অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ચામડી-વાળ માટે સાબુ- શેમ્પુનો વિકલ્પ શું?

ચામડી-વાળ માટે સાબુ- શેમ્પુનો વિકલ્પ શું?

મોલ કલ્ચર: માત્ર નવી પેઢીને નહીં, હવે તો બધાને મોલ કલ્ચર ગમવા માંડ્યું છે. કોઇ પ્રોવિઝન સ્ટોરવાળા ભાઈને બે પ્રશ્ર્નો પૂછો તો વ્યવસ્થિત, પૂરતો સંતોષકારક જવાબ મળતો નથી. ક્યારેક તેઓ છણકો પણ કરત હોય છે. જ્યારે આ મોલમાં એક તો એરકંડિશન ચાલુ હોય. ઉપરથી ડિસ્પ્લેમાં બધી જ વસ્તુઓ મૂકેલી હોય. એટલે જાતે જોઇને વિચારીને પસંદ કરી શકાય.

પણ જાહેરાતો કરનારાઓનું શું ?

જાહેરાતો: ADVERTISEMENT : આજે આપણે સાબુઓ શેમ્પુઓની નવી- નવી ઘણી જાહેરાતો જોઇએ છીએ અને એ પણ ગ્રાહકને લલચાવવા માટે જાત-જાતના દાવાઓ સાથે આ બધા દાવાઓમાં ખરેખર કેટલું વજુદ છે એ વાત આપણે સાબુ કે શેમ્પુ ખરીદતી વખતે વિચારીઓ છીએ ખરા/

કન્ઝયુમર રિસર્ચ એન્ડ એજ્યુકેશન સોસાયટી:સાબુ વડે સ્નાન કરવાથી શું ચામડીને કોઈ ફાયદો થાય છે ખરો/ અમદાવાદની કન્ઝ્યુમર રિસર્ચ એન્ડ એજ્યુકેશન સોસાયટીએ તાજેતરમાં આ સવાલનો વૈજ્ઞાનિક જવાબ શોધવાની કોશિશ કરી. આ સોસાયટીએ બજારમાં મળતાં સાબુની આઠ બ્રાન્ડોનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરાવ્યું, તો કેટલીક આશ્વર્યજનક બાબતો જાણવા મળી.

તારણ : બજારમાં મળતાં બધા સાબુઓ મહદઅંશે આલ્કલાઈન (ક્ષારીય) હોય છે. જ્યારે આપણી ચામડી એસિડીટી અમ્લતાનો ગુણધર્મ છે આ પ્રકારની સાબુથી સ્નાન કરવાને લીધે ચામડી સૂકી- રુક્ષ જાય છે. અને ચામડીમાં ખંજવાળ આપે છે.સાબુમાં વળતાં ફીણ શરીરને ચોખ્ખું-સ્વચ્છ કરવામાં મદદ કરે છે, એ બહુ મોટી ગેરસમજ છે. જે સાબુમાં ડિટર્જન્ટનું પ્રમાણ વધારે હોય છે તેમાં ફીણ વધુ થાય છે. ડિટર્જન્ટ (આલ્કલાઈન-ક્ષારીય) હોય છે, જે ચામડીને નુકસાન કરનારું તત્વ છે. સાબુમાં જેટલું વધારે ફીણ તેટલો એ સાબુ ચામડીને વધુ હાનિકારક હોય છે. વળી કેટલાક સાબુઓમાં મેલમાં રહેલાં જંતુઓનો નાશ કરવા માટેની દવાઓ ઉમેરવામાં આવી હોય છે, આવાં જંતુઓ દવાઓથી મરી જતાં હોય છે. પરંતુ બે કલાકમાં ફરી પાછા પેદા થાય છે. પરંતુ પેલી જંતુનાશક દવાનાં તત્વો ચામડીનાં છિદ્રો દ્વારા શોષાય છે. લોહીમાં ભળે છે. જે શરીર માટે ખતરો ઊભો કરે છે.શિયાળામાં સાબુ- શિયાળામાં આ સાબુથી ન હોવું હિતાવહ નથી કારણ કે શિયાળાના ઠંડા અને સૂકા વાતાવરણને કારણે આમેય ચામડી સૂકી હોય છે અને એના સાબુ વપરાય એટલે તે વધારે બરછટ બનતી હોય છે.

