હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / મુસાફરી દરમિયાન આ રીતે વજનને જાળવો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મુસાફરી દરમિયાન આ રીતે વજનને જાળવો

મુસાફરી દરમિયાન આ રીતે વજનને જાણવણી

ઉનાળાના વેકેશન માટે તૈયાર થઈ ગયા ?

આપણે કુટુંબ/મિત્રો સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવા ઇચ્છીએ છીએ. પણ એ આનંદ એક મુદ્દે આવીને પરેશાન કરી મૂકે છે અને એ છે “વજન”. આખું વર્ષ આપણે વજન ઓછું કરવા મહેનત કરીએ છીએ અને એક વેકેશનમાં મુસાફરી દરમિયાન ગમે તેવો ખોરાક ખાઈને આ વજનની મહેનત નકામી થઈ જાય છે. સાચે જ, સામે જો મોઢામાં પાણી લાવે તેવી વાનગીઓ પડી હોય તો વજનને નિયંત્રણમાં રાખવું અઘરૂં છે જ.

જર્ની શરૂ કરો તે પહેલાં તમારી બેગમાં ઘરેથી તમામ હેલ્ધી સ્નેક્સ જેવાં કે ફળો, નટ્સ, બેક્ડ સ્નેક્સ, ખાખરા, શેકેલા ચણા, પીનટ્સ વગેરે ભરી લો.

એટલે અહીં થોડી સરળ ટીપ્સ છે, અને અસરકારક વ્યૂહરચના છે કે જે તમને મુસાફરી કરતી વખતે ખાવા માટે હેલ્ધી આહાર ખાઈને તંદુરસ્ત વજન જાળવી રાખવા અને ખોરાકનો આનંદ માણવા માટે મદદ કરશે. જેવી તમે સફર માટેનું પ્લાનિંગ નક્કી કરો, કે તરત જ સાથે લઈ જવા માટે ખોરાકની યાદી બનાવો. જેથી, મુસાફરી કરતી વખતે તંદુરસ્ત ખાવાની વાત આવે ત્યારે નાનકડું આયોજન લાંબો સમય ચાલે.

પ્લેનની મુસાફરી

જ્યારે તમે ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ પ્રવાસી હોવ, તો એનો અર્થ એ નથી કે ફ્લાઇટમાં પીરસાતો ખોરાક તમારા માટે યોગ્ય ન હોય તો પણ ખાવો જોઈએ. અનહેલ્ધી એરલાઇન મેનૂઝ સામે પહેલું ડિફેન્સ એ છે કે ઘરેથી લાવી શકાય તે ખોરાક સાથે રાખવો. એરપોર્ટ સિક્યુરિટીના નિયમો મુજબ તમે એરપોર્ટ સિક્યુરિટી ચેકપોઇન્ટ્સમાંથી લગભગ 100 મિલિથી વધુ લિક્વિડ અને જેલ્સ લઈ જવા માટે પ્રતિબંધ છે પણ ફ્રૂટ્સ, એનર્જીબાર, નટ્સ વગેરે સોલિડ સ્નેક્સ લઈ જવાની છૂટ છે. એમાંથી થોડું તમારી કેરી બેગમાં લઈ જાવ અને એરલાઇન્સના સોલ્ટી અને અનહેલ્ધી સ્નેક્સ લેવાનું ટાળો. એરેટેડ વોટરને બદલે પ્લેન વોટર પસંદ કરો. એરલાઇન્સ એરપોર્ટમાંથી ખરીદેલ ફૂડ લઈ જવાની છૂટ આપે છે તો પ્લેનમાં બોર્ડ થતા પહેલાં જુઓ કે સલાડ પેક, સેન્ડવિચ, હેલ્ધી સ્મુધી વગેરે જેવા હેલ્ધી વિકલ્પો મળે છે કે કેમ..

