অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મીઠો લીમડો દાળ-કઢીનો સ્વાદ જ નહીં ચામડી-વાળને પણ નિખારે

મીઠો લીમડો દાળ-કઢીનો સ્વાદ જ નહીં ચામડી-વાળને પણ નિખારે

કાઠિયાવાડની ઘણી ચીજો વખણાય એમાં પણ ખાસ કરીને કઢી. પહેનાંના જમાનામાં કઢી માટીના વાસણમાં બનાવવામાં આવતી. માટીના વાસણમાં બનેલી કઢીનો સ્વાદ કંઇક અલગ જ હોય છે. માટીના વાસણમાં બનેલાં દાળ-શાક આરોગ્ય માટે સારાં છે એવું વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે.
કઢીને વધારે સ્વાદિષ્ટ બનાવવા તેની સોડમ વધારવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. અને એટલે લીમડાને અંગ્રેજીમાં Curry Leaves કહે છે. ભારતમાં લગભગ ઘણાં ઘરના આંગણામાં મીઠો લીમડો વાવવામાં આવે છે.
પેટની સમસ્યાઓ અને ડાયાબિટીસમાં પણ તે ઉપયોગી : તેમાંના આલ્કલોઇડ તત્વો ચરબીનું વિઘટન કરે છે

રસાયણોથી ભરપૂર મીઠો લીમડો

  • Maha numbine, Kvenibine નામનાં તત્વો (આલ્કલોઇડ) મીઠા લીમડાનાં પાનમાં રહેલાં છે. આ તત્વોથી ચરબીનું વિઘટન થાય છે. જેમ જેમ શરીરમાંથી ચરબી ઘટતી જાય તેમ તેમ લોહીમાં રહેલી શર્કરાનું પ્રમાણ પણ ઘટવા માંડે છે.
  • મીઠા લીમડાના દસથી પંદર પાન તોડી પાણીથી બરાબર સાફ કરીને ચાવી જવાં. તેના કૂચા પણ ચાવી જવા. આયુર્વેદના જાણકારોનું માનવું છે કે તેનાથી ડાયાબિટીસ નિયંત્રિત થાય છે.
આ ઉપરાંત લીમડાનાં પાંદડાંમાં ફાયબર્સ, આયર્ન, ફોલિકએસિડ, પ્રોટીન, મીનરલ્સ, વિટામિનએ રહેલાં છે, જે યકૃત(લીવર) ની કાર્યક્ષમતા વધારે છે. HDL કે જે હ્રદય માટે સારા પ્રકારનું કોલેસ્ટરોલ કહેવાય છે, તેનો વધારો કહે છે. ખરાબ પ્રકારનું કોલેસ્ટ્રોલ કે જેને LDL કહે છે, તેનો ક્રમશ: ઘટાડો કરે છે. કેમોથેરાપીની આડઅસરનું પણ નિવારણ કહે છે. આર્યન અને ફોલિક એસિડને કારણે HBનું પ્રમાણ વધતાં એનિમિયા દૂર થાય છે.

ચહેરાનું સૌંદર્ય વધારે

મીઠા લીમડાનાં તાજાં પાંદડાં અને જરૂર પુરતી હળદર મેળવી પાણી નાખીને લસોટી નાખવું. પેસ્ટ-લુગદી બની જાય એટલે ફોકસ પર લગાડવું. આ લેપ દિવસ દરમિયાન લગાવવો. રાત્રે નહીં. તેનાથી ખીલ, કાળા ડાઘ, ફોડલીઓ, સનબર્ન વગેરેમાં ફાયદો થાય છે.

વાળનો જથ્થો વધે છે

  • મીઠા લીમડાને પાણીમાં લસોટી તેનો રસ કાઢવો. લગભગ ૧૦૦ml જેટલો રસ નીકળે એટલે તેમાં દેશી કોપરેલ (જે ખાવામાટે વપરાય છે) તેમાં ઉમેરવું. ૨૫ ગ્રામ જેટલી લીમડાનાં પાનની પેસ્ટ(લુગદી) બનાવવી આ પેસ્ટને પણ તેલ ઉકાળતી વખતે નાખવી. બધો રસ બળી જાય ત્યારે તેલ બરાબર પાકી ગયું છે કે નહીં તેનું પરીક્ષણ કરવું. ઉકાળતા તેલમાંથી ચમચા વડે પેસ્ટને બહાર કાઢવી. આ પેસ્ટ ઠંડી થાય ત્યારે હથેળીમાં કે આંગળીઓ પર ચીટકી ન જાય તો માનવું કે હજી તેલમાં પાણીનો ભાગ છે. આવું લાગે ત્યારે તેલને વધારે વાર ઉકાળી ફરી પરીક્ષણ કરવું.

તેલ બરાબર પાકી જાય પછી ઠંડુ પાડી ગાળી બોટલમાં ભરી રાખવું. આ તૈયાર થયેલું તેલ માથાના વાળની સેંથીએ સેંથીએ ઘસીને માલિશ કરવું.
આ મીઠા લીમડાના તેલનો ઉપયોગ કરવાની વાળનો જથ્થો વધે છે. ખરતા વાળ અટકે છે. અવિકસિત વાળનો વિકાસ થાય છે. વાળનો કુદરતી રંગ જાળવવામાં મદદરૂપ થાય છે.

પેટની ગરબડ

  • મીઠા લીમડામાં ઘણાં ઔષધીય ગુણો રહેલાં છે. જેમાંનો એક ગુણ પેટમાં પેદા થતી ગરબડને દૂર કરે છે. ખોરાક પ્રત્યે રુચિ ન થવી, ઉબકા આવવા, ઉલટી થવી, ખોરાકનું પાચન ન થતાં પેટ ફુલી જવું- વગેરે પેટની સમસ્યાઓમાં મીઠા લીમડાનો ઉપયોગ કરી શકાય છે.
  • મીઠા લીમડાનાં દસ પાંદડાંનો બે ચમચી રસ અને એક ચમચી લીંબુનો રસ ઠંડા પાણીમાં મેળવીને તેમાં જરૂર પૂરતી સાકર નાખવી. તેમાં મરીનો પાવડર પણ ઉમેરવો. આ શરબત પીવાથી ઉપર્યુક્ત સમસ્યાઓનું નિવારણ કરી શકાય છે.
  • મીઠું, જીરુ, હિંગ અને મીઠા લીમડાનાં પાંદડાંથી વઘારેલી છાશ જમતી વખતે લેવાથી મરડો, મ્યુણે કોલાયટીસ જેવી સમસ્યાઓમાં થોડી રાહત થાય છે.

આપણા આંગણામાં થતી ઔષધિ મીઠા લીમડાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઘણી સમસ્યાને દૂર રાખી શકાય છે અને સ્વાસ્થ્ય જાળવાય રહે છે.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate