હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / શરીરમાં સૌથી વધુ શ્રમ ભોગવતા પંજા અને ઘૂંટીનું મહત્વ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શરીરમાં સૌથી વધુ શ્રમ ભોગવતા પંજા અને ઘૂંટીનું મહત્વ

શરીરમાં સૌથી વધુ શ્રમ ભોગવતા પંજા અને ઘૂંટીનું મહત્વ સમજવું જરૂરી

 • પગના પંજા અને ઘૂંટી આપણા શરીરમાં મહત્વ નો હિસ્સો છે અને તે આપણા શરીરનો પાયો છે.
 • શરીરના ૨૫ ટકા હાડકાં માનવીના પગમાં હોય છે.
 • તમે દરરોજ ૮૦૦૦-૧૦૦૦૦ પગલાં ચાલો છો.
 • ૫૦ વર્ષની વય સુધીમાં તમે સમગ્ર પૃથ્વીને બે વખત પ્રદક્ષિણા થાય એટલું ચાલો છો.
 • કમર, થાપા અને ગોઠણની સમસ્યામાં વાસ્તવિક રીતે પગના પંજા અને ઘૂંટી જ જવાબદાર હોય છે.
 • અનેક રોગોના સંકેતો પગના પંજા અને ઘૂંટી દ્વારા જ જોવા મળતા હોય છે.
 • વિચારો કે જો તમે પગ અને ઘૂંટીનું સારૂ સ્વાસ્થ્ય ન ધરાવતા હોય તો તમે ડાયાબિટીસ, હાઈબ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યાઓનો સામનો કેવી રીતે કરી શકો?
 • ખુદ ખેલાડીઓએ પણ તેમના પગના પંજા અને ઘૂંટી પોતે સારૂં પર્ફોર્મ કરી શકે એ માટે તેને યોગ્ય આકારમાં રાખવાની જરૂર પડે છે.

પગના પંજા અને ઘૂંટીના ઓર્થોપેડિક સર્જન્સ વિશે

 • પગના પંજા અને ઘૂંટીના સર્જનો યોગ્યતા પ્રાપ્ત ઓર્થોપેડિક સર્જન્સ હોય છે જેમણે આ ક્ષેત્રમાં એડવાન્સ્ડ ટ્રેનિંગ મેળવી હોય છે.
 • પગના પંજા અને ઘૂંટીના સર્જનો પગના પંજા અને ઘૂંટીની સમસ્યાઓની સારવાર અત્યંત વૈજ્ઞાનિક પદ્ધતિથી અને સૌથી વધુ એડવાન્સ્ડ સ્તરે કરે છે.
 • એ સલાહભર્યુ છે કે પગના પંજા અને ઘૂંટીની સારવાર સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે યોગ્યતા પ્રાપ્ત સર્જન્સ પાસે કરાવવી જોઈએ, જેથી સારા પરિણામ મળી શકે.
 • ભારતમાં જૂજ પગનાં પંજા અને ઘૂંટીના સ્પેશિયાલિસ્ટ હોય છે અને તેથી પગના પંજા અને ઘૂંટીની સારવાર માટે સમર્પિત સેન્ટર ઓફ એક્સલન્સ પણ થોડા હોય છે.


કઈ સ્થિતિઓમાં સર્જન દ્વારા પગના પંજા અને ઘૂંટીની ઉત્તમ સારવાર થઈ શકે છે?

 • પગના પંજા અને ઘૂંટીના ફ્રેકચર અને ટ્રોમા.
 • અયોગ્ય રીતે પગના પંજા અને ઘૂંટીની ગંભીર ઈજાની અવગણના કે અયોગ્ય સારવાર કરાયેલી હોય..
 • પગના પંજાના આગળના ભાગમાં ખોડખાંપણ.
 • ગંભીર ઈજા પછી પગના પંજા અને ઘૂંટીમાં આવેલી વિકૃતિ.
 • ફ્લેટ ફૂટ.
 • એડીમાં દુઃખાવો.
 • કોર્ન્સ અને કેલોસાઈટીસ.
 • પગમાં ઘારા પડી જવા કે ડાયાબિટીસમાં અન્ય સમસ્યાઓ.
 • પગ અને ઘૂંટીના સાંધાઓમાં આર્થરાઈટીસ.
 • પગના પંજા અને ઘૂંટીમાં ચેતાતંતુઓની સમસ્યા.
 • પગના પંજા અને ઘૂંટીના સ્નાયુબંધની સમસ્યા.
 • નખમાં સમસ્યા
 • એડવાન્સ્ડ સર્જરી.

