હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / દાઝવાથી થયેલ ઈજા માટે તાત્કાલિક સારવાર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

દાઝવાથી થયેલ ઈજા માટે તાત્કાલિક સારવાર

દાઝવાથી થયેલ ઈજા માટે તાત્કાલિક સારવાર

ઊંડા સેકન્ડ ડિગ્રી બર્ન અને થર્ડ ડિગ્રી બર્ન વચ્ચેનો તફાવત દિવસો સુધી ઓળખવો મુશ્કેલ બની જાય છે દારૃખાનાથી, આગથી, ગરમ પ્રવાહીથી કે જલદ રસાયણથી જ્યારે તમે દાઝી જાઓ ત્યારે

  1. દાઝેલા ભાગને નળના પાણી નીચે ૧૫ મિનિટ રાખો પરંતુ કોઈ પણ સંજોગોમાં બરફ લગાડશો નહિ.
  2. દાઝેલા ભાગ ઉપર માખણ, ઘી કે તેલ લગાડવાની જૂની માન્યતા છે પરંતુ તેનાથી કશો જ ફાયદો નથી. એને બદલે સારો ઉપાય ચામડી ઉપર લગાડવાના કોઈ પણ સારા એન્ટીસેપ્ટીક મલમ લગાડવાનો છે.
  3. દાઝવાથી ચામડીનું ઉપરનું પડ બળી ગયું હોય ત્યારે એ ભાગ ખુલ્લો ન રાખવો. રૃ પણ ન લગાડવું. સ્ટલાઇઝ્ડ ગોઝનો પાટો દાઝેલા ભાગ ઉપર દબાણ ન આવે તે રીતે બાંધી દેવો જેથી બહાર હવામાં રહેલા બેક્ટેરિયાનો ચેપ ન લાગે.
  4. દાઝવાની જગાએ ચામડી ઉપર ફોડલા થાય તો તેને ફોડવાની ચામડી કાપી નાખવાની જરૃર નથી. દાઝવાની પરિસ્થિતિ ગંભીર છે કે કેમ તેનો આધાર ઇજાના ઊંડાણ અને કેટલા ટીસ્યુને અસર પહોંચી છે તેના પર છે. તબીબી પરિભાષામાં આને ફર્સ્ટ ડીગ્રી, સેકન્ડ ડીગ્રી અને થર્ડ ડિગ્રી બર્ન તરીકે ઓળખવામાં આવે છે.  ફર્સ્ટ ડિગ્રી બર્ન એટલો ગંભીર નથી હોતો. એમાં દાઝેલો ભાગ લાલ થઈ જાય છે, દુ:ખાવો થાય છે, અડકવાથી બળે છે અને સોજો આવી જાય છે. ક્યારેક પાણી નીકળે છે. સેકન્ડ ડિગ્રી બર્નમાં ત્વચાના નીચેના પડ સુધી અસર પહોંચે છે. દાઝેલા ભાગ પર ખૂબ પીડા થાય છે. ત્વચાના નીચેના પડ સુધી અસર પહોંચે છે. દાઝેલા ભાગ પર ખૂબ પીડા થાય છે. ત્વચા ફૂલી જાય છે અને લાલ અથવા બિલકુલ સફેદ થઈ જાય છે. ફૂલેલો ભાગ જાડા પારદર્શક પ્રવાહીથી ભરાઈ જાય છે. થર્ડ ડીગ્રી બર્ન સૌથી વધુ ખતરનાક છે. ત્વચાનો ઉપલો ભાગ ક્યારેક સામાન્ય લાગે છે. અને ગંભીરતાની ખબર પણ નથી પડતી. દાઝેલા ભાગ ઉપર અડતા કોઈ જ સંવેદન થતું નથી. રક્તકણો તૂટવાને કારણે દાઝેલો ભાગ લાલ રંગનો પણ દેખાય છે. દાઝેલી ત્વચા પરની રૃંવાટી સરળતાથી મૂળમાંથી ખેંચી નાખી શકાય છે. દાઝેલા ભાગની નીચેના જ્ઞાાનતંતુના છેડા નારા પામ્યા હોવાથી મગજને પીડાનો અનુભવ નથી થતો. ઊંડા સેકન્ડ ડિગ્રી બર્ન અને થર્ડ ડિગ્રી બર્ન વચ્ચેનો તફાવત દિવસો સુધી ઓળખવો મુશ્કેલ બની જાય છે.

નીચેના કિસ્સામાં હોસ્પિટલાઈઝેશન વધુ જરૃરી બને છે.

  1. દર્દીની ઉંમર બે વર્ષથી નીચે અને સિત્તેર વર્ષથી ઉપર હોય.
  2. મો, હાથ અથવા પગ દાઝી ગયા હોય.
  3. આંતરિક અવયવો દાઝ્યા હોય. દાઝેલા ભાગ ઉપર સોજો ન આવી જાય માટે સામાન્ય રીતે તેને હૃદય કરતાં ઉપરની સપાટીએ રાખવાનો હોય છે. સેકન્ડ કે થર્ડ ડિગ્રી બર્ન શરીરના સાંધા ઉપર થાય તો સાંધાનું હલનચલન બંધ કરાવી દેવામાં આવે છે. દર્દીએ થોડા દિવસ એનાલ્જેસિક અથવા નારકોટિક આધારિત દવા લેવી પડે છે. પૂરતી માત્રામાં પોષણ મૂલ્યો ધરાવતો આહાર અથવા પીણાં લેવા પડે છે. ક્યારેક દર્દીને ડીપ્રેશન આવી જવાની શક્યતા રહે છે તો તે માટે સાઈકોલોજિકલ સારવાર પણ સાથે લેવી પડે છે. દર્દી ખૂબ ગંભીર રીતે દાઝી ગયો હોય તો હોસ્પિટલમાં સઘન સારવાર લેવી પડે છે. ક્યારેક દાઝેલા ભાગની ત્વચા જાડી, ખરબચડી થઈ જાય છે અને રક્તપ્રવાહ ઓછો થઇ જાય છે. આખો હાથ અથવા પગ દાઝી ગયો હોય અને ત્યાં રક્તનો પુરવઠો ઓછો થઇ જાય તો એ જોખમી નીવડી શકે છે.
સ્ત્રોત : હેલ્થ,ગુજરાત સમાચાર

2.96153846154
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top