অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હેલ્ધી રહેવાની કેટલીક ચાવીઓ

શરીરનું તંદુરસ્ત વજન જાળવી રાખો જેથી હળવાશ લાગે.

વધુ પડતા વજનને લીધે હૃદય રોગ, ડાયાબિટીસ અને અમુક કેન્સર સહિતના રોગોની વ્યાપક શ્રેણી માટે તમારું જોખમ વધી જાય છે. જ્યારે તમે ઉપયોગ કરતાં વધુ કેલરી ખાવ છો ત્યારે શરીરની વધારાની ચરબી ઉત્પન્ન થાય છે. જો તમારી જીવનશૈલી બેઠાડુ છે, તો તમને આની જરૂર પડશે:

  • ખવાતા ખોરાકના જથ્થા પર યોગ્ય કાપ મૂકવો.
  • લો કેલરી આઇટમ્સ પસંદ કરો.
  • શારીરિક પ્રવૃત્તિ વધારો.
  • પ્રવાહી પદાર્થો વધુ લો

પુખ્ત વયના માણસે ઓછામાં ઓછા 2 લિટર થી 2.5 લિટર પાણી પીવાની જરૂર છે. જો બહુ ગરમી હોય કે તમે શારીરિક શ્રમ વધુ કરો છો તો તમને વધારે જરૂર છે. પાણી દેખીતી રીતે પ્રવાહીનો એક સારો સોર્સ છે, પરંતુ વિવિધ પ્રવાહી લેવા એ સુખદ અને તંદુરસ્ત બંને હોઇ શકે છે. ખાંડ વગરના રસ, સૂપ, વેજીટેબલ જ્યુસ,ચા, દૂધ વગેરે પ્રવાહી પસંદ કરો. પણ કોફી એક સારો સોર્સ નથી કારણ કે તે શરીરમાંથી પાણી વધારે ખેંચે છે.

ચાલવાનું રાખો

આપણે જોઈ ગયા તેમ, ખોરાકમાં વધુ પડતી કેલરી લેવી અને પૂરતી પ્રવૃત્તિ ન કરવી એ વજનવધારામાં પરિણમી શકે છે. મધ્યમ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ તે વધારાની કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. તે હૃદય અને પરિભ્રમણ સિસ્ટમ માટે અને સામાન્ય આરોગ્ય અને સુખાકારી માટે પણ સારી છે. તેથી, શારીરિક પ્રવૃત્તિ/કસરતને તમારી દિનચર્યાનો ભાગ બનાવો. એલિવેટરને બદલે (ઉપર અને નીચે બંને માટે!) સીડી વાપરો. તમારી કાર થોડી વધુ આગળ પાર્ક કરો. તમારા બપોરના લંચબ્રેકમાં લંચ પછી થોડું ચાલો. તમારે ચાલવા માટે ખેલાડી બનવાનું જરૂરી નથી!

હવે શરૂઆત કરી જ દો અને નાના ફેરફારો કરો

તમારી જીવનશૈલીમાં ધીમે ધીમે ફેરફારો કરવા એ એક જ સમયે એક મોટો જમ્પ લેવા કરતાં વધુ સરળ છે. સ્વસ્થ આહાર માટેના માર્ગ પર ચાલવાનું શરૂ કરવા માટે, એક ટિપ પસંદ કરો અને થોડા અઠવાડિયા માટે તેની પર કામ કરો. જ્યારે તમને તે અનુકૂળ લાગે છે, તો બીજી ટીપ પર કામ કરો. જો તમે જાણવા માગો છો કે તમારો વર્તમાન ખોરાક કેવો છે, તો આગામી ત્રણ દિવસ માટે તમે જે પણ ખોરાક અને પીણા, ભોજન અને નાસ્તા તરીકે લો તે લખીને નોંધી લો. તમે શું ઓછુ કે વધારે ખાવ છો તે જાણવા રેટ યોર ડાયેટ ફોર્મ વાપરો. એને એક માર્ગદર્શિકા તરીકે વાપરો કે જેથી સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત થઇ શકે. 3 મહિનામાં ફરીથી તમારા ખોરાકને તપાસો અને જુઓ કે તમારા ખોરાકમાં સુધારો થયો છે કે કેમ. જો હજુ પણ સમસ્યા ઉકલી ન હોય તો ડાયેટિશ્યન/ન્યૂટ્રિશનિસ્ટની સલાહ લો.

