હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / શું તમને પણ રાત્રે ખાંસી આવે છે તો અજમાવો આ ઉપાય
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શું તમને પણ રાત્રે ખાંસી આવે છે તો અજમાવો આ ઉપાય

મોટાભાગે રાત્રે સૂતી વખતે ખાંસીની સમસ્યા વધવા લાગે છે

સમસ્યા સર્જાય છે. ઘણીવાર દિવસભર તો ખાંસીની સમસ્યા નોર્મલ હોય છે પરંતુ રાત્રે સૂતી વખતે ખાંસીની સમસ્યા વધવા લાગે છે. તેનાથી ઊંઘ તો ખરાબ થઇ જ જાય છે અને દુખાવો પણ શરૂ થઇ જાય છે. જો તમે પણ ખાંસીથી હેરાન છો જાણો કેટલાક ઉપાય જે તમને ખાંસીમાં રાહત આપવામાં મદદરૂપ સાબિત થશે.

  1. કોગળા કરો રાત્રે સૂતા પહેલા હુંફાળા પાણીથી કોગળા કરવાનું ભૂલશો નહીં. તેનાથી ગળાની ખરાશમાં રાહત મળશે અને ખાંસી પણ આવશે નહીં. દરરોજ કોગળા કરવાથી થોડાક જ દિવસોમાં ખાંસી ઠીક થઇ જશે.
  2. હર્બલ ચા એલર્જી થવાથી પણ ખાંસીની પરેશાની થઇ શકે છે. રાત્રે એક કપ હર્બલ ચા પીવાથી ખાંસી આવશે નહીં અને ઊંઘ પણ સારી આવશે.
  3. સૂવાની પદ્ધતિ બદલતા રહો રાત્રે સૂતી વખતે કરવટ બદલતા રહો. એક દિશામાં સૂઇ રહેવાથી પણ ખાંસી આવી શકે છે. એટલા માટે તમારી આસપાસ સાફ-સફાઇ રાખો.
  4. રાત્રે દહીં ન ખાશો રાતના સમયે દહીં ખાવાનું ટાળો. રાત્રે તેને પચાવવામાં પણ મુશ્કેલી પડે છે અને તેનાથી પણ ખાંસી વધે છે.
  5. હુંફાળું પાણી પીઓ શિયાળામાં ઠંડું પાણી પીવાની જગ્યાએ ગરમ પાણીનું જ સેવન કરો. તેનાથી ગળાને રાહત મળે છે અને રાત્રે આવતી ખાંસીની હેરાનગતિથી પણ છૂટકારો મળે છે.
  6. ડોકટરની સલાહ એક અઠવાડિયાથી પણ વધારે સતત ખાંસી આવી રહી છે તો ડોક્ટરની સલાહ લો. જાતે સારવાર કરવાની જગ્યાએ કોઇ સારા ડૉક્ટરનો સંપર્ક કરો. 

2.92307692308
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top