હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / માત્ર થોડીક કાળજી, તમને રાખશે ફિટ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

માત્ર થોડીક કાળજી, તમને રાખશે ફિટ

માત્ર થોડીક કાળજી, તમને રાખશે ફિટ!

શિયાળો એ સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ છે. આ સુંદર મોસમનો ભરપૂર ફાયદો ઉઠાવો. ફિટ રહેવા માટે માત્ર થોડીક બાબતોનો અમલ કરવો જરૂરી છે. ફિટનેસ જાળવી રાખવા માટે યોગ્ય આહાર, કસરત અને માનસિક સ્વાસ્થ્ય ખૂબ અગત્યની બાબતો છે. અહીં આપેલ સૂચનોનો અમલ કરો અને રહો ફિટ.

 • શિયાળામાં વહેલી સવારે યોગાસનો કરો. માત્ર સૂર્યનમસ્કાર કરવાથી પણ ફાયદો થશે. સૂર્યનમસ્કાર વજનને સંતુલિત કરવા માટે ખૂબ મદદરૂપ થાય છે. તે શરીરના તમામ ભાગોને ખૂબ સુંદર રીતે ટોન કરે છે. જો તમે સૂર્યનમસ્કારના બધા જ 12 સ્ટેપ્સ ના કરી શકો તો સરળ એવા 8 સ્ટેપ્સ પણ કરી શકો છો.
 • જો તમે ઓવરવેઈટ હો તો મહિનામાં બેથી ત્રણ કિલો જ વજન ઓછું કરવાનું લક્ષ્ય રાખો. વજન ઉતારવાનો આ સાચો રસ્તો છે. જો ઓછા સમયમાં વધુ વજન ઉતારવાની કોશિશ કરશો તો તમને નબળાઈ લાગશે.
 • ક્રેશ ડાયેટિંગ કદાપિ ના કરો. તેનાથી વાળ ઉતરવા માંડશે અને ચહેરા પર કરચલીઓ પડવા લાગશે. તેને બદલે લો ફેટવાળો પણ પોષક આહાર લો. તળેલી વાનગીઓને બદલે રોસ્ટેડ કે બેક્ડ કરેલી વાનગીઓ ખાઓ.
 • સપ્તાહમાં પાંચ દિવસ ૪૫ મિનિટ કસરત કરો. જો તમને જિમમાં જવાનું ના ગમતું હોય તો ચાલો, દોડો, સ્વિમિંગ કરો કે ડાન્સ કરો. કસરત ભૂખ્યા પેટે કરશો તો ઝડપથી પરિણામ મળશે.
 • નિયમિતપણે દિવસમાં ત્રણ વાર આહાર લો. ભૂખ કરતાં થોડું ઓછું ખાઓ. ત્રણ વારના આહારમાં એક વાર માત્ર ફળો, સલાડ કે સ્પ્રાઉટ્સ અને નટ્સ લેવાનું રાખો.
 • ફાસ્ટ ફૂડ, વધુ પડતા મસાલાવાળો, તળેલો ખોરાક અને ગળી ચીજો બને તેટલી ઓછી ખાઓ.
 • ભોજનમાં ફણગાવેલા કઠોળ અચૂક ખાવાનું રાખો. તેમાં પ્રોટીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી તમે આખો દિવસ ઉર્જાવાન રહેશો. તમે ફણગાવેલા કઠોળને કાચાં, બાફીને કે સ્ટ્યૂ કરીને પણ ખાઈ શકો છો. તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરો.
 • નાસ્તામાં બાફેલાં કાળા (દેશી) ચણા ખાવાનું રાખો. તેમાં શુગરની માત્રા ઘણી ઓછી હોય છે અને તે ખાવાથી પેટ જલદી ભરાઈ જાય છે.
 • ગાજર, ટામેટાં, બીટ, પાલક વગેરેનો જ્યૂસ પીઓ. તેનાથી તમારી ત્વચાનો રંગ ઉઘડશે અને શરીરને વિટામિન્સ અને અનેક પોષક તત્ત્વો પણ મળશે. તમે ઈચ્છો તો રોજ વિવિધ શાકભાજીના સૂપ બનાવીને પણ પી શકો છો.
 • મોસમી ફળો ખાઓ. આ સિઝનમાં મોસંબી, નારંગી, સફરજન, માલ્ટા, કિવી, જામફળ જેવાં અનેક ફળો મળે છે. તે છૂટથી આરોગો.
 • રાત્રે આઠ વાગ્યા સુધીમાં ડિનર કરી લો. ડિનરમાં વધુ પડતો ચરબીવાળો ખોરાક ના લો.
 • શિયાળામાં પણ રોજ આઠથી દસ ગ્લાસ પાણી પીવાનું ના ભૂલો.
 • તણાવ દૂર કરવા રોજ દસથી પંદર મિનીટ મેડિટેશન કરો.
 • રાત્રે સાતથી આઠ કલાકની ઊંઘ અવશ્ય લો.
સ્ત્રોત :નવગુજરાત સમય
3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top