હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / આહાર સંબંધિત લેખો / શિયાળાની સિઝનમાં ઉચિત ખાદ્ય પદાર્થોનું સેવન સાથે ત્વચાને ચમકવો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શિયાળાની સિઝનમાં ઉચિત ખાદ્ય પદાર્થોનું સેવન સાથે ત્વચાને ચમકવો

શિયાળાની સિઝનમાં ઉચિત ખાદ્ય પદાર્થોનાં સેવન સાથે તમારી ત્વચાની ચમક જાળવો

શિયાળાની સિઝનમાં ઉચિત ખાદ્ય પદાર્થોનાં સેવન સાથે તમારી ત્વચાની ચમક જાળવો

ફરગેટ ધ ફેસલિફ્ટઃ ટર્ન બેક ધ ક્લોક વિથ રિવોલ્યુશનરી પ્રોગ્રામ ફોર એજલેસ સ્કિનનાં લેખ, એમડી ડોરિસ ડેનાં ડર્મેટોલોજિસ્ટ ડોરિસ ડે જણાવે છે કે, “ત્વચાની સુંદરતા એ છ કે તમે એને અંદર અને બહાર બંને રીતે અનુભવી શકો છો.”

શિયાળામાં ઠંડા પવનો વાય છે અને તાપમાનમાં ઘટાડો થાય છે, જે તમારી ત્વચા પર માઠી અસર કરી શકે છે. ઠંડા હવામાન અને ભેજનું પ્રમાણ ઓછું હોવાથી હવા સૂકી હોય છે, જે દરેક સેકન્ડે ત્વચાથીમાં ભેજને શોષે છે. તાત્કાલિક સારસંભાળ વિના સૂકી ત્વચામાં કરચલીઓ પડી શકે છે અને તેમાંથી લોહી વહી શકે છે તેમજ શિયાળાનાં અતિ ઠંડા પવનો આ સમસ્યાને વધારે વકરાવે છે. જ્યારે તમે ગરમ ફુવારા નીચે સ્નાન કરો છો કે ગરમ પાણીથી સ્નાન કરો છો કે પછી હાર્ડ ક્લીનસર્સનો ઉપયોગ કરો છો, ત્યારે એ તમારાં શરીરની અંદર રહેલી ગરમી ભેજમાંથી વધારે હવા શોષી છે. જોકે ક્યારેક વધારાના ભેજથી એવું લાગે છે કે, તમારી ત્વચા પર ક્રીમ કે લોશન વિના ભેજ જળવાઈ શકે છે, પણ ચમક ઓછી આપે છે. વ્યક્તિએ આ અસરોને દૂર કરવા અને ત્વચાને સ્વસ્થ જાળવવા ક્રીમ કે લોશન વધારે લગાવવું પડે છે. તમે ઘણું લોશન લગાવી શકો છો, પણ તમારી સ્વસ્થ ત્વચાનો આધાર તમારાં ભોજન પર છે. શિયાળામાં ત્વચાને વધારે ફાટતી અટકાવવા, લાલાશ ઘટાડવા, ખંજવાળ ઘટાડવા અને ત્વચાને વધારે સ્વસ્થ અને મુલાયમ બનાવવા તમારાં ભોજનમાં આ ખાદ્ય ચીજવસ્તુઓ સામેલ કરવી જરૂરી છે.

ગુણકારક ખાદ્ય પદાર્થો:

એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર ફળફળાદિ અને શાકભાજીનું સેવન કરવું તમારી ત્વચા સહિત તમારાં સંપૂર્ણ શરીર માટે સારું છે.

બીટા-કેરોટિન અને વિટામિન સી, ઈ અને એ જેવા એન્ટિઓક્સિડન્ટ મુક્ત કણો તરીકે ઓળખાતાં અસ્થિર પરમાણુઓ દ્વારા નુકસાનને અંકુશમાં રાખી શકે છે. આ પરમાણુઓ ત્વચાનાં કોષોને નુકસાન કરી શકે છે અને વૃદ્ધાવસ્થાનાં સંકેતો આપે છે.

