેદનશીલ લક્ષણ પુકિણવ સક્રિયતાની ખામી છે. બિયારણની પ્રારંભિક અવનતિ માપવા માટેનાં મહત્વના પરીક્ષણો એવા હોય છે કે જેનાથી અંકુરણ દરમિયાન ખોરાકનો અનામત જથ્થો અથવા જૈવસંશ્લેષણ ખોરવાઇ જવા સાથે સંકળાયેલા અમુક પુકિણવોની સક્રિયતા માપવામાં આવે છે. તેમ છતાં, ચોકકસ પ્રકારના પુકિણવોના સ્તરમાં થતા ફેરફારથી બીજ અવનતિનો ચોકસાઇપૂર્વકનો નિર્દેશ હંમેશા મળી શકે નહિ.

મંદ પડતી શ્વસનક્રિયાઃ બીજ અવનતિ પામે તેમ તેની શ્વસનપ્રક્રિયા ક્રમશઃ મંદ પડે છે અને આખરે તે અંકુરણના નાશમાં પરિણમે છે. તેમ છતાં, અંકુરણક્ષમતા નષ્ટ પામતા પહેલા, અંકુરણની પ્રારંભિક અવસ્થાઓ દરમિયાન શ્વસનના પ્રમાણને જે તે રોપને ઉગવા માટેની ત્યારબાદની શકિત સાથે સહસંબંધ હોય છે.

કાર્યક્ષમતા લક્ષણ:

બિયારણની અવનતિ અંકુરણ દરમિયાન તેની નીચી કાર્યક્ષમતામાં જોઇ શકાય છે. રોપા ઉગવામાં થતો વિલંબ સૌ પ્રથમ નોંધપાત્ર લક્ષણ છે જેના પછી રોપની વૃદ્ધિ અને વિકાસનો દર ધીમો પડે છે અને અંકુરણ ઘટે છે. અવનતિ પામેલા બિયારણનું બીજું એક લક્ષણ અંકુરણ અને રોપની પ્રારંભિક વૃદ્ધિ દરમિયાન પર્યાવરણીય તનાવ પ્રત્યે તેની ઘટેલી પ્રતિકારક્ષમતા છે. ઉપજ ક્ષમતામાં ઘટાડો એ ત્યારબાદનું વધુ એક લક્ષણ છે.

કાર્યલક્ષી રચનાની અવનતિ.

 • બિયારણની અવનતિ તેના કોષીય અંતઃત્વચા નબળી પાડવામાં પરિણમે છે. જેનાથી લચીલાપણું નાશ પામે છે અને તે આંતરકોષીય જગામાં કોષદ્રવ્યો ઝરવામાં પરિણમે છે.
 • ફોસ્ફોલાઇપેઝ પુકિણવો અથવા ફોસ્ફોલિપિડના ઓકિસડાઇઝેશનથી ફોસફોલીપીડની જળદ્રાવ્યતાને કારણે અંતઃત્વચાની અવનતિ થાય છે.
 • કણાભસુત્રો અવનતિના મુખ્ય સ્થાનો છે. બીજની અવનતિને પરિણામે કણાભસૂત્રો આકુંચન અને સકુંચનના ગુણધર્મો ગુમાવે છે.

બિયારણનો સંગ્રહ

બિયારણ સંગ્રહનો હેતુ પાકની લણણી કર્યા પછીના સમયથી તેનું વાવેતર થાય તે સમયગાળા સુધી તેને ભૌતિક અને સંરચનાવિષયક સ્થિતિ સારી રીતે જાળવી રાખવાનો છે.

બિયારણ સંગ્રહ માટેના આદર્શ સ્થળો વાતાવરણની હવાની સ્થિતિ હેઠળ બિયારણના સલામત સંગ્રહ માટેના સ્થાનોનું વર્ગીકરણ (અગરવાલ, ૧૯૮૨)

આંધ્રપ્રદેશ કૂનુંલ (જી), અનંતપુર (જી), હૈદરાબાદ (એમ), નિઝામાબાદ (એમ) અને હનમકોંડા (એમ)

બિયારણ સંગ્રહના હેરિંગ્ટન નિયમો

1        બિયારણના આદ્રતાના પ્રમાણમાં દર ૧%ના ઘટાડાથી બિયારણની સંગ્રહ આવરદા બેવડાય છે.

2        બિયારણ સંગ્રહના તાપમાનમાં દર ૧૦ ફેરનહીટના ઘટાડાથી તેની સંગ્રહ આવરદા બેવડાય છે, અને

3        ફેરનહીટ ડિગ્રીમાં સંગ્રહ તાપમાન અને સાપેક્ષ આદ્રતા (RH)નો ગાણિતીક સરવાળો તેમાં અડધાથી વધુ ન હોય તેટલું તાપમાન ઉમેરતા ૧૦૦થી વધવું ન જોઇએ.

