હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / હાડકાં માટે ખૂબ જ નુકશાનકારી હોય છે પેઇનકિલર દવાઓ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

હાડકાં માટે ખૂબ જ નુકશાનકારી હોય છે પેઇનકિલર દવાઓ

પેઇનકિલર દવાઓના સેવન પહેલા તેનાથી થતા નુકશાન વિશે જાણી લો...

લોકો દુખાવામાંથી મુક્તિ મેળવવા માટે વિચાર્યા વગર જ પેઇન કિલર દવાઓનું સેવન કરતા હોય છે જેનાથી તેટલા સમય માટે દુખાવો છૂમંતર થઇ જાય છે પરંતુ આ પેઇનકિલર દવાઓથી શરીરેને ઘણું નુકશાન થાય છે. એવામાં પેઇનકિલર દવાઓ ખાતા પહેલા તેનાથી થતા નુકશાન વિશે જાણી લો.
  • આ પેઇનકિલર દવાઓ થોડાક સમય માટે તો દુખાવાથી છૂટકારો આપી દે છે પરંતુ તેનાથી હાઇ બ્લડ પ્રેશર જેવી સમસ્યા સર્જાય છે.
  • કેટલાક લોકો થોડાક દુખાવામાં પણ પેઇનકિલર દવાઓનું સેવન કરતા હોય છે. એવામાં તેમને આ દવાઓની આદત પડી જાય છે. વધારે પ્રમાણમાં પેઇનકિલર ખાવાથી કિડની પર ખરાબ અસર પડે છે અને તેનાથી કિડની ફેલ પણ થઇ શકે છે.
  • અલગ-અલગ કંપનીની પેઇનકિલર ખાવાથી એસિડિટી, ઉલ્ટી, ડાયેરિયા અને પેટ સંબંધિત કેટલીય સમસ્યાઓ સર્જાય છે.
  • પેઇનકિલર દવાઓના કારણે સૌથી વધારે પ્રભાવ મગજ પર પડે છે. તેમાં એક પ્રકારનો પદાર્થ મળી આવે છે જે મગજ પર ખરાબ અસર કરે છે.
  • મોટાભાગે સાંધાના દુખાવાને કારણે લોકો પેઇનકિલર દવાઓ ખાતા હોય છે પરંતુ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી હાડકાં પર ખરાબ સાઇડ ઇફેક્ટ થાય છે અને હાડકાં નબળા પડી જાય છે. આ ઉપરાંત પેઇનકિલર દવાઓ કરોડરજ્જુ પર પણ ખરાબ અસર કરે છે.

સ્ત્રોત: તા. 01 માર્ચ ૨૦૧૮, હેલ્થ, ગુજરાત સમાચાર

2.84615384615
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top