હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / આહાર સંબંધિત લેખો / સ્ટ્રોબેરી દુખાવામાં રાહત આપવાની સાથે આ સમસ્યાઓને દૂર રાખે છે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્ટ્રોબેરી દુખાવામાં રાહત આપવાની સાથે આ સમસ્યાઓને દૂર રાખે છે

સ્ટ્રોબેરી ફળ તાજા ફળથી લઇને વિભિન્ન રીતે ઉપયોગમાં લેવામાં આવે છે

સ્ટ્રૉબરી મિલ્ક શેક હોય અથવા આઇસક્રીમ અથવા સ્ટ્રોબેરીનું મીઠુ દહીં અથવા તો જામ, કોઇ પણ રૂપમાં કેમ ન હોય, સ્ટ્રોબેરી પોતાની મનમોહક સુગંધના કારણે વિશ્વનું સૌથી વધારે લોકપ્રિય ફળ છે. લગભગ આખા ભારતમાં સ્ટ્રોબેરીનું ફળ ઉપલબ્ધ હોય છે અને તાજા ફળથી લઇને વિભિન્ન રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં કેટલાય વિટામિન અને ક્ષાર રહેલું છે. જાણો, તેના ફાયદાઓ વિશે...   શરીરનું બેડ કોલેસ્ટ્રોલ દરરોજ 2થી3 સ્ટ્રોબેરી ખાવાથી ઓછું થાય છે અને તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. સ્ટ્રોબેરી ફળ દુખાવો ઓછો કરવાની સાથે સાથે ફ્રી રેડિકલ્સના કારણે થતી સમસ્યામાં પણ ઘટાડો કરે છે. સ્ટ્રોબેરીમાં રેહલ ફ્લેવોનોઇડ હૃદયને લગતી સમસ્યાથી છૂટકારો અપાવે છે.    એન્ટીઑક્સીડેન્ટસ અને એન્થોસાઇનિન પણ સ્ટ્રોબેરીમાં મળી આવે છે જે શરીરમાં જામી ગયેલ ચરબીનો નાશ કરે છે અને આપણું વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. ફાઇબર વધારે પ્રમાણમાં હોવાને કારણ પાચક ક્ષમતામાં વધારો કરે છે. સ્ટ્રોબેરીમાં મેગ્નેશિયમ અને વિટામિન K પણ રહેલું હોય છે જે આપણા હાડકાઓને મજબૂતી આપે છે અને સ્વસ્થ પણ રાખે છે. એટલા માટે દરરોજ સ્ટ્રોબેરીનું સેવન કરવું જોઇએ. 

2.92592592593
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top