હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / વિટામિન સપ્લીમેન્ટ્સ લેવા કેટલાં જરૂરી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિટામિન સપ્લીમેન્ટ્સ લેવા કેટલાં જરૂરી

વિટામિન સપ્લીમેન્ટ્સ લેવા કેટલાં જરૂરી

મોટા ભાગના લોકો જેઓ નિયમિત રીતે તંદુરસ્ત આહાર લેવામાં માને છે, તેઓ આહારમાં ચરબી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટના પ્રમાણ વિશે ખૂબ કાળજી રાખે છે. વિટામિનના પ્રમાણના સંદર્ભમાં આપણે કેવો સંતુલિત ખોરાક આહાર લેવો તે ઘણી વાર ચૂકી જવાય છે. જો કે તેઓ નાની માત્રામાં લેવામાં આવે તે જરૂરી છે, પણ વિટામિન્સ પાચન, ટીસ્યુની વૃદ્ધિ, તેનું સમારકામ, હાડકાની મજબૂતાઈ વગેરે જેવી શરીરની મહત્વની પ્રક્રિયાઓના નિયમન માટે જરૂરી છે. તેઓ સામાન્ય રીતે જે ખોરાક આપણે લઈએ છીએ તેમાંથી મળે છે.તેમ છતાં , હવે કેટલાક વિશેષ પ્રકારના તૈયાર પદાર્થો વિટામીન પૂરકો કે સપ્લીમેન્ટસ તરીકે મળે છે જે કોઈ ચોક્કસ પોષક તત્વની ઉણપ ભરી કાઢવા ઉપલબ્ધ છે.

સૈદ્ધાંતિક રીતે કહીએ તો, વિટામીન સપ્લીમેન્ટસ alt147ખોરાક કરતા અન્ય’ બનાવટો છે, જે સ્વભાવે કાં તો રસાયણિક કે બિનરસાયણિક હોય છે, જે એવા પોષક તત્વો પૂરા પાડે છે વ્યક્તિના ખોરાકમાં કાં તો નથી હોતા અથવા જેનો ઓછો ઉપયોગ થાય છે. અગાઉ એવી ગેરસમજ હતી કે આવા સપ્લીમેન્ટસ તેમાંના રસાયણને કારણે લાંબા ગાળે શરીરને નુકસાનકારક હોય છે. તેમ છતાં, તબીબીક્ષેત્રની તાજેતરની પ્રગતિ જોતાં બે તારણો મળે છે તે એ કે તે રસાયણિક હોવા છતાં તેમાં આડઅસર હોતી નથી અને સપ્લીમેન્ટસ કુદરતી સ્રોતોમાંથી મળે છે.

જયારે સપ્લીમેન્ટ લેતા હોવ, ત્યારે તમારી જરૂરીયાતને માફક આવે તેવું શોધવું અગત્યનું છે. ઘણી વાર, સપ્લીમેન્ટની એવી જાહેરખબર થતી હોય છે કે એ ‘બધા રોગની એક જ દવા’ હોય.એમાં તમામ જરૂરી વિટામીનો એક ગોળીના સ્વરૂપમાં સમાઈ જાય છે. દરેકે પોતાની ઉમર, જાતિ (સ્ત્રી કે પુરુષ) અને તંદુરસ્તીના આધારે અને ડોક્ટરના માર્ગદર્શનમાં સપ્લીમેન્ટ પસંદ કરવું જોઈએ. જો તમને કોઈ વિશિષ્ટ વિટામીનની ઉણપનું નિદાન થયું હોય તો કયું વિટામીન સપ્લીમેન્ટ એ જ પોષક તત્વ પૂરું પાડશે એ માટે ન્યુટ્રીશનીસ્ટ અથવા તમારા ફીઝીશ્યનની સલાહ લેવી.

પુરુષો અને સ્ત્રીઓની જરૂરિયાતો નોંધપાત્ર રીતે અલગ પડે છે. સામાન્ય રીતે ભલામણ કરવામાં આવે છે કે 30 કે તેથી વધુ ઉંમરની મહિલાઓએ તેમના પૂરક આહાર તેમના હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે તેવા લેવા જોઈએ. ગર્ભાવસ્થામાં શરીરની માગણીઓ વધારે હોય છે અને આ તબક્કા દરમિયાન મલ્ટી વિટામિન સપ્લીમેન્ટસ/પૂરક આહાર લેવા એ એક સારો વિચાર છે. જો કે, ફળો, શાકભાજી, ડેરી ઉત્પાદનો, કઠોળ વગેરેથી બનતા સમતોલ ભોજનનો કોઈ વિકલ્પ નથી.

પુરુષોના કિસ્સામાં, તેઓએ પ્રોસ્ટેટની તંદુરસ્તી વધારે તેવા પોષક આહાર લેવો જોઈએ. વધુમાં, જે પુરુષો અત્યંત તણાવ (જે ઘણી વાર ધુમ્રપાન,મદ્યપાન વગેરે તરફ દોરી જાય છે,) હેઠળ હોય છે તેમણે પણ વિટામિનના વધારાના ડોઝનો ઉપયોગ કરી શકે છે.

જ્યાં સુધી બંને જાતિઓ માટે ઉંમર આધારિત સપ્લીમેન્ટસનો વિચાર કરતાં, 55 વર્ષની ઉંમર બાદ વિટામિન ડીની ગોળીઓ લેવાની સલાહ આપવામાં આવે છે કેમ કે શરીર સૂર્યપ્રકાશમાંથી તે શોષવાની ક્ષમતા ગુમાવે છે. વૃદ્ધ લોકોને ખોરાકમાંથી વિટામિન બી 12 મેળવવામાં પણ મુશ્કેલી પડી શકે છે અને તેના પણ સપ્લીમેન્ટસ લઇ શકાય છે. પરંતુ તણાવથી ભરેલ જીવનશૈલી સાથે, સંખ્યાબંધ કુદરતી વિટામિનો અને ખનિજોનું શરીર દ્વારા પાચન અને ગ્રહણ થઇ શકતું નથી. તેથી, વિટામિન સપ્લીમેન્ટસ લેવા (માર્ગદર્શન હેઠળ) હિતાવહ છે.

સપ્લીમેન્ટ્સ રસાયણિક હોવા છતાં તેમાં આડઅસર હોતી નથી અને તે કુદરતી સ્ત્રોતોમાંથી મળે છે.

તમારી જરૂરિયાત કોઈ પણ પ્રકારની હોય, તાજેતરના વિકાસથી ખાતરી થાય છે કે મોટા ભાગના ખામીઓ સરભર કરી શકાય છે. જો કે, તેઓ સાવધાનીથી અને પોષણ અંગેની સલાહ પછી લેવા જોઈએ. ભલે તમને તેનાથી કોઈ નુકસાન ન થાય, પરંતુ તમારી પરસેવાની કમાણી સપ્લીમેન્ટસના ઉત્પાદકના ખીસા માટે નથી !

સ્ત્રોત:સોનલ શાહ, Stay Healthy

3.32258064516
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top