હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / શરીરને રોગો સામે રક્ષણ આપવા માટે આયર્ન ખૂબ જરૂરી પોષકતત્ત્વ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શરીરને રોગો સામે રક્ષણ આપવા માટે આયર્ન ખૂબ જરૂરી પોષકતત્ત્વ

ભોજનમાં આયર્નથી ભરપૂર ખાદ્ય પદાર્થો સામેલ કરવા જોઇએ

આહારમાં સામેલ અનેક પ્રકારના પોષક તત્ત્વ માનવ શરીરના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ હોય છે. જેમાં આયર્ન અને કેલ્શિયમનો પણ સમાવેશ થાય છે. આયર્નની ઉપસ્થિતિથી જ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે અને આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. એટલા માટે આપણે આપણા ભોજનમાં આયર્નથી ભરપૂર ખાદ્ય પદાર્થો સામેલ કરવા જોઇએ. ઘણા બધા ખાદ્ય પદાર્થો છે જેમાં આયર્ન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જાણો, તેના વિશે.

  • કોબીજ એન્ટીઑક્સીડેન્ટ, વિટામિન્સ, ફોલેટ અને ફાઇબરથી ભરપૂર હોવાની સાથે આયર્નનો મુખ્ય સ્ત્રોત પણ હોય છે, તેનું સેવન શાકભાજી અથવા સલાડના રૂપમાં કરી શકાય છે. કોબીજ આયર્નની ઉણપને દૂર કરે છે.
  • ડ્રાય ફ્રૂટ્સ દરરોજ તમારા શરીર માટે આવશ્યક નવ ટકા આયર્નની આવશ્યકતાને પૂરી કરે છે, એટલા માટે તેનું સેવન ચોક્કસપણે કરો.
  • કિશમિશ આયર્નથી ભરપૂર હોય છે, તેને દહી, સલાડ, દલિયામાં મુટ્ઠી ભરીને નાંખી શકો છો.
  • પ્લમનો જ્યુસ આયર્નનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે, તેમાં રહેલ વિટામિન સી તમારા શરીરને સરળતાથી આયર્ન શોષવામાં મદદ કરે છે. એટલા માટે ભોજનની સાથે એક ગ્લાસ પ્લમના જ્યુસનું સેવન કરો.
  • સુકા જરદાળુ આયર્ન અને અન્ય પોષક તત્વોનો શ્રેષ્ઠ સ્ત્રોત હોય છે, તેના સેવનથી શરીરને ઘણા લાભ થાય છે.

સ્ત્રોત : હેલ્થ, ગુજરાત સમાચાર

3.21875
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top