હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / પાણીનો 'ઓવરડોઝ' સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પાણીનો 'ઓવરડોઝ' સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

જાણો, વધારે પ્રમાણમાં પાણી પીવાથી સ્વાસ્થ્યને શું નુકશાન થઇ શકે છે?

'જળ એ જ જીવન' તમને પણ ક્યારેક ને ક્યારેક ખૂબ જ પાણી પીવું જોઇએ તેવી સલાહ મળી જ હશે. સ્કિનની સમસ્યા હોય કે ડેન્ડ્રફની સમસ્યા હોય બંનેમાં દવા એક જ - પાણી. પરંતુ જરાક ધ્યાનથી, કારણ કે જરૂરિયાતથી વધારે પાણી પણ તમારે માટે હાનિકારક સાબિત થઇ શકે છે. દિવસમાં 8 ગ્લાસ પાણી પૂરતું છે પરંતુ તેનાથી વધારે અને ખોટી રીતે પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે જોખમકારક સાબિત થઇ શકે છે. એટલા માટે આજે 'વિશ્વ જળ દિવસ' નિમિત્તે જાણો, કેવી રીતે પાણીનો ઑવરડોઝ તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.    જો તમે એક દિવસમાં 2 લિટર અથવા તેનાથી વધારે પાણી પીઓ છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે. હકીકતમાં દિવસભરમાં તમે જે પણ ખાઓ છો, તેમાં પણ થોડાક પ્રમાણમાં પાણી હોય છે. તેનાથી શરીરમાં પાણીનો ઑવરડોઝ થઇ જાય છે, અને તમારી કિડની ફેલ થવાનું જોખમ વધી શકે છે.    ઊભા રહીને ક્યારેય પણ પાણી ન પીવું જોઇએ. આમ કરવાથી તમારા શરીરમાં કેમિકલ્સનું બેલેન્સ ખોરવાઇ જાય છે. જેનાથી કમર અને સાંધામાં દુખાવો થવા લાગે છે.    વધારે પાણી પીવાથી હાઇપોનેટ્રેમિયા થવાની શક્યતાઓ વધી જાય છે. આ બિમારીમાં શરીરમાં સોડિયમનું પ્રમાણ ઘટી જાય છે. તેનાથી મગજ પર ખરાબ અસર પડવા લાગે છે, વિચારવા-સમજવાની ક્ષમતા ઘટી જાય છે અને માથાનો દુખાવો થવા લાગે છે. ઘણીવાર આ બિમારીના કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે.    હાઇપોનેટ્રેમિયાના કારણે શરીરની કોશિકાઓમાં પાણી રોકવાની ક્ષમતા ખતમ થઇ જાય છે અને કિડની પર ભારણ વધી જવાને કારણે મૃત્યુ પણ થઇ શકે છે.    ગરમ અને તૈલીય ખોરાક વચ્ચે અથવા તરત જ પાણી પીવાનું હાનિકારક સાબિત થઇ શકે છે. તૈલીય ખોરાકનું ફેટ પાણીના કારણે શરીરમાં જમા થઇ જાય છે. આ કારણથી પાચનશક્તિ પણ મંદ પડી જાય છે. ઇચ્છો તો ભોજન કરતી વખતે હુંફાળુ પાણી પી શકો છો.   જે લોકોની બાયપાસ સર્જરી થઇ ચૂકી છે, તેમને પણ ડૉક્ટર ઓછું પાણી પીવાની સલાહ આપે છે.    પાણી શુદ્ધ કરવા માટે ઘણીવાર ક્લોરીનનો ઉપયોગ જરૂર કરતા વધારે થાય છે. શરીરમાં ક્લોરીનનું પ્રમાણ વધી જવાથી કોઇ પણ અંગ પર ખરાબ અસર થઇ શકે છે.

સ્ત્રોત: હેલ્થ, ગુજરાત સમાચાર 

2.80769230769
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top