વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નાનાં પણ અસરદાર તકમરિયા

નાનાં પણ અસરદાર તકમરિયા વિષે માહિતી

તકમરિયાનો છોડ મૂળભૂત રીતે આપણા દેશનો છે. આપણે ત્યાં સદીઓથી તેના બીજનો ખાવામાં અને ઔષધિ તરીકે ઉપયોગ થતો આવ્યો છે. હિંદીમાં ‘સબ્જા' કે ‘ફાલુદા' અને અંગ્રેજીમાં ‘સ્વીટ બાસિલ' તરીકે ઓળખાતા તકમરિયા બેસ્ટ બોડી કૂલન્ટ છે. તે શરીરની ગરમીને ઓછી કરે છે એટલે જ ઉનાળામાં શરબત, આઈસક્રીમ, કૂલ્ફી, મિલ્કશેક અને અન્ય ડેઝર્ટમાં તે છૂટથી વપરાય છે. તકમરિયાના બીજને પલાળ્યા વગર ખાવા હિતાવહ નથી. ઉપયોગમાં લેતાં પહેલાં તેને પંદર મિનિટ સુધી નવશેકા પાણીમાં પલાળી રાખવા જરૂરી છે. પલળ્યા પછી તેની સાઈઝ ફૂલીને બમણી થઈ જાય છે અને તેમાંથી અનેક એન્ઝાઈમ્સ રિલીઝ થાય છે.
તકમરિયાના નાનાં, કાળા દાણા અનેક પોષક તત્ત્વોનો ખજાનો છે. તે પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ્સથી સમૃદ્ધ છે. તે ઉપરાંત તેમાં વિટામિન એ, વિટામિન કે, લ્યૂટિન, કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, આયર્ન જેવાં અનેક ઉપયોગી તત્ત્વો છે. એક ગ્લાસ પાણીમાં થોડી સાકર અને તકમરિયા નાંખીને પીવાથી એસિડિટીમાં રાહત થાય છે. તે બ્લડશુગરને નિયંત્રણમાં રાખે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભદાયી છે. તે શરીરને ડિટોક્સ કરે છે અને કબજીયાત, ગેસ જેવી તકલીફો પણ દૂર કરે છે. તેના નિયમિત સેવનથી સ્કીન અને હેર હેલ્ધી બને છે.

સ્ત્રોત: ફેમિના નવગુજરાત સમય

3.03703703704
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top