શેમ્પુ: માથું ઘોવા માટે વરરાતા શેમ્પુનું પણ સાબુ જેવું છે જોકે શેમ્પુથી ઝડપથી વાળ ધોવાય જતાં હોય છે અને એમાંથી કચરો, મેલ વગેરે પણ સરળતાથી દૂર કરી શકાતા હોય છે. પરંતુ તેમાંનાં ક્ષારોનું પ્રમાણ વધારે હોય તો વાળના મૂળ પાસે આવેલી તેલગ્રંથિઓના સ્ત્રાવ ઓછા થઈ જાય છે.

LUSTER : કુદરતી ચિકાશ- સામાન્ચ રીતે તેલગ્રંથિઓના સ્ત્રાવથી વાળને કુદરતી ચિકાશ મળી રહે છે. અને તેનાથી વાળ મુલાયમ અને લચકીલા રહે છે. પરંતુ આ ગ્રંથિઓમાંની ઝરતી કુદરતી ચિકાશનું પ્રમાણ ઘટવા માંડે તો વાળ પણ સૂકા અને બરછટ બની જાય છે. (કુદરતી ચિકાશ- Luster ઘટવા માટેના કારણોમાં વિચિત્ર પ્રકારની ખાણીપીણીની સ્ટાઈલ સમજ્યા મગરનું ડાયેટિંગ, ઉજાગરા વગેરે કારણો જવાબદાર છે.) આવા વાળમાં પોષણનો અભાવ પેદા થાય છે. અને ધીમે ધીમે વાળનું આયુષ્ય ઘટતું જાય છે અને વાળ ખરવા માંડે છે. કુદરતી ચિકાશને અભાવે માથાની ચામડી રુક્ષ થઈ જાય છે અને ધીમે- ધીમે તેનું ઉપરનું પડ ઉખડવા માંડે છે, જે આપણે ખોડાના સ્વરૂપે જોઈ શરીએ છીએ.

એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ:  એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ પણ આજકાલ બહુ પ્રચલિત છે. જાહેરાતોને કારણે પણ પહેલાં તો માત્ર ડોક્ટર જ જરૂર પ્રમાણે લખી આપતાં લાંબો સમયના આવાં શેમ્પુઓના ઉપયોગથી વાળનાં મૂળ પાસેની ત્વચાનાં છિદ્રો ધીમે ધીમે પૂરાઈ જઈ શકે છે.

વિકલ્પ શું ?

તો અહીં પ્રશ્ર્ન એ થાય કે ચામડી અને વાળને ચોખ્ખા સ્વચ્છ રાખવા માટેનો સાબુ- શેમ્પુનો વિકલ્પ શું ?

સાબુ: શેમ્પુની શોધને બહુ વધારે વર્ષી થયા નથી. ઋષિકાળથી શરીરની ચામડી અને વાળને સ્વચ્છ કરવા માટે વનસ્પતિઓના પાવડરનો ઉપયોગ થયો. જોકે આ બધા પાવડર વાપરવાનો હેતુ વધારે ફીણ વાળવાનો નહોતો, પરંતુ તેનાથી ચિકાશ, મેલ, ખોડો વગેરે સરળતાથી દૂર કરી શકાતા.

નહાવા માટે- શરીરની ચામડી પર મેલની ચિકાશ દૂર કરવા માટે ચણનો લોટ, હળદર, સુખડનો વેર, કપૂર કાચલીના ચૂર્ણને સરખા ભાગે જમા કરીને ભરી રાખવું. આ પાવડરને દૂધમાં પલાળીને Face Pack તરીકે પણ વાપરી શકાય છે. આ લુગદીથી રોજ નહાવાથી લાંબા સમય સુધી ચામડીને તેજસ્વી અને કોમળ રાખી શકાય અને ચામડીના રોગોથી બચી શકાય છે. વાળ ધોવા માટે- માથું ધોવા માટે અરીઠાં -૧ ભાગ, શિકાકાઈ તેનો ઉકાળો બનાવી વાળ ધોવાય તો વાળ ચમકદાર બંને છે. જો ખોડો રહેતો હોય તો એમાં દારૂ હળદર અડધો ભાગ ઉમેરી દેવું. તેનાથી ખંજવાળ, ખોડો દૂર થાય છે અને વાળનો વિકાસ થઈ વાળની લંબાઈ વધે છે.

લેખક : વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા,આરોગ્યમ્, email aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate