વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હોમ ટિપ્સ

હોમ ટિપ્સ

 • જો તમને વધુ પસીનાની સમસ્‍યા સતાવતી હોય, તો
 • ચા-કોફીના બદલે પાણીમાં ગુલાબનાં પાંદડાંઉકાળી ઠંડા કરી તેને પીવાનું શરૂ કરો.
 • ડાઈનિંગ ટેબલ પર માખીઓ આવતી અટકાવવા ભીના કપડા પર મીઠું છાંટી તેનાથી ડાઈનિંગ ટેબલ સાફ કરો.
 • સ્‍લાઈડિંગ ડોર, વેન્ટિલેટર વગેરેની સફાઈ માટે વેક્યુમ ક્લીનર અને પેઈન્‍ટ બ્રશનો વપરાશ કરો.
 • ટૂથબ્રશ પર આખા પર ક્યારેય પેસ્‍ટ ન લગાવો. ફક્ત પા ઈંચ ટૂથપેસ્‍ટની જ આવશ્‍યકતા હોય છે.
 • ફેબ્રિક સોફ્ટનરના સ્‍થાને વસ્‍ત્રો ધોવા માટે વિનેગરનો વપરાશ કરો. વળી તે સાબુના આલ્‍કલીનીવસ્‍ત્રો પર થતી અસર દૂર કરશે.
 • કલેન્ઝિંગ ક્રીમના સ્‍થાને બેબી ઑઈલ વાપરો, તમારું કામ અડધા ખર્ચમાં પૂરું થઈ જશે.
 • તમારા પગમાં ચીરા પડ્યા હોય તો પગને હૂંફાળા પાણીમાં ડેટોલ નાખી બોળી રાખો.
 • જો ગરમ ચા-કોફી પીવાથી જીભ દાઝી જાય તો તે સ્‍થાને સાકરના દાણા મૂકી દો, તેથી રૂઝ આવી જશે.
 • હાથના નખ સફેદ કરવા હાથને લીંબુના જ્યુસમાં બોળી રાખો.
 • દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતાં પેન્સિલ ઘસો, તેથી દરવાજાના મિજાગરા અવાજ નહીં કરે, કાટ પણ નહીં લાગે. •તમારા બાળકનાં વસ્‍ત્રોમાં અંદરની તરફ એક નાનું ખિસ્‍સું રાખી તેમાં ફોન-કોલ કરવા માટે પૈસા એક કાગળ પર બધા નંબર લખી રાખો.
 • તમારા બાળકને કડવી દવા ખવડાવતાં પહેલાં તેની જીભ પર બરફ ફેરવો. આથી તેની સ્‍વાદેન્દ્રિયો શિથિલ થઈ જશે.
 • શું તમારા વાળ વધુ પડતા ખરી રહ્યા છે?વાંધો નહીં. ચિંતા ન કરશો અને રોજ એક ચમચી તલ ચાવી જજો. તલ વાળને ખરતા અટકાવે છે.
 • તમારી જીભ દાઝી ગઈ છે કે કંઈ વધારે પડતું તીખું ખવાઈ ગયું છે ? એક ગ્‍લાસ ભરીને ઠંડું દૂધ લો અને દરેક ધૂંટડો ગળતાં પહેલાં દૂધને મોઢામાં બેથી પાંચ સેકન્‍ડ રહેવા દો.
 • રોજિંદી કૉફીમાં કંઈક નવી ટ્રાઈ કરવી હોય તો ગરમાગરમ કૉફીનો મગ પીરસતાં પહેલાં તેમાં થોડો કોકો પાઉડર ઉમેરી દો.
 • તમારાં પુસ્‍તકોને જીવાતથી બચાવવામાં તેના પાનાંની વચ્‍ચે કેટલાંક લીમડાનાં પાન મૂકી દો. લીમડાના પાનની વાસથી જીવાત તેમાં પ્રવેશી નહીં શકે.
 • ગુલસ્‍તામાં ફૂલો ગોઠવતાં કોઈ તૂટેલી દાંડીવાળું ફૂલ હાથમાં આવે તો ફેંકી ન દેતાં તેને એક સ્‍ટ્રોમાં ભેરવી ગુલસ્‍તામાં ગોઠવો. એમ કરતી વેળા ગુલસ્‍તામાં ફૂલની કુદરતી દાંડી સુધી પહોંચે તેટલું પાણી હોય તેનું ધ્‍યાન રાખવું.
 • શાક બાફયું હોય તે પાણીને ફેંકી દેવા કરતાં તેને તમારા ઘરના છોડમાં રેડો. છોડને એ પાણીમાંથી જરૂરી પોષક તત્‍વો મળી રહેશે.
 • વગર આમંત્ણે ગમે ત્‍યારે ઘરમાં ઘૂસી આવતી સંખ્‍યાબંધ કીડીઓથી છુટકારો મેળવવા દર મહિને ઘરનાં બારીબારણાં આગળ ચૉકની લીટીઓ દોરો. કીડી માટે ચૉકની લીટી લક્ષ્‍મણરેખાનું કામ કરશે.
 • દાંતના દુખાવાથી છુટકારો મેળવવા દુખતા દાંત પર વાટેલું લસણ મૂકી રાખવું.
 • ફ્લાવર સમારતી વેળા તેમાં ભરાયેલી ઈયળો ઘણી વાર નાકે દમ આણી દેતી હોય છે. તેથી ફ્લાવર સમારતાં પહેલાં મીઠાના ગરમ પાણીમાં થોડીવાર ડૂબાડી રાખો. મીઠાનું પાણી તેમાં છુપાયેલી ઈયળોને બહાર આવવા મજબૂર કરી દેશે.
 • કપડાં ધોતી વેળા શર્ટસના કૉલર સાફ કરવા સૌથી મુશ્‍કેલ કામ હોય છે. ફરી જ્યારે તમે કૉલર કોઈ જીદ્દી ડાઘ દૂર કરવા મથામણ કરી રહ્યા હો ત્‍યારે સાબુની જગ્‍યાએ શૅમ્‍પુનો પ્રયોગ કરી જોજો.
 • મચ્‍છર કરડી ગયા હોય તે ભાગ પર વિનેગારમાં ડુબાડેલું રૂનું પૂમડું લગાડો, જલદી રાહત મળશે.
 • કાચા શાક કે ફળને જલદી ખાવાલાયક બનાવવા તેમને ખાખી કાગળની થેલીમાં મૂકી અંધારું હોય એવી જગ્‍યાએ રહેવા દો. પરિણામ કલાકોમાં જોવા મળશે.

સ્ત્રોત : ભાટિયા કોમ્યુનીટી મિશન  ફાઉન્ડેશન

2.93548387097
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top