પગનું સ્કેન

 • પગના પંજા અને ઘૂંટીના સારવાર કેન્દ્રમાં ઉપલબ્ધ સેવાઓ.
 • પગનું સ્કેન.
 • ફૂટ લેબ.
 • ફૂટ એન્ડ એંકલ રેડિયોલોજી.
 • ફૂટ એન્ડ એન્કલ આર્થ્રોસ્કોપી, એન્ડોસ્કોપી અને ટેન્ડોસ્કોપી.
 • રેડિયોફ્રિક્વન્સી કોએબેલેશન.
 • શોકવેવ થેરાપી.
 • ફૂટ એન્ડ એન્કલ ફિઝિયોથેરાપી.
 • ફૂટ એન્ડ એન્કલ ઓર્થોટીક્સ અને ફૂટવેરમાં ફેરફાર.
 • એડલ્ટ ફૂટ અને એન્કલ ક્લિનીક.
 • પીડિયાટ્રીક ફૂટ અને એન્કલ ક્લિનીક.
 • સ્પોર્ટ્સ ફૂટ અને એન્કલ ક્લિનીક.
 • ડાયાબિટીક ફૂટ અને એન્કલ ક્લિનીક.

પગના પંજા અને ઘુંટીની તકલીફો વિશે છણાવટ અને માર્ગદર્શન:

 • પગના પંજા અને ઘૂંટીના સર્જનો યોગ્યતા પ્રાપ્ત ઓર્થોપેડિક સર્જન્સ હોય છે જેમણે આ ક્ષેત્રમાં એડવાન્સ્ડ ટ્રેનિંગ મેળવી હોય છે.
 • પગના પંજા અને ઘૂંટીના સર્જનો પગના પંજા અને ઘૂંટીની સમસ્યાઓની સારવાર અત્યંત વૈજ્ઞાનિક પદ્ધતિથી અને સૌથી વધુ એડવાન્સ્ડ સ્તરે કરે છે.
 • એ સલાહભર્યુ છે કે પગના પંજા અને ઘૂંટીની સારવાર સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે યોગ્યતા પ્રાપ્ત સર્જન્સ પાસે કરાવવી જોઈએ, જેથી સારા પરિણામ મળી શકે.
 • ભારતમાં જૂજ પગનાં પંજા અને ઘૂંટીના સ્પેશિયાલિસ્ટ હોય છે અને તેથી પગના પંજા અને ઘૂંટીની સારવાર માટે સમર્પિત સેન્ટર ઓફ એક્સલન્સ પણ થોડા હોય છે.
 • પગનાં પંજા અને ઘૂંટીના રોગોનાં નિદાન માટેના આધુનિક ઉપકરણો કયા છે?.
 • બાયોથેશિયોમીટર, ફૂટ સ્કેન અને ડોપલર જેવા સાધનો વડે જ્ઞાનતંતુઓની તપાસ, પગના પંજા પરનાં દબાણ અને લોહીનાં પ્રવાહની તપાસ થઈ શકે છે.
 • પગનાં પંજા અને ઘૂંટીના રોગોનાં ચોક્કસ નિદાન માટે લેવામાં આવતા તમામ એક્સ-રે, દર્દીને ઊભા રાખીને જ લેવાવા જોઈએ!
 • પગની એડીમાં દુઃખાવો મટી શકે છે.
 • પગની એડીમાં થતા દુઃખાવા માટે વધુ પડતું વજન કારણભૂત હોઈ શકે છે.
 • ચોક્કસ પ્રકારની કસરતો, પગની એડીમાં થતા દુઃખાવાને મટાડવાનો અક્સીર ઈલાજ છે.
 • પગની એડીમાં થતા દુઃખાવાને દૂર કરવા માટેની આધુનિક સારવાર પદ્ધતિ છે – લિથોટ્રીપ્સી અને રેડિયોફ્રિકવન્સી.
 • પગની એડીમાં થતા દુઃખાવાની સારવાર માટે નીવડેલાં ઓપરેશન્સ પણ શક્ય છે.
 • જ્યારે પગનાં પંજામાં અંદરની બાજુની ગોળાઈ ન હોય ત્યારે એને શ્નફ્લેટ ફૂટઌ કહેવામાં આવે છે.
 • મોટાભાગે બાળકોમાં ફ્લેટ ફૂટની સારવાર જરૂરી નથી!
 • તરૂણવયમાં ફ્લેટ ફૂટની સારવાર કરાવવી ખાસ આવશ્યક છે.
 • મોટી ઉંમરે ફ્લેટ ફૂટની સારવાર શક્ય છે અને કરાવવી પણ ખાસ જરૂરી છે. નહીં તો દર્દીને લાંબા ગાળે ખોટી ધરી પર ચાલવાના કારણે ઘૂંટણ અને કમરનાં દર્દો થઈ શકે છે.
 • પગનાં પંજા અને ઘૂંટીની ઈજાઓની સારવાર ખૂબ ચોક્સાઈ માગી લે છે અને આ વિષયનાં નિષ્ણાંત તબીબ આ સારવાર વધુ સારી રીતે કરી શકે છે. વળી, આ સારવાર માટે ખાસ સાધનોની જરૂરિયાત પડે છે. જે દરેક સ્થળે ઉપલબ્ધ ન પણ હોય.
 • પગની એડીનાં ફ્રેકચરની સારવાર ઓપરેશન જ છે.
 • કણી કે કપાસી ઘરેલું ઈલાજ વડે કદી ન મટી શકે. પરંતુ પગનાં પંજામાં થતી કણી કે કપાસીનું મૂળ કારણ એ સ્થળે આવતું વધુ પડતું દબાણ હોય છે. આવું દબાણ ઓપરેશન દ્વારા ઓછું કરાવવું એ જ એનો ઈલાજ છે.
 • આપણે આપણા પગરખા સાંજે જ ખરીદવા જોઈએ કારણ-કે સાંજે આપણા પગ સૈથી વધુ પહોળા હોય છે.આમ કરવાથી જ સાચા માપના પગરખા આપણને મળે છે.
 • મોટાભાગે આપણા બેઉ પગ સરખા નથી હોતા અને તેથી જ હંમેશા મોટામા મોટા પગના માપના પગરખા જ ખરીદવા.
 • રમતવીરોએ એમના પગની ખાસ કાળજી રાખવી જરૂરી છે. આમ કરવાને કારણે તેઓ ઈજામાથી તો બચી જ શકે છે પરંતુ એમનો દેખાવ પણ સુધરી શકે છે.

