વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સૂકા મેવાનું મહત્વ

સૂકા મેવાનું મહત્વ વિશેની માહિતી આપવામાં આવી છે

નટ્સ, એટલે કે સૂકો મેવો એ ન્યૂટ્રીશનનું પાવરહાઉસ છે. એમાં ફેટ અને કેલરીઝ છે, પણ જો મર્યાદિત માત્રામાં ખવાય તો ખૂબ ફાયદાકારક છે.

એન્ટિઓક્સિડન્ટથી સમૃદ્ધ વિવિધ નટ્સમાં વિટામિન E, મોનો અનસેચ્યુરેટેડ ફેટ્સ, ફોલિક એસિડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન, કોપર અને ફાઇબર હોય છે.

નટ્સથી હાર્ટ ડિસીસ થવાનું જોખમ ઘટે છે. એ ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને નીચું કરવામાં અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

જુદા જુદા નટ્સના વિવિધ ફાયદા છે, જેમ કે અંજીરમાં મિનરલ્સ અને પોષક તત્ત્વો ઉપરાંત ભરપૂર ફાઈબર હોવાથી તે આંતરડાની કાર્યક્ષમતા વધારે છે અને કબજિયાત દૂર કરે છે.

  • પિસ્તા કેલ્શિયમ, વિટામિન E અને વિટામિન K નો ઉત્તમ સ્ત્રોત છે. વળી, પિસ્તામાં વિટામિન B-6 અને થાયેમિન પણ સારી એવી માત્રામાં રહેલું છે.
  • અખરોટ મગજના કોષોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. અખરોટનું નિયમિત સેવન કરવાથી મોટી ઉંમરે થતાં ડિમેન્શિયા (સ્મૃતિભ્રંશ) અને અલ્ઝાઈમર જેવા રોગો સામે રક્ષણ મળે છે.
  • બદામમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન E, મેગ્નેશિયમ વગેરે હોવાથી તે પણ મગજના કોષોને ખૂબ પોષણ આપે છે, હાડકાંને મજબૂત કરે છે અને સમગ્ર સ્વાસ્થ્યને સુધારે છે.

સ્ત્રોત: નવગુજરાત સમય

3.4
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top