વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સવારને બનાવો તાજગીસભર

સવારે ઊઠીને કોઈ પણ કસરત કરો. કસરત કરવાથી સંખ્યાબંધ સ્વાસ્થ્ય લાભો મળે છે

તમારી સવાર કેવી રીતે શરૂ કરો છો? દરેક વ્યકિત પાસે સવારની મજા માણવાની-શરૂ કરવાની અલગ રીત હોય છે. ઘણા ખરા લોકોની સવાર ચા / કોફીના કપ સાથે શરૂ થાય છે તો કેટલાક બેડ-ટી પસંદ કરે છે. ફિટનેસ ફ્રીક સવારે પોતે જ જિમ અથવા વોક / જોગ અથવા સ્વિમિંગ માટે જઈને તેમનું વર્કઆઉટ રૂટિન પૂરું કરવાનું પસંદ કરે છે. ઘણાને મોડે સુધી ઊંઘવાનું અને પછી તેમના કામના સ્થળે દોડવાનું ગમે છે. ઘણા લોકોને ચા અને અખબાર સાથે એકલા રહેવું ગમે છે. તેઓને પેપરનો એકેએક શબ્દ વાંચવાનું ગમતું હોય છે. થોડા ધાર્મિક લોકોને જેવા જાગે કે મંદિરે જવાનો રિવાજ હોય છે. ઘણા લોકોને ઊઠે એવું ધૂમ્રપાન કરવા અથવા ગુટકા ખાવા જોઈએ છે..

આખા દિવસની કાર્યક્ષમતાના લેવલ પર સવારના આ પ્રથમ થોડાક કલાકોની નોંધપાત્ર અસર થતી હોય છે. આ પુરવાર થયેલું સંશોધન છે કે જેમને સવારે કામ કરવાની સારી આદત માટે કમિટેડ છે, તેઓ બિનઉત્પાદક પ્રવૃત્તિઓનો શિકાર નથી થતા અને દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં ડિસ્ટ્રેક્ટેડ નથી થતા. .

સવારે જ્યારે ઘડિયાળમાં એલાર્મ વાગે તો આપણને પાછું સૂઈ જવાની અને સ્નૂઝ બટન દબાવવાની, થોડો વધારે સમય સૂવાની ઇચ્છા થઈ જાય છે. પણ હકીકતમાં સવાર બહુ સુંદર અને આકર્ષક હોય છે. .

આખો દિવસ સુખથી વિતાવવા અને જે કંઈ સામે આવે તેનો આત્મવિશ્વાસથી સામનો થઈ શકે એ માટે દરેક જણ પોતાની સવારનો પ્રારંભ કરી શકે છે. .

