સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું શરીર માટે ઘણું જ અસરદાર હોય છે. તેનાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ મજબૂત બને છે. આ ઉપરાંત સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે.
રોજ સવારે લીંબુનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. દરરોજ લીંબુ પાણીના સેવાનથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે. જ્યારે વધતી ઊંમરની કરચલીઓને પણ ઘટાડી શકાય છે. ચમકદાર ત્વચા માટે લીંબુ પાણી ઘણું મદદરૂપ થાય છે.
લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે.
લીંબુ પાણી પાચનમાં મદદ રૂપ થાય છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી સમગ્ર દિવસની પાચન ક્રિયા મજબૂત બને છે. આ ઉપરાંત લીંબુ પાણીથી એસિડિટીમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે.
ઊનાળાની સિઝનમાં લીંબુનો આ ગુણ સૌથી વધારે મહત્વનો બની જાય છે. ગરમીથી કંટાળીને થાકી ગયા બાદ જો શરીરમાં ફરીથી જાદગી લાવવી હોય તો લીંબુ પાણી રામબાણ ઈલાજ છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીરમાં તાજગી આવી જાય છે. લીંબુ પાણીથી મૂડ પણ સારો બની જાય છે.
વધતા વજનથી પરેશાન લોકોએ લીંબુ પાણીનો ઉપયોગ ચોક્કસથી કરવો જોઈએ. હકિકતમાં લીંબુમાં રહેલા પેક્ટિન ફાઈબર શરીરને ભૂખનો અુનુભવ કરવા દેતા નથી. જેના કારણે વ્યક્તિ કવેળાનો નાસ્તો વગેરે ખાઈ શકતી નથી. જેનાથી વજન નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.
strot લાઇફસ્ટાઇલ, નવગુજરાત સમય-અમદાવાદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020