હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી કેળવો
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી કેળવો

ખોરાકમાં પૂરતાં પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને એન્ટી ઑક્સીડેન્ટ્સ હોવાં જોઈએ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવેલી સામાન્ય તંદુરસ્તીની વ્યાખ્યા એ છે કે ‘તંદુરસ્તી એટલે માત્ર રોગ કે નબળાઈની ગેરહાજરી નહીં પરંતુ શારીરિક, માનસિક અને સામાજિક સંપૂર્ણ સુખાકારીની સ્થિતિ છે.' આ આવશ્યક બાબતોથી આરોગ્યત્રિકોણ પણ બને છે અને તે પૈકી કોઈપણમાં થતો વિક્ષેપ આરોગ્યમાં ઇમ્બેલેન્સ ઊભું કરે છે અને શરીરની ઇમ્યુનિટીમાં ઘટાડો કરે છે. એટલા માટે એટલું જ આવશ્યક છે કે આ તમામ બાબતો પૂરી પાડવામાં આવે તથા યોગ્ય રીતે તેની વ્યવસ્થા થાય જેથી એકંદર તંદુરસ્તી જળવાઈ રહે.

શારીરિક તંદુરસ્તીઃ

શારીરિક તંદુરસ્તી એ ઇમ્યુનિટીનું એ તત્ત્વ છે જે ભૌતિક શરીર એટલે કે ફિઝિકલ બોડીની સુખાકારી સાથે સંબંધ ધરાવે છે. એ જરૂરી છે કે શરીરના તમામ ભાગો, જેમ કે મહત્ત્વનાં અંગો, લોહીના ઘટકો, હાડકાં અને સ્નાયુઓ વગેરે સારી રીતે કામ કરતા હોય. આ પૈકી કોઈની પણ નિયમિત કામગીરીમાં ખલેલ પડી અથવા ખોરવાઇ ગઈ તો બીમારી, રોગ અથવા માંદગી દેખા દે છે.

ઇમ્યુન સિસ્ટમ (રોગપ્રતિકારક શક્તિ) સેલ્સ, ટિસ્યૂઝ અને અવયવોના નેટવર્કથી બનેલી છે જે શરીરના રક્ષણ માટે સાથે મળીને કામ કરે છે. મહત્વના જે કોષો સામેલ છે તેમાંના એક તે શ્વેત રક્તકોષો છે, જેને લ્યુકોસાઈટ્સ પણ કહેવાય છે, એ બે મૂળભૂત પ્રકારોમાં હોય છે અને રોગના કારણરૂપ જીવાણુ અથવા પદાર્થોને શોધવા અને તેનો નાશ કરવા ભેગા થાય છે.

માનસિક તંદુરસ્તીઃ

માનસિક તંદુરસ્તી એ પાછું સામાન્ય તંદુરસ્તીનો મુખ્ય ભાગ છે જે માનસિક રોગની ગેરહાજરી અને ઇમોશનલ અને કોગ્નિટિવ વેલ-બિઇંગ(સુખાકારી)નું સારું લેવલ દર્શાવે છે. જે વ્યક્તિ માનસિક રૂપે ફિટ છે તે પોતાની ક્ષમતાઓને ઓળખવામાં સક્ષમ છે અને તે રોજિંદા કામ અને પારિવારિક જીવનના સામાન્ય તણાવનો સામનો કરીને પણ કાર્યક્ષમ અને ઉત્પાદક રીતે કામ કરી શકે છે.

દરેકના શરીરની અંદર રક્ષણ માટેનું એક અદભૂત તંત્ર છે જેને ઇમ્યુન સિસ્ટમ(પ્રતિકાર વ્યવસ્થા) કહેવાય છે. તમારા શરીર પર આક્રમણ કરવા માગતાં લાખો બેકટેરિયા, જીવાણુઓ, વાયરસ, ઝેર અને પરોપજીવી(પેરેસાઇટ્સ) સામે તે તમને રક્ષણ આપવા માટે રચાયેલ છે. ઇમ્યુન સિસ્ટમની શક્તિને સમજવા માટે, તમારે એટલું જ કરવું કે એકવાર કંઈ પણ નષ્ટ થાય પછી શું થાય છે તે જોવું. સાંભળવામાં આ વિચિત્ર લાગે છે, પરંતુ તેનાથી ઇમ્યુન સિસ્ટમ વિશે કંઈક ખૂબ મહત્વનું દર્શાવે છે.જ્યારે કશુંક નષ્ટ થાય કે મરે છે, ત્યારે તેની ઇમ્યુન સિસ્ટમ(અન્ય તમામ બાબતો સાથે) બંધ થાય છે. કલાકોમાં જ, શરીર પર તમામ પ્રકારના બેક્ટેરિયા, સૂક્ષ્મ જીવાણુઓ, પેરેસાઇટ્સ.... હુમલો કરી દે છે. આમાંથી એક પણ જ્યારે ઇમ્યુન સિસ્ટમ કામ કરતી હોય તો પ્રવેશી શકતા નથી, પણ જેવી ઇમ્યુન સિસ્ટમ બંધ પડી કે દરવાજા ખુલી જાય છે. કોઈનું મૃત્યુ થાય છે ત્યારે આ બધાં તત્ત્વો થોડાં જ અઠવાડિયાંમાં શરીરને ખાઇ જાય છે અને કેવળ હાડપિંજર બચે છે. એ તો દેખીતું છે કે વ્યક્તિ જીવતી હોય ત્યારે ઇમ્યુન સિસ્ટમ આ બધાંને દૂર રાખવાનું અદ્ભુત કામ કરે છે.