ગાજરઃ

ગાજર તમારી આંખો માટે ગુણકારક પદાર્થ – એન્ટિઓક્સિડન્ટ બીટા કેરોટિન બનાવે છે, જેમાંથી વિટામિન એ બને છે, જે તમારી ત્વચા માટે પણ સારું છે. એક વાર પાચન થયા  પછી બીટા કેરોટિન આપણા શરીરમાં વિટામિન એમાં પરિવર્તિત થાય છે, જે દ્રષ્ટિ, રોગપ્રતિકારક ક્ષમતા અને ત્વચાનાં સ્વાસ્થ્ય માટે ગુણકારક છે.

ફુદીનાનાં બીજઃ

આ બે અનિવાર્ય ફેટી એસિડ પ્રદાન કરે છેઃ ઓમેગા-3 આલ્ફા-લિનોલેનિક એસિડ અને ઓમેગા-6 લિનોલેનિક એસિડ. બંને ઓમેગા-3 અને 6 બળતરાવિરોધી ક્ષમતા ધરાવે છે, જે ત્વચાનાં નવનિર્માણમાં મદદરૂપ થાય છે અને વધારે યૌવન બક્ષે છે. “સારાં સ્વાસ્થ્ય માટે તમારાં શરીરને અનિવાર્ય ફેટી એસિડની જરૂર હોય છે, પણ તમારું શરીર એ પેદા કરતું નથી, એટલે એનું સેવન કરવું પડશે.”

હાઇડ્રેશન :

સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં પુષ્કળ પ્રવાહી લેવાનું શક્ય નથી એટલે રોજિંદા ભોજનમાં ઘરમાં બનાવેલ સૂપ, નાળિયેરનું પાણી સામેલ કરવાનો પ્રયાસ કરો.

નાશપતિ :

નાશપતિ તમે ભોજન લઈ શકો એવાં સ્વસ્થ ખાદ્ય પદાર્થોમાં સામેલ છે. નાશપતિ સ્વસ્થ ત્વચા માટે મહત્ત્વપૂર્ણ પોષણયુક્ત પદાર્થ વિટામિન ઇનું ઊંચું સ્તર ધરાવે છે.

કોળું :

કોળાને કેસરી બનાવતાં સંયોજનો લાઇકોપેન, બેટી કેરોટીન તમારી ત્વચાનું અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતાં નુકસાનથી રક્ષણ કરે છે. બીટા કેરોટિન શરીરમાં વિટામિન એમાં પરિવર્તિત થાય છે, જેથી તમારી આંખો, હાડકાંને સ્વસ્થ જાળવવામાં મદદરૂપ થાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.

સૂકો મેવો :

બદામ, એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર અખરોટ, રેષા, પ્રોટિન બળતરવિરોધી ગુણો ધરાવતું તેમજ વિટામિન ઈ ધરાવે છે.

સોયમિલ્કઃ

સોયમિલ્કમાં કોલાજેન ત્વચાની મજબૂતી જાળવવામાં મદદરૂપ થઈ શકે છે, કારણ કે એમાં આઇસોફ્લેવોન્સ પુષ્કળ હોય છે.

પાલકની ભાજી

પાલકમાં લ્યુટિન, કેરોટેનોઇડ હોય છે, જે અલ્ટ્રાવાયોલેટથી નુકસાન સામે તમારી ત્વચાનું રક્ષણ કરે છે.

ફૂલગોબીઃ

ફૂલગોબી જેવા વિટામિન સી ધરાવતાં ખાદ્ય પદાર્થોનું સેવન કરો, જે કરચલીઓ દૂર કરવામાં અને વય સંબંધિત શુષ્કતા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

શારીરિક પ્રવૃત્તિ :

છેલ્લે મહત્ત્વપૂર્ણ વાત એ કે સ્વસ્થ ત્વચા માટે યોગ કરવાનો, ઝડપથી ચાલવાનો, શ્વાસોશ્વાસની કસરત કરવાનો પ્રયાસ કરો.

શ્રુતિ ભારદ્વાજ(ક્લિનિકલ ડાયેટિશિયન)

3.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top