ડાયાબિટીસમાં પગની સંભાળ

 • ડાયાબિટીસના કારણે પગનાં પંજામાં થતા કાયમી નુકસાનથી દર્દીઓને બચાવવાનો હેતુ અગત્યનો છે.

શું તમે જાણો છો?

 • આપણા દેશમાં ચાર કરોડથી વધુ લોકો ડાયાબિટીસના રોગથી પીડાય છે!
 • આમાંનાં અડધોઅડધ દર્દીઓને તો એ ખબર જ નથી કે તેઓ ડાયાબિટીસના રોગથી પીડાય છે.
 • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારત દેશને ડાયાબિટીસનું પાટનગર જાહેર કર્યુ છે.
 • ડાયાબિટીસનાં રોગથી પીડાતા દર્દીઓમાંથી આશરે પંદર ટકા દર્દીઓને ડાયાબિટીસના કારણે પગનાં પંજા કે ઘૂંટીમાં તકલીફ થવાની શક્યતા રહે છે. ડાયાબિટીસના કારણે પગમાં ન રૂઝાય એવા ચાંદા પડે છે. ડાયાબિટીસમાં પગનાં ચાંદા જો ના રૂઝાય તો પગને ઘૂંટણ નીચેથી કાપવાની નોબત પણ આવી શકે છે. આ કઠોર હકિકત છે કે ડાયાબિટીશમાં પગમાં ચાંદુ પડે તો આપણા દેશમાં ચાલીસ ટકા કેસોમાં પગ કાપવો પડે છે. જ્યારે ડાયાબિટીસમાં પગમાં ચાંદુ પડે તો અમેરિકા જેવા વિકસિત દેશોમાં ફક્ત બે ટકા કેસોમાં જ પગ કાપવો પડે છે. જો ડાયાબિટીસમાં દર્દીનો એક પગ કાપવો પડ્યો હોય તો આપણાં દેશમાં મોટાભાગનાં કેસોમાં આવનારા ત્રણ જ વર્ષમાં જ બીજો પગ પણ કાપવો પડે છે. જ્યારે જેમનો પગ કાપવો પડ્યો હોય તેવા દર્દીઓમાંના છાંસઠ ટકા દર્દીઓ આવનારા પાંચ વર્ષમાં જ મૃત્યુ પામે છે.


