હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / ઇન્સ્ટન્ટ તાજગી માટે ટૂંકી પાવરનેપ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઇન્સ્ટન્ટ તાજગી માટે ટૂંકી પાવરનેપ

મન-મગજની ઇન્સ્ટન્ટ તાજગી માટે ટૂંકી પાવરનેપ લો, બહુ લાંબી નહીં

જેમ નશો કરીને ડ્રાઈવિંગ કરવું જાનનું જોખમ છે તેવી જ રીતે થાકેલી અવસ્થામાં, ગુસ્સામાં કે હતાશાજનક સ્થિતિમાં ડ્રાઈવ કરવું પણ ખતરાથી ખાલી નથી. રોડ અકસ્માતમાં થતા મૃત્યુની આર્થિક અને મનોવૈજ્ઞાનિક અસરો રોગથી થતા મૃત્યુ કરતાં વધારે હોય છે, કારણ કે સાજો-નરવો માણસ પોતાનાં અને પરિવારનાં ગુજરાનને નિભાવતો હોય અને અચાનક ઘાતક અકસ્માતતી પરિવારની આર્થિક, સામાજિક અને ભાવનાત્મક ઈમારત તૂટી પડે છે. ઈજા અથવા અપંગતા આવે તો પણ દીર્ઘકાલીન અસરો છોડી જાય છે./br> નશો, ગુસ્સો, હતાશા કે નિરુત્સાહ જેવાં વલણો આપણા જીવનને મોટું નુકસાન પહોંચાડી રહ્યાં છે. રોડ એક્સિડન્ટ જેવી મોટી ઘટના સિવાય પણ અનેક વિપરિત અસરો આપણા જીવન પર આવી માનસિક સ્થિતિમાં જીવવાથી થાય છે. નશો કરીને જેમ માણસ પોતાના હોશ ગુમાવે છે અને વાણી-વર્તન પર નિયંત્રણ રાખી શકતો નથી તેવી જ રીતે થાકેલો અને નિરુત્સાહ વ્યકિત પણ પોતાનાં ચેતાતંતુઓ પર સંપૂર્ણ નિયંત્રણ જાળવી શકતો નથી. લોકો શરાબ કે ચરસ-ગાંજાના નશાની હાનિકારક અસરોથી માહિતગાર છે માટે સમજદાર માણસ તેનાથી દૂર રહે છે. પરંતુ બહુ ઓછા લોકો ગુસ્સા, હતાશા કે નિરુત્સાહ અંગે વાકેફ હોય છે. ગુસ્સો ન કરનારા લોકો પણ થાક, હતાશા અને ઉદાસીનતાથી પીડાતા હોય તેવું બને. આજના યુગમાં વ્યક્તિ પાસેથી કામ, પરિવાર, સમાજ બધે જ ઉચ્ચતમ અપેક્ષાઓ રાખવામાં આવે છે. સવારે આઠ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી કામ માટે બહાર રહેનાર વ્યકિત પણ થોડો ઢીલો પડતો જણાય તો લોકો ટોણાં મારે છે./br> આપણે પણ પોતાની ક્ષમતા પુરવાર કરવાનાં ભ્રમમાં કોઈના દેખતાં આરામ કરવાની હિંમત કરતા નથી. ઓફિસમાં કે કારખાનામાં લંચ-બ્રેક બાદ ‘પાવર નેપ’ માટે બ્રેક મળતો નથી. ઘણા લોકો પોતાનાં કાર્યસ્થળે જ ૧૦-૧૫ મિનિટ આંખો બંધ કરીને ઝોકું ખાઈ લેવાની કોશિશ કરે છે. તે ખરેખર સારી આદત છે અને તેનો ફાયદો કાર્યક્ષમતામાં સ્પષ્ટ દેખાય છે. અમુક લોકોનું કહેવું છે કે લંચ બાદ ઊંઘવાથી વજન વધે છે. કેટલાક લોકો કાર્યસ્થળે ઊંઘવાને યોગ્ય ન માનતા હોઈ, લંચ પછી ઊંઘ ભરેલી આંખે પણ કામમાં લાગી જાય છે./br> વ્યક્તિનો કાર્ય પ્રત્યેનો અભિગમ અને પ્રતિબદ્ધતા પણ તેને આરામથી વંચિત રાખે છે. વધારે ને વધારે કામ કરવાના જોશમાં પ્રોડક્ટિવિટી ઓછી થતી જાય છે. મેનેજમેન્ટ રિસર્ચ દ્વારા સાબિત થયું છે કે લોકો સવારનાં ચાર-પાંચ કલાકના કામ બાદ બપોરનું ભોજન લે ત્યારપછી તેનાં ચેતાતંતુઓ શિથિલ થવા લાગે છે. તેના શરીર અને મગજને આરામની આવશ્યકતા હોય છે. જો ૧૦-૧૫ મિનિટ આંખો બંધ કરીને એક ઝોકું લેવામાં આવે તો મગજ અને શરીરને ઊર્જા મળી જાય છે. એટલા માટે જ તેને ‘પાવર નેપ’ કહેવામાં આવે છે. ત્યારબાદ પાણી વડે મોઢું ઘોઈને ફરીથી કામે લાગતા જે તાજગી અને ઊર્જાનો અનુભવ થાય છે તે સવારની તાજગી જેવી હોય છે./br> પરંતું પાવર-નેપ એટલે માત્ર નેપ- નાનકડું ઝોકું, નહીં કે એક-બે કલાકની લાંબી ઊંઘ, કારણ કે એકાદ કલાકની ઊંઘ બાદ મગજ અને શરીર વધારે ને વધારે શિથિલતા તરફ ઘકેલાય છે. શરીરમાં સર્જનાત્મક પ્રકિયા શરૂ થઈ જાય છે, માટે ૧૫ મિનિટમાં ઊઠી જવાથી શરીર શિથિલતાની સ્થિતિ તરફ જતાં અટકે છે, પરંતુ ઊર્જાનો સંચાર કરી ચૂક્યું હોવાથી તાજગી મળે છે. જે લોકોની ઊંઘ અધૂરી રહી ગઈ હોય તેમને ઊર્જાનો અનુભવ થતો નથી. રાત્રે ત્રણ કલાક ઊંઘ્યા બાદ કોઈ ઊઠાડી દે તો તાજગી નહીં પણ થકાવટ અને નિરુત્સાહનો અનુભવ થાય છે, કારણ કે શરીર અને મગજ કોઈ બીજી અવસ્થામાંથી અચાનક પાછાં આવતાં હોય છે, માટે પાવર-નેપને ૧૫ મિનિટ સુધી મર્યાદિત રાખવાની સલાહ આપવામાં આવે છે./br> જેમને વ્યવસ્થા અને સગવડ હોય તેમણે પોતાની કાર્યક્ષમતા વધારવા માટે,બપોર બાદના ચાર-પાંચ કલાકના સમયને ઉપયોગી બનાવવા પાવર-નેપ લેવાનો પ્રયોગ કરવો જોઇએ./br> બપોર પછીનો સમય ઉપયોગી બનાવવો હોય એમણે થોડી મિનિટોની ઝબકી ખાઇ લેવી, કાર્યક્ષમતા પણ વધી જશે
રોહિત વઢવાણા,ઊર્ધ્વગમન
3.15384615385
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top