  1. શરીરના સ્ટ્રેચિંગ સાથે દિવસ શરૂ કરો: સવારે પહેલું તો જેવા ઊઠો કે તરત શરીરના સ્નાયુઓ થોડા સ્ટ્રેચ કરો. 6-7 કલાકની ઊંઘ પછી સ્નાયુઓને સજ્જડ થઈ જાય છે, તેથી આ સ્ટ્રેચિંગ સ્નાયુઓને છૂટા કરવા માટે મદદ કરશે.
  2. સંગીત સાંભળવું શરૂ કરો: મ્યુઝિક સિસ્ટમની સ્વિચ ઓન કરી સોફ્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાંભળો અથવા પ્રાર્થના કરો અથવા સુગમ સંગીત કે જે કંઈ પણ ગમે તે સાંભળવા પ્રયાસ કરો. એનાથી મગજ સ્ટિમ્યુલેટ થશે અને સારો મૂડ લાવશે.
  3. ગ્લાસ ભરીને પાણી પીઓ: તમારો દિવસ પાણીના ગ્લાસ સાથે શરૂ કરો. ઊંઘ દરમિયાન શરીરને લાંબા કલાકો સુધી ઉપવાસ થાય છે અને એ ડિહાઇડ્રેટ થાય છે. તેથી ગરમ પાણી પીને દિવસની શરૂઆત કરો જે પાચનતંત્રને પણ સુધારે છે.
  4. ગ્રીન ટી / હર્બલ ટી પીઓ: ગરમ ગ્રીન ટી / હર્બલ ટીનો એક ગરમ કપ આખા દિવસ માટે તૈયાર કરવામાં અને શરીરને નર્ચર કરવામાં મદદ કરશે. આ ચામાં એન્ટીઑકિસડન્ટ હોય છે; તે જીવનશૈલી માટે સ્વાદિષ્ટ અને હેલ્ધી છે.
  5. કોઈ પણ એક કસરત કરવાનું પસંદ કરો: સવારે ઊઠીને કોઈપણ કસરત કરો. કસરત કરવાથી સંખ્યાબંધ સ્વાસ્થ્ય લાભો મળે છે. કોઈપણ કસરતથી એન્ડ્રોફિન નામનું રસાયણ નીકળે છે જે શરીરમાં પોઝિટિવ લાગણીઓને ટ્રીગર કરે છે અને તનાવથી રાહત આપે છે, એસ્ટિમ ઊભી કરે છે, ઊંઘમાં સુધારો કરે છે. મોર્નિંગની કસરત શરીરમાંથી ઝેર ઘટાડે છે કેમ કે તાજો ઓક્સિજન શ્વાસમાં લેવાય છે. એનાથી ડાયાબિટીસ, હાયપરટેન્શન, ઓબેસિટી વગેરે જેવી અસંખ્ય આરોગ્ય સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે.
  6. બ્રેકફાસ્ટને ક્યારેય સ્કિપ ન કરો: ઘણા લોકો એમ વિચારીને બ્રેકફાસ્ટ છોડી દે છે કે તેનાથી તેમનું વજન વધી જશે અને તેથી નાસ્તો કરવાનું ટાળવું. આ પેટર્ન બ્લડસુગર લેવલને ઘટાડશે અને સાંજે તેઓ એટલા બધા એક્ઝોસ્ટ થઈ જાય છે, થાકી જાય છે કે તેઓ ભૂખ સંતોષવા અયોગ્ય આહાર પસંદ કરે છે અને ત્યારબાદ લો-એનર્જી / ગેસ્ટ્રિક / પેટ ફૂલી જવા વિશે ફરિયાદ કરે છે. ફૂડ આઇટમ્સનું સારું કોમ્બિનેશન પસંદ કરો અને તમારા બ્રેકફાસ્ટનો આનંદ માણો.
  7. સોશિયલ નેટવર્કથી દૂર રહો: વિશ્વ સાથે અપડેટ રહેવાનું ખૂબ જ સારું છે પરંતુ સવાર સવારમાં તો નહીં. મોર્નિંગનો પ્લાન માત્ર ધ્યાન અથવા વ્યાયામ માટે, હેલ્ધી નાસ્તા માટે અને કુટુંબ સાથે સમય પસાર કરવા માટે હોવો જોઈએ. મેઇલ જોવા અને જવાબ આપવાનો શ્રેષ્ઠ સમય જ્યારે તમે ઓફિસ પહોંચો ત્યારે હોય છે. તમારી એનર્જી સૌથી મહત્વપૂર્ણ કામ પર ફોકસ થયેલ હોવી જોઈએ.
  8. આગળનું આયોજન કરો: દરરોજ સવારે કાગળ પર અથવા ડાયરીમાં તમારા કામની નોંધ લખો. તે ઓર્ગેનાઇઝ્ડ બનવામાં મદદ કરશે અને તમે બધા કાર્યને વધુ અસરકારક રીતે પૂર્ણ કરી શકશો.
  9. તો તમારી ઇનર બોડી સિસ્ટમ માટે થોડો સમય ફાળવો અને મોર્નિંગ બ્રીઝનો આનંદ માણો.
સ્ત્રોત: સોનલ શાહ, ફેમિના
2.94736842105
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top