ચાલો એક નવી સમજણ મેળવીએ કે ડાયાબિટીસમાં પગમાં ચાંદા-અલ્સર કયા કારણોસર થાય છે?

 • ડાયાબિટીસના લીધે પગમાં ઉદભવતી ખામીઓ-ડિફોર્મિટી, પગનાં તળીયાં પર અસમાન દબાણ કરે છે. વળી ડાયાબિટીસમાં પહેલેથી જ સંવેદનની નસોમાં નુકસાન થયેલ હોવાના કારણે, પગનાં તળીયામાં સંવેદનાનો અભાવ હોય છે. સંવેદન વગરનાં દબાણ ખમતાં આવા પગનાં તળીયાની ચામડી તરત જ તૂટી જાય છે અને તેમાંથી ચાંદાનો જન્મ થાય છે. જો સમયસર આ ચાંદાની સારવાર કરવામાં ના આવે તો હાડકાં સુધી નુકસાન ફેલાય છે તથા હાડકાંમાં ચેપ લાગે છે. હાડકાનો આવો ચેપ, પગ કાપવાની નોબત લાવે છે.

કાળજી

ડાયાબિટીસના કારણે પગમાં થતાં ચાંદા કેવી રીતે નિવારી શકાય? નીચે મુજબની કાળજી રાખવી જરૂરી છે.

 • રોજેરોજ તમારા પગને તપાસો. સારા પ્રકાશમાં બિલોરી કાચ વડે તપાસો.
 • બ્લડ સુગર પર સુંદર કાબુ એટલે અડધું કામ પત્યું.
 • વખતોવખત નિષ્ણાંત તબીબ પાસે તમારા પગની ફૂટ એટ રિસ્ક અંગેની તપાસ કરાવવી.
 • તમારા પગને રોજ ધૂઓ અને બાદમાં ચોખ્ખા કપડાંથી સાફ કરો.
 • ન્હાવા માટે હુંફાળું ગરમ પાણી, કોઈપણ સાદો સાબુ અને પગને સાફ કરવા માટે કોઈપણ નરમ સાફ કપડું વાપરવું.
 • પગની આંગળીઓ વચ્ચેની જગ્યાને જરૂર સાફ કરવી.
 • પગને લાંબા સમય માટે પાણીમાં ડૂબાડી ન રાખવો.
 • રોજ સ્નાન પછી પગ પર કોપરેલ કે વેસેલીન જેવો કોઈપણ તૈલી પદાર્થ ચોપડવો.
 • આવો તૈલી પદાર્થ પગની આંગળીઓની વચ્ચે ન ચોપડવો,
 • નખ વખતોવખત કાપવા અને નખને સીધાં જ કાપવા.
 • કદી ખુલ્લા પગે ચાલવું નહીં.
 • હંમેશા પગમાં મોજાં પહેરવા.
 • પરસેવો ચૂસી લે તેવા કોટનના મોજાં જ પહેરવા.
 • બૂટ કે પગરખાં પહેલાં હાથમાં પહેરવાં કારણ કે પગમાં સંવેદન હોતું નથી.
 • તમારા પગરખાં ઊંડા અને ઊંચા હોવા જોઈએ જેથી વાંકીચૂકી વળી ગયેલી આંગળીઓને જગ્યા મળી રહે.
 • આદર્શ પગરખાં કેનવાસ કે લેધરનાં તથા વજનમાં હલકાં હોવા જોઈએ.
 • પગરખાંની એડી વધુમાં વધુ બે જ ઈંચ હોવી જોઈએ.
 • પગરખાં આગળથી પહોળાં હોવા જોઈએ.
 • બૂટ કે પગરખાંનું રિપેરીંગ કરાવતાં જ રહેવું જોઈએ. ખરાબ પગરખાં ઈજા નોંતરી શકે છે.
 • ડોક્ટરે બનાવડાવેલ પગરખાંની અંદર પહેરવાના ખાસ ઈન્સોલ કાયમ પહેરવાં.
 • કણી કે કપાસીની જાતે સારવાર, સ્મોકીંગ અને પગ પર ઘરેલું ઉપચાર, આ તમામથી દૂર રહેવું.

સાવધાન

 • પગમાં સોજો આવવો.
 • ચામડીનો રંગ બદલાવો.
 • કણી કે કપાસી થવી.
 • ચાંદુ કે ફોલ્લો દેખાવો..
 • સારવાર કરતા સાવચેતી વધુ સારી.

ડૉ રાજીવ શાહ(ફૂટ & એન્કલ સર્જન)

2.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top