હોમ પેજ / આરોગ્ય / આરોગ્યશાસ્ત્ર / આરોગ્યશાસ્ત્ર માટે લેખો / આહાર સંબંધિત લેખો / રોગપ્રતિકારક શક્તિ વધારતા ખોરાકના સ્ત્રોત
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રોગપ્રતિકારક શક્તિ વધારતા ખોરાકના સ્ત્રોત

રોગપ્રતિકારક શક્તિ વધારતા ખોરાકના સ્ત્રોત વિશેની માહિતી આપવામાં આવી છે

જો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો વ્યક્તિ વારે વારે શરદી, ફ્લ્યૂ, તાવ વગેરેનો ભોગ બને છે. વિટામિન - સી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. કુદરતે આપણને એવી કેટલીયે આહારની વસ્તુઓ આપી છે, જેમાં વિટામિન- સીનો ભંડાર છે. આપણા આહારમાં સરળતાથી ઉપલબ્ધ એવી આ ચીજો ઉમેરીને આપણે શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારી શકીએ છીએ.

ખાટાં ફળો:

લગભગ દરેક ખાટાં ફળમાં વિટામિન- સીનું ઊંચું પ્રમાણ હોય છે. નારંગી, મોસંબી, દ્રાક્ષ, આમળા, લીંબુ, ક્વિી જેવાં ફળોમાં વિપુલ માત્રામાં વિટામિન - સી રહેલું છે. તમે તમારી રુચિ અને મોસમ અનુસાર આમાંથી કોઈ પણ ફળોનો તમારા ડાયેટમાં સમાવેશ કરી શકો છો. ફળોનો જ્યૂસ પીવાને બદલે તેને ખાવા એ વધુ સારું છે, કેમ કે ફળોને ખાવાથી તેમાં રહેલા ફાઈબર પણ શરીરને મળે છે, જે પાચનક્રિયાને વ્યવસ્થિત અને સુચારુ બનાવે છે.

કેપ્સિકમ :

કેપ્સિકમ એ બેલ પેપર તરીકે પણ ઓળખાય છે. કેપ્સિકમમાં પણ ખાટાં ફળોની જેમ ઘણી ઊંચી માત્રામાં વિટામિન - સી રહેલું છે. વિટામિન સી ઉપરાંત તેમાં બીટા કેરોટિન પણ છે, જે ત્વચા અને આંખોને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

બ્રોકોલી:

બ્રોકોલી એ સુપર ફૂડ છે. તેમાં વિટામિન - સી ઉપરાંત ભરપૂર માત્રામાં બીટા- કેરોટિન, ઝિંક અને સેલેનિયમ રહેલું છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ઘટકો શરદીની તકલીફમાં રાહત આપે છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનિજો છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને ઓસ્ટિયોપોરોસીસ થવાનું જોખમ ઘટાડે છે. બ્રોકલીને જેટલી ઓછી રાંધો તેટલાં તેના પોષક તત્ત્વો જળવાઈ રહે છે.

પાલક

બ્રોકલીની જેમ પાલકમાં પણ વિટામિન- સી, બીટા કેરોટિન, એન્ટી ઓક્સિડન્ટ્સ અને વિપુલ માત્રામાં આયર્ન રહેલું છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને વિવિધ ચેપી રોગો સામે લડવાની શક્તિ આપે છે. શિયાળામાં પાલક સરળતાથી ઉપલબ્ધ હોય છે. તમે તેને સલાડમાં, શાકમાં, સૂપમાં સામેલ કરી શકો છો. તેના પરાઠા, મૂઠિયા જેવી વિવિધ વાનગીઓ પણ બનાવી શકાય છે.

નવગુજરાત સમય

3.75
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top