વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નેચરલ સુગર

નેચરલ સુગર શેમાંથી મળી રહે તે વિશેની માહિતી

મને મારા ક્લાયન્ટો હમેશાં પૂછતા હોય છે, “મને ગળ્યું ખૂબ ભાવે છે. તો હું મીઠાઈઓ, ચોકલેટ્સ, કેક વગેરે ખાઈ શકું?” જ્યારે લોકો વજન ઊતારવા માંગતા હોય, તો તેમણે પહેલો વિચાર એ જ આવે છે કે ખાંડ એટલે કે સુગર બંધ કરવી પડશે. તો આપણે જોઈએ કે ખાંડ છોડવાનું શા માટે અત્યંત મહત્ત્વનું બની જાય છે. શું બીજું કંઈ તેને બદલે લઈ શકાય ?.

ખાંડ શું છે ?

ખાંડ એ હજારો વર્ષોથી આપણા ભોજનનો એક ભાગ એવો કુદરતી પદાર્થ છે. ખાંડ કાર્બોહાઇડ્રેટ્સ છે જે શરીરને એનર્જી પૂરી પાડે છે. સૌથી કોમન સુગર શરીર માટે છે તે છે ગ્લુકોઝ, જે મગજ, મહત્ત્વનાં અંગો અને સ્નાયુઓ કામ સારી રીતે કરી શકે તે માટે જરૂરી છે. કેટલીક સુગર ખાવાના પદાર્થોમાં જેમ કે ફળો, શાકભાજીઓ અને દૂધ જેવામાં કુદરતી રીતે મળી રહે છે જ્યારે કેટલીક સામાન્ય સુગર પ્રક્રિયાઓ કે રસોઈમાં વપરાય છે. ખાંડ(સુગર-સાકર) બે પ્રકારની હોય છેઃ કુદરતી અને પ્રોસેસ કરેલી હોય જે આ પ્રમાણે છેઃ

 1. ગ્લુકોઝઃ આ સાકર છોડવા અને ફળોની અને સિન્થેસિસની બાયપ્રોડક્ટ છે. આપણા શરીરમાં ગ્લુકોઝ એનર્જી ઉત્પન્ન કરવા માટે ડીગ્રેડેડ છે.
 2. ફ્રુક્ટોઝઃ આ ફળોની સાકર છે જે ફળોમાં કુદરતી રીતે હોય છે.
 3. સુક્રોઝઃ આ સાકર ઘણા ખાવાલાયક પ્લાન્ટસમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સાથે કુદરતી રીતે મળી રહે છે. ઉપરાંત શેરડીના સાંઠાઓમાં અને બીટ રૂટ્સ તેમ જ ટેબલ સુગરમાંથી મળી રહે છે જે 100% સુક્રોઝ છે.
 4. લેક્ટોઝઃ આ સાકર દૂધમાંથી મળે છે.

તમામ સાકરોમાં સાદી ખાંડ અથવા તો સાકર કે સુગર છે તે છે કોમન ટેબલ સુગર, જે એનર્જી આપે છે પણ વધુ પડતા પ્રમાણમાં લેવાય તો ફેટ્સમાં પરિવર્તિત થઈને ફેટ તરીકે સ્ટોર થાય છે. ટેબલ સુગર બ્લડ ગ્લુકોઝ લેવલને તરત વધારે છે અને ઇન્સ્યુલિન(પેન્ક્રિઆસ દ્વારા છોડાતું હોર્મોન)ની જરૂર લોહીમાંથી સુગર લઈ જવા માટે પડે છે. ઇન્સ્યુલિનથી શરીરના કોષો બ્લડસ્ટ્રીમમાંથી વધારાનો ગ્લુકોઝ શોષી લે છે. ટેબલ સુગર એનર્જી આપે છે પણ બીજી કોઈ ન્યુટ્રીશનલ વેલ્યુ નથી. એથી સુગરને 0 કેલરીવાળી ગણાય છે. આ સાદી સુગર કે સાકર મોટે ભાગે કેક્સ, બિસ્કીટ્સ, ચોકલેટ્સ વગેરેમાં વપરાય છે.

એટલે શરીરમાં વધારાની ફેટ્સ ટાળવી હોય અને છતાં ગળ્યું ખાવું હોય તો નેચરલ સુગરના પદાર્થોથી આનંદ માણી શકાય. જેમ કેઃ

 1. ગોળઃ ગોળને પચવા માટે સમય લાગે છે. એ લાંબા સમય માટે એનર્જી આપે છે અને શરીરને નુકસાનકારક નથી. ઉપરાંત આયર્નનો બહુ સારો સૉર્સ છે.
 2. ખજૂરઃ ખજૂર એનર્જીનો બહુ સારો સોર્સ છે અને ધીમે ધીમે શરીરને એનર્જી પૂરી પાડે છે. આ સિવાય આયર્ન, પોટેશિયમ, ઝિંક વગેરેનો બહુ જ સારો સૉર્સ છે. .
 3. અંજીરઃ ફાઇબર, પોટેશિયમ અને સોડિયમનો બહુ સારો સૉર્સ છે. ફાઈબર ફૂડ બહુ ધીમે સાકર છોડે છે અને લાંબા સમય સુધી પેટ ભરાયેલ હોવાની ફીલિંગ આપે છે.
 4. ફળો: મોટા ભાગનાં ફળોમાં લૉ ગ્લાયસેમિક ઇન્ડેક્સ (જીઆઇ) હોય છે જે તેમાં રહેલા ફાઇબરને કારણે હોય છે તેમ જ તેમની સુગર મોટે ભાગ ફ્રુક્ટોઝ હોય છે.
 5. કેળાં: કેળાંની સુગર કુદરતી રીતે બનેલ ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ, સુક્રોઝ અને માલ્ટોઝની હોય છે. એમાં ઘણું બધું કેલ્શિયમ રહેલ છે. એ તમામ લોકો માટે એનર્જીનો સારો સૉર્સ હોય છે.

એવી સંખ્યાબંધ વાનગીઓ છે જે સુગરની ઇચ્છા રાખનાર ખાઈ શકે છે.

કેવી રીતે રિપ્લેસ કરશો?

 1. જ્યારે પણ જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાનું મન થાય તો લૉ-ફેટ દહીં અને તમામ નટ્સ અને ખજૂર લેવાં. આ તમારી સ્વાદિલી જીભને ગળપણનો અનુભવ કરાવશે.
 2. નટ્સ અને ખજૂરનો બનેલ નટબાર બનાવો. એને દિવસમાં ગમે ત્યારે ખાઈ શકાય.
 3. ઘણા હોમમેડ બેકર્સ કેક અથવા બિસ્કીટ્સ ગોળ અથવા ખજૂરમાંથી બનાવે છે. બહારની કેક ખાવાને બદલે આવો વિકલ્પ પણ લઈ શકાય.
 4. ગોળનો એક નાનો ટુકડો પણ ખાંડની ગરજ સારે છે.
 5. જ્યારે શરીરને બે ભોજન વચ્ચે બહુ મોટો ગેપ પડી જાય તો એનર્જી લેવલ ઘટી જાય છે અને શરીરને ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર પડે છે. એ સિમ્પલ સુગર જેમ કે ટેબલ સુગર, મેંદાથી શક્ય બને. એટલે બની શકે તેટલા નિયમિત ઇન્ટરવલથી થોડું થોડું ખાતા રહેવું વધારે અગત્યનું છે. એનાથી ખાંડ કે સુગરની વધારાની ઇચ્છા થશે નહીં.

સ્ત્રોત :સોનલ શાહ, સ્ટે હેલ્થી

2.86363636364
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top