વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

લેમનગ્રાસના આરોગ્યપ્રદ ઉપયોગો

લેમનગ્રાસના આરોગ્યપ્રદ ઉપયોગો

જીવન ટકાવી રાખવા માટે શરીર આંતરિક અને બહારથી મળતાં સંદેશાઓ સતત મેળવતું રહે છે. જેમકે તાપમાન વધુ હોય કે ઠંડી વધારે હોય તેના અનુભવને આધારે આપણે શરીરનું તાપમાન સાચવવા માટે વ્યવસ્થા કરીએ છીએ. ભૂખનું સંવેદન થાય કે ખોરાક-પાણી માટે પ્રવૃત્ત થઈએ છીએ. આમ શરીરનાં અંદરથી અનુભવાતા સંકેતો અને બહારથી મળતા સંકેતો ઝીલી અને શરીરને અનુકૂળ થાય તે મુજબ જીવન ટકાવવા સતત પ્રયત્ન કરતાં રહીએ છીએ.
શરીરને બહારથી મળતાં સંકેતો ઝીલવા માટે આંખ, કાન, ત્વચા, નાક અને જીભ જેવી પાંચ જ્ઞાનેન્દ્રિયો મહત્વપૂર્ણ કામ કરે છે. મોટાભાગે આ મુજબની માહિતી મેળવવા માટે એક કરતાં વધુ જ્ઞાનેન્દ્રિયો કામ કરતી હોય છે. જેમકે આંખથી પદાર્થ કે દ્રશ્યજોવાય, તે સાથે શક્ય હોય તો તેનો સ્પર્શ કરવામાં આવે અને જો પદાર્થમાં ગંધ હોય તો તે ઘ્રાણેન્દ્રીયથી પરખાય, તેવી જ રીતે જો તે પદાર્થ ખાઈ કે પી શકાય તેવો હોય તો જીભથી તેનો સ્વાદ પણ પારખવામાં આવે. જ્ઞાનેન્દ્રિયથી મળતા સંકેતોમાં માત્ર જોવાનું, અડવાનું કે ગંધ પારખવાનું અલગ-અલગ કામ કરવાનું પણ થતું હોય છે. પરંતુ જયારે ખોરાક કે પીણાની વાત હોય ત્યારે ખોરાકનો દેખાવ, સ્વાદ, ખુશ્બુ, સ્પર્શ અને ખાવાની ક્રિયા દરમ્યાન અમુક ખોરાકના કડક હોવાથી દાંતથી તોડવાનાં કે ચાવવા દરમ્યાન અવાજનું જ્ઞાન પણ થતું હોય છે. આપણે ધ્યાનથી જો આ બધાં જ અનુભવો સાથે ખાવા-પીવાની પ્રવૃત્તિ કરતાં હોઈએ ત્યારે દેખાવમાં આકર્ષક રૂપ-રંગ-આકાર ધરાવતી સુગંધીદાર, સ્વાદિષ્ટ વાનગી કે પીણાની મજા વધુ આવતી હોય છે. આપણી લગભગ દરેક જ્ઞાનેન્દ્રિયોની પ્રેરણા અને ઉત્તેજના ખાવા-પીવાની પ્રવૃત્તિ દરમ્યાન થતી હોવાથી ખાવા-પીવાની ક્રિયા મોટાભાગે આનંદમય હોય છે. તેમાં પણ જો કોઈ સુગંધિત વાનગી હોય તો તે વાનગીની સુગંધનાં અણુઓ મગજને ઉત્તેજીત કરી અને મનમાં આનંદ સાથે આહલાદ, રિલેકસેશન, વધુ ખાવા-પીવાની ઈચ્છા જગાડે તેવા જૈવરાસાયણિક ફેરફાર થવા લાગે છે. આવા જ કારણોસર પરંપરાગત રીતે આપણા ખોરાકમાં એરોમેટિક-સુગંધીદાર પદાર્થો જેવાકે મસાલા, ગરમ મસાલા વગેરેનું આગવું સ્થાન છે.

સુગંધિત પીણાં

જે તે પ્રદેશમાં વસતાં લોકો ત્યાંની આબોહવા, તાપમાન અને સરળતાથી મળતી વનસ્પતિ, મસાલા કે અન્ય ખાદ્યપદાર્થો વાપરીને આરોગ્ય અને આનંદ મળે તેવા પીણાં પીવાની પ્રથા પાળતા હોય છે.

ચીનમાં ચ્હાનું મહત્વ છે. કાશ્મીરમાં કાવો પીવાય છે. ગરમીપ્રધાન ભારતનાં ઘણાં પ્રાંતમાં શરબત, શીકંજી અને છાશ-લસ્સી પીવાય છે તો ઠંડીનાં દિવસોમાં ચ્હા પણ પીવાય છે.

