વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સંગીતની આરોગ્ય પર થતી અસર

સંગીતની આરોગ્ય પર થતી અસર વિશેની માહિતી આપવામાં આવી છે

સંગીત એ એક એવી કળા છે, જેની સંગીતકારના પોતા પર, તેની આજુબાજુની વ્યક્તિઓ પર તથા વાતવરણ પર પણ તેની અસર થાય છે.
સંગીત એ એક એવી કળા છે, જેની સંગીતકારના પોતા પર, તેની આજુબાજુની વ્યક્તિઓ પર તથા વાતવરણ પર પણ તેની અસર થાય છે.
શરીર જ્ઞાનેન્દ્રિયો દ્વારા બહારના સંદેશા મેળવે છે. જ્યારે જ્ઞાનેન્દ્રિયોમાં સંવેદના થાય ત્યારે તે મેસેજ એક આગવી દેહધાર્મિક ક્રિયા દ્વારા મેળવી શરીર આવશ્યક ક્રિયા-પ્રતિક્રિયા કરે છે. અમુક સંવેદનની અસર મગજના અમુક ભાગ પર જ થાય છે. જ્યારે મ્યુઝિક વગાડવું, સાંભળવું એ એક એવી ક્રિયા છે જેની અસર સમગ્ર મગજ પર થાય છે. સંગીત સાંભળનારાને તે સંગીતમાં રૂચિ હોય, ગમે તેવું હોય તે મહત્વનું છે. બધી જ જાતના સંગીત શરીરમાં હકારાત્મક સંવેદનો જ જગાડે તેવું પણ જરૂરી નથી.

સંગીતને થેરેપી તરીકે વાપરી શકાય કે નહીં?

આરોગ્યને પાછું મેળવવા માટે રોગ મટાડવો જરૂરી હોય છે. કોઇ પણ રોગને મટાડવા માટે, શરીરમાં જે કાંઈ આરોગ્ય માટે અનાવશ્યક ફેરફાર થયા હોય તે દૂર કરવા જરૂરી હોય છે. શરીરમાંના અવયવો, સિસ્ટમ, બાયો-કેમિકલ પ્રોસેસિસમાં જે કાંઈ ત્રુટી છે, તે દૂર કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. જેમકે દવા, બાહ્ય ઊપચાર – શેક કરવો, કસરત કરાવવી, કોટરાઈઝેશન કરવું, સર્જરી કરવી, ખોરાકમાં ફેરબદલ કરવો વગેરે. કયા રોગમાં, કયા ઉપચાર કેટલા પ્રમાણમાં કરવા જોઈએ તે ટ્રીટીંગ ડોક્ટર્સ જે તે રોગ, રોગીની પરિસ્થિતિ વગેરે ઘણી બાબતો પર આધાર રાખે છે.
આથી જ જ્યારે સંગીતને થેરાપી તરીકે વાપરી શકાય, તેવા પ્રશ્નનો જવાબ માત્ર ‘હા’ કે ‘ના’માં આપવો શક્ય નથી. પરંતુ આપણી કોમન સેન્સથી પણ આપણે સમજી શકીએ, કે અચાનક હાથમાં કાચનો મોટો ટૂકડો ઘૂસી ગયો હોય, તો તે મ્યુઝિકથી બહાર કાઢવો શક્ય નથી. કાચનો ટૂકડો ખેંચવા માટે એક્સપર્ટ ડોક્ટરે આવશ્યક તકેદારીથી તેને ખેંચીને કાઢવો પડે. ત્યારબાદ જરૂર મૂજબ સ્ટીચીઝ લેવા વગેરે કરવું પડે. પરંતુ ઘણા એવા પણ રોગ હોય છે, જેમાં મ્યુઝિકને થેરાપી તરીકે વાપરી શકાય છે. ખાસ કરીને ક્રોનિક જોઇન્ટસ પેઈન, માઇગ્રેનનો દુખાવો, હાઈબ્લડ પ્રેશર, હૃદયનાં ધબકારાની અનિયમિતતા, એન્ઝાયટી, ઇમ્યુનીટી ઓછી હોવી.
મ્યુઝિક અને આરોગ્ય બાબતે અનેક સંશોધનો થયા છે. હાલમાં પણ થઇ રહ્યા છે. તેમ છતાં પણ માત્ર મ્યુઝિકથી જ રોગ પર કાબૂ લેવાનું સૂચન કે આગ્રહ કોઇ પણ સંશોધન કરતું નથી.

મ્યુઝિક સાંભળવાના આરોગ્યજનક ફાયદા :

ઇમ્યુનીટી વધારે છે:

સંશોધનથી પુરવાર થયું છે કે મનને શાંત કરે તેવું સંગીત ગાવાથી, વગાડવાથી, સાંભળવાથી શરીરમાં હકારાત્મક સંવેદનો જાગે છે. શરીરમાં સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ ઘટે છે. જેની સારી અસર રોગપ્રતિકારક ક્ષમતા પર થાય છે. આથી જ વારંવાર શરદી થઇ જવી, તાવ આવવો તથા ઓટોઈમ્યુન ડિસિઝથી પીડાતા વ્યક્તિઓ સંગીતને તેમના દૈનિક જીવનમાં સ્થાન આપે તો બીમારી અને બીમારીની ગંભીરતા ઘટે.