ઇમ્યુનિટીને સુધારવાના શ્રેષ્ઠ રસ્તાઃ.

 1. કસરત, ભોજન અને આરામ વચ્ચે બેલેન્સ રાખતી સારી લાઇફસ્ટાઇલ.
 2. જીવનમાં પોઝિટિવ અભિગમ રાખવા માટે મજબૂત સામાજિક સંબંધો અને સામાજિક પ્રવૃત્તિઓ મદદ કરે છે.
 3. સ્વચ્છતા એટલે કે હાઇજિનની જાળવણી પણ એક પાસું છે જે સારી ઇમ્યુનિટી માટે ધીમે ધીમે કામ કરે છે.
 4. તે અનિવાર્યપણે શરીરને અને આસપાસના વિસ્તારને રોગથી અને રોગપ્રતિકારક જીવાણુઓ અને ચેપી એજન્ટોથી મુક્ત રાખે છે. તેવી જ રીતે તણાવનું મેનેજમેન્ટ અને રિલેક્સેશન પદ્ધતિઓ મનોવૈજ્ઞાનિક હાઇજિન જાળવવામાં મદદ કરે છે..
 5. એ માત્ર રોગની ગેરહાજરી નહીં, પણ જીવન પ્રત્યે વધુ હોલિસ્ટિક દૃષ્ટિ ધરાવે છે.
 6. શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટેની જીવનશૈલી પદ્ધતિમાં રિકવરી માટે નિયમિત વ્યાયામ, બેલેન્સ્ડ ડાયેટ અને ન્યુટ્રીશન અને પૂરતા આરામનો સમાવેશ થાય છે.
 7. કોઈ પણ વ્યક્તિ માટે નક્કી કરેલ કોમ્પ્રિહેન્સિવ ફિટનેસ કાર્યક્રમ એ વાતની ખાત્રી આપે છે કે શરીર ફીટ રહે છે અને મહત્ત્વનાં કામો પૂરતી ક્ષમતાથી કરી રહેલ છે. એથી હૃદયની સહનશક્તિ, સ્ટ્રેન્ગ્થ, ફ્લેક્સિબિલિટી અને સ્નાયુઓના એન્ડ્યુરન્સ પર ધ્યાન આપવું જોઈએ.
 8. સાથોસાથ, શરીરને જરૂરી મેક્રો અને માઇક્રો ન્યુટ્રીઅન્ટ્સ પૂરતાં પ્રમાણમાં પૂરાં પાડીને કસરત સાથે બેલેન્સ્ડ ડાયેટ કામ કરે છે. ખોરાકમાં યોગ્ય સોર્સમાંથી પૂરતાં પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, એન્ટિ ઑક્સીડેન્ટ હોવાં જોઈએ.
 9. છેલ્લે, આરામને લીધે લાગે છે કે શરીરને દરરોજની પ્રવૃત્તિઓથી અને આગલા દિવસના વર્કઆઉટથી લાગેલ થાકમાંથી રિકવર થાય છે, જેનાથી શક્તિમાં વધારો થાય છે અને રિજુવેનેશન થાય છે.
 10. સનલાઇટ(સૂર્યપ્રકાશ)ને કારણે ચામડીમાં વિટામિન ડીનું ઉત્પાદન થાય છે. ઉનાળામાં 10-15 મિનિટ તાપ લેવો (સનસ્ક્રિનને બાદ કરતાં)પૂરતો છે.

સારું ખાઇને, સરસ વ્યાયામ, પૂરતું પાણી અને પૂરતી ઊંઘ લઈ આનંદથી જીવો.

સ્ત્રોત: સોનલ શાહ , સ્ટે હેલ્થી

 

3.03703703704
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top