આયુર્વેદમાં સુગંધભૂતૃણથી સુગંધી ચાનો ઉલ્લેખ જોવા મળે છે. સામાન્ય રીતે જેને લીલી ચા તરીકે સંબોધવામાં આવે છે. પરંતુ થોડા વર્ષોથી જે ‘ગ્રીન ટી’ તરીકે પ્રખ્યાત થઈ છે, તે નહીં. સુગંધિત લીલી ચા એટલે લેમનગ્રાસ. એક થી દોઢ હાથ જેટલી ઉંચાઈનાં ઘાસ જેવા છોડ ઉગે છે, જેને કાપી અને ચ્હા તરીકે પીવામાં વપરાય છે. અંગ્રેજીમાં લેમનગ્રાસ કહેવાતી આ લીલી ચાનું લેટીન નામ છે એન્ડ્રોપોગોન સાઈટ્રેસ.

સુગંધી લીલી ચાનાં ગુણો

લીલી સુગંધી ચાની શરીર પણ ઉત્તેજક અસર થાય છે. આ ચા પીવાથી પરસેવો ખૂબ થાય છે. પેશાબની માત્રા વધે છે. લીલી ચા પીવાથી શરીરનું તાપમાન પરસેવો થવાને કારણે ઘટે છે. મન ખૂબ સૂસ્ત રહેતું હોય, આળસ અને નિષ્ક્રિયતા અનુભવાતી હોય તેવા સમયે આ ચા પીવાથી ચેતનાનો સંચાર થઈ વ્યક્તિ એક્ટિવ થઈ શકે છે. આ ચાની અસરથી શરીરનાં પાચનનાં તથા અન્ય અવયવોમાં આવતી ચૂંક મટે છે.

સુગંધી ચાનાં આરોગ્યપ્રદ ઉપયોગો

જામી ગયેલો કફ સહેલાઈથી બહાર કાઢવા, ઠંડી લાગી ફ્લુ તાવ,થાકને કારણે તાવ, સાયનસાયટીસ માટે: સુગંધી ચા લગભગ ૬ ઈંચ જો તાજી હોય તો ટુકડા કરવા અને સૂકી હોય તો આશરે ૩ ગ્રામ ૧ ટેબલસ્પૂન ૨૦૦ ગ્રામ ઉકળતા ગરમ પાણીમાં નાંખવી. સાથે ૩ ગ્રામ સૂંઠનો પાવડર અને થોડી સાકર નાંખી ચોથા ભાગનું પાણી રહે તેટલું ઉકાળવું ત્યારબાદ ગાળી અને નવશેકું પીધા પછી, ગરમ શાલ કે ધાબળાથી શરીરને ઢાંકી સૂઈ રહેવું. આમ કરવાથી પરસેવો વળી થાક, તાવ ઉતરે છે. કફ સહેલાઈથી છુટો પડે છે.

લીલી ચાના આધુનિક વિશ્લેષણ મુજબ તેમાં એન્ટી બેકટેરિયલ, એન્ટીઇન્ફલેમેટરી, ફુગ દૂર કરવાના, એન્ટી ઓક્સિડન્ટ જેવા ગુણો તેમાં રહેલા ફલેવેનોઈડ અને સુગંધીદાર તેલને કારણે છે. આથી અપર રેસ્પિરેટરી ઇન્ફલેમેટરી ડિસિઝીસ દરમ્યાન શરદી, ફ્લુ, સાયનસાયટીસની પીડા-છીંકો દૂર કરવા માટે આ મુજબ પીવાથી ફાયદો થાય છે.

ક્રોનિક સાયનસાયટીસ અને કફ જામી જવાથી થતાં માઈગ્રેન માટે: સુગંધી ચાનો રસ, ફુદીનાનો રસ, આદુંનો રસ સરખા ભાગે લઈ આવા ૧ કપ રસમાં વજનું ચૂર્ણ ૧ નાની ચમચી નાંખી ઉકાળી નવશેકું ઠંડુ કરી તેમાં દેશી ગોળ ઉમેરી પીવાથી રાહત થાય છે.

મ્હોંમાં ફુગના ઇન્ફેક્શનથી ચાંદા પડતા હોય ત્યારે : ૧ કપ પાણી ઉકાળી તેમાં ૧ ચમચી લીલી ચા નાખી ઢાંકીને રાખી મુકવું. ઠંડુ થયે આ પાણીથી કોગળા કરવાથી અલ્સર મટે છે. મ્હોંમાં યીસ્ટથી થતું ઇન્ફેક્શન મટે છે.

લીલી ચામાં પોટેશ્યમ, આર્યન, મેગ્નેશ્યમ જેવા તત્વો છે. થાકેલી વ્યક્તિના મનમાં ઉત્તેજના, સક્રિયતા લાવવા માટે તેની સુગંધ પણ મદદ કરે છે.

ખાવામાં અરૂચિ થવી, પેટમાં આફરો  ચઢવો, ચૂંક આવવી જેવા અપચાનાં લક્ષણો હોય ત્યારે સુગંધી ચા સામાન્ય ચાની માફક દૂધ અને ખાંડ નાંખીને પણ બનાવીને પી શકાય અને જો અપચો-અરૂચિ વધુ હોય તો ઉકળતા પાણીમાં લેમનગ્રાસ નાંખી ઢાંકી રાખી નવશેકું થયે તેમાં શેકેલું જીરૂ, સંચળ નાંખીને પણ પી શકાય.

ર્ડો.યુવા અય્યર(આયુર્વેદ ફિઝિશિયન)

3.33333333333
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top