રોડ ટ્રાવેલિંગ

કારમાં લાંબો સમય બેસવાથી અને દરેક સ્ટોપ પર ફાસ્ટ ફૂડ ખાવાથી ડાયેટ ઝડપથી ડિસરપ્ટ થાય છે. તમે આ સાયકલ કેવી રીતે બ્રેક કરી શકો? પહેલું તો, મેનૂમાંથી તમામ અયોગ્ય આહાર દૂર કરો. તમે તમારી રોડ જર્ની શરૂ કરો તે પહેલાં તમારી બેગમાં ઘરેથી તમામ હેલ્ધી સ્નેક્સ જેમ કે ફળો, કાચાં વેજિસ અને સેન્ડવિચેસ, નટ્સ, બેક્ડ સ્નેક્સ, ખાખરા, શેકેલા ચણા અને પીનટ્સ ભરી લો. તે પછી રસ્તામાં આવતાં લોકલ સ્ટોર્સમાંથી ખાલી બેગ ફરી ભરી લેવી. પાણીની બોટલ લેવાનું ભૂલતા નહીં. રેસ્ટ સ્ટોપ્સ જવા દેવા અને સ્વતંત્ર કાફે અથવા રેસ્ટોરન્ટમાં જવું જેથી બહેતર ખાવાનું તો મળે જ, પણ નવો લોકલ સ્વાદ પણ માણવા મળે. .

હોટલમાં એક્ટિવ રહો

તમારો સ્ટે નક્કી કર્યા પછી, એકાદ ફીટનેસ સેન્ટર કે પૂલ શોધો અને ત્યાં જાવ એટલે એનો ઉપયોગ કરો. યોગ્ય ન હોય તો પણ જો ફિક્સ મેનુ જ લેવાનું હોય અને હોટેલમાં જીમ ન હોય, તો રોજના કમ સે કમ 45-50 મિનિટ જેટલું ચાલવાનું કે બાઇકિંગ કે દોડવાનું (શક્ય હોય તો) રાખો. ઘણી હોટેલ્સમાં ઇન-હાઉસ એક્ટિવિટીઝ થતી હોય તો રૂમમાં ભરાઈને ટીવી જોયા કરતાં અને જંક ફૂડ ખાધા કર્યા કરતાં તેમાં ભાગ લેવો. .

ઉપયોગી ટિપ્સઃ

  1. દિવસની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટ લઈને કરો. .
  2. સવારમાં મફિન, કેક જેવા અનહેલ્ધી વિકલ્પ ન લેવા. એને બદલે ચા/કોફી/દૂધ સાથે ઇડલી-સંભાર, સેન્ડવિચ, પૌંઆ, ઉપમા લેવા. .
  3. હોટેલ સ્ટાફને તમારા કે તમારા ફેમિલી મેમ્બર માટે ફૂડનો ઓર્ડર આપવાને બદલે જાતે ફૂડ પસંદ કરો. આ રીતે તમે ક્યા વિકલ્પ ઉપલબ્ધ છે તે જાણી શકશો અને એ રીતે બાકીના લંચ અને ડિનરને હેન્ડલ કરી શકશો.
  4. લંચ અને ડિનરમાં લો કેલરી હોય એવું કશું પસંદ કરો. વધુ પડતા ચીઝ, બટર, તળેલો ખોરાક, સ્વીટ્સ વગેરે સ્ટે દરમિયાન બને ત્યાં સુધી લેશો નહીં.
  5. જો કશું હાઈ કેલરીનું લેવું જ હોય તો ડિનરને બદલે લંચમાં જ લો.
  6. સાદું પાણી (પ્લેન વોટર) ઘણું લેવાનું રાખો. જેથી શરીર હાઈડ્રેટ રહે.

આમ તો તમામ અયોગ્ય આહારથી દૂર રહેવું અઘરું છે, ખાસ કરીને બધા એને માણતા હોય ત્યારે તો ખાસ. પણ જીભના સ્વાદને નિયંત્રણમાં રાખવા માટે શ્રેષ્ઠ રસ્તો છે થોડુંક ખાવ અને જીભને સંતોષો. સૌથી અગત્યની વાત છે તે તમારા કસરતના રૂટિનને પૂરું કરવાનું ભૂલશો નહીં. .

મને લાગે આ થોડીક ટિપ્સ જેઓ આ વેકેશનમાં પ્રવાસ કરવા માટે છે તેમને માટે વજનનો ભાર રાખ્યા વિના ફરવા માટે સરળ છે. હેપી જર્ની !!!.

સ્ત્રોત : ફેમિના, નવગુજરાત સમય

2.96153846154
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top