કાર્યક્ષમતા લક્ષણ:

બિયારણની અવનતિ અંકુરણ દરમિયાન તેની નીચી કાર્યક્ષમતામાં જોઇ શકાય છે. રોપા ઉગવામાં થતો વિલંબ સૌ પ્રથમ નોંધપાત્ર લક્ષણ છે જેના પછી રોપની વૃદ્ધિ અને વિકાસનો દર ધીમો પડે છે અને અંકુરણ ઘટે છે. અવનતિ પામેલા બિયારણનું બીજું એક લક્ષણ અંકુરણ અને રોપની પ્રારંભિક વૃદ્ધિ દરમિયાન પર્યાવરણીય તનાવ પ્રત્યે તેની ઘટેલી પ્રતિકારક્ષમતા છે. ઉપજ ક્ષમતામાં ઘટાડો એ ત્યારબાદનું વધુ એક લક્ષણ છે.

કાર્યલક્ષી રચનાની અવનતિ.

 • બિયારણની અવનતિ તેના કોષીય અંતઃત્વચા નબળી પાડવામાં પરિણમે છે. જેનાથી લચીલાપણું નાશ પામે છે અને તે આંતરકોષીય જગામાં કોષદ્રવ્યો ઝરવામાં પરિણમે છે.
 • ફોસ્ફોલાઇપેઝ પુકિણવો અથવા ફોસ્ફોલિપિડના ઓકિસડાઇઝેશનથી ફોસફોલીપીડની જળદ્રાવ્યતાને કારણે અંતઃત્વચાની અવનતિ થાય છે. કણાભસુત્રો અવનતિના મુખ્ય સ્થાનો છે. બીજની અવનતિને પરિણામે કણાભસૂત્રો આકુંચન અને સકુંચનના ગુણધર્મો ગુમાવે છે.

બિયારણનો સંગ્રહ

બિયારણ સંગ્રહનો હેતુ પાકની લણણી કર્યા પછીના સમયથી તેનું વાવેતર થાય તે સમયગાળા સુધી તેને ભૌતિક અને સંરચનાવિષયક સ્થિતિ સારી રીતે જાળવી રાખવાનો છે.

બિયારણ સંગ્રહ માટેના આદર્શ સ્થળો વાતાવરણની હવાની સ્થિતિ હેઠળ બિયારણના સલામત સંગ્રહ માટેના સ્થાનોનું વર્ગીકરણ (અગરવાલ, ૧૯૮૨)

આંધ્રપ્રદેશ કૂનુંલ (જી), અનંતપુર (જી), હૈદરાબાદ (એમ), નિઝામાબાદ (એમ) અને હનમકોંડા (એમ) બિયારણ સંગ્રહના હેરિંગ્ટન નિયમો

 • બિયારણના આદ્રતાના પ્રમાણમાં દર ૧%ના ઘટાડાથી બિયારણની સંગ્રહ આવરદા બેવડાય છે.
 • બિયારણ સંગ્રહના તાપમાનમાં દર ૧૦ ફેરનહીટના ઘટાડાથી તેની સંગ્રહ આવરદા બેવડાય છે, અને
 • ફેરનહીટ ડિગ્રીમાં સંગ્રહ તાપમાન અને સાપેક્ષ આદ્રતા (RH)નો ગાણિતીક સરવાળો તેમાં અડધાથી વધુ ન હોય તેટલું તાપમાન ઉમેરતા ૧૦૦થી વધવું ન જોઇએ.

સંગ્રહ દરમિયાન જંતુઓ/કીટકોનું વ્યવસ્થાપન

બિયારણ પર તેની સંગ્રહ અવસ્થા દરમિયાન વિવિધ પ્રકારના જંતુઓ/કીટકોના આક્રમણનો ભય રહેલો છે. કઠોળમાં, જીવાંતની ત્રાસજનક સ્થિતિ સામાન્ય રીતે આવી જીવાંત પરિપકવ ન બને ત્યાં સુધી નજરે ચડતી નથી. કઠોળમાં રહેલા આંતરિક પરિપૂરક તત્વોને જીવાંત થયાનું ધ્યાનમાં આવે ત્યારે અમુક બીજને નુકસાન થઇ ચૂકયું હોય છે. તેથી, આવું નુકસાન નિવારવા માટે અને સંગ્રહ દરમિયાન બિયારણનો જીવાંતથી સુરક્ષિત રાખવા માટે નીચેના નિવારક અને ઉપચારાત્મક ઉપાયો અજમાવવા જોઇએ:

બિયારણ સંગ્રહ માટેના નિવારક ઉપાયો:

 • નવી ઉપજ આવતા પહેલાં; પ્રક્રિયાને લગતા તેમજ સંગ્રહ માટેના તમામ માળખાને શકય હોય તો સંપૂર્ણ સાફસૂફ કરીને કળીયુનો કરવો જોઇએ અને ત્યારબાદ મેલાથિઓન 50 EC જંતુનાશક (૧૦૦ ભાગ પાણીમાં રપ ભાગ જેટલું) છંટકાવ કરવો જોઇએ. છૂપાવેલી જીવાંતના નાશ માટે બિયારણના પાત્રોને પણ આવી જ પ્રક્રિયા કરવી જોઇએ.
 • બિયારણને સ્વચ્છ કરવું જોઇએ અને તેના આદ્રતાનું પ્રમાણ શકય હોય તો ૯%થી નીચે ઘટાડવું જોઇએ. જીવાંતની મોટાભાગની જાતિઓ આવી નીચી આદ્રતા પર નભી શકતી નથી અથવા તેની સંખ્યાવૃદ્ધિ થતી નથી. કાપડની અથવા ગૂણપાટ (કંતાન)ની થેલીમાં સંગ્રહ દરમિયાન બિયારણની આદ્રતાના પ્રમાણમાં ફેરફાર રહેતો હોય છે. પરંતુ બિયારણને બાષ્પીચુસ્ત કપડાના થેલામાં સંગ્રહ કરવામાં આવે તો બિયારણની આદ્રતાના પ્રમાણમાં થતી વધઘટ ઓછી થશે.
 • મોટાભાગના પાકમાં, બિયારણને પ્રક્રિયા પહેલા તેના શેડમાં અથવા એવા જ માળખામાં રાખવામાં આવતા હોય છે ત્યારે જીવાંતની ત્રાસદાયક સ્થિતિ શરૂ થઇ જાય છે. પ્રક્રિયા કર્યા બાદ અને ત્યારપછીના સંગ્રહમાં થતા વિલંબથી સમસ્યાઓ થાય છે. આવા કિસ્સાઓમાં તેમ જ ખેતરમાંથી આવતી જીવાંત – દા.ત. કઠોળમાં, બિયારણના લોટ (lot)ને એક કિલોગ્રામ દીઠ ૩ ગ્રામની ર(બે) ટેબલેટના પ્રમાણથી એલ્યયુમિનિયમ ફોસ્ફાઇડનો ધૂમાડો આપવો જોઇએ.
 • ગુણવત્તા ધોરણો ગણાય છે. તેનો સુચિતાર્થ એવો થાય કે બિયારણનો કોઇ લોટ (lot) પ્રમાણન ધોરણો પરિપૂર્ણ કરતો હોય તો તે સારી ગુણવત્તાનું બિયારણ ગણાય અને જો તે પ્રમાણન ધોરણો પરિપૂર્ણ ન કરતું હોય તો તે દેખીતી રીતે હલકી ગુણવત્તાનું બિયારણ ગણાય.

અંકુરણ પરીક્ષણ કઇ રીતે કરશો ?

 • મધ્યમ કદની ટ્રે લઇને શુદ્ધ રેતીથી ૩/૪ જેટલી ટ્રે ભરો.
 • મુઠ્ઠીભર (આશરે ૧૦૦ થી ૧૦૦૦) બીજ લઇને રેતીમાં
 • આ બીજને સરખી રીતે વાવો.
 • આ બીજ વાવવાની ઊડાઇ ૧ ઇંચથી વધુ ન હોવી જોઇએ.
 • બાકીની ૧/૪ ટ્રે રેતીથી ઢાંકી દો.
 • ટ્રેમાં સમયાંતરે પૂરતું પાણી રેડતા રહો.
 • પાકના આધારે બીજમાંથી ૩-૪ દિવસથી ૭-૮ દિવસની અંદર અંકુર ફૂટશે. ઉગેલા બીજની ગણતરી કરો અને અંકુરણની ટકાવારી કાઢી.
 • ૧૦૦ બીજમાંથી ૮૦ બીજના અંકુર ફૂટયા હોય તો અંકુરણની ટકાવારી ૮૦% ગણાય.

ખેડૂતે એ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ રે રોપાઓને તેના તમામ અવયવો સહિત બધી રીતે સમરૂપ વિકાસ થવો જોઇએ અને જયારે રોપનું એકાદ અંગ બીજા અંગની વૃદ્ધિની સરખામણીમાં નબળું જણાય ત્યારે તેમાં કોઇક અપસામાન્યતાની શંકા પડવી જોઇએ. અંકુરણ કસોટી હાથ ધરવામાં છોડના અનિવાર્ય હિસ્સાઓ છે કે કેમ તે નકકી કરી શકાય તેવા તબકકા સુધી છોડને વિકસવા દેવા જોઇશે.

સ્ત્રોત: ગ્રાહક સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/14/2019© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate