વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સવારની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ રસ્તો- નાસ્તો

સવારની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ રસ્તોઃ નાસ્તો

સવારની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે “બ્રેકફાસ્ટ”. બ્રેકફાસ્ટ શબ્દ એ બ્રેકિંગ ધ ફાસ્ટ-ઉપવાસ તોડવાનો પરથી ચલણમાં આવ્યો છે.
આપણે બધાં જાણીએ છીએ કે જેમ બળતણ વિના વાહન ચલાવી શકાતું નથી તે જ રીતે યોગ્ય ખોરાક વિના શરીર યોગ્ય રીતે કામ કરી શકતું નથી. દિવસના તમામ ભોજનમાં સૌથી અગત્યનું ભોજન છે સવારનો નાસ્તો. ખાસ કરીને 7-8 કલાકની ઊંઘ પછી, પેટમાં કશું જ ન નાખો તેને બદલે દિવસનું એ પહેલું ખાણું છે એટલે મૂઠીભર સૂકો મેવો કે કોઈ સિઝનલ ફળ ખાવું એ દિવસની સરસ શરૂઆત કરવા માટે યોગ્ય રીત છે.
આ નાસ્તો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ઓછી ચરબી અને વિટામીન, કેલ્શિયમ, આયર્ન જેવાં ખનિજો અને ફાયબર જેવા ન્યુટ્રિઅન્ટ્સનું હેલ્ધી અને સારું કોમ્બિનેશન હોવું જોઈએ, જેથી પછીના ખાણા સુધી એનર્જેટિક રહી શકાય. એક સંશોધકે સાબિત કર્યું છે કે “જેઓ કેલરી ઓછી કરવા માટે બ્રેકફાસ્ટ નથી લેતા અને એથી વજન ઓછું થશે એવું માને છે તો તે મોટી ભૂલ કરે છે.” સવારે ભૂખ્યા રહેવાથી એનર્જી લેવલ ઘટી જાય છે અને પછી અનહેલ્ધી નાસ્તો કે જમવામાં વધારે ખાવાથી વજન ઊલટાનું વધી જાય છે.. તેથી, સવારના ઊઠ્યા પછી 30 મિનિટ્સથી 1 કલાકની અંદર, દિવસની કુલ કેલરી પૈકી 250-300 કેલરીનો હેલ્ધી નાસ્તો ખાવા માટે સલાહ આપવામાં આવે છે.

બ્રેકફાસ્ટના લાભ

 1. આખા દિવસના કાર્યને પૂર્ણ કરવા માટે એનર્જી લેવલને બૂસ્ટ કરવું..
 2. બ્રેકફાસ્ટ આપણા મગજના કાર્યને યોગ્ય રીતે જાળવવા માટે, શરીરના ગ્લુકોઝ લેવલને અંકુશમાં રાખવામાં તેમ જ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને આવશ્યક પોષક તત્વો પૂરાં પાડવા માટે મદદ કરે છે.
 3. શરીરના મેટાબોલિઝમમાં વધારો કરે છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, હાયપરટેન્શન, ટાઇપ 2 ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ લેવલ વગેરેનું જોખમ ઘટાડે છે.
 4. બાળકોને તેમના શરીરના ગ્રોથ અને વિકાસ માટે દૈનિક ધોરણે ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ પોષક તત્વોની જરૂર હોય છે. તેથી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ખાંડનું ઓછું અને ફાયબરનું ઊંચું પ્રમાણ ધરાવતો સારો તંદુરસ્ત નાસ્તો તેમને તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા, એકાગ્રતાના લેવલમાં સુધારો લાવવા અને વધુ એટેન્ટિવ બનવા માટે મદદ કરશે..
 5. પૌષ્ટિક પદાર્થો સાથેનું બ્રેકફાસ્ટ મેનૂ શરીરના મેટાબોલિઝમને કિક આપતી શરૂઆત કરશે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે તંદુરસ્ત નાસ્તો ખાવાથી દિવસ દરમિયાન વધુ એલર્ટ અને એસર્ટિવ રહી શકાય છે..
 6. 2010ના ડાયેટરી ગાઇડલાઇન્સ એડવાઇઝરી સમિતિના રિપોર્ટ અનુસાર, જે બાળકો/કિશોરો નાસ્તો સ્કિપ કરે છે તેઓનું વજન અને સ્થૂળતા વધારે પ્રમાણમાં વધી જાય છે.
 7. એક સારો નાસ્તો મૂડ પણ સારો કરી શકે છે.
 8. સગર્ભા સ્ત્રીઓ માટે બ્રેકફાસ્ટ સૌથી મહત્વનું ભોજન છે, જેમને ગર્ભના પોષણ માટે વધારાની કેલરીની જરૂર છે. ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન ફોલિક એસિડની જરૂરિયાત સૌથી વધારે હોય છે. તેથી કેળા, નારંગી જેવાં ફળો, રાંધેલા મસૂર, પાલક વગેરે જેવા ફોલિક એસિડના સારા સ્રોત જેવી ચીજો ચોક્કસ લેવી જોઈએ.
 9. જેમ જેમ શરીર વૃદ્ધ થાય છે તેમ, સ્નાયુઓ, સ્વાદની ભાવના વગેરે ગુમાવવા લાગે છે જેથી પૂરતાં પોષક તત્ત્વો મળવાના અટકી જાય છે, તેથી સંપૂર્ણ આહાર જેમ કે ફળો, ઓટ્સ સાથેનું દૂધ વગેરે સાથેનો નાસ્તો ઉમેરીને તમામ ન્યુટ્રિઅન્ટ્સ મેળવામાં મદદ કરશે.

મેનુના વિકલ્પોઃ

 • ઘઉંની બ્રેડને વ્હાઇટ બટર લગાવીને ખાવી.
 • તજ, બધા મસાલા અથવા લવિંગ ભભરાવેલ ગરમ સિરિયલ્સ .
 • વિવિધ ફળો સાથે દહીંની સ્મૂધી.
 • ગ્રિલ્ડ વેજિટેબલ્સ/ લૉ ફૅટ પનીર સાથે સૅંડવિચ.
 • બધા અલગ અલગ લોટ અથવા વધેલા ભાતનો ઉપયોગ કરીને બનાવેલ હેલ્ધી પરાઠા..
 • કોથમીરની ચટણી સાથે ભરેલા પરાઠા .
 • સ્ટ્રોબેરી અને દૂધ સાથે સિરિયલ્સ.
 • ઓટમિલ અને દૂધ..
 • પૌંઆ અથવા રવા/ઓટ્સ ઉપમા સાથે દૂધ.
 • બીન્સ/મકાઈવાળો બટાટાનો માવો.
 • દક્ષિણ ભારતીય વાનગી.
 • મૂઠીભર સૂકો મેવો અથવા કોઈ પણ સિઝનલ ફળ.

એક અઠવાડિયા અગાઉથી જ વીક ફૂડ પ્લાન કરવાથી તંદુરસ્ત મનપસંદ મેનુ વિવિધ વિકલ્પો સાથે બનાવી શકાય છે..

રેસીપી: - સત્તુ અને રાગીમેથી પરાઠાઃ રાગીના અને સત્તુના લોટનું મિશ્રણ 1 કપ લો. એમાં અડધો કપ ઘઉંનો લોટ અને મૂઠીભર મેથી લઈ જોઈતા મસાલા સાથે ઉમેરો અને કણક બાંધો. લૂઆ કરીને તેને વણીને થોડું તેલ નોન-સ્ટિક પેનમાં મૂકી થવા દો. ગરમાગરમ પીરસો.

સોનલ શાહ , સ્ટે હેલ્થી

3.06451612903
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top