લીલા પાંદડાવાળા શાકભાજીનો છૂટથી ઉપયોગ કરો

શિયાળામાં પાલક, તાંદલજો, મેથી, સુવા વગેરે જેવા વિવિધ લીલા પાંદડાવાળા શાકભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. આ બધી ભાજીઓ એન્ટી-ઓક્સિડન્ટ અને આયર્ન, કેલ્શિયમનો પણ સારો સ્રોત છે. તેમાં ચરબી ઓછી અને ડાયેટરી ફાઇબરની માત્રા ઊંચી હોવાને કારણે અને ફોલિક એસિડ, વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ છે તેથી તેઓ કેન્સર અને હૃદય રોગનું જોખમ ઘટાડવા માટે ઉપયોગી છે. ભાજી યોગ્ય રીતે ધોવાવી જોઈએ, કારણ કે તે ઘણી અશુદ્ધિવાળી અને ધૂળવાળી હોય છે. પ્રવાહીનો જથ્થો પણ વધારો કારણ કે આપણા શરીરની અશુદ્ધિઓ શરીરની બહાર કાઢી શકાય નહિ તો ત્યાં કિડનીમાં પથરી થઇ શકે છે.

બદામ અને સૂકા મેવા લેવાનું રાખો

શિયાળામાં, ત્વચા ખૂબ જ ઝડપથી શુષ્ક થાય છે. તેથી ત્વચાને બાહ્ય અને આંતરિક સ્તરે પોષણની જરૂરિયાત ઊભી થાય છે. બાહ્ય ત્વચા માટે આપણે સારા મોઇશ્ચરાઇઝર લગાવીએ છીએ અને આંતરિક સ્તરે આપણને એવા ખોરાકની જરૂર હોય છે કે જેનાથી ત્વચાનું ટેક્સ્ચર/પોત લુબ્રીકેટ થાય, જેમ કે બદામ અને સૂકા મેવા. મુઠ્ઠીભર સૂકો મેવો રોજિંદા ક્યાં તો નાસ્તાની વાછ્ચે અથવા કસરત પછી, જે અનુકુળ હોય તે રીતે તે સમયે ખાવો. (વેઇટ વોચર અને કોઈપણ દર્દીએ સાવધાની રાખવી.) આ ગ્રેટ સપ્લીમેન્ટસ ભરપૂર ઊર્જા અને વિવિધ અન્ય પોષક તત્વો ધરાવે છે. સૂકા મેવાનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે અને જો કે ગમે ત્યારે લઇ શકાય, તેની કોઈ મર્યાદા નથી, પણ જો તમે સવારે લો તો ખરેખર સંપૂર્ણ રીતે અસરકારક છે, છતાં ત્યાં કોઈ મર્યાદા છે. માત્ર ચા / કોફી સાથે લેવાનું ટાળો.

તમારા મેનુમાં એક્ઝોટિક શાકભાજીનું પ્રમાણ વધારો

બ્રોકોલી, ઝુચિની, બેબી કોર્ન એક્ઝોટિક શાકભાજી હોઈ તેઓ બજારમાં ભાગ્યે જ મળતા હોય છે. બ્રોકોલી અને ઝુચિની એ બંને ડાયેટરી ફાઇબર, વિટામિન બી 6, વિટામિન ઇ, વિટામિન B1, વિટામિન એ, પોટેશિયમ અને તાંબુ, ઓમેગા -3 ફેટી એસિડ્સ, પ્રોટીન, ઝીંક, કેલ્શિયમનો ખૂબ જ સારો સ્રોત છે. વજન ઘટાડવાની પ્રક્રિયા માટે પણ ઉપયોગી છે.

કામમાં થોડો વિરામ લો અને કુટુંબ / મિત્રો સાથે ફરવા જાઓ

આ ઝડપી દોડાદોડીના વિશ્વમાં વ્યક્તિ તણાવપૂર્ણ જીવન જીવી રહ્યા છે. ચાહે તે કામ કરતા લોકો હોય કે ઘરમાં રહેનારા છે, બધા કોઈ ને કોઈ રોગથઈ પીડાતા હોય છે. તેથી તે બધા માટે ખૂબ જ જરૂરી છે કે કુટુંબ અથવા મિત્રો સાથે નાનું/મોટું વેકેશન લે. એવું થાય છે કે કામના લાંબા કલાકોને કારણે ઘણી વાર માતાપિતા તેમના બાળકો સાથે સરસ સમય/ક્વોલિટી ટાઈમ પસાર કરી શકતા નથી. તેથી, આ વેકેશન તેમની વચ્ચે સ્નેહ વધારવા માટે મદદ કરે છે. નિયમિત કામ (તણાવ) માંથી અલગ કંઈક કરવાથી હંમેશા મગજનું કાર્ય રીજુવેનેટ થાય છે અને કામની પ્રોપેન્સીટી/કાર્યક્ષમતા વધે છે.

સ્ત્રોત: હેલ્થી ગુજરાત© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate