હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / વિટામિન ડીની ઉણપથી થઇ શકે છે ડાયાબીટીઝ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિટામિન ડીની ઉણપથી થઇ શકે છે ડાયાબીટીઝ

વિટામિન ડીની ઉણપ વિષેની માહિતી

જો તમે વિટામિન ડીની ઉણપ ધરાવો છો તો તમારે સાવચેત થવાની જરૂર છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે વિટામિન ડીની ઉણપના કારણે ડાયાબીટીઝ થવાનો ખતરો રહે છે. અમેરિકાની યૂનિર્વસિટી ઑૅફ કૈલિફોર્નિયા સૈનડિયાગો અને દક્ષિણ કોરિયાની સોલ નેશનલ યૂનિવર્સિટીએ ૯૦૩ સ્વસ્થ લોકો પર અધ્યયન કરી આ બાબતનો ખુલાસો કર્યો હતો.

અધ્યયનમાં સામેલ તમામ લોકો આશરે ૭૪ વર્ષના હતા. અને આ તમામ લોકો ૧૯૯૭-૧૯૯૮માં ડાયાબીટીઝના શિકાર ન હતા અને તેમનામાં ડાયાબીટીઝના કોઇ પણ લક્ષણ જોવા નહોતા મળ્યા. ત્યારબાદ આ તમામ લોકોના સ્વાસ્થયની જાણકારી ૨૦૦૯ સુધી રાખવામાં આવી હતી. આ દરમ્યાન લોહીમાં વિટામિન ડીનું સ્તર, પ્લાઝ્મા ગ્લૂકોઝ અને ઓરલ ગ્લૂકોઝ ટોલરેંસની તપાસ કરાઇ હતી.

થોડા સમય બાદ ડાયાબીટીઝના ૪૭ કેસ અને શુગરના પ્રથમ ચરણના કુલ ૩૩૭ કેસ જોવા મળ્યા હતા. જેમાં લોહીમાં શુગરની માત્રા સામાન્ય કરતા વધુ હતી. પરંતુ તેટલી પણ નહીં કે તેને ટાઇપ-૨ ડાયાબીટીઝની કેટેગરીમાં સામેલ કરી શકાય. આ અધ્યયન પ્લસવન નામની જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

સ્રોત: ગુજરાત સમાચાર

2.92307692308
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top