હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / વરસાદી બિમારીઓથી શી રીતે બચવું?
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વરસાદી બિમારીઓથી શી રીતે બચવું?

વરસાદી બિમારીઓથી શી રીતે બચવા માટેના ઉપાય

ધમધોખતા ઉનાળાના ગરમીના દિવસો બાદ ચોમાસામાં વરસાદી વાતાવરણ આહલાદક લાગે છે. પરંતુ સામાન્ય ઝરમર છાંટા કે હળવા વરસાદી ઝાપટાનો વરસાદનો શરૂઆતી આનંદ આતંકમાં ફેરવાઈ જાય છે, જ્યારે સતત વરસતાં વરસાદ, ભેજ, વાદળછાયા વાતાવરણથી નાની-મોટી બિમારીઓનો સામનો કરવાનો થાય છે.

આવું શા માટે ?

 

ગરમીમાં ખૂબ તપીને રૂક્ષ થઇ ગયેલી ધરતીમાં વરસાદી પાણી પડતાં બાષ્પ નીકળે છે. વધુ પ્રમાણમાં વરસાદી પાણીથી તરબતર ધરતીમાં ભેજ, બાફનું પ્રમાણ વધુ હોય છે. હવા ભેજવાળી હોય છે. તો વળી સૂર્યપ્રકાશ ક્યારેક વાદળછાયો તો કયારેક થોડા સમય માટે જ આવતો હોવાની અસર હવા, પાણી, વર્ષાઋતુ દરમ્યાન ઉગતાં શાકભાજી, ફળો દરેક પર થાય છે. શરીર બહારનાં વાતાવરણ સાથે સતત અનુકૂલન સાધવા પ્રયત્નશીલ રહે છે. તેમ છતાંપણ ભીની, ઠંડી, ભેજવાળી હવા, વરસાદી ખોરાક, વાતાવરણનો બાફ જેવા નાના-મોટા પરિબળોની અસર શરીરનાં ત્રિદોષનાં સંતુલન પર પણ અનુભવાય છે. કુદરતી પરિબળોની અસર સાથે સામ્યતા ધરાવતાં ગુણમાં ઠંડો, હલકો વાયુ દોષ નજીવા કારણોસર સંતુલન ગુમાવે છે. તેવી જ રીતે ભેજ, ઠંડક અને વરસાદી વાતાવરણમાં કફ દોષનું સંતુલન પણ નજીવા કારણોસર બગડી શકે છે. જ્યારે વાયુ વધુ વિકૃત થાય ત્યારે ભૂખમાં અનિયમિતતા, મંદાગ્નિ, અપચો, શરીરમાં નાના-મોટા દુ:ખાવા થવા, જકડાહટ, પેટમાં આફરો થઇ જવો, માઇગ્રેન, સાયટિકા જેવા નાડીની વિકૃતીથી થતાં રોગની સંભાવના વધી જાય છે. આ સાથે કફતત્વનું સંતુલન બગડવાથી શરીરનું વ્યાધિક્ષમત્વ બળ – ઈમ્યુનીટી ઘટી જવાથી વાયરલ-બેક્ટેરિયલ રોગો જેવા કે સામાન્ય શરદી, ફલુ, ગળામાં સોજો-દુઃખાવો, ઉલટી-ઝાડા, મેલેરિયા-ડેન્ગ્યુ જેવા સંક્રમણથી થતાં રોગનો ભોગ બનવાની સંભાવના વધી જાય છે.

શું કરવું ?

પાંચ-સાત મિત્રોની ટોળી કે પછી ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓ વરસાદી વાતાવરણમાં કીટલીએ જઈ ચ્હા પીવાનું કે પછી ગરમાગરમ દાળવડા કે વડાપાઉં ખાવાની મજા ઉડાવે ત્યારબાદ મિત્રો કે કર્મચારીઓમાંથી અમુક જ એસિડિટી, ઝાડા, અપચો, શરદી-ફલુ જેવી નાની-મોટી તકલીફમાં ફસાય છે. કેટલાંકને ક્યારેક લેવામાં આવતી ખાણી-પીણી કે પછી વરસાદી વાતાવરણની છુટછાટ બીમાર પાડતી નથી. આવું આપણે સહુએ ક્યારેક તો અનુભવ્યું છે ખરૂ ને ? અને આવું કેમ થાય છે તેનાં તર્ક રૂપે આપણે ઈમ્યુનીટીને જવાબદાર ઠરાવીએ છીએ. પરંતુ શું આ ઈમ્યુનીટી એ કોઈ કાયમી શારીરિક લક્ષણ છે ? જેમકે આપણી ત્વચાનો રંગ કે પછી નાક-હોઠનો આકાર ? ના. ઈમ્યુનીટી અને તેમાંપણ સિઝનલ ચેન્જીસ દરમ્યાન શરીરની ક્ષમતા માટે યોગ્ય પગલાં લેવાથી ચોક્કસ રોગનો ભોગ બનતા બચી શકાય !

વરસાદમાં આટલું જાળવો.

