આધુનિક દોડધામવાળી જીવનશૈલીને કારણે મોટાભાગની મહિલાઓમાં વાળ ખરવા ની સમસ્યા જોવા મળે છે. જો વાળ થોડાઘણાં ખરે તો કોઈ ચિંતાની વાત નથી પરંતુ વાળ વધુ ખરવા લાગે અથવા અકાળે વાળ સફેદ થવા લાગે તો સ્ત્રીઓ સૌથી વધુ ચિંતિત થઈ જાય છે. એમાંય વરસાદ અને વરસાદ પછીના ભેજવાળા વાતાવરણને કારણે વાળની સમસ્યાઓ વધી જાય છે. સાથે જ ચોમાસા અને શિયાળામાં ડેંડ્રફ, શુષ્ક વાળ થવાની સમસ્યા વધુ જોવા મળે છે અને આજકાલની ઝડપી લાઈફમાં વાળની યોગ્ય કાળજી લેવાનો સમય પણ રહેતો નથી.
ખરતા વાળને રોકવા માટે ઉપચાર
- ટાઇફોઇડ કે મરડા જેવી વ્યાધિ લાંબો સમય ચાલી હોય તો વ્યાધિ મટી ગયા પછી પણ વાળ ખૂબ ઊતરે છે. આંતરડાંના રોગો જો જીર્ણ સ્વરૂપ પકડે અથવા ત્વચાના કેટલાક રોગોને લીધે પણ વાળ ખરે છે.
- પ્રસૂતિ પછી લાંબા વખત સુધી બાળકને સ્તનપાન કરાવવાથી પણ વાળ ઊતરે છે. ઉપરાંત, પોષણનો અભાવ, વિટામિનનો ખામી તેમજ વારંવારની ટૂંકા ગાળાની પ્રસૂતિથી પણ વાળ ખરે છે.
- વધારે પડતા ખારા, ખાટા, તીખા, ઉષ્ણ, તીક્ષ્ણ ગુણોવાળાં આહારદ્રવ્યોનો સતત કે વધારે ઉપયોગ પણ વાળ ખરવાનું પ્રધાન કારણ ગણાવાય છે. વિરુદ્ધ આહાર-વિહારથી પણ વાળ ખરે છે.
- કોસ્ટિક સોડાવાળા સાબુના સતત નિયમિત ઉપયોગથી વાળ ખરે છે.
- વિભિન્ન પ્રકારનાં રસાયણોયુક્ત સુગંધિત તેલથી પણ વાળનું સ્વાસ્થ્ય જોખમાય છે.
- મનોવ્યાધિ, ચિંતા, શોક, ભય, ગુસ્સો, અનિદ્રા પણ વાળ ખરવા માટે જવાબદાર ગણાય છે.
- સ્ત્રીઓમાં માસિકસ્રાવની અનિયમિતતા, અલ્પ માસિક, અતિ માસિક, શ્વેત સ્રાવ, ગર્ભાશયના મોઢા પર ચાંદું, જાતીય રોગો વગેરેથી પણ વાળ ખરે છે.
- વારસાગત કારણોમાં માતૃ પક્ષ કે પિતૃ પક્ષની જીર્ણ વ્યાધિઓ જો વારસામાં ઊતરે તોપણ વાળ વધારે ખરે છે. આમાં શારીરિક કે માનસિક વ્યાધિઓ પણ હોઈ શકે, જેમાં મંદબુદ્ધિ, અપસ્માર-વાઈ, સ્મૃતિભ્રંશ, ટાયાબિટીસ, ત્વચાના સોરાયસીસ જેવા રોગો, મસા, કૃશતા, સ્થૂળતા વગેરે ઘણી વિકૃતિઓ ગણાવી શકાય.
વાળ ખરવાનાં ઉપર્યુક્ત મૂળભૂત કારણોમાંથી જેના લીધે વાળ ખરતા હોય તે કારણો જો દૂર કરી શકાય તેમ હોય તો તેનો ત્યાગ કરવાથી ચિકિત્સા વગર પણ ફાયદો થઈ જાય છે. આયુર્વેદમાં તેને નિદાન પરિવર્જન કહેવામાં આવે છે. રોગોત્પાદક મૂળભૂત કારણોનાં ત્યાગને નિદાન પરિવર્જન કહેવામાં આવે છે.
વાળ ખરવાનાં આટલાં સામાન્ય કારણો જાણ્યાં પછી તેને દૂર કરીને નિમ્ન ઉપચારક્રમ યોજવાથી વાળ ખરતા અટકે છે.
- આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવો.
- કોસ્ટિક સોડા જેવાં જલદ દ્રવ્યો વપરાતાં હોય, એવા સાબુનો ઉપયોગ કરવો નહીં.
- અરીઠાં, શિકાકાઈ, મઠો, ત્રિફળા, બેસન, છાશ વગેરે દ્રવ્યોથી વાળ ધોવા જોઈએ.
- દર અઠવાડિયે સ્વાદિષ્ટ વિરેચનથી હળવો જુલાબ લેવો.
- બ્રાહ્મી, આમળાં, ભાંગરો, દૂધી, રતાંજળી, મોથ જેવાં દ્રવ્યોથી ઘરે બનાવેલું જ તેલ વાપરવું. તેલ નાખ્યા પછી સવારે તડકામાં અડધો કલાક બેસવું.
- ચ્યવનપ્રાશ બે-બે ચમચી દૂધ સાથે સવારે અને રાત્રે લો.
- આરોગ્યર્વિધની :- બે-બે ગોળી સવારે અને રાત્રે લેવી.
- લોહાસવ :- જમ્યા પહેલાં ચાર-પાંચ ચમચી બપોરે અને રાત્રે તેમાં એટલું જ પાણી ઉમેરીને પીઓ.
ઉપચાર
વાળ ખરવાના ઉપર્યુક્ત મૂળભૂત કારણોમાંથી જેના લીધે વાળ ખરતાં હોય, તે કારણો જો દૂર કરી શકાય એમ હોય તો તેનો ત્યાગ કરવાથી ચિકિત્સા વગર પણ ફાયદો થઈ જાય છે. આયુર્વેદમાં તેને નિદાન ‘પરિવર્જન’ પણ કહેવામાં આવે છે. રોગોત્પાદક મૂળભૂત કારણોના ત્યાગને નિદાન પરિવર્જન કહેવામાં આવે છે.
આયુર્વેદિય મતે શરીરમાં રોગ ઉત્પન્ન થવાના અગાઉથી જ ‘કારણો’ હોય છે. આ કારણોને લીધે શરીરમાં વાયુ, પિત્તાદિ દોષોનો સંચય હોય છે અને આ સંચિત થયેલા દોષો આગળ જતાં પ્રકુપિત થઈને રોગો ઉત્પન્ન કરે છે. આમ રોગ ઉત્પન્ન થવાની આંતરિક પ્રક્રિયા આગળથી જ હોય છે. જો આ આંતરિક પ્રક્રિયાને તોડવામાં આવે તો એટલે કે રોગોત્પાદક મૂળભૂત કારણોનો ત્યાગ કરવામાં આવે તો રોગ સ્વયં શાંત થઈ જાય છે.
વાળ ખરવાના આટલા સામાન્ય કારણો જાણ્યા પછી તેને દૂર કરીને નિમ્ન ઉપચારક્રમ યોજવાથી વાળ ખરતાં અટકે છે.
- આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવો.
- કોસ્ટિક સોડા જેવા જલદ દ્રવ્યો વપરાતા હોય એવા સાબુનો ઉપયોગ કરવો નહીં.
- અરીઠા, શિકાકાઈ, મઠો, ત્રિફળા, બેસન, છાશ વગેરે દ્રવ્યોથી વાળ ધોવા જોઈએ.
- રાત્રી જાગરણ, ચિંતા, ટેન્શન, ભય, ગુસ્સાથી બચવું.
- આહાર પૌષ્ટિક-સમતોલ અને છએ રસોવાળો હોવો જોઈએ.
- દર અઠવાડિયે સ્વાદિષ્ટ વિરેચનથી હળવો જુલાબ લેવો. બ્રાહ્મી, આમળાં, ભાંગરો, દૂધી, રતાંજળી, મોથ જેવા દ્રવ્યોથી ઘરે બનાવેલું જ તેલ વાપરવું.
- તેલ નાંખ્યા પછી સવારના તડકામાં અડધો કલાક બેસવું.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.