દુખાવામાં રાહત થાય છે:

હાડકાનાં ઘસારાને કારણે સાંધાનો દુઃખાવો રહેતો હોય, વારંવાર માઇગ્રેન થતું હોય, કમરનો દુખાવો રહેતો હોય તેઓને મ્યુઝિક થેરેપીથી દુખાવાની દવાઓની જરૂરિયાત ઘટે છે.મ્યુઝિકને કારણે શરીરમાં થતાં બાયોકેમિકલ ફેરફારને કારણે દુખાવો ઓછો કરવા જરૂરી એન્ડોરફીન વધુ બને છે.

ઘણા કિસ્સાઓમાં એનેસ્થેશિયા વધુ લાંબો સમય અને અમુક ડોઝમાં આપી શકાય તેમ ન હોય, ત્યારે મ્યુઝિકની મદદથી એનેસ્થેશિયાના ઓછા પ્રમાણ સાથે સર્જરી કરાઈ છે.

સ્ટ્રોકના દર્દીઓને રાહત મળે :

મ્યુઝિક સાંભળવાને કારણે બ્રેઈનમાં જે હકારાત્મક અસર થાય છે, તેને કારણે સ્ટ્રોકના દર્દીઓને મ્યુઝિકથી સ્ટીમ્યુલેટ કરવાથી તેમની બોલવાની, એટેન્ટીવ રહેવાની ક્ષમતામાં સુધારો થવાની પ્રક્રિયા ઝડપી બને છે. મ્યુઝિકને કારણે પેશન્ટની વર્તુણકમાં જલ્દી ફરક પડવા લાગે છે. કેમકે મ્યુઝિકથી ખૂબ સૂક્ષ્મ સ્તરે ન્યૂરોએનેટોમિકલ ફેરફાર થાય છે. આયુર્વેદિય પરિભાષામાં વાતનાડીઓમાં વાયુનો પ્રકોપ શાંત થવાથી, વાતનાડીઓમાં સ્વસ્થતા આવવાથી, ક્રિયાશીલતા વધે છે.

વિવિધ ફાયદા

મ્યુઝિક શીખતા, વગાડતા, ગાતા, સાંભળનાર વ્યક્તિઓ-બાળકોમાં એક આગવી સક્રિયતા, સંવેદનશીલતા વિકસે છે. જેની સારી અસર બુદ્ધિક્ષમતા, શીખવાની વૃત્તિ, સહનશીલતા જેવી અનેક બાબત પર થાય છે.

કયા પ્રકારનું મ્યુઝિક ફાયદો કરે ?

આરોગ્યજનક ફાયદાને ધ્યાનમાં રાખીએ તો સંગીત ઘોંઘાટિયું કે વધુ ઉત્તેજક ન હોય તેવું હોવું જોઈએ. ક્લાસિકલ મ્યુઝિક વધુ અસરકારક થાય છે. પરંતુ કયા રોગમાં કયો રાગ, કયા પ્રકારનો તાલ, ગાયન કે તંતુ વાદ્ય એ બાબત વિચાર માંગી લે છે.

જે રોગોનાં મૂળમાં મનની અસ્વસ્થતા કારણભૂત હોય, ટેન્શન, દુઃખ, ભય, ક્રોધ જેવા ભાવથી થતાં માથાના દુખાવા, કમરના દુખાવા, હાયપર ટેન્શન, અપચો, આંતરડાના ચાંદા, એસિડિટી જેવા રોગોમાં ગંભીર પ્રકૃતિના, શાંત રસ, ભક્તિ રસ નિપજાવે તેવા રાગ આધારિત મ્યુઝિક સારી સંવેદના જગાડી ફાયદો કરે છે.

રાગ દરબારી, કેદાર, મિયામલ્હાર, કલ્યાણ, કાનડા વગેરે શાંત રસ નિષ્પન્ન કરે છે. વાયુ અને પિત્તની વિકૃતિથી થતાં રોગોમાં આ રાગો આધારિત સંગીત ફાયદો કરે.

રાગમાં વારંવાર વપરાતાં સ્વરો તથા સ્વરજૂથોથી ઉત્પન્ન થતું સંગીત શરીરમાં વિશેષ સંવેદના અને ભાવ ઉત્પન્ન કરે છે. તેવી જ રીતે ધીમી લયમાં ગવાતી, વાગતી રચનાઓ કરતાં ઝડપથી વાગતું સંગીત, તબલા કે મૃદંગનો નાદ શરીરમાં ઉત્સાહ અને સ્ફુર્તિ વધુ જન્માવે છે.

અનુભવ સિદ્ધ : સ્વયંને જે સંગીત મનોરંજક લાગે, વારંવાર સાંભળવાનું મન કરે, મ્યુઝિક સાંભળ્યા પછી સ્ફુર્તિ-શાંતિ-આનંદનો અનુભવ થાય તે સંગીત પોતાના માટે યોગ્ય માનવું

સ્ત્રોત: ફેમિના, નવગુજરાત સમય

2.94117647059
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top