  • વાયુ અને કફ દોષનાં સંતુલનની જાળવણી માટે ઠંડક, ભેજ, પાણીમાં પલળવું, વરસાદી ગંદા પાણીમાં વધુ સમય ઉભા રહેવું, વાસી-ઠંડો-પચવામાં ભારે ખોરાક ખાવો, પલળેલા માથાને કોરું કર્યા વગર પંખા નીચે કે પછી એરકંડિશન્ડ વાતાવરણમાં લાંબો સમય રહેવું જેવી નાની-મોટી રોજબરોજના જીવન સાથે જોડાયેલી બાબતોમાં વરસાદની ઋતુમાં કાળજી રાખવી..
  • સૌ પ્રથમ ઘર અને આજુબાજુનાં વાતાવરણની સાફસફાઈ જાળવવી, ગુગળ અને કપૂરનો ધૂપ કરવો, માખી, મચ્છર, ફુગથી બચવું..
  • હર્બલ-ટી – ૧ ઈંચ આદુંનો ટુકડો, ૧-૧૦ તુલસીનાં પાન, ૩ મરી ને ૧ ૧/૨ કપ પાણીમાં ઉકાળી પાંચ-છ ઉભરા લાવી ઢાંકીને ૫-૭ મિનીટ બાદ ગાળી નવશેકું ચ્હાની માફક પીવું. જરૂર લાગે તો ૧ ૧/૨ ચમચી મધ પણ ઉમેરી શકાય..
  • સવાર કે સાંજના જમવા દરમ્યાન અનુકૂળ હોય ત્યારે તાજી કાપેલી ડુંગળીની ચીરી પર લીંબુ, સંચળ, મરી છાંટી ખાવું. એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ ગુણોથી ભરપૂર ડુંગળી પાચક, રોચક હોવાથી વાયુ, અપચો, શરદીમાં ફાયદો કરશે..
  • ચોમાસા દરમ્યાન શાક, દાળ જેવી વાનગીઓમાં લસણનો ઉપયોગ ચોક્કસ કરવો. લસણ વાયુ અને કફનાં અસંતુલનથી થતી તકલીફમાં ફાયદો કરે છે..
  • લસણ ખૂબ સારું છે વિચારી દિવસ દરમ્યાન ૮-૧૦ કળી લસણ ઘીમાં સાંતળી એક જ ટંકે ખાઈ જવાનો અતિરેક ન કરવો. નિયમિત ખોરાકમાં લસણ બહુ બળી ન જાય તે રીતે ટીચી અને વાનગી બન્યા પછી તેમાં ઉમેરવું જેથી તેમાંનું ઉડનશીલ તત્વ વાનગીમાં ભળે. .
  • વાયુ પ્રકોપ અને અપચાથી બચવા માટે જ પરંપરાગત વ્રત, ઉપવાસ, એકટાણાની પ્રથા છે. પરંતુ વરસાદી વાતાવરણમાં ફરાળી વાનગીઓ જેવી કે બટેકા, શીંગ, માવો, તળેલાં ફરસાણથી પાચન મંદ થશે. અપચાથી શરૂ થયેલી પરંપરા ઘણાં રોગનું કારણ બની શકે છે. આથી વ્રત, ઉપવાસ દરમ્યાન કાચાકેળા, શક્કરિયા, મોળી છાશ, ઓછી ફેટવાળું દુધ, રતાળુ, સુરણ જેવી ખાદ્યસામગ્રી ઓછા તેલ-ઘીમાં ઘરે જ બનાવીને ખાવી. બહુ લાંબો સમય ભૂખ્યા રહીને એક જ વખત જમવાથી પણ પાચન મંદ પડે છે. આથી દિવસ દરમ્યાન બે-ત્રણ વખત હલકું ફરાળ કરવું. સમયાંતરે ફળ, છાશ, દુધ, પાણી વગેરે લેવાથી વાયુ, મંદાગ્નિ, કબજીયાતની તકલીફ થતી અટકાવી શકાય.
  • જેઓને શરદીનો કોઠો હોય, અસ્થમા-એલર્જીની તકલીફ હોય તેઓએ ઘીમાં શેકેલી હળદર અથવા હરિદ્રાખંડનો ઉપયોગ ચોમાસા દરમ્યાન કરવો. આ સાથે સમયાંતરે ષડબિંદુનું નસ્ય, વરળિયો શેક વગેરેથી શ્વાસનળીમાં વાયુ-કફનો ભરાવો થતો રોકવો. સાયનસાયટિસ, માઇગ્રેનના, કાનમાં સણકા મારતા હોય તેવા દર્દીઓએ વૈદકિય માર્ગદર્શન મેળવી સ્વયંને અનુકૂળ તકલીફ થતાં પહેલાં જ અટકાવવાના ઉપાયો વીશે પ્રકૃતિને અનુરૂપ ઉપાયો જાણવા.
  • ઘર અને આજુબાજુનાં વાતાવરણની સાફસફાઈ જાળવવી, ગુગળ અને કપૂરનો ધૂપ કરવો, માખી, મચ્છર, ફૂગથી બચવું.

અનુભવ સિદ્ધ :

ઋતુચર્યામાં શરીર અને વાતાવરણમાં થતાં ફેરફારની શરીર પર થતી આડઅસર વિશે વિગતે ચર્ચા કરી આયુર્વેદે આટલી સદીઓ પહેલાં ‘પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર'નો મહિમા બતાવ્યો છે.

સ્ત્રોત :નવગુજરાત હેલ્થ

2.94736842105
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top