હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / વિટામિન ડી3 હૃદયને થતા નુકશાનની સારવાર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિટામિન ડી3 હૃદયને થતા નુકશાનની સારવાર

વિટામિન ડી3ની મદદથી હાર્ટ અટેકના જોખમને ઘટાડી શકાય છે

 

સૂર્યપ્રકાશમાં આવ્યા બાદ શરીરમાં કુદરતી રીતે તૈયાર થતા વિટામિન ડી3 હૃદયને થતા નુકશાનને ઠીક કરવામાં અસરકારક બની શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે સૂર્ય પ્રકાશમાંથી મળતું વિટામિન ડી3 હૃદય માટે ખૂબ જ ઉપયોગી છે.
અમેરિકામાં ઓહાયો યૂનિવર્સિટીના શોધકર્તાઓએ જાણ્યું કે વિટામિન ડી3, હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ સહિત કેટલીય બીજી બીમારીઓથી હૃદય તંત્રને થતા નુકશાનનું નિવારણ અથવા તેને ઠીક કરી શકે છે. દુકાનોમાં હવે વિટામિન ડી3ના સપ્લીમેન્ટ્સ ઉપલબ્ધ છે.
પ્રોફેસર ટાડેયૂઝ્સ માલિન્સકીએ કહ્યુ સામાન્ય રીતે વિટામિન ડી3 હાડકાઓ સાથે સંકળાયેલું છે. જો કે હાલના વર્ષોમાં ક્લીનિકલ સેટિંગ્સમાં લોકોએ જાણ્યું કે હાર્ટ અટેકનો શિકાર બનેલા લોકોમાં વિટામિન ડી3ની ઉણપ હતી.
માલિન્સકીએ કહ્યુ તેનો અર્થ એ નથી કે વિટામિન ડી3ની ઉણપથી હાર્ટ અટેક આવે છે, પરંતુ ડી3ની ઉણપથી હાર્ટ અટેક થવાનું જોખમ વધી જાય છે. આ અભ્યાસ ઇન્ટરનેશનલ જર્નલ ઑફ નેનોમેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

સ્ત્રોત: હેલ્થ ગુજરાત સમાચાર

 

2.75
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top