વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મિલેટમાં છે અનેક પોષક તત્ત્વો

મિલેટમાં છે અનેક પોષક તત્ત્વો

મિલેટમાં ભરપૂર ન્યુટ્રીઅન્ટ હોય છે. એમાં લગભગ 15% પ્રોટીન હોય છે.
મિલેટ દિવસે દિવસે ફેમસ થતી જાય છે. ખાવાના શોખીનોએ તેની કેટલીય વાનગીઓ શોધી કાઢી છે. એનું મુખ્ય કારણ છે તેના પોષક-ન્યુટ્રીશનલ- લાભો. મિલેટ કદમાં ઝીણી અને આકારમાં ગોળ હોય છે જે સફેદ, ગ્રે, પીળી કે લાલ રંગમાં મળે છે. સ્ટોર્સમાં સૌથી વધારે એ છડેલા રૂપમાં મળે છે. જોકે, પરંપરાગત રીતે એના ફાડામાંથી બનતું કુસકુસ પણ મળે છે. મિલેટ એટલે વિવિધ એવા ધાન્યો જે એકસરખા કુળના નથી હોતા. મિલેટ એ ટેકનિકલી બીજ છે, અનાજ નહીં, પણ આપણે એને અનાજ તરીકે ક્લાસિફાય કરીએ છીએ કેમ કે એની કેટેગરી રસોઈ કરવાના પદાર્થ તરીકેમાં આવે છે.
બજારમાં મિલેટની ઘણી વેરાયટીઝ જેવી કે રાગી (ફિંગર મિલેટ), જુવાર (સોરઘમ મિલેટ), સામો (લિટલ મિલેટ), કોરા (ફોક્સટેઇલ મિલેટ) વગેરે મળે છે. એ જ રીતે બાજરો પણ મિલેટનું એક સ્વરૂપ છે. મિલેટમાં ભરપૂર ન્યુટ્રીઅન્ટ હોય છે. એમાં લગભગ 15% પ્રોટીન હોય છે. એ વિટામિન E, B કોમ્પ્લેક્સ, નિયાસિન, થાઇમીન અને રિબોફ્લાવિનનો સારો સૉર્સ છે. વધારામાં, મિલેટમાં મેથોનાઇન અને લેસિથિન જેવા જરૂરી એમિનો એસિડ્સ અને આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનિજો પણ હોય છે. સૌથી અગત્યની વાત એ કે તેમાં ફાઈબર પુષ્કળ હોય છે જે બ્લડસુગરનું નિયંત્રણ કરે છે.

મિક્સ મિલેટ ખીચડી બનાવવા

સામગ્રીઃ-

 • 1 કપ ઓર્ગેનિક મિક્સ મિલેટ .
 • ½ ચોપ કરેલ કાંદા.
 • 1 કપ મિક્સ બોઇલ્ડ વેજીટેબલ્સ.
 • ¼ ટીસ્પૂન મેથીના દાણા .
 • ¼ ટીસ્પૂન જીરું .
 • 2 ગ્રામ ગાયનું ઘી.
 • મિક્સ મિલેટ ખીચડી.

રીતઃ-

 • મિલેટ બરાબર ધોઈ લો. 15-20 મિનિટ માટે પલાળી રાખો.
 • પ્રેશર કૂકરમાં ઘી અને જીરું નાખો.
 • એમાં ચોપ કરેલ કાંદા ઉમેરી સાંતળો અને પછી બોઇલ્ડ વેજીટેબલ્સ ઉમેરો.
 • છેલ્લે મિલેટ અને 3 કપ પાણી ઉમેરો અને 2 કે 3 વ્હિસલ થાય એટલે ગેસ સ્વીચ ઓફ કરો અને હવા પાસ થવા દો. લો -ફેટ દહીં સાથે ખાવા માટે ખીચડી તૈયાર થઈ ગઈ.

આ દરેક મિલેટના શરીરને શા લાભ મળે છે તે જોઈએ

રાગીઃ બજારમાં મળતી સૌથી વધુ જાણીતી અને સામાન્યપણે વપરાશમાં લેવાતી મિલેટ છે રાગી. રાગીના ન્યુટ્રીશનને કારણે એ ચોખા અને ઘઉંના સારા રિપ્લેસમેન્ટ તરીકે વપરાય છે. એના સૌથી વધુ નોઁધપાત્ર ન્યુટ્રીશનલ લાભ એ છે કે એ કેલ્શિયમ અને અન્ય ખનિજોનો સારો સૉર્સ છે. ઉપરાંત પ્રોટીન અને એમિનો એસિડ્સનું સ્ટોરહાઉસ છે જેમાંથી પોરીજની સ્વાદિષ્ટ વાનગી બને છે. ઘઉંનો લોટ ઉમેરી શકાય. રાગીનો લાભ ડાયાબિટીસના દર્દી પણ લઈ શકે છે.

જુવાર: જુવારમાં ફાઇબર ઘણું હોય છે અને વજન ઉતારવા માટે મદદરૂપ થાય છે. એ પાછું ગ્લુટનફ્રી હોવાથી જેમને ઘઉંની વાનગીઓ ન ફાવતી હોય તેમને માટે બહુ જ મદદગાર છે.

કોરા(ફોક્સટેઇલ મિલેટ): ફોક્સટેઇલ મિલેટ ચોખાના, સેમોલિના(રવાની માફક) અથવા લોટના રૂપમાં મળે છે. ડાયેટરી ફાઇબરનો અને આયર્ન તથા કોપર જેવા મિનરલ્સનો રિચ સોર્સ હોવાથી એ ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં અને ઇમ્યુન સિસ્ટમ વધારવા માટે મદદ કરે છે.

સામો (લિટલ મિલેટ): સામો કહેવાય ઝીણો, પણ એની ન્યુટ્રીશનલ વેલ્યુ એટલી ઝીણી નથી. એમાં વિટામિન B, કેલ્શિયમ, આયર્ન, ઝીંક, પોટેશિયમ જેવા મિનરલ્સનો ઉત્તમ સૉર્સ છે અને સારી ફેટ્સ છે. દક્ષિણમાં લોકો ચોખાને બદલે સામામાંથી બનેલ પોંગલ અથવા ખીરનો ઉપયોગ કરે છે.

તમામ મિલેટ્સ એક યા બીજા લાભો ધરાવે છે. એટલે બે કે બેથી વધારે મિલેટ્સ મિક્સ કરીને કોમ્બિનેશનથી સરસ રેસિપીઝ બનાવી શકાય.

વાચકમિત્રો, જેમ કોઈ પણ વસ્તુ વધારે પડતી ખાવ તો હેલ્થ માટે સારી નહીં એ જ રીતે મિલેટની પણ સાઇડઇફેક્ટ્સ હોય છે. જેમ કે, થાઇરોઇડના દર્દીઓએ મિલેટ ન ખાવી એવું કહેવાય છે. કેમ કે મિલેટમાં ગોટીરોજન્સ હોય છે જે થાઇરોઇડના ફંક્શનને ઇમબેલેન્સ કરે. તેમ છતાં એને માટે ડાયેટિશિયન અથવા ન્યુટ્રીશનિસ્ટનું માર્ગદર્શન લેવું.

ઘણું બધું ફાઈબર ગેસ્ટ્રિક પ્રોબ્લેમ કરે છે. જો વ્યક્તિ શરીરની જરૂરિયાત કરતાં વધારે ફાઈબરનો ઉપયોગ કરે તો શરીર એને કાઢી શકે નહીં જેથી ડાયજેસ્ટિવ સિસ્ટમના કામમાં ખલેલ પહોંચાડે.

3.13636363636
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top