অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખીલની સમસ્યા

આપણે જે પણ ખોરાકનું સેવન કરીએ છીએ તેનો પ્રભાવ આપણી ત્વચા પર પડે જ છે તથા ત્વચાને સાફ રાખવા માટે નિયમિત રીતે એવા ખાદ્ય પદાર્થોનું સેવન જરૂરી છે જે ખીલની સમસ્યાને જડમૂડથી ઉખાડી ફેકે. ખાદ્ય પદાર્થો વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે સ્વાજદિષ્ટ પણ છે અને સાથે જ, તમારી ત્વચાને સુંદર પણ બનાવશે.

મધઃ

મધમાં એન્ટીસેપ્ટિક ગુણ હોવાને કારણે ખીલવાળી ત્વચા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તમારે તમારી ત્વચા માટે મોટાભાગે મધના માસ્કનો ઉપયોગ કરવો જોઇએ. એક મહિનામાં જ તમે જોઇ શકશો કે તમારી ત્વચા એકદમ સાફ થઇ જશે. તમારી ત્વચામાંથી ખીલ એકદમ જ દૂર થઇ જશે અને તમારો ચહેરો ચમકવા પણ લાગશે.

સંતરાઃ

સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં મળી આવે છે જે ખીલને રોકવા માટે સહાયક બની રહે છે. લગભગ 2 ચમચી સંતરાના રસમાં એક ચમચી બેકિંગ સોડા મિક્ષ કરવું. આ મિશ્રણને ત્વચા પર લગભગ 20 મિનિટ સુધી લગાવીને રાખવું તથા ઠંડા પાણીથી ધોઇ લેવું. સપ્તાહમાં ત્રણથી ચારવાર આ ઉપાય કરવો જ્યાં સુધી તમારા ખીલ દૂર ન થઇ જાય.

કેળા

કેળા ત્વચા માટે એક સંપૂર્ણ આહાર સાબિત થાય છે. અડધા કેળાને એક ચમચી લોટ અને એક ઇંડાના સફેદ ભાગ સાથે મિક્ષ કરવું. આ મિશ્રણને તમારે તમારા ચહેરા પર 20 મિનિટ સુધી લગાવીને રાખવું ત્યાર પછી તેને ગરમ પાણીથી ધોઇ લેવું. સપ્તાહમાં ત્રણ વાર આ પ્રયોગ કરવાથી તમને ખીલની સમસ્યામાંથી તરત જ છુટકારો મળશે.

-લસણઃ

લસણને છીલી અને તેને ધોઇ લેવું. ત્યાર પછી લગભગ 30 મિનિટ સુધી તેને પાણીમાં પલાળીને રાખવું. લસણને પીસીને તેમાં પાંચ ટીપા સફેદ વિનેગાર પણ મિક્ષ કરવું. ખીલને ઝડપથી દૂર કરવા માટે આ મિશ્રણને તમારી ત્વચા પર લગાવીને રાખવું. એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે, વધારે ગરમ લસણ તમારી ત્વચાને બાળી શકે છે. માટે તમારે આ મિશ્રણને 10 મિનિટ કરતા વધારે સમય ચહેરા પર લગાવીને ન રાખવું.

ફુદીનાના પાનઃ-

એક મુઠ્ઠી ફુદીનના પાનને ધોઇને તેનો રસ નિકાળી લેવો તથા આ રસને 35થી 45 મિનટ સુધી ચહેરા પર લગાવીને રાખવું અને પછી ગરમ પાણીથી ધોઇ લેવું. આ પદ્ધતિ ખીલ માટે એકદમ કાગરગ સાબિત થાય છે. સાથે જ, જો ફુદીનાની ચાનું સેવન કરવામાં આવે તો તે પણ તમારા ચહેરામાં નિખાર લાવવા માટે કારગર સાબિત થાય છે.

એલોવેરાઃ-

ત્વચાના દાગ ધબ્બા માટે એલોવેરા એક ઔષધિ સમાન કાર્ય કરે છે. એલોવેરાના પાનથી નિકળતું જેલ માત્ર દાગ ધબ્બાને દૂર કરતું નથી પરંતુ ખીલના નિશાનને પણ જડથી દૂર કરે છે.

નાગરવેલના પાનઃ

નાગરવેલના પાનને પાંચ મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખવાથી ખીલની સમસ્યા દૂર થઇ શકે છે. આ પાનથી તમારા ચહેરા પર થતા ખીલની ફુલ્લીઓનું સોજા દૂર કરે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate