વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્વાદિષ્ટ છાશના અગણિત ફાયદા

ગરમીઓમાં ભોજન સાથે ઠંડી-ઠંડી છાશ મળી જાય તો શરીરમાં ઠંડક પ્રસરી જાય છે

ગરમીઓમાં વધારેમાં વધારે તરલ પદાર્થોનું સેવન કરવું જોઇએ. તેમાં છાશ સૌથી બેસ્ટ છે. તે પીવામાં તો ટેસ્ટી લાગે જ છે આ સાથે જ તેના ફાયદા પણ અગણિત છે. ગામમાં તો છાશનું સેવન કરવામાં આવતું હોય છે.    છાશમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. ભોજન કરવાની સાથે જો ફ્રીઝની ઠ‌ંડી-ઠંડી છાશ મળી જાય તો શરીરમાં ઠંડક પ્રસરી જાય છે. ગરમીમાં છાશ પેટની બિમારીઓને પણ દૂર કરે છે. તેનાથી પાચનક્રિયા ઠીક રહે છે.    છાશમાં મીઠું નાંખીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થઇ જાય છે. પેટમાં બળતરા, એસિડિટીની સમસ્યા થઇ જાય તો છાશ પીવાથી રાહત મળે છે. છાશમાં હેલ્ધી બેક્ટેરિયા અને કાર્બોહાઇડ્રેટ્સ રહેલા છે.    આ સાથે જ છાશ વિટામિન સી, એ, ઇ અને બીનો પણ ઉત્તમ સ્ત્રોત છે. ડૉક્ટર પણ છાશ પીવાની સલાહ આપે છે. તેનાથી હાડકાં મજબૂત રહે છે. છાશમાં આયર્ન, ઝિન્ક અને પૉટેશિયમ પણ સારા પ્રમાણમાં હોય છે. તેમાં ફેટનું પ્રમાણ પણ ઓછું હોય છે જેનાથી વજન પણ વધતું નથી.

સ્ત્રોત: હેલ્થ, ગુજરાત સમાચાર 

2.92307692308
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top